By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    4 hours ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 hours ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    6 hours ago
    નેપાળના પૂરમાં 9 બેકો તણાઈ ગઈ! 26 કર્મચારી ગૂમ
    4 days ago
    નેપાળમાં પૂરથી વિનાશ : 200થી વધુના મોત
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    6 hours ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    6 hours ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    4 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    4 days ago
    નેપાળમાં ભયાનક પૂર બાદ બિહાર-UPમાં હાઈએલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: કૉંગ્રેસમાં ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરીનો અભાવ : ગેનીબેન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > કૉંગ્રેસમાં ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરીનો અભાવ : ગેનીબેન
ગુજરાતરાષ્ટ્રીય

કૉંગ્રેસમાં ગ્રાઉન્ડ ઝીરો પર કામગીરીનો અભાવ : ગેનીબેન

Khaskhabar Editor
Last updated: 2024/06/08 at 5:27 PM
Khaskhabar Editor 2 years ago
Share
6 Min Read
SHARE

‘સંગઠનમાં હજારે એક માણસ નહતો, ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ ખબર ન હોય ચૂંટણી શું છે’: જીત બાદ ગેનીબેને ઉકળાટ ઠાલવ્યો

ઑપ ઇન્ડિયા, ગુજરાતી

- Advertisement -

લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ચૂકી છે અને તેના પરિણામો પણ આવી ચૂક્યાં છે. NDAએ બહુમતી મેળવીને ફરી એકવાર વડાપ્રધાનની ખુરશી પર નરેન્દ્ર મોદીને બેસાડવાનો નિર્ણય પણ લઈ લીધો છે. કેટલીક બેઠકો વિપક્ષના ભાગે ચોક્કસ ગઈ છે, પરંતુ ત્યાં પણ હવે વિખવાદ થતો નજરે પડી રહ્યો છે. તાજેતરમાં બનાસકાંઠામાં કૉંગ્રેસ તરફે લોકસભા ચૂંટણી જીતેલાં ગેનીબેન ઠાકોરે પોતાની પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા. તેમણે એક ટીવી ચેનલ સાથેની વાતચીત દરમિયાન આપેલું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. બીજી તરફ, પાર્ટીના નેતાઓ પણ તેમના નિવેદન સામે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે.ગુજરાતમાં એક માત્ર બેઠક કૉંગ્રેસના ખાતે ગઈ તેવી બનાસકાંઠા બેઠકના કૉંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરે જીત બાદ મિડીયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું બનાસકાંઠાના મતદારોએ ખૂબ દિલથી ગરીબ સમાજની દીકરીને પાર્લામેન્ટ સુધી પહોંચાડી. કોઈ એકલી પાર્ટી નથી ચાલવાની, ક્યાંક પાર્ટી તો ક્યાંક કેન્ડિડેટ ચાલે છે.

આ ચૂંટણી ભાજપ સામે ન હતી, સિસ્ટમ સામે હતી. લોકોએ નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય આ વખતે બેનને જીતાડવાં છે એટલે લોકોના કહેવા પરથી ટિકિટ આપવામાં આવી હતી.ગેનીબેન ઠાકોરે કૉંગ્રેસ પર આક્ષેપો કરતા કહ્યું કે, બનાસકાંઠામાં જે મતદાન થયું છે, તે લોકોએ કર્યું છે. આ વખતે કૉંગ્રેસ પાર્ટીની ચૂંટણી લોકો લડ્યા છે. હજારે એક પણ માણસ સંગઠનનો નહતો. તાલુકા કૉંગ્રેસ સમિતિના પ્રમુખને જ ખબર ન હોય કે ચૂંટણી શું છે, ચૂંટાયેલા પદાધિકારીઓને ખબર ન હોય ચૂંટણી શું છે, આવી સિસ્ટમથી આવડી મોટી ચૂંટણી લડવી એ અઘરો વિષય છે અને કડવો અનુભવ છે. આવનાર સમયમાં કૉંગ્રેસ પાર્ટીનું સંગઠન બનાવે, કોઈ વ્યક્તિ કે સમાજનું નહીં. કોઈ પરિસ્થિતિને અનુરૂપ કે લાલચમાં ન આવે તેવું અડીખમ સંગઠન તૈયાર થાય એવું કૉંગ્રેસ કરે એવું હું ઇચ્છું છું.

