By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    1 day ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    2 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    3 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    4 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    11 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    11 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    1 day ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    1 day ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત
CRIME

બેડિપરામાં વરસતા વરસાદમાં જર્જરિત મકાન ધરાશાયી થતા એકનું મોત

Khaskhabar Editor
Last updated: 2026/08/03 at 3:51 PM
Khaskhabar Editor 2 months ago
Share
23 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવાર શોકમાં ગરકાવ

- Advertisement -

રાજકોટના બેડીપરાની શ્રમજીવી સોસાયટીમાં રામજી મંદિર ચોક પાસે આવેલું જર્જરિત મકાન અચાનક કડડભૂસ થઈને ધરાશાયી થતાં એક વ્યક્તિનું કાટમાળ નીચે દટાઈ જવાથી કરૂણ મોત નીપજ્યું છે મોડી રાત્રિના અચાનક મકાનની દીવાલો અને છત ધરાશાયી થઈ ગઈ હતી. જોરદાર ધડાકાનો અવાજ સંભળાતા આસપાસના લોકો તાત્કાલિક ઘરની બહાર દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ દુર્ઘટનામાં મકાનમાં રહેતા અજયભાઈ કુરજીભાઈ બેલદાર કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. જેસીબી મશીનની મદદથી કાટમાળ હટાવી તેમને બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં તેમનું મૃત્યુ થઈ ચૂક્યું હતું. 108ના તબીબી સ્ટાફે તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા બચાવ કામગીરી દરમિયાન અન્ય કોઈ વ્યક્તિ કાટમાળ નીચે ફસાઈ ન હોય તેની પણ સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી આ દુર્ઘટનાને પગલે મૃતકના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે, જ્યારે સમગ્ર બેડીપરા વિસ્તારમાં ગમગીની છવાઈ ગઈ છે મૃતક અજયભાઈને સંતાનમાં ત્રણ પુત્રી અને એક પુત્ર છે. છએક માસ પુર્વે તેના જર્જરીત દુકાનમાંથી કાટમાળ પડતા તેની પત્ની અને બાળકો સાથે ભાવનગર રોડ પર રાજમોતી મીલ પાસે અંબીકા સોસાયટીમાં રહેતા હતા અને અજયભાઈ રાત્રીના ચુનારા વાડમાં તેના મકાને સુવા આવતા હતા એ દરમિયાન આ બનાવ બન્યો હોવાનુ પરીવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ટ્રક સાથે કાર અથડાતા યુવાનનું મોત

રાજકોટના ન્યૂ રિંગ રોડ-2 પર કાળીપાટ ગામથી આગળ લાપસરી-વડાળી ચોકડી વચ્ચે ગઈકાલે સાંજે હૃદયકંપાવનારો અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતમાં સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચેની જોરદાર ટક્કરને કારણે કારનો ભૂકો બોલી ગયો હતો અને તેમાં સવાર એક 27 વર્ષીય આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવાનનો મૃતદેહ કારના કાટમાળમાં ખરાબ રીતે ફસાઈ ગયો હતો, જેને બહાર કાઢવા માટે ફાયર બ્રિગેડને રસા અને હાઇડ્રોલિક સ્પ્રેડરની મદદ લેવી પડી હતી. પ્રાપ્ત વિગતો મુજબ ગત સાંજનાં આશરે પોણા છ વાગ્યાની આસપાસ કાળીપાટ નજીક મારુતિ સ્વિફ્ટ કાર અને અશોક લેલેન્ડ ટ્રક વચ્ચે કોઈ કારણોસર ભયંકર અકસ્માત સર્જાયો હતો. સામસામે થયેલી આ અકસ્માતમાં સ્વિફ્ટ કારનો આગળનો આખો ભાગ ટ્રકની નીચે ઘૂસી ગયો હોય તેમ કચડાઈ ગયો હતો, જેના કારણે કારનો સાવ બુકડો બોલી ગયો હતો. અકસ્માત સમયે સ્વિફ્ટ કાર ચલાવી રહેલા રાજકોટના ગ્રીન પાર્ક ખાતે રહેતા 27 વર્ષીય જયદીપભાઈ ભરતભાઈ વેકરીયા કારના કાટમાળમાં ખૂબ જ ખરાબ રીતે ફસાઈ ગયા હતા આ બનાવની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો સ્ટાફ દોડી ગયો હતો અકસ્માતને કારણે સ્વિફ્ટ કારના પતરાં એ રીતે વળી ગયા હતા કે, જયદીપભાઈ વેકરીયા કારના પાયલોટ સીટના ભાગે દબાઈ ગયા હતા. તેમને બહાર કાઢવા માટે ફાયરની ટીમ દ્વારા આધુનિક સાધન ‘હાઈડ્રોલિક સ્પ્રેડર’નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાધનની મદદથી કારના વળેલા પતરાંને એકબીજાથી અલગ કરી જગ્યા બનાવવામાં આવી હતી. આ ઉપરાંત, કારના દરવાજા અને સીટના ભાગને દૂર કરવા માટે રસાનો ઉપયોગ કરીને પણ જોર લગાવવામાં આવ્યું હતું અને આશરે એકાદ કલાકની જેહમત બાદ હાઈડ્રોલિક સ્પ્રેડર વડે કારના પતરાં ચીરીને અને રસાની મદદથી કારનો કાટમાળ ખસેડીને, ગંભીર રીતે ઇજાગ્રસ્ત અને ફસાયેલા જયદીપભાઈ વેકરીયાને બહાર કાઢવામાં સફળતા મેળવી હતી. જોકે, અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું આ રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન, ઘટનાસ્થળે પહોંચેલા આજી ડેમ પોલીસ મથકના પી.એસ.આઈ. વી.જી. ડોડિયા સહિતના પોલીસ સ્ટાફે તપાસ હાથ ધરી હતી અને અકસ્માતની નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી હતી. ફાયર બ્રિગેડની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને કારણે માર્ગ પર સર્જાયેલ ટ્રાફિક વ્યવસ્થા પણ સુચારો રીતે ચાલુ કરાવ્યો હતો આશાસ્પદ યુવાન જયદીપભાઈનું અચાનક મોત થતાં પરિવારજનો અને સ્નેહીજનોમાં ભારે શોક વ્યાપી ગયો છે.

