ગોંડલ સંગ્રામસીહજી હાઇસ્કુલ નાં મેદાનમાં રૂપિયા 50 લાખ નાં ખર્ચે વોકિંગ ટ્રેક નું લોકાર્પણ કરવામાં આવ્યું
ગોંડલ ની ઐતિહાસિક સંગ્રામસીહજી હાઇસ્કુલ નાં મેદાનમાં વર્ષોથી યુવાનો ક્રિકેટ રમતાં હોય અને ટુર્નામેન્ટ યોજાતી હોય છે ઉપરાંત રોજ વહેલી સવારે શહેરીજનો વોકીંગ સાથે વ્યાયામ કરી સ્વાસ્થ્ય સાંચવતા હોય છે ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા દ્વારા રાજ્ય સરકાર માં રજુઆત કરતા 14 માં નાણાપંચ ની મળેલ ગ્રાંટ સહીત રૂપિયા 50 લાખ નાં ખર્ચે તૈયાર થયેલ વોકીંગ ટ્રેક નું પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક ના પ્રતિનિધિ ડો.નૈમિશ ધડુક ના હસ્તે લોકર્પણ કરાયું હતું અદ્યતન વોકીંગ ટ્રેક ઉપરાંત લાઇટીંગ દ્વારા સંગ્રામસીહજી હાઇસ્કુલ નું મેદાન ઝળહળતું બન્યું છે
- Advertisement -
આગામી સમય માં ગ્રાઉન્ડ પર સિક્યુરિટી અને CCTV મુકાશે.
આગામી સમયમાં સંગ્રામસિંહજી હાઈસ્કૂલ ના ગ્રાઉન્ડ માં સિક્યુરિટી ની અને ગ્રાઉન્ડ માં CCTV ની વ્યવસ્થા કરાશે આ લોકાર્પણ કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, ડો. નૈમિશ ધડુક, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ પીપળીયા, મોહનસિંહ જાડેજા સહીત ના નગરપાલિકા ના સદસ્યો, આગેવાનો અને શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા