By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    19 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    20 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    19 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    19 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    19 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: સોમનાથ મંદિર માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વ માટે વિશ્વાસનું પ્રેરણા સ્થળ છે: વડાપ્રધાન
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > સોમનાથ મંદિર માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વ માટે વિશ્વાસનું પ્રેરણા સ્થળ છે: વડાપ્રધાન
ધર્મરાજકોટસૌરાષ્ટ્ર કચ્છ

સોમનાથ મંદિર માત્ર ભારત જ નહી સમગ્ર વિશ્વ માટે વિશ્વાસનું પ્રેરણા સ્થળ છે: વડાપ્રધાન

Khaskhabar Editor
Last updated: 2021/08/21 at 2:02 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડતા હતા – વડાપ્રધાન

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી રૂા.૮૫ કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રકલ્પોનુ લોકાર્પણ- શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા.

Contents
સોમનાથ મંદિરને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડતા હતા – વડાપ્રધાનપ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના તીર્થ સ્થળે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી રૂા.૮૫ કરોડના યાત્રિક સુવિધાલક્ષી પ્રકલ્પોનુ લોકાર્પણ- શિલાન્યાસ કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીકેન્દ્રિય ગૃહ મંત્રી અમિતભાઇ શાહ અને ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી સહિતના મહાનુભાવોની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા. શ્રધ્ધાળુ જ્યારે સોમનાથની ભવ્ય સંરચનાને જુએ ત્યારે તેમને માત્ર મંદિર નથી દેખાતુ તેને એવું અસ્તિત્વ દેખાય જે હજારો વર્ષોથી પ્રેરણા અને માનવતા મુલ્યોની ઘોષણા કરે છે. બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ તીર્થ વ્યવસ્થા અને શક્તિપીઠ ની સંકલ્પના અને આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અભિવ્યક્ત કરે છે.

શ્રધ્ધાળુ જ્યારે સોમનાથની ભવ્ય સંરચનાને જુએ ત્યારે તેમને માત્ર મંદિર નથી દેખાતુ તેને એવું અસ્તિત્વ દેખાય જે હજારો વર્ષોથી પ્રેરણા અને માનવતા મુલ્યોની ઘોષણા કરે છે. બાર જ્યોતિર્લિંગ, ચાર ધામ તીર્થ વ્યવસ્થા અને શક્તિપીઠ ની સંકલ્પના અને આસ્થા એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અભિવ્યક્ત કરે છે.

- Advertisement -

પર્યટન સ્થળો -તીર્થ સ્થળોના વિકાસ સાથે દેશ અને સામાન્ય નાગરિક આગળ વધી રહ્યો છે: પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે.  પર્યટન સ્થળોને સુવિધા સ્વચ્છતાયુક્ત બનાવવાના રાષ્ટ્રીય પ્રયાસો લીધે ૨૦૧૩માં ટ્રાવેલ અને ટુરિઝમ ઇન્ડેક્સમાં દેશનો ૬૫મો ક્રમ હતો તે હવે ૩૪માં ક્રમે પહોંચ્યો.
તીર્થ સ્થળોને આધુનિકતા સાથે જોડીને કરવામાં આવતા વિકાસનું સંકલ્પથી સિદ્ધિ સુધીનું પરિણામ ગુજરાતે નજીકથી જોયું છે. વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ તીર્થ સ્થળનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. સોમનાથ પરિસરમાં સ્વચ્છતાનું મોટું કાર્ય થઈ રહ્યું છે- સમુદ્ર દર્શન પથ સહિતની સુવિધાઓનો દેશ વિદેશના યાત્રિકોને લાભ મળશે.

સોમનાથ તીર્થ સ્થળના વિકાસમાં રાજ્ય સરકાર કટિબદ્ધ: સોમનાથના ગૌરવ ગરિમાને પુન સ્થાપિત કરવાના દિવ્ય કાર્યમાં ગુજરાત સરકાર પરિશ્રમ કરીને હર હંમેશ પ્રતિબધ્ધ રહેશે.

- Advertisement -

સોમનાથ ટ્રસ્ટ દ્વારા થયેલા વિશેષ પ્રયાસોને લીધે ડિજિટલ માધ્યમથી કરોડો શ્રદ્ધાળુઓ સોમનાથ મહાદેવના દર્શન કરી રહ્યા છે.

