By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારત જ નહીં વિશ્વના અન્ય 7 દેશમાં ભડક્યો જનાક્રોશ!
    5 hours ago
    ફ્લાઇટ માટે લાઈનમાં ઊભેલાં હજયાત્રીઓ પર મિસાઈલ પડી, ભારતીય સહિત 13 લોકોનાં મોત
    1 day ago
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    4 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    5 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે
    4 hours ago
    દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
    4 hours ago
    નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
    4 hours ago
    કેન્સરની દવાઓ પર 30% માર્જિન કેપ લગાવશે સરકાર
    5 hours ago
    CJP નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની ફરી અટકાયત
    5 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    4 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    6 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    1 week ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો!
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો!
ખાસ-ખબરગુજરાતરાજકોટ

જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો!

Khaskhabar Editor
Last updated: 2022/11/02 at 6:04 PM
Khaskhabar Editor 4 years ago
Share
10 Min Read
SHARE

મોરબી હોનારત કોઈ અકસ્માત નથી, બેદરકારી અને ભ્રષ્ટાચારમાંથી સર્જાયેલો હત્યાકાંડ છે…

મોરબી ઝૂલતા પુલ હોનારતમાં આશરે 150 જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, અંદાજીત 200 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. અત્યંત દુ:ખ સાથે અસહ્ય ચોંકવનારી બાબત એ છે કે, આજે ત્રણ-ત્રણ દિવસ બાદ પણ હજુ સુધી સમગ્ર ઘટનાક્રમનો મુખ્ય માસ્ટરમાઈન્ડ જયસુખ પટેલ સહપરિવાર ફરાર છે, તે અને તેમની ઓરેવા કંપનીના જવાબદાર વ્યક્તિઓ મૌન છે. ઝૂલતા પુલ દુર્ઘટનાની એફ.આઈ.આર.માંથી જયસુખ પટેલ અને ઓરેવા કંપનીનું નામ ગાયબ છે, ઓરેવા કંપનીના જયસુખ પટેલને તંત્ર-સરકાર દ્વારા બચાવવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ દર્શાઈ આવે છે. મોરબી ઝૂલતા હોનારતમાં હતભાગી બનેલાઓની આત્માની શાંતિ માટે જયસુખ પટેલને સજા થવી જરૂરી છે. જો મોરબી ઝૂલતા પુલના જઘન્ય સામૂહિક હત્યાકાંડના એકમાત્ર – મુખ્ય આરોપી જયસુખ પટેલને આજીવન કેદ ન થાય તો ન્યાય અધૂરો ગણાશે. મોરબી હોનારતમાં ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલની સૌથી મોટી ગંભીર બેદરકારી બહાર આવી છે. નિર્દોષોની હત્યાનું પાપ ઓરેવા કંપની અને તેના માલિક જયસુખ પટેલ પર છે કારણ કે ઓરેવાના જયસુખ પટેલના પોકળ દાવાઓએ હોનારત સર્જી છે.

- Advertisement -

ઓરેવાનાં જયસુખ પટેલને બચાવવાના ચોખ્ખા પ્રયાસ, નિર્દોષ પર દોષનો ટોપલો ઢોળાયો

શું ભાજપ એક વ્યક્તિને બચાવવા મોરબી અને આસપાસના વિસ્તારની સીટ ગુમાવશે?
મોરબી ઝૂલતા પુલની હોનારતમાં પ્રથમ દૃષ્ટિએ જેને દંડ થવો જોઈએ તેવા જયસુખ પટેલને તંત્ર-સરકાર દ્વારા છાવરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર સ્પષ્ટ ઉપસી રહ્યું છે. જયસુખ પટેલ પર હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ભરોસાની ભાજપ સરકાર પર મોરબી અને આસપાસના વિસ્તારના લોકો સહિત સૌનો ભરોસો અકબંધ રહે તે માટે મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવાના જયસુખ પટેલ પર કડક કાર્યવાહી થવી જોઈએ પરંતુ અત્યાર સુધી માત્ર જયસુખ પટેલને બચાવવાના પ્રયાસ થઈ રહ્યા હોય હાલ એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું ભાજપ એક વ્યક્તિને બચાવવા મોરબી અને આસપાસના વિસ્તારની સીટો ગુમાવશે? જો જયસુખ પટેલને કડક સજા નહીં કરવામાં આવે તો મોરબી, માળિયા અને આસપાસના વિસ્તારોની બેઠકના મતદારો ભાજપનો હાલ પણ ઝૂલતા પુલ જેવો કરશે એવું જણાય આવે છે.

