માધાપર ચોકડીથી રૈયા ચોકડી સહિત વિવિધ જાહેરમાર્ગો પર પસાર થયેલ રથનું પુષ્પવર્ષા રાસ ગરબા અને ઢોલના તાલે લોકોએ કર્યું ભાવભીનું સ્વાગત
કેન્દ્રીય મત્સ્ય અને પશુપાલન મંત્રી પરસોત્તમભાઇ રૂપાલા પડધરી થી રાજકોટ આવી પહોંચેલ “જન આશીર્વાદ યાત્રા” નું રાજકોટની માધાપર ચોકડી ખાતે પ્રવેશ સાથે જ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ યાત્રા દોઢસો ફૂટ રીંગ રોડ પર જુદા જુદા સ્થળોએ આવી પહોંચતા લોકોએ પુષ્પવર્ષા કરી અભિવાદન કર્યું હતું. માધાપર ચોકડી બાદ રૈયા ચોકડી જન આર્શિવાદ યાત્રા આવી પહોંચતા પુષ્પવર્ષા રાસ ગરબા અને ઢોલના તાલે ભાવભીનું સ્વાગત કર્યું હતું તેમજ મંત્રી રૂપાલાનું માલધારી સમાજના આગેવાનોએ શાલ તેમજ પરંપરાગત પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું.

- Advertisement -
મંત્રી રૂપાલા સાથે સાંસદો મોહનભાઇ કુંડારીયા, રામભાઈ મોકરીયા, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, કમલેશભાઈ મીરાણી સહિતના મહાનુભાવો રથ યાત્રામાં લોક અભિવાદન ઝીલતા આવ્યા હતા. રૈયા ચોકડી ખાતે ભાજપ અગ્રણીઓ ડેપ્યુટી મેયર ડો. દર્શિતાબેન શાહ, પુષ્કરભાઇ પટેલ, દેવાંગ માંકડ, મનિષ રાડીયા, મતી ભાનુબેન બાબરીયા, મતી રક્ષાબેન બોળિયા, વોર્ડનં ૧,૪,૭,૯ના કોર્પોરેટરો અને કાર્યકરો સહિતના મહાનુભાવોએ આ યાત્રાનું સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આગેવાનીમાં રાજયસરકાર લોકકલ્યાણના અનેકવિધ કામો કર્યા છે. જન-જન સુધી ભારતના ભવ્ય વિકાસની પ્રતિતી થાય તે માટે આ જન આશિર્વાદ યાત્રાનું આયેજન કરાયું છે.
- Advertisement -



