By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    1 day ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    3 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    3 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    3 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    12 hours ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    1 day ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    1 day ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    1 day ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    2 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    4 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    5 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો
Author

અમીરોને કરોડોના હેરકટ અને મધ્યમ વર્ગ પર સરફેસી એક્ટનો કોરડો

Khaskhabar Editor
Last updated: 2026/06/20 at 3:24 PM
Khaskhabar Editor 3 months ago
Share
9 Min Read
SHARE

બેંકોની બેવડી નીતિ સામે સુપ્રિમ કોર્ટ લાલઘૂમ

રિના બ્રહ્મભટ્ટ : વિશેષ

- Advertisement -

હાલમાં જ દેશની સરકારી બેંકોમાં સામાન્ય ગ્રાહકો સાથે થતા પક્ષપાત અને મોટા ઉદ્યોગપતિઓ પ્રત્યે દાખવવામાં આવતી ઉદારતા સામે દેશની સર્વોચ્ચ અદાલતે આકરા પ્રહારો કર્યા છે. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) સહિત દેશની મોટી સરકારી બેંકોની કામ કરવાની પદ્ધતિ સામે નારાજગી વ્યક્ત કરતા સુપ્રિમ કોર્ટે બેંકોનો જોરદાર ઉધડો લીધો છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં ચિંતા વ્યક્ત કરી છે કે, બેંકો સામાન્ય પ્રજાને નાની લોન આપવાના નામે ભારે હેરાન પરેશાન કરી રહી છે.

સુપ્રિમ કોર્ટે સુનાવણી દરમિયાન બેંકિંગ સિસ્ટમની એક અત્યંત ચિંતાજનક વાસ્તવિકતા સામે લાવી છે. અદાલતે નોંધ્યું કે, જ્યારે કોઈ મોટો ઉદ્યોગપતિ કે ખાનગી કંપની કરોડો-અબજો રૂપિયાની લોન માંગે છે, ત્યારે બેંકો કોઈ પણ પ્રકારની ઊંડી તપાસ કર્યા વગર આંખો બંધ કરીને લોન મંજૂર કરી દે છે. પરિણામે થોડા સમય પછી આ જ કરોડો રૂપિયા એનપીએ (NPA) થઈ જાય છે અને ડૂબી જાય છે.જ્યારે તેની સામે, એક સામાન્ય મધ્યમવર્ગીય માણસ પોતાના ઘર, શિક્ષણ કે અંગત જરૂરિયાત માટે નાની લોન લેવા જાય ત્યારે તેને વ્યાજ અને કાગળોના ચક્કરમાં લટકાવી રાખવામાં આવે છે. ત્યારે અહીં મુદ્દો તે જ છે કે, “સામાન્ય પ્રજા લોન માટે ધક્કા ખાય, અમીરો પર કરોડોની લહાણી ?

જેમ દેશમાં ઉદ્યોગોને કરોડોની સબસિડી મળે છે, તેની સામે સરકારી બેંકોમાં પણ સામાન્ય મધ્યમવર્ગીય ગ્રાહકો સાથે પક્ષપાત અને મોટા ઉદ્યોગપતિઓ પ્રત્યે ઉદારતા દાખવવામાં આવે છે. ત્યારે હાલમાં જ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ના એક કેસમાં સુપ્રિમ કોર્ટે બેંકોનો જોરદાર ઉધડો લીધો છે અને લોન રિકવરી પ્રોસેસને વધુ માનવીય બનાવવાનો આદેશ આપ્યો છે.

