10 વર્ષમાં એક ડઝન આરોપીઓએ હત્યા, હત્યાની કોશિશ, લૂંટ સહીત 22 ગુનાને અંજામ આપ્યો
ઉઈઇએ ગુનો નોંધી 8 શખ્સોની કરી ધરપકડ : મુખ્ય સૂત્રધાર સહિત 4ની શોધખોળ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
રાજકોટના થોરાળા વિસ્તારમાંથી હેન્ડલ થતી કુખ્યાત શામજી મકા ગેંગ સામે રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શામજી ઉર્ફે શમા મકવાણા સહિત 12 શખ્સો વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ પોલીસે ગુનો નોંધી આ ગેંગના 8 આરોપીની ધરપકડ કરી મુખ્ય આરોપી શામજી ઉર્ફે શમા મકવાણા સહિત 4 શખ્સોની શોધખોળ હાથ ધરી છે આ ગેંગ ઉપર છેલ્લા 10 વર્ષમાં હત્યા, હત્યાની કોશિશ, સરકારી અધિકારીની ફરજમાં રુકાવટ સહીત 22 ગંભીર ગુના નોંધાઈ ચુક્યા હોવાનું જાણવા મળ્યું છે વધુ એક ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધાતા ગુનાઓ આચરતા લુખ્ખાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટ શહેર ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના થોરાળા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આતંક મચાવનાર કુખ્યાત શામજી ઉર્ફે સમા મકવાણા વિરુધ્ધ ગુજસીટોક હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ગુનામાં પોલીસે શામજી ઉર્ફે સમા સહીત કુલ 12 આરોપીઓ સામે ગુનો નોંધી 8 શખ્સોને ઝડપી લીધા છે જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા સહીત 4 આરોપી ફરાર હોવાથી તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે. શામજી ઉર્ફે સમા ગેંગના 12 સભ્યો વિરુધ્ધ છેલ્લા 10 વર્ષમાં કુલ 22 ગુના નોંધાઈ ચુક્યા છે. જેમાં હત્યા, હત્યાની કોશિશ, મારામારી, રાયોટિંગ, સરકારી અધિકારી કર્મચારીની ફરજ રુકાવટ સહિત ગુના નોંધાઈ ચુક્યા છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા હાલ ગુજસીટોક હેઠળ આરોપી દેવશી મકાભાઈ મકવાણા, દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ, ચિરાગ ઉર્ફે ભયલુ, કિરણ ખીમસુરીયા, અજય જાદવ, ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા, નાગેશ ઉર્ફે લાલો મકવાણા, મેહુલ કનુભાઈ સોલંકીની ધરપકડ કરી છે. જયારે મુખ્ય આરોપી શામજી ઉર્ફે સમા મકવાણા, કેવલ સોંદરવા, રોહિત ઉર્ફે બાઠી રાઠોડ અને હરેશ ખીમસુરીયા ફરાર હોવાથી તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે તપાસ દરમિયાન આરોપીઓએ ગુનાહિત પ્રવૃત્તિ કરી મેળવેલી ગેરકાયદે મિલ્કતો ટાંચમાં લેવા અને અનધિકૃત બાંધકામ તોડી પાડવા સહીત કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે.
આરોપીઓનો એક દસકાનો ગુનાહિત ઇતિહાસ
- Advertisement -
દેવશી મકાભાઈ મકવાણા વિરુઘ્ધ 6 ગુના
દિલીપ ઉર્ફે દિલો ચૌહાણ વિરુઘ્ધ 8 ગુના
ચિરાગ ઉર્ફે ભયલુ વિરુઘ્ધ 4 ગુના
કિરણ ખીમસુરીયા વિરુઘ્ધ 2 ગુના
અજય જાદવ વિરૂદ્ધ 4 ગુના
ગૌતમ ઉર્ફે ગોગો બારૈયા વિરુઘ્ધ 2 ગુના
નાગેશ ઉર્ફે લાલો મકવાણા વિરુઘ્ધ 5 ગુના
મેહુલ કનુભાઈ સોલંકી વિરુઘ્ધ 4 ગુના
શામજી ઉર્ફે સમા મકવાણા વિરુઘ્ધ 12 ગુના
કેવલ સોંદરવા વિરુઘ્ધ 10 ગુના
રોહિત ઉર્ફે બાઠી રાઠોડ વિરુઘ્ધ 5 ગુના
હરેશ ખીમસુરીયા વિરુઘ્ધ 4 ગુના
રાજકોટની 10 ગેંગના 119 સામે ગુજસીટોક
લાલો રાઉમાં ગેંગ : 11 શખ્સો
ભીસ્તીવાડ ગેંગ : 13 શખ્સો
ચડ્ડી બનીયાનધારી ગેંગ : 11 શખ્સો
પેડા ગેંગ : 21 શખ્સો
મુરઘા ગેંગ : 17 શખ્સો
ઓડીયા ગેંગ : 10 શખ્સો
બાટલી ગેંગ : 14 શખ્સો
રમેશ રાણા ગેંગ : 3 શખ્સો
ઇભલા ગેંગ : 7 શખ્સો
શામજી મકા ગેંગ : 12 શખ્સો



