By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    10 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    10 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    10 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ‘કિષ્ના સ્કૂલમાં બૅન્કમાં ઊંચા પગાર બતાવી, રોકડ પરત લેવાનું કૌભાંડ’
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ‘કિષ્ના સ્કૂલમાં બૅન્કમાં ઊંચા પગાર બતાવી, રોકડ પરત લેવાનું કૌભાંડ’
TALK OF THE TOWNરાજકોટ

‘કિષ્ના સ્કૂલમાં બૅન્કમાં ઊંચા પગાર બતાવી, રોકડ પરત લેવાનું કૌભાંડ’

Khaskhabar Editor
Last updated: 2024/05/25 at 4:24 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

ક્રિષ્ના સ્કૂલ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પત્ર વાઇરલ…

તત્કાલીન શિક્ષણાધિકારીએ સ્કૂલમાં રેઇડ કરતા ઘણી ગેરરીતિ જોવા મળી હતી પરંતુ ઘીના ઠામમાં ઘી પડી ગયું!

- Advertisement -

ક્રિષ્ના સ્કૂલના સંચાલક તૃપ્તિ મહેન્દ્ર ગજેરાના પોકળ દાવાઓ અને શાળામાં ચાલતી ગેરરીતિનો ભોગ બનેલા જાગૃત વાલીઓ-વિદ્યાર્થીઓ અને શિક્ષકો ખાસ-ખબરનો
મો. નં. 76982 11111 પર સંપર્ક કરે

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25

રાજકોટના ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ અને ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલના કબાડા જગજાહેર થયા બાદ જાગૃત વાલીઓ પોતાના સંતાનોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને ક્રિષ્ના સ્કૂલમાંથી એડમિશન કેન્સલ કરાવવા લાગ્યા છે. ખાસ-ખબર દ્વારા મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરા દ્વારા કરવામાં આવી રહેલી ગેરરીતિ વિરુદ્ધ સંપૂર્ણ સચોટ-સત્ય ઝૂંબેશ બાદ વાલીઓ – વિદ્યાર્થીઓ ઉપરાંત ક્રિષ્ના સ્કૂલના શિક્ષકો પણ જાગૃત બન્યા છે, મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા અને તૃપ્તી ગજેરાના આર્થિક શોષણનો ભોગ બનેલા કેટલાક પીડિત શિક્ષકોએ એક પત્ર પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. જેમાં શીર્ષક આપવામાં આવ્યું છે : ’ક્રિષ્ના સ્કૂલમાં કામ કરતાં શિક્ષકો શા માટે સ્કૂલ છોડે છે? આચાર્ય કે શિક્ષક તરીકે ડમી નામ ચલાવે છે, જેની જે-તે વ્યક્તિને ખબર પણ હોતી નથી. બેંકમાં ઊંચા પગાર બતાવી રોકડ રકમ પરત લેવાનું મોટું કૌભાંડ’

- Advertisement -

વાલીઓ, વિદ્યાર્થીઓ અને અન્ય શૈક્ષણિકજગત સાથે સંકળાયેલા લોકોને જાગૃત કરતા આ પત્રના અન્ય બે મથાળામાં લખવામાં આવ્યું છે કે, વિદ્યાર્થીજગતના હિત માટે જિલ્લા શિક્ષણાધિકારી શાળા છોડી ગયેલા કર્મચારીઓની પૂછપરછ કરે તો મોટા કૌભાંડો બહાર આવી શકે. વિદ્યાર્થી આલમનો એક જ પ્રશ્ન, શું શિક્ષણ અધિકારી તપાસ કરશે કે આગાઉની જેમ જ એમનું પોતાનું ખિસ્સું ભરી લેશે અધિકારીઓ ચેતો.. તૃપ્તિ તથા મહેન્દ્ર ગજેરા સ્કૂલના કાર્યક્રમના ઓઠા હેઠળ પોલીસ કમિશનર વગેરે જેવા મોટા અધિકારીઓને બોલાવી ઓળખાણ કરી કાયદાની છટકબારીનો લાભ ઉઠાવે છે. આ પત્રની શરૂઆતમાં લખ્યું છે કે, ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ કાળીપાટ ખાતે ગત વર્ષે ધોરણ 11 અને 12 સાયન્સમાં ગુજરાતી મીડિયમના સંપૂર્ણ અભ્યાસ માટે શરૂઆતમાં વિદ્યાર્થીઓને આકર્ષવા એક આખી ટીમ રાખવામાં આવી હતી. જેમાં મયુરભાઈ સોની, ધવલભાઈ, ભાવિકભાઈ વગેરે શિક્ષકો હતા. પરંતુ વર્ષ પૂરું થતાં સુધીમાં આ ટીમની સાથે ચતુરાઈપૂર્વકની ચાલ રમીને બનાવટ કરીને પૈસા ના આપીને કે ખૂબ જ ઓછા પૈસા આપીને (રાજકોટથી કાળીપાટ સ્કૂલ સુધી જવાના કારના પેટ્રોલના પૈસા પણ ના થાય એટલા) આપીને બનાવટ કરતાં આ ટીમે મજબૂરીથી અભ્યાસકાર્ય છોડવું પડ્યું હતું. જેના કારણે વિદ્યાર્થીઓનું કારકિર્દીનું મહત્વનું વર્ષ બગડતા કેટલાયે વિદ્યાર્થીઓની કારકિર્દી રોળાઈ ગઈ છે. જેઈઈ અને નિટની તૈયારીની મોટી વાતો કરતી આ શાળામાં રેગ્યુલર અભ્યાસ કરતાં કેટલા વિદ્યાર્થીઓ ખરેખર સારા કોર્ષમાં પ્રવેશ મેળવે છે તેની વાલીએ તપાસ કરવી જોઈએ. શાળામાં લગાડેલા જાહેરાતના બોર્ડ એ ફક્ત કોચિંગ ક્લાસમાં મેળવેલ પરિણામ બતાવે છે.