- Advertisement -

આમાં સામાન્ય માણસને શું નુકસાન?
કોર્પોરેટ જગતમાં આ હેરકટ ક્યારેક ૮૦% થી ૯૦% સુધીના પણ હોય છે. નુકસાન એ છે કે આ સરકારી બેંકો છે. જ્યારે બેંક ₹૭,૦૦૦ કરોડનું નુકસાન ભોગવે, ત્યારે એ ખોટ પૂરી કરવા માટે સરકાર આપણા (ટેક્સપેયર્સના) પૈસા બેંકોમાં નાખે છે (RECAPITALIZATION). એટલે કે ઉદ્યોગપતિઓની લોનનું નુકસાન આડકતરી રીતે દેશની આમ જનતાએ જ ભોગવવું પડે છે. જ્યારે સામાન્ય માણસ પોતાની ₹૫ લાખની હોમ લોનમાં આવો કોઈ ‘હેરકટ’ માંગવા જાય, તો બેંક એક રૂપિયો પણ જતો કરતી નથી! ત્યારે અહીં એક આખો તફાવત ઉડીને આંખે વળગે છે.ખરેખર બેંકો અને તેમાં પણ લોન વિભાગ તે સામાન્ય માણસ માટે તેવું હાથવગું હથિયાર હોવું જોઈએ કે, જે તે ક્યારેય પણ કોઈપણ સમસ્યા માં હોય તો તેને ઉગારવા કામમાં આવે તો દેવાદાર કે સામાન્ય માણસે આત્મહત્યા ન કરવી પડે તેને બેંક જ મદદ કરી ઉગારે.હા, ભલે તેની સામે ઉદ્યોગપતિઓને લોન આપવામાં આવે તેનો વાંધો નથી પણ આ અસમાનતા દૂર કરવામાં આવે.પણ બદનસીબીએ બેંકો કોર્પોરેટ નો હાથો બની જાય છે.ત્યારે અહીં બેંકો કોર્પોરેટ્સ માટે શું શું ધંધા કરે છે તે થોડું જોઈએ તો,

મોટા કોર્પોરેટ્સ માટે “રાઈટ-ઓફ” અને “હેરકટ”:
જયારે મોટી કંપનીઓને કરોડોની લોન આપે છે, ત્યારે બેંકો ઘણીવાર પોતાની બેલેન્સ શીટ ચોખ્ખી કરવા તેને “રાઈટ-ઓફ” (Write-off) એટલે કે માંડવાળ ચોપડે નોંધી લે છે. એટલું જ નહીં, ઇન્સોલ્વન્સી (IBC) કોર્ટમાં સેટલમેન્ટ વખતે બેંકો “હેરકટ” લે છે. એટલે કે જો કંપની પર ₹૧૦,૦૦૦ કરોડનું દેવું હોય, તો બેંક તેની પાસેથી માત્ર ₹૩,૦૦૦ કરોડ લઈને બાકીના ₹૭,૦૦૦ કરોડ જતા કરે છે! આ નુકસાન આખરે દેશના કરદાતા (Taxpayer) ના માથે જ જાય છે.

વિશેષમાં અહીં ખાસ જાણી લો કે, હેરકટ અને રાઈટ-ઓફ એ કોઈ “ગુનો કે કૌભાંડ” નથી, તે આરબીઆઈની પ્રોસેસ છે.  સૌથી મોટો મુદ્દો એ છે કે બેંકો જે હેરકટ લે છે કે રાઈટ-ઓફ કરે છે, તે કોઈ ચોરી છૂપીથી થતું ગેરકાયદેસર કામ નથી. તે ભારત સરકારના IBC (Insolvency and Bankruptcy Code) કાયદા અને RBI (રિઝર્વ બેંક) ના નિયમો હેઠળ થતી એક સત્તાવાર કાનૂની પ્રક્રિયા છે.એટલે અહીં કાયદાનો આમ છીંડા શોધી તે પ્રકારે દુરુપયોગ કરાય છે કે, લોકો બિચારા બની તમાશો જ જોયા કરે.

બેંકોની બેવડી નીતિ અને NPA નું કડવું સત્ય”:

NPA એટલે શું? (ડૂબત ખાતાનું ગણિત)
જ્યારે કોઈ ગ્રાહક કે મોટી કંપની બેંક પાસેથી લોન લે છે, ત્યારે નિયમ મુજબ દર મહિને વ્યાજ અને હપ્તો (EMI) ચૂકવવો પડે છે.
> NPA (Non-Performing Asset): જો કોઈ લોનનો હપ્તો કે વ્યાજ સતત ૯૦ દિવસ (૩ મહિના) સુધી બેંકને પાછો ન મળે, તો બેંક તેને ‘ડૂબત દેવું’ એટલે કે NPA જાહેર કરી દે છે.