- Advertisement -

રાજકોટમાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી સગીર અને તેના મિત્રએ આચર્યું વારંવાર દુષ્કર્મ

રાજકોટના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સાડા 17 વર્ષની સગીરાને એક સગીરે પ્રેમજાળમાં ફસાવી શારીરિક શોષણ કર્યું હતું. આટલું જ નહીં, સગીર આરોપીના મિત્રએ પણ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી બળાત્કાર ગુજાર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બંનેને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ પીડિત સગીરાના માતા-પિતાનું અવસાન થઈ ચૂક્યું હોવાથી તે પોતાના કાકા-કાકી સાથે રહીને જીવન ગુજારી રહી હતી. આ દરમિયાન એક સગીરે તેને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી. ત્યાર બાદ સગીરા સાથે વારંવાર દુષ્કર્મ આચર્યું હતું સગીર આરોપીએ સગીરા પર અન્ય લોકો સાથે પણ શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું જ્યારે માસૂમ બાળકીએ આ માંગણીનો સખત વિરોધ કર્યો, ત્યારે આરોપીએ તેની સાથે અત્યંત ક્રૂરતા આચરી ઢોર માર માર્યો હતો આ ગંદા ખેલમાં સગીર આરોપીનો મિત્ર પણ શામેલ થયો હતો. સગીરા જ્યારે ઘરમાં એકલી હોય ત્યારે અસલમ પઠાણ ઘરમાં ઘૂસી ગયો હતો અને તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ ઘટના બાદ આરોપી અસલમે સગીરાને ધમકાવી હતી કે, “જો આ વાતની જાણ કોઈને કરીશ તો તને જાનથી મારી નાખીશ.” ધમકીથી ડરી ગયેલી સગીરાએ શરૂઆતમાં કોઈને કશું કહ્યું નહોતું. સતત શારીરિક અને માનસિક ત્રાસથી કંટાળેલી સગીરાએ આખરે હિંમત ભેગી કરીને પોતાની પર વીતેલી આપવીતી પરિવારજનોને જણાવી હતી. આ અંગે સગીરાના કાકીએ થોરાળા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી થોરાળા પોલીસે સગીર આરોપી તથા તેના મિત્ર અસલમ વિરુદ્ધ બળાત્કાર, પોક્સો તેમજ ધાક-ધમકી આપવા સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે બંને આરોપીઓને સકંજામાં લઇ વધુ તપાસ હાથ ધરી છે.