ગેનીબેન ઠાકોરે કૉંગ્રેસ પર સવાલ ઉભા કરતા કહ્યું હતું કે, કૉંગ્રેસ પાર્ટીને એક જ સંદેશ છે કે, ભારતીય જનતા પાર્ટીની સરખામણીમાં ગ્રાઉન્ડ ઝીરો પરની સંગઠનની કામગીરીનો અભાવ છે. સિસ્ટમનો ઘણો મોટો અભાવ છે. આ કારણે ઉમેદવારને પોતાના દમ પર અને પોતાના સમાજના દમ પર ચૂંટણી લડવી પડે છે. પાર્ટી જ્યારે ચૂંટણી લડશે ત્યારે મને લાગે છે કે લોકોના જનઆશીર્વાદ મળતા થશે.

- Advertisement -

ગેનીબેનના નિવેદનથી કૉંગ્રેસમાં નારાજગી
બીજી તરફ નવા ચૂંટાયેલાં સાંસદ સભ્ય ગેનીબેન દ્વારા આપવામાં આવેલું આ નિવેદન સ્થાનિક સ્તરે સંગઠનને ખૂંચી ગયું છે. તેમના આ નિવેદનને લઈને બનાસકાંઠા જિલ્લા કૉંગ્રેસમાં નારાજગી જોવા મળી રહી છે. આ મામલે જિલ્લા કૉંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની પ્રતિક્રિયા સામે આવી હતી. તેમણે કહ્યું હતું કે, ગેનીબેન ઠાકોરનું સંગઠન મામલે નિવેદન દુ:ખદ છે. જે નિવેદન આપ્યું તે પાયાના કાર્યકરોને ઠેસ પહોંચાડનારું છે. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું હતું કે, ગેનીબેને જે નિવેદન આપ્યું કે પાર્ટીમાં સંગઠનની ઉણપ છે, ત્યારબાદ અનેક કાર્યકર્તાઓના મારા પર ફોન આવ્યા. તેમને દુ:ખ પહોંચ્યું કે અમે રાત દિવસ કામ કર્યું, આટલી મહેનત-મજૂરી કરી તે છતાં કેમ આમ કહ્યું. પાર્ટીએ કે સંગઠને કામ ન કર્યું હોય તો અમને રજૂઆત કરી હોત તો અમે બેનની સાથે છીએ. જ્યારે નાના અને પાયાના કાર્યકર્તાઓની વાત આવતી હોય ત્યારે કહું છું કે આપ પૂછી જોજો કે અમે કેટલું કામ કર્યું છે. અમે રાત-દિવસ લોહી રેડ્યું છે ત્યારે આ પરિણામ મળ્યું છે. અમે બહેન સાથે રહીને તેમને પરિણામ સુધી પહોંચાડ્યાં છે. તેમણે આગળ જણાવ્યું કે, આખા ગુજરાતમાં જો માત્ર એક જ બેઠક આવતી હોય તો કૉંગ્રેસે કરેલી મહેનત છે. પાયાના કાર્યકર્તાઓનું કામ દેખાય છે. સંગઠને કાળી મજૂરી કરી છે રાત દિવસ જોયા વગર, ત્યારે આ પરિણામ મળ્યું છે. ગેનીબેનની વાત બધાને લાગુ નથી પડતી. સંગઠનમાં ક્યાંક ઉણપ રહી છે, જવાબદાર લોકોને લાગુ પડે છે.

