જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમે 11,220 બોટલ વિદેશી દારૂ જપ્ત કર્યો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.15
- Advertisement -
સુરેન્દ્રનગર જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ તથા પેરોલ ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હોય જે દરમિયાન પાટડી તાલુકાના સેડલા ગામની સીમમાં વિદેશી દારૂનો જથ્થો ટ્રકમાંથી કટીંગ થતો હોવાની બાતમીને આધારે એલ.સી.બી અને પેરોલ ફલો ટીમના સ્ટાફ દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન નાસભાગ મચી ગઈ હતી છતાં પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ 11,220 નંગ કિંમત 76,56 લાખ રૂપિયા તથા ટ્રક કિંમત 25 લાખ રૂપિયા સહિત 1,01,56,000 રૂપિયાનો મુદામાલ જપ્ત કરી નાશી ગયેલ આર જે 06 જી બી 5722 નંબરના ટ્રક ચાલક તથા માલિક તેમજ દારૂ મંગાવનાર બિલકીશબાનું હનીફખાન મલેક અને દારૂ મોકલનાર સહિત ચાર વિરુધ બજાણા પોલીસ મથકે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.