5ત્રમાં લખ્યું છે કે, અમને જાણવા મળેલ વિગત મુજબ ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં કેમ્પસ ડાયરેક્ટર તરીકે ફરજ બજાવતી કમલેશભાઈ નામની વ્યક્તિને આવા ખોટા કાર્યો કરવા માટે દબાણ કરવામાં આવતા તેઓએ રાજીનામું આપી દેતા તેમનો પણ પગાર આપવામાં આવ્યો નથી. શાળાના રેકર્ડ પર આજે પણ તેમનું નામ પ્રિન્સિપાલ તરીકે ચાલુ હોય શકે છે. જેની તપાસ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ કરવી જોઈએ. આ ઉપરાંત કોમર્સ હેડ જૈન સર, સાયન્સ હેડ પરાગભાઈ, ચીફ રેક્ટર વિશ્વેશ્વરસિંઘ વગેરે જેવા કેટલાય કર્મચારીઓને નોટિસ કે પગાર આપ્યા વિના છુટા કરી દીધેલા છે. જિલ્લા શિક્ષણાધિકારી હાલના અને ખાસ કરીને શાળા છોડી ગયેલા કર્મચારીઓને રૂબરૂ બોલાવીને કે ફોન દ્વારા તેમને પગાર મળવા બાબત, રેકર્ડ પર પગાર આપવાનો અને અસલમાં પગાર અલગ તેમજ બેંકમાં પૂરો પગાર આપી રોકડ પૈસા પરત લેવાના અને આ રીતે નફાખોરી કરી બે નંબરના પૈસા વ્યાજખોરીના ધંધામાં રોકાણ કરતાં હોવાની માહિતી મળેલ છે તેની તપાસ કરવી જોઈએ.

વધુમાં આ પત્રમાં જણાવ્યું છે કે, ગત વર્ષે શાળાના પ્રથમ સત્રમાં તત્કાલીન જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ (હાલ નિવૃત્ત) અચાનક રેડ પડતાં શાળામાં માત્ર ગણ્યા ગાઠયા વિદ્યાર્થીઓ હાજર હતા. જ્યારે ઓનપેપર બોલતા (રજીસ્ટર સંખ્યા) ખૂબ વધુ હતી એટલે કે બાકીના વિદ્યાર્થીઓ કોચિંગ કલાસમાં હતા, પરંતુ અંગત મિલીભગતથી ઘીના ઠામમાં ઘી પડી ગયું હતું. અમને જાણવા મળ્યા મુજબ આ દિવસની રેડનું સીસીટીવી રેકોર્ડીંગ શાળાના કોઈ મુખ્ય કર્મચારીએ સાચવી લીધું છે પરંતુ હાલ એ કર્મચારી પણ શાળાના દબાણમાં હોવાથી ઉપલબ્ધ થયેલા નથી. ખાસ-ખબર એ રેડનું સત્ય બહાર લાવવા માટે સતત પ્રયત્નશીલ રહેશે. ખાસ-ખબર એ રેડના સાક્ષી એવા પ્રિન્સિપાલ, કેમ્પસ ડાયરેક્ટર તેમજ અન્ય કર્મચારીઓ વગેરે તમામ લોકોનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહેલું છે. આપની જાણમાં પણ આવી કોઈ વિગત હોય તો નિર્ભયપણે સંપર્ક કરો ખાસ ખબર મોબાઈલ નંબર 76982 11111.
આ મુજબનો પત્ર સોશિયલ મીડિયામાં ક્રિષ્ના સ્કૂલ અને તેના સંચાલક મહેન્દ્ર તૃપ્તી ગજેરાના આર્થિક શોષણનો ભોગ બનેલા શિક્ષકોએ વાયરલ કર્યો હોઈ શકે છે. અલબત્ત વાલીઓ અને વિદ્યાર્થીઓ બાદ શિક્ષકો પણ હવે નિર્ભયતાથી પોતાનો અવાજ ઉઠાવી આર્થિક-માનસિક શોષણનું વળતર મેળવવા મેદાને આવ્યા છે.

