By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    22 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    23 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    4 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    6 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    22 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    3 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    4 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    4 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    4 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    6 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    23 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ
ગુજરાત

ધ્વજા ચઢાવવાના ભાવમાં વધારો : રૂ.૨૧૦૦થી વધારી ૪૩૦૦ કરાયા, પૂજા-સામગ્રી સહિત હવે ૮૧૦૦નો ખર્ચ

Khaskhabar Editor
Last updated: 2026/08/12 at 2:28 PM
Khaskhabar Editor 1 month ago
Share
5 Min Read
SHARE

બેટ-દ્વારકા મંદિરમાં ધજાજીની પરંપરા સાથે ચેડાં, ભાવિકોમાં રોષ

દેવસ્થાન સમિતિના ‘તઘલખી’ નિયમો સામે હિન્દુ સમાજનો ઉગ્ર રોષ : દિવસમાં માત્ર 6 જ ધજા ચડાવવાનો મનસ્વી નિર્ણય

- Advertisement -

સનાતની સંગઠનો દ્વારા આવેદનપત્ર પાઠવી ઉગ્ર આંદોલનની ચીમકી અપાતા ટ્રસ્ટીઓ ઢીલા પડયા, હાલ મામલો થાળે

યાત્રાધામ બેટ દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરમાં વર્ષોથી ચાલી આવતી ધ્વજારોહણ એટલે કે ધજાજીની પરંપરામાં બેટ દેવસ્થાન સમિતિ દ્વારા કરવામાં આવેલા નવા ફેરફારોને લઈને સ્થાનિક સનાતની હિન્દુ સમાજમાં ભારે રોષ
ફાટી નીકળ્યો છે. ભાવિકોની આસ્થા સાથે સીધી રીતે જોડાયેલી આ ધાર્મિક પરંપરામાં અચાનક નવા નિયમો લાગુ કરવામાં આવતા સ્થાનિક આગેવાનો અને વિવિધ હિન્દુ સંગઠનોએ તેનો ઉગ્ર વિરોધ નોંધાવી મંદિર સમિતિને
આવેદનપત્ર પાઠવ્યું છે. સ્થાનિકોનો મુખ્ય આક્ષેપ છે કે મંદિર સમિતિ દ્વારા ધજાજીની ધાર્મિક પરંપરાને સરળ બનાવવાના બદલે તેના પર આર્થિક ભારણ વધારતા નિયમો લાદવામાં આવ્યા છે. નવા નિયમોને લઈને ભાવિકોમાં
પણ નારાજગી જોવા મળી રહી છે. મંદિર સમિતિ દ્વારા જારી કરવામાં આવેલા નવા કાર્યાલય આદેશ અને નવા રજીસ્ટ્રેશન ફોર્મ મુજબ હવે સામાન્ય દિવસોમાં વધુમાં વધુ માત્ર ૬ ધજાઓ જ ચડાવવામાં આવશે. સ્થાનિકોનું કહેવું
છે કે વર્ષોથી ભાવિકો પોતાની શ્રદ્ધા અને ધાર્મિક પ્રસંગો અનુસાર ધજાજી કરાવતા આવ્યા છે ત્યારે સંખ્યા પર નિયંત્રણ મૂકવાથી અનેક ભાવિકો આ ધાર્મિક પરંપરાથી વંચિત રહી શકે છે. આ નિર્ણયની સાથે ધજાજીના ન્યોછાવર
એટલે કે લાગા સહિત વિવિધ ખર્ચમાં પણ મોટો વધારો કરવામાં આવ્યો છે. અગાઉ ધજાજીનો લાગો ૨૧૦૦ રૂપિયા હતો, જેમાં સીધો વધારો કરીને હવે ૪૩૦૦ રૂપિયા કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે. ધજાજીના લાગા
ઉપરાંત પૂજા, સામગ્રી, સિલાઈ અને ચઢાવા સહિતના અન્ય ખર્ચાઓ ઉમેરાતા હવે યજમાનને મંદિર કાર્યાલયમાં કુલ ૮૧૦૦ રૂપિયા જમા કરાવવાના રહેશે. સ્થાનિક હિન્દુ સમાજના આગેવાનોના જણાવ્યા મુજબ આ રકમ
મધ્યમ વર્ગના પરિવારો માટે મોટો આર્થિક બોજ બની શકે છે. સ્થાનિકોનો સવાલ છે કે ધાર્મિક પરંપરાને લોકો સુધી વધુ સરળતાથી પહોંચાડવાની જરૂરિયાત હોય ત્યારે તેના ખર્ચમાં આટલો વધારો કરવો કેટલો યોગ્ય છે?
આર્થિક રીતે સામાન્ય પરિવારો પણ પોતાની આસ્થા મુજબ ધજાજી કરાવી શકે તે માટે અગાઉની વ્યવસ્થા જાળવવાની માંગ ઉઠી છે.