ગીર-સોમનાથ – દેશના વડાપ્રધાન અને સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીએ આજે પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મહાદેવના પવિત્ર તીર્થ સ્થળે રૂ. ૮૫ કરોડથી વધુના ખર્ચે યાત્રિકોને સુખાકારી, સગવડતા, સુવિધા અને આસ્થા પ્રદાન કરતા ચાર પ્રકલ્પો સમુદ્ર દર્શન પથ, સોમનાથ પ્રદર્શન ગેલેરી, અને જૂના સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર નવીનીકરણનું વર્ચ્યુઅલી લોકાર્પણ તેમજ પાર્વતી માતાના મંદિરના નિર્માણ માટે શિલાન્યાસ કર્યો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ભગવાન સોમનાથ મહાદેવને નમન કરી સહર્ષ જણાવ્યું હતું કે, આજે સોમનાથ ક્ષેત્રમાં પ્રકલ્પોનું તેઓના હસ્તે લોકાર્પણ થઇ રહ્યું છે તે સૈાભાગ્ય છે. વડાપ્રધાન એ સગૈારવ જણાવ્યું હતું કે, સોમનાથ મંદિર માત્ર ભારત માટે જ નહી સમગ્ર વિશ્વ માટે વિશ્વાસનું પ્રેરણા સ્થળ છે. શ્રધ્ધાળુ જ્યારે સોમનાથની ભવ્ય સંરચનાને જુવે ત્યારે તેને માત્રમંદિર નથી દેખાતું એક એવુ અસ્તિત્વ દેખાય છે જે હજારો વર્ષોથી પ્રેરણા આપે છે અને માનવતાના મુલ્યોની ઘોષણા કરે છે. રૂષીમુનીઓએ પ્રભાષક્ષેત્રને પ્રકાશજ્ઞાનનંણ બતાવેલ છે જે આજે વિશ્વની સામે સત્યને અસત્યથી હરાવી ના શકાય, આસ્થાને આંતકથી કચડી ના શકાય તેનું આહવાન કરે છે.

વડાપ્રધાન એ કહ્યું કે, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથનું પ્રાચીન ગૌરવ પુનર્જીવિત કરવાની દ્રઢ ઇચ્છાશક્તિ દર્શાવી અને એ કાર્ય થયું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે સરદાર સાહેબ સોમનાથ મંદિરને સ્વતંત્ર ભારતની સ્વતંત્ર ભાવના સાથે જોડાયેલું માનતા હતા.

વડાપ્રધાન એ આ પ્રસંગે લોકમાતા અહિલ્યા બાઈને યાદ કરીને તેઓએ ભગવાન વિશ્વનાથથી લઇ ભગવાન સોમનાથ સહિત કેટલાય મંદિરોના જીણોદ્ધાર કરાવ્યા હતા તેમ કહી તેમના જીવનમાં રહેલા પ્રાચીનતા અને આઘુનિકતાના સંગમને આજે દેશ પોતાનો આદર્શ માનીને આગળ વધી રહ્યો છે તેમ ઉમેર્યું હતું. વડાપ્રધાન એ પ્રથમ રાષ્ટ્રપતિ ડો.રાજેન્દ્ર પ્રસાદને પણ યાદ કરી સોમનાથની ભવ્યતાના તેમના સંકલ્પ વિચાર વ્યક્ત કર્યો હતો.

વડાપ્રધાનએ શિવ અવિનાશી, અવ્યક, અનાદિ છે તેમ શ્રદ્ધાપૂર્વક જણાવી કહ્યું હતું કે આ મંદિરને ઇતિહાસમાં ઘણીવાર તોડવામાં આવ્યું અને જેટલીવાર પડ્યું તેટલી વાર ફરી પુર્નજીવિત થઈ ગરિમા અને ગૌરવ સાથે ખડું થયું. તોડવાનુ- આતંકનું સામ્રાજ્ય ઉભું કરવાનો વિચાર થોડો સમય માટે હાવી થઇ શકે પરંતુ તેનું અસ્તિત્વ ક્યારેય સ્થાયી હોતું નથી. સત્યને અસત્યથી તેમજ માનવતાના મુલ્યોને આ રીતે દબાવી શકાતા નથી.

