By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    5 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    4 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    5 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ
રાજકોટ

ભર ઉનાળે આજી-ન્યારી ડેમ નર્મદાનાં નીરથી ભરવાનું શરૂ

Khaskhabar Editor
Last updated: 2026/03/18 at 4:05 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

રાજકોટના લોકોને ઉનાળામાં પાણીની મુશ્કેલી નહીં પડે 

જૂન મહિનાનાં અંત સુધી રોજ 20 મિનિટ નિયમિત પાણી અપાશે

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

રાજકોટ શહેરમાં ઉનાળાની સિઝનનો પ્રારંભ થતાની સાથે જ પાણીની માગમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. વધતી જતી ગરમી અને પાણીની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનપાલિકા દ્વારા આગોતરું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગત સપ્તાહે જ રાજકોટનાં બંને મુખ્ય જળાશયો આજી અને ન્યારી ડેમમાં સૌની યોજના હેઠળ નર્મદાનાં નીર ઠાલવવાનું શરૂ કરાયું હતું. આ કામગીરી હાલ પણ પુરજોશમાં ચાલું છે. આ બંને ડેમો છલકાઈ જાય ત્યાં સુધી સૌની યોજનાનાં નીર ઠાલવવામાં આવનાર હોય આગામી જૂન મહિનાનાં અંત સુધી લોકોને રોજ 20 મિનિટ નિયમિત પાણી મળી રહેશે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ શહેરની પ્રજાને ખાતરી આપતા જણાવ્યું છે કે, ઉનાળામાં લોકોને પાણી અંગેની કોઈ મુશ્કેલી ન પડે તેના માટે અગાઉ જ મનપા દ્વારા રાજ્ય સરકાર પાસે ’સૌની યોજના’ હેઠળ નર્મદાના નીરની માગણી કરવામાં આવી હતી, જેને પગલે અત્યારે આજી અને ન્યારી ડેમમાં નર્મદાના પાણી ઠાલવવા માટે કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ બંને ડેમો 80 ટકાથી વધારે ભરાઈ ચુક્યા છે. અને જ્યાં સુધી બંને ડેમો છલકાઈ ન જાય ત્યાં સુધી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. ત્યારે ઉનાળામાં રંગીલા રાજકોટીયનોને પાણીની કોઈ પ્રકારની તકલીફ પડવા દેવામાં આવશે નહીં.
વર્તમાન પરિસ્થિતિ મુજબ, રાજકોટની વસ્તી તેમજ સતત વિસ્તરતા જતા વિસ્તારોને કારણે દરરોજ 20 મિનિટ પાણી વિતરણ કરવામાં આવે છે. ખાસ કરીને માર્ચ મહિનાથી જૂન મહિના સુધીના સમયગાળામાં પાણીની માંગ વધતી હોય છે. આ કપરી પરિસ્થિતિમાં સ્થાનિક જળાશયોમાં પાણીનું સ્તર જળવાઈ રહે તે અત્યંત આવશ્યક છે. જેને લઈને ગત સપ્તાહથી બંને મુખ્ય જળાશયોમાં પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હોવાથી આગામી દિવસોમાં આ બંને ડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સચોટ આયોજન અને ’સૌની યોજના’ના સહારે ભર ઉનાળામાં પણ રાજકોટના બંને મુખ્ય જળાશયો છલોછલ જોવા મળશે. આ કામગીરીથી શહેરના જળ સ્ત્રોતો મજબૂત બનશે અને ઉનાળાના આકરા દિવસોમાં પણ નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહેશે. જોકે અમુક વિસ્તારોમાં હાલ પણ ટેન્કરો દ્વારા પાણી વિતરણ થઈ રહ્યું હોવા અંગે કમિશનરે જણાવ્યું કે બંને ડેમમાં પુરતી માત્રામાં જળરાશી હોવાના કારણે સમયસર ટેન્કર દ્વારા પાણી વિતરણ થશે. તેમજ અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં હાલ નવી લાઈનો નાખવાનું કામ ચાલુ હોય ધીમે ધીમે ટેન્કર પ્રથા બંધ કરવામાં આવશે અને મોટા ભાગના વિસ્તારોમાં નળ મારફતે દરેક ઘરે પીવાનું પાણી ઉપલબ્ધ થાય તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.

10 દિવસમાં આજીડેમ ભરાઈ જશે

- Advertisement -

આજી-1 ડેમમાં 9 માર્ચથી નર્મદાના નીર ઠાલવવાની શરૂઆત કરવામાં આવી છે. આજી ડેમમાં અત્યાર સુધીમાં 150 એમસીએફટી પાણીનો જથ્થો આવતા હાલ ડેમનું લેવલ 27.13 ફૂટ (800 એમસીએફટી) પર પહોંચી ગયું છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે અને તેમાં મહત્તમ 917 એમસીએફટી પાણીનો સંગ્રહ થઈ શકે છે. તંત્રના અંદાજ મુજબ, જે ગતિએ પાણી ઠાલવવામાં આવી રહ્યું છે તે જોતા આગામી 10 દિવસમાં આજીડેમ સંપૂર્ણપણે ભરાઈ જશે.

અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં 180 MCFT પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે

ન્યારી-1 ડેમમાં 6 માર્ચથી નર્મદાના પાણી છોડવાનું શરૂ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી ડેમમાં કુલ 180 એમસીએફટી પાણીનો જથ્થો ઠલવાઈ ચૂક્યો છે. હાલમાં ન્યારી ડેમની જળ સપાટી 21.25 ફૂટ સુધી પહોંચી છે, જે 834 એમસીએફટી જથ્થો સૂચવે છે. ન્યારી ડેમની કુલ ઊંડાઈ 25.09 ફૂટ છે અને તેની કુલ ક્ષમતા 1248 એમસીએફટી જેટલી છે. આમ ન્યારી ડેમ પણ ગણતરીના દિવસોમાં છલકાઇ જશે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજ્યસભામાં 59 સાંસદને વિદાય
Next Article કઙૠ વપરાશમાં 17%નો ઘટાડો અને મોંઘવારીનો માર: પશ્ર્ચિમ એશિયાના યુદ્ધની ભારતીય બજાર પર માઠી અસર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 5 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?