બેટ હિન્દુ સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર ધજાજી માત્ર એક ધાર્મિક વિધિ નથી, પરંતુ દ્વારકાધીશ પ્રત્યેની સનાતન શ્રદ્ધા અને પરંપરાનું પ્રતિક છે. ગાયકવાડ સરકારના સમયથી ચાલી આવતી પરંપરા મુજબ ભાવિકો
પોતાના ઘર કે આંગણે વાસ્તુપૂજન, લગ્ન, જન્મદિવસ જેવા શુભ પ્રસંગોએ બેન્ડ-વાજા, રાસમંડળી અને ભક્તિભાવ સાથે ધજાજીનું પૂજન કરતા આવ્યા છે. સ્થાનિક આગેવાનોનો આક્ષેપ છે કે નવા નિયમો મુજબ ધજાજીની પૂજા
હવે મંદિરમાં જ કરવી ફરજિયાત બનાવવામાં આવી રહી છે. જેના કારણે ભાવિકો પોતાના ઘરે અને પરિવાર વચ્ચે દ્વારકાધીશની ધજાજી પૂજવાનો પરંપરાગત અને અલભ્ય લ્હાવો ગુમાવી શકે છે. બેટ દ્વારકા મંદિર ખાતે
પહેલેથી જ મોટી સંખ્યામાં યાત્રિકો અને ભાવિકોની અવરજવર રહેતી હોય છે. આવા સંજોગોમાં દરેક ધજાજીની પૂજા મંદિરમાં જ કરાવવાની વ્યવસ્થા અમલમાં આવશે તો એક પૂજામાં અંદાજે ૧થી ૧.૫ કલાક જેટલો સમય
લાગવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક સંગઠનોનું કહેવું છે કે આથી મંદિર પરિસરમાં ભીડ અને વ્યવસ્થાનો પ્રશ્ન વધુ ગંભીર બની શકે છે.

- Advertisement -

‘તઘલખી નિર્ણય’ પાછો ખેંચવાની માંગ
નવા નિયમોના વિરોધમાં સ્થાનિક હિન્દુ સંગઠનો અને આગેવાનોએ મંદિર સમિતિને કડક શબ્દોમાં રજૂઆત કરી છે. સંગઠનોનું કહેવું છે કે સદીઓ જૂની ધાર્મિક પરંપરામાં મનસ્વી રીતે ફેરફાર કરવો યોગ્ય નથી અને ભાવિકોની
લાગણીને ધ્યાનમાં લઈને નિર્ણય લેવો જોઈએ. સ્થાનિક આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આ ‘તઘલખી અને આપખુદ નિર્ણયો’ તાત્કાલિક પાછા ખેંચવામાં નહીં આવે તો સનાતની સમાજ સમિતિની રચના કરીને ગાંધી
ચીંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે.

ભારે વિરોધ બાદ ટ્રસ્ટીઓ કૂણા પડ્યા
જોકે, આ સમગ્ર મુદ્દે હિન્દુ સમાજમાંથી ભારે વિરોધ અને નારાજગી સામે આવતા હાલ મંદિર સમિતિના ટ્રસ્ટીઓ કૂણા પડ્યા હોવાનું જાણવા મળે છે. નગરજનો અને સ્થાનિક આગેવાનો સાથે ચર્ચા કરીને આ મુદ્દે યોગ્ય કરવાની
ખાતરી આપવામાં આવી છે. આ ખાતરી બાદ હાલ પૂરતો વિવાદ શાંત પડ્યો છે, પરંતુ ધજાજીના ખર્ચમાં કરાયેલા મોટા વધારા અને ધાર્મિક વિધિ અંગેના નવા નિયમોને લઈને સ્થાનિકોના મનમાં હજુ પણ ભારે અજંપો છે. હવે
મંદિર સમિતિ આ મામલે શું અંતિમ નિર્ણય લે છે અને અગાઉની પરંપરા તથા ભાવિકોની લાગણીને કેટલું મહત્વ આપે છે તેના પર સૌની નજર મંડાયેલી છે.

You Might Also Like

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન

શાપર-વેરાવળને નગરપાલિકા બનાવવા અંગેનો ઠરાવ રાજ્ય સરકારને મોકલાશે : બિસ્માર રસ્તાનું કામ ૧૫ દિવસમાં પૂર્ણ કરવા અલ્ટીમેટમ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article A shortcut will cut you short : રીલ્સ-પ્રેમી Gen Zને મોદીનો સંદેશ
Next Article ડમી સ્કૂલ અને બોગસ એડમિશનનો ભોગ બન્યો જેતપુરનો વિદ્યાર્થી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ
ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

‘સેવા સંકલ્પ અભિયાન’ હેઠળ સેવા સેતુ’ કેમ્પઃ આધાર કાર્ડ, રેશનકાર્ડ અને આવકના દાખલા સહિતની ડઝનબંધ સેવાઓ એક જ સ્થળે  

Khaskhabar Editor Khaskhabar Editor 4 minutes ago
ગુજરાતરાજકોટ

દરેક પદાર્થની પોતાની ‘રામન ફિંગરપ્રિન્ટ’ હોય છે: વૈજ્ઞાનિક ડૉ. ધીરજકુમાર સિંઘ

Khaskhabar Editor Khaskhabar Editor 28 minutes ago
રાજકોટ

ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?