જયસુખ પટેલની પબ્લિસિટીની લાલચે મોરબીમાં માતમનો માહોલ સર્જી દીધો

- Advertisement -

જયસુખ પટેલની ઉતાવળે ઝૂલતો પુલ શરૂ કરવાની ઘોર બેદરકારીએ મોતનું તાંડવ સર્જ્યું છે. જયસુખ પટેલની કમાણીની લાલચે મોરબીમાં માતમનો માહોલ સર્જ્યો છે. ઝૂલતા પુલને માણવાની મજા મોતની સજા બની છે. મચ્છુનો તટ આ ભ્રષ્ટાચારીના પાપે કબ્રસ્તાન બન્યો છે, મોરબી ઝૂલતા પુલના તમામ બનાવ પાછળ વ્હાઈટકોલર ક્રિમિનલ જયસુખ પટેલ જવાબદાર છે પરંતુ આ ઘટના બન્યા બાદ પોલીસે જયસુખ પટેલની જગ્યાએ તેની ઓરેવા કંપનીના બે મેનેજર, ટિકિટ કાપનાર, પુલનું પેરિંગ કામ કરનાર પિતા-પુત્ર અને ત્રણ સિક્યુરિટી ગાર્ડ સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે ધરપકડ થયેલી નવેય વ્યક્તિમાંથી કોઈ પાસે પુલને ખુલ્લો મૂકવા માટે પરવાનગી આપવાની સત્તા ન હોય અને આ લોકોએ તો ચિઠ્ઠીના ચાકર બનીને માલિક જયસુખ પટેલના ઈશારે જ પુલને ખુલ્લો મુકવાનું કામ કર્યું છે. આ લોકો સામે ગુનો નોંધાવો જ જોઈએ તે વાતનો ઈનકાર ન હોઈ શકે પરંતુ માલિક જયસુખ પટેલને પણ તેમાં સાથે સામેલ કરવા જ જોઈએ કેમ કે તેમના ઈશારે જ ઝૂલતા પુલને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. મોરબી હોનારત એ કોઈ અકસ્માત નથી, બેદરકારીમાંથી સર્જાયેલો હત્યાકાંડ છે અને આ હત્યાકાંડનો મુખ્ય હત્યારો જયસુખ પટેલ છે એ દિવા જેવું સ્પષ્ટ છે. કારણ કે, જયસુખ પટેલે જ ફિટનેસ સર્ટિફિકેટ વગર ઝૂલતો પુલ ખુલ્લો મૂક્યો હતો. તંત્રને જાણ કર્યા વગર જ જયસુખ પટેલે પરિવાર સાથે ઝૂલતા પુલની રિબીન કાપી હતી અને તેમણે જ ઝૂલતા પુલના સમારકામથી લઈ કરેલા પ્રવેશ ટિકિટમાં કરેલા ભ્રષ્ટાચારના કારણે અનેક પરિવારના માળા પિંખાઈ ગયા છે. ઓરેવા કંપના માલિક જયસુખ પટેલ મોરબી હોનારત બાદ બધું સમજી-વિચારી પોતાના પરિવાર સાથે ભૂગર્ભમાં ઉતરી ગયા છે. હજી સુધી તેમનું કે તેમની કંપની ઓરેવાનું કોઈ નિવેદન આવ્યું નથી. કહેવાતા લોકસેવક જયસુખ પટેલની ભાગેડુ વૃત્તિથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2 કરોડ રુપિયામાં બ્રિજનું રિનોવેશન કરનારા જયસુખ પટેલના ભયંકર ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીના કારણે આજે માસૂમ લોકોનો ભોગ લેવાયો છે તેથી ઓરેવા કંપનીના જયસુખ પટેલના ભયંકર ભ્રષ્ટાચાર અને ગંભીર બેદરકારીને માફ કરી શકાય તેમ નથી. મોરબી ઝૂલતા પુલ હોનારતના પીડિતોને ન્યાય મળે તે માટે તમામ લોકો એવું ઇચ્છી રહ્યા છે કે, જયસુખ પટેલ પર કાયદાનો કોરડો વીંધવામાં આવે અને તેને કડક સજા થાય.