વ્હાલા-દવલાની નીતિ, સંગઠનમાં ખામી: ગેનીબેન ઠાકોર
પોતાની જ પાર્ટી પર સવાલો ઉભા કરતાં ગેનીબેને કહ્યું કે, હું કૉંગ્રેસના કાર્યકર્તાઓને ચોક્કસ કહીશ કે એક સમય હતો કે કૉંગ્રેસના નામે ગમે તેને ટિકિટ મળે તે જીતી જતો હતો. પાછલો દશકો ભારતીય જનતા પાર્ટીનો રહ્યો. ગુજરાતમાં પચ્ચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો સમય છે. હવે તે શહેર પૂરતું રહ્યું છે. 2017માં કૉંગ્રેસના 77 ધારાસભ્યો પહોંચ્યા હતા. આ વખતે પણ અમે જ્યાં પણ લડ્યા ત્યાં તાકાતથી લડ્યા છીએ. પરંતુ મારે ન કહેવું જોઈએ પણ કૉંગ્રેસના સંગઠનમાં કમી છે, એ કમી દૂર કરીને મજબૂતાઈથી કામ કરવું પડે. નવા માણસોને તક આપવી પડે. વહાલા-દવલાની નીતિ બાજુ પર મૂકીને ‘સારો એ મારો નહીં પણ સારો એ સહુનો’ તેમ કરીને પ્રોત્સાહિત કરવાની જરૂર છે. કૉંગ્રેસને એટલો સંદેશો આપીશ કે તમે વ્હાલા-દવલા કરવાનું બાજુ પર મૂકીને લોકો વચ્ચે જાઓ.

કૉંગ્રેસને પોતાની પેઢી માને છે, સિસ્ટમ બદલવાની જરૂર છે: ગેનીબેન ઠાકોર
તેમણે આગળ કહ્યું કે, ગુજરાતમાં 2027માં કૉંગ્રેસને બહુમતી અપાવવા માટે કૉંગ્રેસ સમિતિએ કામ કરવું પડશે, જેથી હું કાર્યકર્તાઓને કહીશ કે તેઓ બહાર નીકળે અને વ્યક્તિગત સ્વાર્થમાંથી બહાર નીકળીને કામ કરે. નીતિ સાથે સંકળાયેલા રહેશો તો વાંધો નહીં આવે. ગ્રાઉન્ડ ઝીરો પર જવું પડશે. સંગઠનનું માળખું તૈયાર કરવું પડશે. જે લોકો દોષી છે, જેઓ પોતાની પેઢી માને છે અને ખોટું કરનારને પણ બચાવવાની જે સિસ્ટમ છે તે સિસ્ટમ બંધ કરી દેવી પડે અને નવી યુવા પેઢી તૈયાર કરવી પડે. ઉપરાંત, આવનાર સમયની અંદર જિલ્લાથી લઈને બૂથ લેવલનું પ્લાનિંગ થાય એ જરૂરી છે.

 

You Might Also Like

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

NCC કેમ્પનો 100% ખર્ચ હવે સરકાર ભોગવશે

ગુજરાતમાં છેલ્લાં 3 વર્ષમાં રૂ.3707 કરોડના સાયબર ફ્રોડ

TAGGED: BANASKANTHA, CONGRESS, Ganiben, Lok Sabha Election 2024
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article 10 પ્લોટ, 17 બેંક ખાતા સહિતની મિલકત અંગે તપાસ : ઠેબા 3 દિવસના રિમાન્ડ ઉપર
Next Article લખનૌ બાદ હવે દિલ્હીમાં ગેરન્ટી કાર્ડ બતાવીને ‘ખટાખટ-ખટાખટ’ રૂપિયાની માંગ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

રાજકોટમાં રીક્ષા ગેંગે વૃદ્ધાના ગળામાંથી 1.20 લાખનો ચેઇન સેરવી લીધો 

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે
રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ
મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ
જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

ભક્તિના રંગે રંગાશે ભાવિકો : 22 કિલોમીટર લાંબી શોભાયાત્રા નીકળશે, લાખો શ્રદ્ધાળુ જોડાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

રંગ છે મેઘાણી : રાજકોટમાં રાષ્ટ્રીય શાયર મેઘાણીના જીવન-સાહિત્યને નાટ્યરૂપે કરાયું જીવંત નિરૂપણ

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

જન્માષ્ટમી પર્વનો પ્રારંભ : આજે બોળચોથ, કાલે નાગપાંચમ, રાંધણ છઠ્ઠથી સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળો ખુલ્લો મુકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?