આમાં બે પ્રકારના લોકો હોય છે:*
1.જેન્યુઈન ડિફોલ્ટર:* ધંધામાં સાચું નુકસાન ગયું હોય કે નોકરી ગઈ હોય એટલે પૈસા ન ભરી શકે.
2.વિલફુલ ડિફોલ્ટર (ઈરાદાપૂર્વક નાણાં ન ચૂકવનાર): વિજય માલ્યા, નીરવ મોદી કે મેહુલ ચોક્સી જેવા લોકો, જેમની પાસે સંપત્તિ હોવા છતાં બેંકના કરોડો રૂપિયા ઓળવીને વિદેશ ભાગી જાય છે.

જ્યારે કોઈ મોટી કંપની કે ઉદ્યોગપતિ બેંકના હજારો કરોડ રૂપિયા નથી ચૂકવી શકતા અને મામલો કોર્ટ (IBC – ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ) માં જાય છે, ત્યારે બેંકને ખબર પડી જાય છે કે આની પાસેથી પૂરેપૂરા પૈસા પાછા મળવાના નથી.આવી સ્થિતિમાં બેંક પોતાના અસલી પૈસા બચાવવા માટે કંપની સાથે સેટલમેન્ટ (સમજોતો) કરે છે. આ સેટલમેન્ટ હેઠળ બેંક પોતાની લોનની રકમનો એક બહુ મોટો હિસ્સો ‘જતો’ (માફ) કરે છે. બેંકે સ્વેચ્છાએ લીધેલા આ આર્થિક નુકસાનને જ બેંકિંગની ભાષામાં હેરકટ’ કહેવાય છે.

ધારો કે એક મોટા ઉદ્યોગપતિએ સરકારી બેંક પાસેથી ₹૧૦,૦૦૦ કરોડની લોન લીધી. હવે કંપની ડૂબી ગઈ અને હાથ ઊંચા કરી દીધા. કોર્ટમાં લાંબી પ્રોસેસ પછી બેંક અને ઉદ્યોગપતિ વચ્ચે સેટલમેન્ટ થાય છે કે: “તમે મને ₹૩,૦૦૦ કરોડ આપી દો, બાકીના ₹૭,૦૦૦ કરોડ આપણે માંડવાળ કરીએ.”

લોનની અસલી રકમ: ₹૧૦,૦૦૦ કરોડ
બેંકે વસૂલ કરેલી રકમ: ₹૩,૦૦૦ કરોડ
બેંકે જતી કરેલી રકમ: ₹૭,૦૦૦ કરોડ (૭૦% હેરકટ)

ટૂંકમાં કહીએ તો: બેંકે પોતાના વાળ કાપવાની જેમ પોતાની લોનની રકમ કાપી નાખી! આ કિસ્સામાં બેંકે ૭૦% નો ‘હેરકટ’ લીધો ગણાય.

એક્શન બેંક પોતાના ચોપડા (Balance Sheet) માંથી લોનને હટાવી દે છે જેથી ટેક્સ બચે અને ખાતું ચોખ્ખું દેખાય. બેંક કાનૂની કરાર કે સેટલમેન્ટ કરીને ઓફિશિયલી પૈસા જતા કરે છે.

રિકવરીની આશા લોન રિકવરીની પ્રોસેસ બેકગ્રાઉન્ડમાં ચાલુ જ રહે છે (ગમે ત્યારે વસૂલ થઈ શકે). આ ફાઈનલ સેટલમેન્ટ છે. એકવાર હેરકટ લીધા પછી બેંક બાકીના પૈસા ક્યારેય પાછા માંગી શકતી નથી.

વધુમાં સામાન્ય માણસ માટે બેન્ક સખ્ત હોય છે , “સરફેસી એક્ટ” નો કોરડો:
બીજી તરફ, મધ્યમવર્ગીય માણસ પોતાની હોમ લોન, કાર લોન કે એજ્યુકેશન લોનમાં જો ભૂલથી પણ ૨-૩ હપ્તા ચૂકી જાય, તો બેંક તરત જ ઘાતકી વલણ અપનાવે છે. રસ્તા પરથી ગાડી જપ્ત કરવી, ઘરની બહાર હરાજીની નોટિસ ચોંટાડી દેવી કે રિકવરી એજન્ટ્સ મોકલી માનસિક ત્રાસ આપવો — આ નાના ગ્રાહકોની રોજની વેદના છે, જેમના કારણે રીટેલ લોનમાં NPA માત્ર ૧% થી ૨% જ હોય છે!