આપણી વિચારધારા ઇતિહાસમાંથી શીખીને વર્તમાનને સુધારવાની રહી છે અને નવા ભારતના નિર્માણ માટે અતીતને પણ જોડવાનો આપણો સંકલ્પ છે તેમ જણાવીને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વધુમાં કહ્યું હતું કે પશ્ચિમમાં સોમનાથ નાગેશ્વર, ઉત્તરમાં બાબા કેદારનાથથી દક્ષિણમાં રામેશ્વર સુધી બાર જ્યોતિર્લિંગ પુરા ભારતને આપસમાં જોડવાનું કામ કરે છે.

બાર જ્યોતિર્લિંગ ,ચાર ધામ તીર્થ સ્થળોની વ્યવસ્થા, શક્તિપીઠની સંકલ્પના આસ્થાની રૂપરેખા અને દેશના ખૂણે-ખૂણે રહેલા તીર્થ સ્થળો હકીકતમાં એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના અભિવ્યક્ત કરે છે તેમ વડાપ્રધાન એ દેશની સાંસ્કૃતિક વિરાસતોના સંદર્ભમાં જણાવ્યું હતું.

કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયની પ્રસાદ યોજના થકી દેશના તીર્થ સ્થળોનો વિકાસ થઈ રહ્યો છે અને ગુજરાતમાં સોમનાથ સહિતના સ્થળોએ પણ યાત્રિક લક્ષી સુવિધાઓ સગવડમાં વધારો થયો છે તે સંદર્ભમાં વડાપ્રધાનએ સગૌરવ જણાવ્યું હતું કે કે દેશભરમાં થયેલા આવા વિકાસ લક્ષી કાર્યોને લીધે વર્ષ ૨૦૧૩માં દેશ ટ્રાવેલ અને ટુરિઝમ કોમ્પેટીટેવનેસ ઈન્ડેક્સ માં ૬૫મા ક્રમે હતો જે વર્ષ ૨૦૧૯માં આગળ વધી ૩૪માં ક્રમે સ્થાન મળ્યું છે.
વડાપ્રધાન એ ગુજરાતમાં કચ્છ સહિતના વિવિધ સ્થળોએ પ્રવાસનના વિકાસ માં આધુનિકતાને જોડીને કરવામાં આવેલા સંકલ્પ થી સિદ્ધિ ના વિકાસ લક્ષી પ્રયાસોના પરિણામો ગુજરાતે જોયા છે તેમ પણ જણાવ્યું હતું.
આઝાદીના અમૃત મહોત્સવ ના વર્ષમાં સોમનાથ મંદિર નૂતન કાર્યો થકી પ્રેરણા આપે છે તેમ જણાવીને સોમનાથમાં પ્રદર્શની ગેલેરીથી પૌરાણિકતા વિશે અને મંદિર વિશે જાણીને આવનારી પેઢી નવયુવાનોને વિશેષ માહિતી મળશે તેમ પણ જણાવ્યું હતું.

આ અવસરે કેન્દ્રિય ગૃહ મંત્રી અને સોમનાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી અમિતભાઇ શાહે વર્ચ્યુઅલ ઉપસ્થિત રહી જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારથી સોમનાથ ટ્રસ્ટમાં જોડાયા ત્યારથી તેઓએ કરોડો શ્રદ્ધાળુઓના કેન્દ્ર સમાન સોમનાથ ના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસો કર્યા છે અને રોડમેપ તૈયાર કરી માર્ગદર્શન આપ્યું છે.
સોમનાથ તીર્થ માં સમુદ્ર દર્શન પથ અને પ્રદર્શન અને જુના સોમનાથ મંદિરનો પુનરોદ્ધાર નવીનીકરણ અને દાતા ભીખુભાઈ ધામેલીયા ના પરિવાર ના સહયોગથી બનાવવામાં આવી રહેલા પાર્વતી માતા ના મંદિર સહિતના નિર્માણ કાર્યો સહિતના પ્રકલ્પો થી સોમનાથ તીર્થમાં શ્રદ્ધાળુઓ યાત્રિકો ની સુવિધા વધશે તેમ જણાવીને કેન્દ્રિય ગૃહ મંત્રી એ ભારત સરકાર અને ગુજરાત સરકાર નું સંકલન તેમજ સોમનાથ ટ્રસ્ટ તેમજ દાતાઓના સહયોગથી વિકાસના યાત્રિકોની સેવા ને લગતા અનેક કાર્યો થઇ રહ્યા છે તેની રૂપરેખા આપી હતી. અમિતભાઈ શાહે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ડિજિટલી દર્શનની સુવિધા તેમજ સ્વચ્છતાના મહત્વના કાર્યો સતત થઈ રહ્યા છે તેનો ઉલ્લેખ કરીને સોમનાથ મંદિરનું ગૌરવ ગરિમા અને દિવ્યતા સાથે મહાત્મયની શ્રદ્ધા વ્યક્ત કરી હતી. તેઓએ દોઢ કી.મી. લંબાઇ ધરાવતો સમુદ્ર દર્શન પથ યાત્રીકોને સગવડ ઉપરાંત સ્થાનિકોને રોજગારી પણ આપશે તેમ કહ્યું હતું.