જયસુખ પટેલ સામે પગલાં ન લેવાતા સરકાર-સિસ્ટમ પ્રત્યે લોકોમાં ભયંકર ખોટો મેસેજ પ્રસર્યો
ઓરેવા ગ્રુપ અને જયસુખ પટેલ મોરબી ઝૂલતા પુલની દુર્ઘટના પાછળ દોષિત હોવા છતાં તંત્ર-સરકાર દ્વારા તેની પર પગલાં ન લેવામાં આવતા લોકોમાં સરકાર-સિસ્ટમ પ્રત્યે ભયંકર ખોટો મેસેજ ગયો છે. સોશિયલ મીડિયાથી લઈ જ્યાં જુઓ ત્યાં સરકાર અને સિસ્ટમની ટિકા થઈ રહી છે. દિપક પારેખ જેવી નાની માછલીઓ પકડીને જયસુખ પટેલ જેવા મોટા મગરમચ્છને બચાવવા માગતી સરકાર અને સિસ્ટમ સાથે કાયદા પર લોકોનો ભરોસો જળવાઈ રહે તે માટે ઓરેવા – જયસુખ પટેલને જેલના સળિયા ગણતો કરવો જરૂરી છે.

જયસુખ પટેલનું મગજ વાહિયાત વિચારોનું કારખાનું, તેમની વાણીમાં માત્ર વાયદાઓ જ
જયસુખ પટેલ એક સનકી પ્રકારનો વ્યક્તિ છે. અભી બોલા અભી ફોક જેવી તેની વાતો હોય છે. જયસુખ પટેલે પોતાના પિતાના નામ-કામ પર આજીવન ચરી ખાધું છે. જીવનભર મોટીમોટી બડાશ મારવા પંકાયેલા જયસુખ પટેલનું મગજ વાહિયાત વિચારોનું કારખાનું છે તો જયસુખ પટેલની વાણીમાં માત્ર વાયદાઓ જ છે. જયસુખ પટેલના સંપર્કમાં આવેલા તેના પરિચિતો જાણે જ છે કે, જયસુખ પટેલ એટલે જેનો ક્યારેય જય પણ થયો નથી અને જેની પાસેથી ક્યારેય સુખ પણ ન મળે એવી નકામી વ્યક્તિ.

રણ સરોવર એટલે જયસુખ પટેલની કપોળ કલ્પિત બોગસ યોજના

ખાસ-ખબર સંવાદદાતા
કચ્છના નાના રણનો વિસ્તાર આશરે 5000 ચોરસ કિલોમીટરનો છે. સુરેન્દ્રનગરની સીમાઓ સાથે જોડાયેલા આ નાના રણમાં પાંચ હજારથી વધુ ઘુડખર પણ વસવાટ કરે છે. આ એક પ્રાકૃતિક સંપદા છે. કુદરતની અમૂલ્ય બક્ષિસ છે. અહીં અક્કલનાં ઓથમિર એવા ઓરેવાના જયસુખ પટેલને આખોય રણ વિસ્તાર ખોદીને તેમાં વરસાદનું પાણી ભેગું કરી મીઠા પાણીનું સરોવર બનાવવું હતું. એટલું જ નહીં, 5 હજાર જેટલા ઘુડખરનું પણ સ્થળાંતર કરવું હતું. જયસુખ પટેલની આ વાતમાં કોઈ વૈજ્ઞાનિક તર્ક કે અભ્યાસ નહતો, પણ માત્ર ધારણાઓ હતી. રણ-સરોવર સંદર્ભે આગળ વધતાં પહેલાં આ વિસ્તારના લોકો અને રણને સમજનાર તજજ્ઞોની કોઠાસૂઝ, તર્ક, અને અનુભવને ધ્યાને લઈએ તો ખ્યાલ આવે કે, જયસુખ પટેલની રણ સરોવરની યોજના કપોળ કલ્પિત બોગસ હતી. જયસુખ પટેલના સનકી મગજની ઉપજ રણ સરોવર યોજના પાછળ માત્ર રણ જ નહીં, ઘુડખરનો પણ ભોગ લેવાઈ જતો. આ યોજના પાછળ જયસુખ પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકારના નેતાઓ તેમજ ઉચ્ચ અધિકારીઓની સમય, શક્તિ અને સંપત્તિનો પણ વ્યય કર્યો હતો.