સુપ્રિમ કોર્ટની ટિપ્પણી બાદ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના રિકવરી નિયમો ગ્રાહકો માટે કાનૂની હથિયાર બન્યા છે.
સમય મર્યાદા: કોઈ પણ રિકવરી એજન્ટ ગ્રાહકને સવારે ૮:૦૦ વાગ્યા પહેલા અને સાંજે ૭:૦૦ વાગ્યા પછી ફોન કરી શકતો નથી કે ઘરે જઈ શકતો નથી.
ધમકી નિષેધ: ગ્રાહક સાથે ગેરવર્તણૂક કરવી, ગાળાગાળી કરવી કે માનસિક ટોર્ચર કરવું એ કાયદાકીય ગુનો છે.
ગોપનીયતા (Privacy): લોન બાકી હોવાની માહિતી પાડોશી કે સગા-સંબંધીઓને કહીને ગ્રાહકને સામાજિક રીતે બદનામ કરી શકાય નહીં.

ઉકેલ અને ગ્રાહકોના અધિકારો
1. લોન રિસ્ટ્રક્ચરિંગ (Restructuring): જો તમારી જેન્યુઈન મુશ્કેલી હોય, તો બેંક મેનેજરને લેખિતમાં અરજી આપીને હપ્તા નાના કરાવી શકાય છે અથવા સમય મર્યાદા વધારી શકાય છે.
2. બેંકિંગ લોકપાલ (Banking Ombudsman):જો કોઈ રિકવરી એજન્ટ હેરાન કરે, તો બેંકમાં ફરિયાદ કર્યાના ૩૦ દિવસમાં ઉકેલ ન આવે તો સીધા RBI ની વેબસાઈટ (cms.rbi.org.in) પર ઓનલાઈન ફરિયાદ કરો. RBI આવી બેંકો પર મોટો દંડ ફટકારે છે.

આખરે ત્યારે ત્યારે અહીં મુદ્દો તે જ છે કે, “નિયમો અને કાયદા અમીરો માટે જેટલા સરળ અને રાહત આપનારા છે, તેટલા જ માનવીય અને સરળ સામાન્ય મધ્યમવર્ગ માટે પણ હોવા જોઈએ.”* આને “સિસ્ટમની અસમાનતાની ચર્ચા” કહેવાય, જે લોકશાહીમાં દરેક નાગરિકનો હક છે.વિકાસ અને બેંકિંગ સિસ્ટમ ત્યારે જ સાચી કહેવાય જ્યારે કાયદો અબજોપતિ અને સામાન્ય નોકરિયાત વર્ગ બંને માટે સમાન હોય. અમીરોની મોટી લોન પાસ કરતી વખતે કડક તપાસ (Risk Assessment) થવી જોઈએ અને સામાન્ય માણસની મજબૂરી વખતે રિકવરી પ્રોસેસ થોડી વધુ માનવીય હોવી જોઈએ.

You Might Also Like

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

જૈન દર્શનનો જાદુ પ્રતિક્રમણ

સ્વામી રામદાસનો ઉપદેશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતના મૂળ નિવાસી અને 18 વર્ષથી વધુ વયના ભૂમિહીન ખેડૂતોને જ મળશે જમીન
Next Article ઓશોના સામ્રાજ્યની સેકન્ડ-ઇન-કમાન્ડમા આનંદ શીલાની ડાયરી : તેને ન મારશો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

Rent a Garba Partner વાયરલ પોસ્ટથી ખળભળાટ

Khaskhabar Editor Khaskhabar Editor 10 hours ago
મનપામાં જનરલ બોર્ડ પૂર્વે કૉંગ્રેસનો વિરોધ
આવાસ યોજનાઓમાં ચાલતાં ભ્રષ્ટાચારનો આ રહ્યો પુરાવો
કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ
શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ
ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

કર્મચારીને ગેરકાયદેસર છૂટા કરવાનાં વિવાદો અને કાનૂની ઉકેલ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Authorમનીષ આચાર્ય

શ્રી ગણેશ : બ્રહ્માંડની કથાના આલેખક-વિશ્વ ચેતનાના દ્વારપાળ

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
Author

ચિંતન શિબિર બેઠક નથી, સરકારના કામકાજનું ‘એક પ્રકારનું ઓડિટ છે’

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?