બીભત્સ વિડીયો-ઓડિયો વાયરલ થયા બાદ પોતાની જ રિવોલ્વર લમણે રાખી મોત કર્યું વ્હાલું

ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢમાં ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડાના ખેતલિયા દાદા મંદિરના મહંત રાજ ભારતી બાપુએ આજે જાતે જ પોતાના લમણે ગોળી મારીને આપઘાત કરી લીધો છે. આજે સવારે તેમના કેટલાક વિડીયો અને ઓડિયો વાયરલ થયા હતાં. વાયરલ થયેલા વિડીયોમાં રાજ ભારતી બાપુ દારૂ પીતા દેખાયા હતાં. તેમના કેટલાક ઓડિયો પણ વાયરલ થયાં હતાં જેમાં તેઓ બીભત્સ વાતો કરી રહ્યા હતા. રાજ ભારતી બાપુના વિડીયો-ઓડિયો વાયરલ થયા બાદ તેઓ તણાવમાં આવી ગયા હશે અને આ કારણે આજે તેમણે આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે.

લાયસન્સવાળી પિસ્તોલથી લમણે ગોળી મારી આત્મહત્યા
ખડીયા ગામ સ્થિત પોતાની જ વાડીમાં રાજ ભારતી બાપુએ પોતાની લાયસન્સવાળી પિસ્તોલથી લમણે ગોળી મારી લીધી હતી. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નિપજ્યું હતું. સ્થાનિક સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે, તેમણે વાયરલ થયેલા વિડીયો-ઓડિયોને કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે.પોલીસ તેમના ઘરમાં તપાસ પણ કરી રહી છે. આ ઉપરાંત તેમના નજીકનાં વ્યક્તિઓની પૂછપરછ પણ કરવામાં આવશે.

રાજ ભારતી બાપુએ ડિપ્રેશનમાં આવી આત્મહત્યા કરી?
જૂનાગઢના ભવનાથ ક્ષેત્રમાં આવેલા ભારતી આશ્રમના શિષ્ય અને ઝાંઝરડા રોડ પર આવેલા ખેતલિયા દાદાના મંદિરના મહંત રાજ ભારતી બાપુના વાયરલ થયેલા વિડીયો-ઓડિયો બાદ સાધુ-સંતો અને ભક્તોમાં તેમના પ્રત્યે ઘૃણાનો ભાવ જોવા મળી રહ્યો હતો જેને કારણે ડિપ્રેશનમાં આવીને આજે રાજ ભારતી બાપુએ આત્મહત્યાનું પગલું ભર્યું હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

ખેતલિયા દાદા મંદિરના મહંતની દારૂ-સિગારેટ પીતાં અને મહિલાઓ સાથે પ્રેમાલાપ કરતી વાયરલ ક્લિપ જોવા અહીં ક્લિક કરો…