જયસુખ પટેલને વાંકાનેર પાસે હિલસ્ટેશન બનાવવું હતું!
ઓરેવાના એમડી જયસુખ પટેલને પોતાના બાપદાદાના ધંધા સિવાયના બીજા તમામ ધંધાઓમાં રસ છે. ખુદને સર્વ ગુણ સંપન્ન તથા જગતભરના સર્વોત્તમ જાણકાર સમજતા જયસુખ પટેલનો રણ સરોવર બાદનો વધુ એક વાહિયાત વિચાર એટલે વાંકાનેર પાસેની ટેકરીઓ પર હિલસ્ટેશનનું નિર્માણ કરવું! આર્ટિફિશિયલ ટુરિસ્ટસ્પોટ! જયસુખ પટેલને વાંકાનેર પાસે આવેલી ટેકરીઓ પર આર્ટિફિશિયલ ડેમ-તળાવ સાથેનું હિલસ્ટેશન બનાવવાનું નક્કી કર્યું હતું. આ માટે તેમણે પેમ્પ્ફલેટ પણ છપાવ્યા હતા અને બધી જ તૈયારીઓ કરી લીધી હતી. જોકે કોઈ સમજદાર વ્યક્તિએ જયસુખ પટેલને વાસ્તવિક સમજતા ખ્યાલ આવ્યો હતો કે, જ્યાં બારેમાસ તાપ, તડકો, ગરમી રહેતી હોય ત્યાં હિલસ્ટેશન બનાવવું શક્ય જ નથી. કોઈ સરકાર પણ આ વાહિયાત વિચારને વાસ્તવિક બનાવવા માટે મંજૂરી આપી ન શકે. પાછળથી જયસુખ પટેલને પણ પોતાના અક્કલનાં ખરા દર્શન થતા તેમણે વાંકાનેર પાસે આવેલી ટેકરીઓ પર હિલસ્ટેશન બનાવવાનો વિચાર પડતો મૂક્યો હતો.

એક નહીં, અગિયાર પત્રકાર પણ જયસુખ પટેલના જુઠ્ઠાણાથી પીડિત
થોડા વર્ષો પહેલા આદતવશ જયસુખ પટેલને શું સૂજ્યું કે તેણે એક પત્રકારને કહ્યું કે, તમે તમારા ઉપરાંત બીજા દસ પત્રકાર તૈયાર કરો અને ચાઈના જાઓ. ચાઈનાના પ્રવાસ દરમિયાન ત્યાંની પ્રગતિ જૂઓ અને અહીં આવી તે વિશે જણાવો. ચાઈના પ્રવાસ પર જનારા તમારા સહિતના અગિયાર પત્રકારોનો આવક-જાવકથી લઈ તમામ ખર્ચ ઓરેવા કંપની જયસુખ પટેલ ભોગવશે. જયસુખ પટેલની વાત પર અગિયાર જેટલા પત્રકારો ચાઈના જવા રજાઓ કાઢી તૈયાર થયા, અમૂકે પાસપોર્ટ કઢાવ્યા અને પહોંચી ગયા જયસુખ પટેલ પાસે. અફસોસ કાયમ માટે પોતાના શબ્દો પર કાયમ ન રહેનારા જયસુખ પટેલે અગિયારે અગિયાર પત્રકારોને કહી આપ્યું કે, હવે ચાઈના નથી જવું. અને આમ, એક નહીં અગિયાર પત્રકારો આજ સુધી જયસુખ પટેલના આ ગંદા જુઠ્ઠાણાથી પીડાઈ રહ્યા છે. જયસુખ પટેલની મજાક ભૂલી શક્યા નથી.

You Might Also Like

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

ધોળકિયા સ્કૂલની પ્રાચીન ગરબીમાં ભૂવા રાસે લોકોને મા દુર્ગાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો

ગાંધીનગર મહાપાલિકામાં ફરી ભાજપને સત્તાનું સિંહાસન

TAGGED: BRIDGE, death, JAYSUKHPATEL, macchuriver, morbi, people
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article દુર્ભાગ્યે આપણા દેશમાં માનવ જિંદગીઓ આજે પણ સસ્તી છે
Next Article Malware For Free

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

IMFનો અંદાજ: ભારતનો આર્થિક વૃદ્ધિ દર વધીને 7% થશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
દિવાળી વેપારીઓની UPI ચાર્જ હાલ મુલતવી
નાસિક-કુંભ મેળા નજીક ભૂગર્ભજળમાં કેન્સરના તત્વો
બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ
સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે
કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

બ્રિજ રાસોત્સવમાં પહેલા-બીજા નોરતે ખેલૈયાઓની જબરદસ્ત ધૂમ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
રાજકોટ

સહિયર કલબ : ડાકલા – ટીમલી – ઘમાલના તાલે ખેલૈયાઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા, આજે વૃંદાવન થીમ રાસ રમાશે

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ગુજરાત

કીર્તિદાનના ગરબામાં રિફંડ ન મળતાં ખેલૈયાઓમાં રોષ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?