ગોંડલ ચોકડી પાસે મુસાફરનાં ખિસ્સામાંથી 25 હજાર સેંરવી લેનાર રિક્ષા ગેંગ ત્રિપુટી ઝડપાઈ

રાજકોટની ભાગોળે ગોંડલ ચોકડી પાસે રિક્ષામાં એક મુસાફરની નજર ચૂકવીને 25 હજારની રોકડ રકમ ચોરી લેવાની ઘટનામાં રિક્ષા ગેંગ ત્રિપુટીને આજી ડેમ પોલીસે ઝડપી લીધી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, મૂળ રાજસ્થાનનાં વતની એવા ટ્રાવેલ્સ બસચાલક ભૈરવસિંગ ભીમસિંગ રાવત ગત તા.22ના રોજ પોતાના વતન જવા નીકળ્યા હતા અને માલધારી ફાટક પાસે આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પાસેથી પુનિતના ટાંકા જવા માટે સીએનજી રિક્ષામાં બેઠા હતા. રિક્ષામાં અગાઉથી જ બે અજાણ્યા ઇસમો બેઠેલા હતા. રિક્ષા ગોંડલ ચોકડી પાસે પહોંચતા જ રિક્ષાચાલકે હવે આગળ જવું નથી.. કહીને ભાડું લીધા વગર નીચે ઉતરી જવા કહ્યું હતું. જેથી નીચે ઉતરીને તપાસ કરતા પેન્ટના ખિસ્સામાં શેઠ પાસેથી લીધેલા રોકડ 25 હજાર ગાયબ જણાયા હતા. આ અંગે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા વધુ તપાસ હાથ ધરી હતી દરમિયાન આજી ડેમ પોલીસ મથકના પીઆઇ એચ એન પટેલની રાહબરીમાં પીએસઆઈ વી જી ડોડીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ગોપાલભાઈ બોળીયા, હરપાલસિંહ જાડેજા અને મનીષભાઈ શિરોડિયા સહિતના સ્ટાફને મળેલી બાતમી આધારે ગોંડલ રોડ પર માનસત્તા આવાસ યોજનામાં રહેતા શિવમ અજયસિંહ રાજપૂત, ભરત મુળજી ચંદ્રપાલ તથા કોટડાસાંગાણીના હુસેન દાઉદ મલેકને ઝડપી લીધા હતા પોલીસે આ રીક્ષા ગેંગ ત્રિપુટી પાસેથી રોકડા 25 હજાર કબ્જે કર્યા હતા.પોલીસની પ્રાથમિક તપાસમાં આ ટોળકીનો ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો છે જેમાં હુશેન સામે પોરબંદર અને શાપરમાં દારૂના 7 ગુના, ભરત સામે રાજકોટ અને વાંકાનેરમાં ચોરી સહિતના 13 ગુના અને શિવમ સામે રાજકોટમાં 5 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે. આ ટોળકીએ અન્ય કોઈ લોકોને શિકાર બનાવ્યા છે કે નહીં? એ | બાબતે પુછતાછ હાથ ધરાઈ છે.

જેતપુર પાસેથી 5400 લિટર ભેળસેળયુક્ત દૂધ સાથે સુરેન્દ્રનગર પંથકના શખ્સની અટકાયત

રાજકોટ જિલ્લામાં ભેળસેળયુક્ત પદાર્થોની હેરાફેરી ઉપર વોચ રાખવાની સૂચના અન્વયે જેતપુર નજીકથી શંકાસ્પદ દૂધ ભરેલું ટેન્કર રૂરલ એલસીબી અને એસઓજીની ટીમે ઝડપી લઇ તપાસ કરતા તેમાંથી 5400 લિટર શંકાસ્પદ દૂધનો જથ્થો મળી આવ્યો હતો આ દૂધના જથ્થાનો નાશ કરી પોલીસે સુરેન્દ્રનગરના થાનમાં રહેતા ટેન્કર ચાલકની અટકાયત કરી હતી. પ્રાથમિક તપાસમાં જૂનાગઢના ચાંપોદરમાં આવેલી ડેરીમાંથી આ દૂધનો જથ્થો સુરેન્દ્રનગરના મૂળી તાલુકાની ડેરીમાં પહોંચાડવાનો હોવાનું તેમજ રાજ્યભરમાં છેલ્લા છ માસથી આ શંકાસ્પદ દૂધ સપ્લાય થતું હોવાનું જાણવા મળ્યું છે હાલ પોલીસ દ્વારા દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે લેબમાં મોકલવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. રાજકોટ એસપી વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળની પ્રવૃત્તિ કરનાર શખસો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સૂચના અન્વયે એસઓજી પીઆઈ એફ.એ. પારગી અને એલસીબી પીઆઈ જે.પી.રાવની રાહબરી હેઠળ પીએસઆઇ આર.વી. ભીમાણી, એ.એસ.આઇ અનિલભાઈ બડકોદિયા, કોન્સ્ટેબલ ભરતભાઈ ગમારા અને એસઓજીના પી.એસ.આઇ જી.જે. ઝાલા, એએસઆઈ પી.કે. શામળા, નવદીપભાઈ બાબરીયા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન બાતમી મળી હતી કે, સુરેન્દ્રનગરના થાન તાલુકાના ખાખરાતળ ગામે રહેતો ભરત મામૈયાભાઈ લોહ નામનો શખસ આઇસર ટેન્કર નં. ટીએ-2872 માં શંકાસ્પદ ભેળસેળયુકત દૂધનો જથ્થો લઈ જુનાગઢથી રાજકોટ તરફ આવનાર છે. આ બાતમી આધારે જેતપુર નજીક વોચ ગોઠવી શંકાસ્પદ ટેન્કર અટકાવ્યું હતું આ ટેન્કરમાંથી 5400 લિટર દૂધ રૂપિયા 2.70 લાખનો જથ્થો મળી આવતા ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસર એસ.જે.કટારીયા દ્વારા ચેક કરાવતા જરૂરી સેમ્પલ બાદ પ્રાથમિક દ્રષ્ટિએ જ આ દૂધ ભેળસેળયુક્ત હોવાનું ફલિત થયું હતું. જેથી દૂધના જથ્થાનો નાશ કરી ટેન્કર ચાલક ભરત લોહની અટકાયત કરી દૂધનું સેમ્પલ પૃથ્થકરણ માટે મોકલી દેવામાં આવ્યું છે જેનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરાશે પોલીસની પ્રાથમિક તપાસમાં દૂધ ભરેલું ટેન્કર જૂનાગઢના ચાંપોદરમાં આવેલી અલખધણી ડેરીમાંથી રવાના કરવામાં આવ્યો હતો અને સુરેન્દ્રનગરના મુળી તાલુકાની પંચાલ ડેરીમાં કરમશી રબારીને દૂધ સપ્લાય કરવાનું હતું જુનાગઢ પંથકમાં આવેલી અલખધણી ડેરીમાંથી સૌરાષ્ટ્ર ઉપરાંત અમદાવાદ, મહેસાણા સહિતના સ્થળોએ દૂધની સપ્લાય થતી હતી અને છેલ્લા છ માસથી દૂધ સપ્લાય થતું હોવાનું જાણવા મળ્યું છે.

જેતપુરમાં યુવાને બહેનના લગ્ન, માતાની બીમારી માટે વ્યાજે લીધેલા 24 લાખ સામે 41 લાખ ચૂકવ્યા

