9 થી 6 સુધી એક્સ્લેન્ટ સ્કુલ બુકર ફળીયા ખાતે સેવાસેતુ યોજાશે
ખાસ ખબરસંવાદદાતા
જૂનાગઢ શહેરના વોર્ડ નંબર 3,8 અને 10 ના લોકો માટે તા.14 મે ના રોજ સેવાસેતુ યોજાશે એક્સ્લેન્ટ સ્કુલ, બુકર ફળીયા ખાતે સવારે 9 થી સાંજના 6 કલાક સુધી યોજાનાર સેવાસેતુમાં વોર્ડ નંબર 3,8 અને 10ના લોકોને લાભ લેવા મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા જણાવાયું છે. અરજી આપવાનો સમય સવારે 9 થી બપોરના 2 સુધી રહેશે.
રાજ્ય સરકાર દ્વારા લોકોના પ્રશ્રનોનો ત્વરીત ઉકેલ લાવવા, તેમજ એક જ સ્થળે 56 જેટલી સેવાઓ આપવા સેવાસેતુનો અભિગમ અપનાવાયો છે. જેથી લોકોને અલગ-અલગ કચેરીમાં જવામાંથી મુક્તિ મળવા સાથે નિયત સમયમર્યાદામાં લોકોના પ્રશ્નો-અરજીઓનું નિવારણ કરી શકાય.