ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના વડોદરા ડોડીયા ગામમાંથી સિંહ પરિવારનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સિંહ અને સિંહણ નાળિયેરીના બગીચામાં આરામ ફરમાવતા જોવા મળ્યા હતા. વન્યજીવોના રહેણાંક અને વાડી વિસ્તારમાં પ્રવેશવાના કિસ્સાઓમાં વધારો થયો છે, ત્યારે આ ઘટના સામે આવી છે. સિંહ અને સિંહણ ગામની સીમમાં આવેલા નાળિયેરીના બગીચામાં શાંતિથી બેઠા હતા. આ દ્રશ્ર્ય સ્થાનિક ખેડૂત દ્વારા કેમેરામાં કેદ કરવામાં આવ્યું હતું. હાલ કાળઝાળ ગરમીની શરૂૂઆત થઈ રહી છે, ત્યારે વન્યજીવો પણ પોતાના પરિવાર સાથે ઠંડક અને આરામ માટે સુરક્ષિત સ્થળો શોધી રહ્યા છે. આ કારણે જંગલ છોડીને માનવ વસવાટ નજીકના વિસ્તારોમાં તેમના આંટાફેરા વધ્યા હોવાનું મનાય છે.