જેતપુરમાં યુવકે 24 લાખના 41 લાખ ચૂકવ્યા છતાં ધમકી આપી છ ચેકમાં 4-4 લાખની રકમ ભરી લઈ જતાં જેતપુર સીટી પોલીસે વ્યાજખોર સામે મનીલેન્ડ એકટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વ્યાજખોર વેપારના રૂપીયા ઝુંટવી અને દિકરી અંગે આપત્તીજનક મેસેજ કરતો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવતા પોલીસે ગુનો નોંધી વ્યાજખોરની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. મૂળ રાજસ્થાનના હાલ જેતપુરના જાગૃતીનગરમાં રહેતાં અને જેતપુર મામલતદાર કચેરી સામે જય અશોક શોઇગ મશીન નામની દુકાન ચલાવી પરીવારનુ ગુજરાન ચલાવતા અશોકભાઈ દિપચંદભાઈ રાઠોડ ઉ.38એ જેતપુરમાં જ રહેતા વ્યાજખોર જયેશ દિનકરાય ભૂત સામે જેતપુર સીટી પોલીસમાં મનીલેન્ડ સહિતની કલમ હેઠળ નોંધાવેલી ફરીયાદમાં જણાવ્યું હતું કે તેમને સંતાનમાં ત્રણ દિકરીઓ તથા એક દિકરો છે 2018ના માર્ચ મહિના સુધીમાં તેમને બહેનના લગ્ન કરવા તેમજ માતાના દવાખાનાના ખર્ચને પહોચી વળવા રૂપીયાની જરૂરીયાત પડતા જયેશ ભુત પાસેથી કટકે કટકે 24 લાખ માસીક 2 ટકા લેખે વ્યાજે લીધા હતા તે જયેશને દર મહિને 48 હજાર વ્યાજ ચુકવતો હતો. બાદ મોટી બહેન શોભનાબેનને તેના પતિ છગનલાલ સાથે બનતુ ના હોય જેથી બહેન તેની બે દિકરી તથા એક દિકરાને લઈ તેની સાથે રહેવા આવી ગઈ હતી જેથી આ લોકોના ભરણપોષણની જવાબદારી પણ તેમના ઉપર આવી ગઈ હતી જેથી તે સમયસર વ્યાજ ચુકવી શક્તો નહી જેથી વ્યાજની ઉઘરાણી કરી પૈસાની વ્યવસ્થા ન થાય તો ગાળો આપતા હતા 2024માં જયેશ દુકાને આવી અને કહ્યું હતું કે મારા વ્યાજના રૂપીયા તથા મુળ રકમ ગમે ત્યાંથી અત્યારે આપો તેમ કહી તેમને તથા પિતા દિપચંદભાઇને ગાળો ભાંડી હતી ત્યારે પિતાએ સમજાવેલ કે, અમારી પાસે હાલ પૈસા નથી, તમો થોડો સમય આપો તો જયેશે તમારે મને બેંકના ચેક આપવા પડશે, તેમ કહી જય અશોક સોઇંગ નામની પેઢીના કુલ છ ચેકમાં 4 લાખ બળજબરીથી રકમ ભરાવી પિતાની સહિ કરી લઇ ગયેલ અને જતા-જતા બાપ-દિકરાને કહેલ કે, મને પંદર દિવસમાં રૂપીયા નહિ આપો તો બન્ને બાપ-દીકરાના હાથ-પગ ભાંગીને ચાલ્યા જેવા નહિ રહેવા દઉં તેમ ધમકી આપી જતા રહ્યા હતા ત્યાર બાદ દર મહિને રેગ્યુલર 48 હજાર વ્યાજ કોઇ પણ રીતે ચુકવી આપતો હતો. બાદ વર્ષ 2025ના મે મહિનામાં મોટી બહેન શોભનાબેનના પતિ છગનલાલનું વનતમાં મારબલની ખાણમાં પડી જવાથી મૃત્યુ થયું હતું જેથી આશરે 45 દિવસ સુધી વતન ગયા હતા. આ વખતે વ્યાજના રૂપીયાની ઉઘરાણી કરવા જયેશ ફોન કરતો પરંતુ તેઓ ગામડે હોય જેથી તેના ફોન રીસીવ કરતો નહિ જેથી જયેશ 2025ના જુન મહિનામાં વોટસએપથી મેસેજ કરતા હતા કે, ફોન ઉપાડ, બાદ ફોન કરી કહેલ કે, તારી છોકરીને મારી પાસે મોકલ, હુ મારા પૈસા વસુલ કરી લઇશ, અને તારી છોકરી નાની હોય તો તારી ભાણકીને મોકલી દે. આ રીતે ત્રાસ આપે છે આ જયેશને અત્યાર સુધીમાં 41 લાખ વ્યાજ ચુકવી દીધું છે તેમ છતા આશરે દશેક દિવસ પહેલા તે દુકાને આવી કહેલ કે, મારા 24 લાખ આપી દે, જેથી તેને મારી પાસે પૈસા નથી તેમ વાત કરતા તેને દુકાનનુ ખાનુ ખોલેલ અને કહેલ કે, આ પૈસા પડ્યા છે જેથી તેને કહેલ કે રૂપીયા પાંચ હજાર બે દિવસનો વેપાર છે. જે પાંચ હજાર બળજબરી કરી ગાળો આપી લઇ ગયેલ અને કહેલ કે, વ્યાજના તથા મુદ્દલ રૂપીયા નહિ આપ તો તને મારી નાખીશ તેમ કહી ધમકી આપી જતા રહેલ હતા અંતે ફરીયાદ નોંધાવતા જેતપુર સીટી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ગોંડલના યુવકે 3 લાખમાં લગ્ન કર્યા, લૂંટેરી દુલહન 50 હજારના દાગીના લઇ નવમાં દિવસે છું : માસી ગુજરી ગયા છે, નાગપુર જવું છે કહી ફોન બંધ કરી દીધો : તપાસ કરતા માસી જીવતા હતા

