રાજ્યમાં ખાનગી વીજ કંપનીઓ સામે ખેડૂતો વિવિધ સ્તરે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. તે દરમિયાન સોમવારે ગુજરાત કિસાન કોંગ્રેસ અને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના સંયુક્ત ઉપક્રમે રાજકોટ જિલ્લાના ખેડૂતો અને સરપંચોએ કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ રાજ્ય સરકારના વીજ લાઈનો સંબંધિત પરિપત્રને ખેડૂત વિરોધી ગણાવી તેને તાત્કાલિક રદ કરવાની માંગ સાથે રાજ્યના મુખ્યમંત્રીને સંબોધી આવેદનપત્ર જિલ્લા કલેક્ટર મારફતે પાઠવ્યું. બપોરે 11:30 વાગ્યે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂત સંગઠનોએ રજૂઆતમાં જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલ વીજ લાઈનો સંબંધિત પરિપત્ર ખેડૂતોના હિતોને અસર પહોંચાડે છે અને કૃષિ ક્ષેત્ર માટે અનેક નવી મુશ્કેલીઓ ઊભી કરે છે. આથી સરકાર તાત્કાલિક આ નિર્ણય પર પુનર્વિચાર કરી પરિપત્ર રદ કરે તેવી માંગ ઉઠાવવામાં આવી હતી. આ રજૂઆતમાં ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન જયેશભાઈ પટેલ, દ્વારકા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પાલભાઈ આંબલિયા, રાજકોટ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ હિતેષભાઈ વોરા, રાજકોટ શહેર કોંગ્રેસના પ્રમુખ ડૉ. રાજદીપસિંહ જાડેજા, ખેડૂત આગેવાન હેમંતભાઈ વિરડા, ખેડૂત સભા ગુજરાતના પ્રમુખ ડાયાભાઈ ગજેરા તેમજ પડધરી તાલુકા કોંગ્રેસના પ્રમુખ ધીરુભાઈ તરપડા સહિતના આગેવાનો જોડાયા હતા.
ખેડૂત વિરોધી પરિપત્ર રદ કરવાની માંગ સાથે ખેડૂતોના કલેક્ટર કચેરીએ ધરણા

You Might Also Like
Follow US
Find US on Social Medias



