“નલ સે જલ” યોજના અંતર્ગત ૨ કરોડ ૫૬ લાખના ખર્ચે પીવાના પાણીની લાઈન નાખવાનું તથા સમ્પ બનાવવાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ કરતા રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત ૯૦ લાખના ખર્ચે મંજુર થયેલ ડામર રોડનુ ખાતમુહૂર્ત કરતા રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા અને જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદર
પવિત્ર શ્રવણ માસના પ્રારંભે અને સોમવારના શુભ સંગમ નિમિતે મહાદેવને લોકોની સુખાકારી માટે પૂજા-અર્ચના કરતા ભુપતભાઇ બોદર
“નલ સે જલ” યોજના અંતર્ગત વાસ્મો દ્વારા કુવાડવા ગામે ૨ કરોડ ૫૬ લાખના ખર્ચે પીવાના પાણીની પાઇપ લાઈન નાખવાનું તથા સમ્પ બનાવવાની ચાલતી કામગીરીનું નિરીક્ષણ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભૂપતભાઈ બોદરે કરેલ હતું અને કામ ઝડપથી અને ચોકસાઈ પૂર્વક કરવા માટે સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી. આ યોજનાથી કુવાડવા ગામના દરેક ઘરમાં પીવાનું શુદ્ધ પાણી નળ દ્વારા પ્રાપ્ત થશે અને લોકોને વર્ષો જૂની પાણીની સમસ્યાથી છુટકારો મળશે. આ કામગીરીમાં તેમની સાથે કુવાડવા સરપંચ સંજયભાઈ પીપાળિયા, ગઢકા સરપંચ કેયુરભાઈ ઢોલરિયા, કાગદડી સરપંચ દેવ કોરડીયા તથા જાદવભાઈ કાકડિયા, જેરામભાઈ ગોડલિયા, મોહનભાઈ ઢોલારીયા વગેરે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત “મુખ્યમંત્રી ગ્રામ સડક” યોજના અંતર્ગત ૯૦ લાખના ખર્ચે મંજુર થયેલ પાડાસણ થી કાથરોટા ગામ વચ્ચે નોન પ્લાનિંગ ડામર રોડનુ ખાતમુહૂર્ત રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા તેમજ રાજકોટ જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદરના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ રોડ બનવાથી બને ગામો વચ્ચે વાહનવ્યહાર અને સુવિધાઓમાં વધારો થતા ગ્રામજનોમાં ખુશીની લહેર જોવા મળી છે. આ કાર્યક્રમમાં રાજકોટ તાલુકા કિસાન મોરચા પ્રમુખ મહેશભાઈ આસોદરિયા, તા.પં. સદસ્ય વલ્લભભાઈ ડાભી, નિલેશભાઈ પીપળિયા, સરપંચ અશ્વિનભાઈ, સરપંચ કેયુરભાઈ ઢોલરિયા, પ્રકાશભાઈ કાકડિયા, વિનુભાઈ આસોદરિયા, સંજયભાઈ, વિશાલભાઈ, ભાયાભાઈ વગેરે ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહેલ હતા.
- Advertisement -
તેમજ સોમવારના શુભ સંયોગ સાથે પવિત્ર શ્રવણ માસનો પ્રારંભ થતા ભુપતભાઇ બોદરે અણીયારા ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિર અને હલેન્ડા ગામના પ્રાચીન ભૂતનાથ મહાદેવ મંદિરે દેવાધિદેવ મહાદેવને ભક્તિભાવ ભરી અભિંષેક પૂજા કરી લોકોની સુખાકારી અને નિરોગી જીવન માટે પ્રાર્થના કરી હતી. તેમની સાથે પૂજામાં ભાજપ અગ્રણી ઘનશયામભાઇ હેરભા પણ જોડાયા હતા.