રાજકોટ જિલ્લાના ગોંડલના યુવાનને લૂંટેરી દુલ્હનનો ભેટો થયો છે લૂંટરી દુલહન આણી ટોળકીએ 3.50 લાખની ઠગાઈ આચરી છે લગ્નની લાલચ આપી 3 લાખ પડાવી લીધા બાદ નવ દિવસ સુધી સાથે રહી લૂંટેરી દુલ્હન 50 હજારના દાગીના સાથે ફરાર થઇ ગઈ હતી લૂંટેરી દુલ્હન અને તેના મળતીયા સુરત ખાતે પકડાતા યુવાને ગોંડલ સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ગોંડલના કોટડાસાંગાણી રોડ પર રોયલ પાર્કમાં રહેતા અને ઈલેકટ્રીક રીપેરીંગનું કામ કરી પરીવારનું ગુજરાન ચલાવતા વિમલભાઇ રમણીકભાઈ મોવલીયા ઉ.38એ મહારાષ્ટ્રની લૂંટેરી દુલ્હન પ્રણાલી ઉર્ફે પ્રિયા ગણેશ પટેલ અને તેની ટોળકીના મૂળ વલસાડના હાલ સુરત રહેતા હિતેશ ઉર્ફે રાહુલ રતિલાલ કાપડીયા, તેની પત્ની સપના હિતેશ ઉર્ફે રાહુલ કાપડિયા અને સુરતના જયેશ પટેલ સામે ગોંડલ સીટી પોલીસમાં 3.50 લાખની ઠગાઈ અંગે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે છે તે અપરિણીત હોય અને માતા-પિતાને સતત તેમના લગ્નની ચિંતા રહેતી હોય જેથી દુરના માસીયાઈ ભાઈ પારસભાઈ સખીયાને વાત કરી હતી. જે બાદ બંને સુરત ગયા હતા અને ગઇ તા.10/07/2025ના પારસભાઇના મિત્ર હાર્દિકભાઈએ તેમનો સંપર્ક જયેશ પટેલ સાથે કરાવ્યો હતો તેણે હુ લગ્નના કરાવુ છુ અને મારા ધ્યાનમાં ઘણી છોકરીઓ છે પરંતુ તમારે પૈસા આપવા પડશે તેમ કહ્યું હતું બાદમાં જયેશભાઇએ છોકરીઓના ફોટા વોટસએપમાં મોકલ્યા હતા પરંતુ તેમાંથી કોઇ છોકરી ગમતી ના હોય, જેથી ના પાડેલ હતી. બાદમાં જયેશએ ફોનમાં વાત કરેલ કે, મારા એક ઓળખીતા રાહુલભાઈની સાળી છે, જેને મે બહેન માનેલ છે. જે બાદ એક છોકરીના ફોટા મને મોકલેલ અને તેણીનું નામ પ્રણાલી જણાવેલ હતું જે છોકરી ઘરમાં બધાને પસંદ આવતા હા પાડી હતી. જેથી તેણે પારસભાઈને વાત કરેલ કે, તમને છોકરી ગમતી હોય, તો 5 લાખ આપવા પડશે. પરંતુ તેટલા પૈસા અમારી પાસે ના હોય, જેથી તેમને ના પાડતા છેલ્લે તેમણે 3 લાખ આપવા જણાવ્યું હતું બાદમાં રાહુલએ વિડીયો કોલમાં છોકરી બતાવી હતી બાદ ત્રીજા દિવસે જયેશ પટેલ, રાહુલ તથા તેની સાથે બે મહિલાઓ આવી હતી. જેમાંથી એક મહિલાની ઓળખાણ રાહુલએ તેના પત્ની સપનાબેન તરીકે આપી હતી. જયારે બીજી છોકરીની ઓળખાણ તેની સાળી પ્રણાલી પટેલ તરીકે આપી હતી બધી વાતચીત થઇ જતાં તેમણે અમને સુરતના વાસદા ખાતે આવી લગ્ન કરવાનું જણાવ્યું હતું. બાદ ગઈ તા.20/07/2025ના યુવક અને માતા-પિતા અને સંબંધીઓ સુરત ગયા હતા અને ત્યાં રાહુલની માસીના મકાનમાં ફુલહાર કરી તેના લગ્ન થયાં હતા. ત્યારે પ્રણાલીને નાકમાં પહેરવાનો સોનાનો દાણો, કાનમાં પહેરવાની સોનાની બુટી, ગળામાં પહેરવાનો સોનાનો પેન્ડલ સેટ આપ્યો હતો તેમજ રાહુલભાઇને 3 લાખ આપ્યા હતા બાદ પ્રણાલીને લઇ ગોંડલ આવી ગયા હતા નવ દિવસ સુધી બંને પતિ-પત્ની તરીકે રહ્યા હતા. બાદ તા. 29/07/2025ના રોજ યુવક કામ કરવા જેતપુરના પ્રેમગઢ ગામ ગયો હતો જયારે માતા તેમના પિયર ગયા હતા અને સાંજના પ્રણાલીનો ફોન આવેલ કે, મારા માસી મરણ ગયેલ છે અને તેને નાગપુર ખાતે લઇ જવાના છે. મારા બહેન અને જીજાજી સુરત ખાતેથી નિકળે છે અને હું પણ તેની સાથે જાવ છું. જેથી પ્રણાલીને કહેલ કે, તારે એકલીને જાવુ નથી, હું મારૂ કામ પતાવી આવુ છુ, પછી આપણે બંન્ને જાશું. પરંતુ તેણીએ ફોનમાં કહેલ કે, હું તમારી રાહ નહી જોવ, મારે મોડુ થાય છે તેમ કહી ફોન કાપી નાખેલ અને બાદમાં તેનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો જે બાદ જયેશ તથા રાહુલને ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉપાડેલ નહી જેથી યુવક અને મામાનો દિકરો ભાવેશભાઈ વાસદા ગામ ગયા તો ત્યાં પ્રણાલીએ તેના માસી મરણ ગયેલની વાત કરેલ તે માસી તેના ઘરે હાજર હતા. જેથી ત્યાંથી ફરીવાર જયેશ તથા રાહુલને ફોન કરેલ પરંતુ તેણે ફોન ઉપાડેલ નહી. જેથી શંકા ગયેલ કે, આ પ્રણાલી છેતરપીંડી આચરી સોનાના ઘરેણા સાથે લઇ ગયેલ હતી જેથી પ્રણાલી અને અન્ય ત્રણ શખ્સોએ સાથે મળી ગુન્હાહીત કાવતરૂ રચી યુવાન પાસેથી 3 લાખની રોકડ અને 50 હજારના દાગીના મેળવી લઇ છેતરપિંડી આચર્યાની ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી. દરમિયાન ગઇ તા. 2 ઓગસ્ટના મોટા બહેન વસંતબેનનો ફોન આવેલ કે અખબારમાં પ્રણાલીભાભીનો તથા રાહુલ ઉર્ફે હિતેષનો ફોટો આવેલ છે. તેઓ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે લુંટેરી દુલ્હનના ગુનામાં પકડાયેલ છે જેથી યુવકે ફરિયાદ ગોંડલ સીટી પોલીસ મથકમાં નોંધાવી હતી ગોંડલ પોલીસે હાલ આરોપીઓનો સુરત પોલીસ પાસેથી કબ્જો મેળવવા તજવીજ આદરી છે.

16 વર્ષમાં 65 ગુના આચરનાર કુખ્યાત બુટલેગર યાકુબ મોટાણીને પીસીબીએ ઝડપી લીધો

રાજકોટમાં વિદેશી દારૂના સાત ગુનામાં વોન્ટેડ બૂટલેગર યાકુબ મુસા મોટાણીને પીસીબીની ટીમે બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી ઝડપી લીધો હતો અને આગવી ઢબે પૂછપરછ કરતા GST INVOICE MANAGERની મદદથી ગમે તે ફેક્ટરી કે પેઢીના નામની બોગસ બિલ્ટી બનાવી લાખો રૂપિયાનો વિદેશી દારૂ દમણથી રાજકોટ સપ્લાય કરવાના નેટવર્કનો પર્દાફાશ થયો છે. રાજકોટમાં દારૂના 6 અને વલસાડના એક સહીત 7 ગુનામાં વોન્ટેડ લીસ્ટેડ બુટલેગર યાકુબને કોઈપણ ભોગઈ પકડી પાડવા પોલીસ કમિશ્નરની સૂચના અન્વયે પીસીબીના પીઆઇ મેહુલ ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી બી ત્રાજીયાની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના કિરતસિંહ ઝાલા, કુલદીપસિંહ જાડેજા અને વિજયભાઈ મેતાને મળેલી બાતમી આધારે ગ્રીનલેન્ડ ચોકડી પાસેથી યાકુબ મુસા મોટાણીની ધરપકડ કરી હતી મૂળ રાજકોટના જામનગર રોડ પર વાંકાનેર સોસાયટીનો રહીશ અને હાલમાં દમણના સેલવાસ પાસે ખાનવેલ ગામે રહેતો યાકુબ મુસા મોટાણી 2008થી વિદેશી દારૂ સપ્લાય કરવાના ગુનામાં સંડોવાયેલો છે અને છેલ્લા 16 વર્ષમાં 65 જેટલા ગુનામાં તેની સંડોવણી ખૂલી છે અને હાલ સાત જેટલા ગુનામાં વોન્ટેડ છે રાજકોટ પોલીસ દ્વારા છેલ્લે યાકુબ મુસા મોટાણીને 2018-19ની સાલમાં પકડવામાં આવ્યો હતો. ત્યાર બાદ તે સાત ગુનામાં વોન્ટેડ છે. અગાઉ તે 3 વખત પાસામાં જઇ આવ્યો છે પીસીબી પીઆઇ ગોંડલીયા સહિતે આગવી ઢબે પૂછતાછ કરતા યાકુબ અગાઉ ખખડધજ થઇ ગયેલા ટ્રક મારફત દારૂનો વેપલો કરતો હતો ત્યારબાદ ખોટી નંબર પ્લેટ લગાવેલા ટ્રકમાં વિદેશી દારૂ મોકલવાનો ધંધો કરતો હતો અને હવે છેલ્લા ત્રણેક મહિનાથી વિદેશી દારૂ સપ્લાયની નવી મોડસ ઓપરેન્ડી અપનાવી છે. જેમાં પ્લે સ્ટોરમાં GST INVOICE MANAGERમાંથી કોરી બિલ્ટી કાઢીને તેમાં મોકલનાર તરીકે દમણની કોઇપણ ખ્યાતનામ ફેક્ટરીનું નામ, તેના જીએસટી નંબર નાખતો હતો અને મોબાઇલ નંબર પોતાના લખાવતો હતો અને બિલ્ટીમાં લેનાર પાર્ટી તરીકે રાજકોટની કોઇપણ પેઢીના નામનો ઉપયોગ કરતો હતો. ટ્રાન્સપોર્ટરો તેમની સિસ્ટમ મુજબ બિલ્ટીના આધારે યાકુબ મુસા મોટાણીના પાર્સલનું બુકિંગ કરતા હતા અને તેનો જે રાબેતા મુજબનો ભાવ હોય તે મુજબ બિલ બનાવી એક કોપી યાકુબને આપતા હતા જે કોપી યાકુબ રાજકોટના રિસીવરને મોકલી આપતો હતો અને આ રિસીવર તે કોપી ટ્રાન્સપોર્ટની કચેરીએ લઇ જઇ માલ છોડાવી લેતો હતો. છેલ્લા પાંચ દિવસમાં આ રીતે યાકુબે મોકલાવેલા વિદેશી દારુનો મોટો જથ્થો બે વખત પકડાઇ ચૂક્યો છે. પોલીસે યાકુબ મુસા મોટાણીનો મોબાઇલ કબજે કરી એફએસએલમાં મોકલવા કાર્યવાહી હાથ ધરી છે.પીસીબીએ કરેલા બે કેસમાં યાકુબ મોટાણી સામે બીએનએસ-2023ની કલમ 336(2) અને 340(2) હેઠળ પણ ગુનો નોંધવામાં આવ્યો છે. જેમાં કલમ 336(2) બનાવટી દસ્તાવેજ બનાવવાની કલમ છે. જૂના કાયદા મુજબ તે આઇપીસી કલમ-465 છે. તેવી જ રીતે કલમ 340(2) બનાવટી દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કરવાની કલમ છે. જે જૂના કાયદા મુજબ આઇપીસી કલમ-471 છે. યાકુબનો છેલ્લા પાંચ દિવસમાં લાલજી મુળજી ટ્રાન્સપોર્ટ અને એસીપીએલ ટ્રાન્સપોર્ટમાં આવેલો દારૂનો જથ્થો પોલીસે પકડ્યો છે. જેમાં પ્રથમ વખત પકડાયેલા વિદેશી દારૂની બિલ્ટીમાં યાકુબે દમણની ખુશ્બુ બ્યુટીકેર અને બીજા કેસમાં બીટી બિગબજારના નામનો ઉપયોગ કર્યો છે. જ્યારે પ્રથમ વખત રિસીવરમાં ઉમિયા એજન્સીનું અને બીજી વખત રિસીવરમાં મેન્સન ઇન્ડસ્ટ્રીઝના નામનો ઉપયોગ કર્યો હતો. જેના નિવેદન લેવાના બાકી છે. આ તમામને શાહેદ બનાવવામાં આવશે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજે તને પતાવી દેવો છે” કહી યુવાનની જાહેરમાં હત્યા : રેકી કરી હત્યાને અંજામ આપ્યો હતો
Next Article ‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?