આ પ્રસંગે સોમનાથ ખાતે રામ મંદિર ઓડિટોરિયમમાં લોકાર્પણ સમારોહમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેલા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન અને ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકોને સુવિધા માટેના અનેક કાર્યો થઈ રહ્યા છે. સોમનાથ મંદિરની ગરિમા ગૌરવ આભને સ્પર્શી રહ્યા છે ત્યારે ગુજરાત સરકાર સોમનાથ તીર્થ સ્થળના વિકાસ કાર્યમાં હર હંમેશ પ્રતિબદ્ધ છે તેમ જણાવ્યું હતું.

સોમનાથ સહિત ગુજરાતના તીર્થસ્થળોના વિકાસ માટે શ્રેણીબદ્ધ માળખાગત કામો હાથ ધરવામાં આવ્યા છે તેનો ઉલ્લેખ કરીને મુખ્યમંત્રી એ સોમનાથ ટ્રસ્ટ દ્વારા તાઉતે વાવાઝોડા દરમિયાન અને કોરોનાની મહામારી દરમિયાન અનેક સેવાકાર્યો કરવામાં આવ્યા છે તેની માહિતી આપી સોમનાથ તીર્થ સ્થળોમાં શ્રદ્ધાળુઓનો યાત્રિકોનો વધારો થઈ રહ્યો છે તેની માહિતી આપી હતી. મુખ્યમંત્રીએ સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડિજિટલ દર્શનની જે વ્યવસ્થા થઈ છે તેને પણ આવકારી હતી.

મુખ્યમંત્રીએ સોમનાથમાં યાત્રિકોને રહેવા માટેની વ્યવસ્થા વધારવામાં આવી છે તે અંગે માહિતી આપી રાજ્ય સરકાર દ્વારા પણ પર્યટન વિકાસ માટે કરવામાં આવી રહેલા કાર્યો ની રૂપરેખા આપી હતી. મુખ્યમંત્રી એ સોમનાથ મંદિર પરિસરમાં પાર્વતી માતાના મંદિર નિર્માણ પ્રસંગે દાતા પરિવારના સદસયો અને સોમનાથ ટ્રસ્ટ પરિવારના સભ્યો સાથે શાસ્ત્રોક્ત વિધિ શિલાપુજન પણ કર્યું હતું.

આ પ્રસંગે પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રી જવાહરભાઈ ચાવડા જિલ્લા પંચાયતના પ્રમુખ રામીબેન વાજા, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી સેક્રેટરી પી.કે લહેરી, ટ્રસ્ટી જેડી પરમાર તેમજ પૂર્વ ધારાસભ્ય ઓ તેમજ સંગઠનના પદાધિકારીઓ ઉપરાંત જિલ્લા ભાજપના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા .

આ પ્રસંગે ટ્રસ્ટના ટ્રસ્ટી લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય રાજ્યમંત્રી પદ નાયક, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, રાજ્યમંત્રી વાસણભાઇ આહિર, સાંસદ રાજેશભાઇ ચુડાસમા સહિતના મહાનુભાવો પણ વર્ચ્યુઅલી જોડાયા હતા. આ કાર્યક્રમની રૂપરેખા કેન્દ્રીય પ્રવાસન મંત્રાલયના સચિવ એ આપી હતી.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શહેરીજનોને રક્ષાબંધનના પર્વની શુભેચ્છા પાઠવતા કમલેશ મિરાણી
Next Article પરસોત્તમ રૂપાલાની આગેવાનીમાં “જન આશીર્વાદ યાત્રા”નું રાજકોટમાં ભવ્ય અભિવાદન

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 18 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?