કમલેશભાઇ, જૈન સર, પરાગભાઇ અને વિશ્ર્વેશ્ર્વરસિંહ નામનાં કર્મચારીઓને નોટિસ કે પગાર આપ્યા વગર છૂટા કરી દીધાનો વાઇરલ પત્રમાં આક્ષેપ

ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપરાંત શિક્ષકોને પણ ગજેરા દંપતીનો કડવો અનુભવ
ખાસ-ખબર દ્વારા આ ગેરરીતિનો પુરાવા સાથે સિલસિલાબંધ અહેવાલો પ્રગટ થયા બાદ અસંખ્ય વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોએ પોતાને થયેલા અન્યાય વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે. દરમિયાન જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓને ઉઠા ભણાવવા ઉપરાંત શિક્ષકોનું શોષણ કરવામાં પણ ગજેરા દંપતિએ સોમાંથી સો ગુણ મેળવ્યા છે. કેટલાય શિક્ષકોના બેંકમાં ખાતા ખોલાવી વધુ પગાર આપી, પછી એ પગાર બેંકમાંથી રોકડ સ્વરૂપે પરત લઈ મસમોટું કૌભાંડ ચલાવ્યું છે, નોટબંધીમાં ગજેરા દંપતીએ બે હજારની નોટોના કાળાધોળા કરવા શિક્ષકોને લાઈનમાં ઉભા રાખેલા એવું પણ શિક્ષકોએ જણાવ્યું છે. કેટલાય કર્મચારીઓના પગાર ચાઉં કરી ચૂક્યા છે. આ સિવાય ગજેરા દંપતી એલેન સાથે મળી ડમી વિદ્યાર્થીઓ અને ડમી પ્રિન્સિપાલ રાખી મોટા પ્રમાણમાં ગેરરીતિ આચારી રહ્યા છે. જો કોઈ શિક્ષક આ મામલે અવાજ ઉઠાવે તો તેમને કોઈ જ જાણ કર્યા વિના કે નોટિસ પિરિયડ આપ્યા વિના રાતોરાત સ્કૂલમાંથી છૂટા કરી દેવામાં આવે છે અને તેમને ડોક્યુમેન્ટ સહિત સેલેરી પણ આપવામાં આવતી નથી. આમ, ક્રિષ્ના સ્કૂલના વિદ્યાર્થીઓ, વાલીઓ ઉપરાંત શિક્ષકોને પણ ગજેરા દંપતીનો કડવો અનુભવ થયો છે.

વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો
ટૂંક સમયમાં તૃપ્તિ – મહેન્દ્ર ગજેરા અને ક્રિષ્ના સ્કૂલ મામલે પ્રેસ કોન્ફરન્સ યોજશે
એવું કહેવાય છે કે, પડે છે ત્યારે સઘળું પડે છે. ક્રિષ્ના સ્કૂલના તૃપ્તિ મહેન્દ્ર ગજેરાના બનાવટ પરથી હવે પડદો ઉઠવાની તૈયારીમાં છે, તેમના જૂઠ અને ચાલાકી પર ઉભું કરેલું સામ્રાજ્ય ડગમગીને પડવા લાગ્યું છે. શૈક્ષણિક જગતમાં ગજેરા દંપતીને હદથી વધુ ગેરરીતિ આચારી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોને છેતરવાનું ભારે પડી રહ્યું છે. ભ્રામક જાહેરાત, ડમી વિદ્યાર્થીઓ અને પ્રિન્સિપાલ સાથે અપૂરતા સ્ટાફ પાસે કરાવવામાં આવતા અયોગ્ય કાર્યો અને ગેરવહીવટ મામલે હવે ક્રિષ્ના સ્કૂલ – તૃપ્તિ મહેન્દ્ર ગજેરા વિરૂદ્ધ. નિર્ભયતાથી વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો એક મંચ પર આવીને પ્રેસ કોંફ્રેન્સ યોજવાની તૈયારી કરી રહ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં મોટા ધડાકાભડાકા થવાના એંધાણ છે. ક્રિષ્ના સ્કૂલ અને તેમના સંચાલકોનો ભોગ વધુ ન કોઈ બને તે માટે વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકો દ્વારા કરવામાં આવનાર આ પ્રેસ કોન્ફરન્સ શૈક્ષણિક જગતમાં એક મિશાલ બનશે . અને બીજા હજારો વાલીઓ, વિદ્યાર્થીઓ અને શિક્ષકોને શિક્ષણના નામે છેતરપિંડી આચરનારાઓથી બચાવશે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

TAGGED: Kishna school, RAJAKOT
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article વવાણિયા: જ્ઞાન, ભક્તિ અને સેવાનો ત્રિવેણી સંગમ
Next Article નકલી બિયારણ સામે સરકારનું એક્શન, 19 ટીમો દ્વારા ચેકિંગ કરાશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?