રાજકોટના ડેપ્યુટી મેયર ડો. દર્શીતાબેન શાહના વરદહસ્તે ઉદઘાટન
ભારતની આઝાદીના 75મા વર્ષ તથા મેઘાણીજીની 125મી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં કાર્યક્રમનું આયોજન
- Advertisement -
સિન્ડિકેટ સભ્યઓ, ભવનના અધ્યક્ષઓ, પ્રાધ્યાપકઓ તથા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ
આપણા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 125મી જન્મજયંતિની ઉજવણી તથા દેશની આઝાદીના 75 વર્ષની ઉજવણીના ભાગરૂપે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા તા. 9-10-11 ઓગસ્ટ (ત્રણ દિવસ) માટે “આઝાદી કા અમૃત મહોત્સવ અને મેઘાણી વંદના” કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન રાજકોટના ડેપ્યુટી મેયર ડો.દર્શીતાબેન શાહના વરદહસ્તે કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં આઝાદીના શૌર્ય ગીતો તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીએ લખેલા લોકગીતોનું ગાયન કરવામાં આવેલ હતું.
આ પ્રસંગે સિન્ડિકેટ સભ્ય ડો.ગીરીશભાઈ ભીમાણી, ડો. મહેશભાઈ ચૌહાણ, ડો. ભરતભાઈ રામાનુજ, ડો. કલાધરભાઈ આર્ય, ભવનના અધ્યક્ષઓ, અધિકારીઓ, પ્રાધ્યાપકઓ તથા બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ગુજરાતી ભવનના અધ્યક્ષ ડો. મનોજભાઈ જોશીએ સમગ્ર આયોજન કર્યું હતું અને સમગ્ર કલાવૃંદે શૌર્ય ગીતોનું ગાન કર્યું હતું. કાર્યક્રમનું સંચાલન ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્રના નિયામક ડો. જે.એચ. ચંદ્રવાડીયા એ કરેલ હતું.


