આજે અહી એક એવાં સમાજ ની વાત કરવી છે  કે તેમને પોતાના જન્મસ્થળ ની ખબર નથી, તે ખરેખર કોણ છે તેનો  આધાર પણ તેમની પાસે નથી, તે ક્યારેય શાળા નુ પગથીયું પણ ચડ્યા નથી; પોતે કઇ જાતી ના છે તે ઓળખાણ ની મથામણ વચ્ચે જીવતી એક જાતી એટલે
વિચરતી અને વિમુક્ત જાતી.

આ જાતી ના લોકો ગામડે ગામડે ફર્યા કરે છે અને ઝુંપડા બાંધી ને રહેતા હોય છે, ઝુંપડપટ્ટીમાં વસતા આવા વિચરતી અને વિમુક્ત જાતી ના ગાડલીયા લુહારીયા જ્ઞાતી ના  80  પરિવારો વર્ષો થી  યાત્રાધામ વિરપુર( જલારામ) ની પાવન ધરતી પર નેશનલ હાઈવે  રોડના કાંઠે ઝુંપડા બાંધી વસવાટ કરે છે. ઉપર આભ અને નીચે ધરતી જેમ આ સરનામાં વિનાના પરિવારો ની મદદે  ગોંડલ પ્રાંત અધિકારી  રાજેશકુમાર આલ  આગળ આવ્યા અને જાણે વંચિતો ના દ્વારે  તેમની ઓળખ અને અન્ય વંચિત સમાજ ને મળતી  સરકારી સહાયતા એ ટકોરા પાડ્યાં,વિચરતી અને વિમુકત જાતી નાં આ પરીવારો ની પાસે નતો રેશનકાર્ડ હતા કે નતો ઓળખકાર્ડ,અહીં ચુંટણી કાડઁ ની વાત તો દુર ની ગણાય,આ પરિવારો એ કયારેય મત પણ નથી આપ્યાં કારણકે તેમની મતદાર યાદી જ નથી. આટલી દુવિધા વચ્ચે જીવનનિર્વાહ કરી રહેલા  આ પરીવારો નાં બાળકો માટે શિક્ષણ ની તો  કલ્પના કરવી મુશ્કેલ ગણાય. તંત્ર નાં એક અધિકારી તેનાં અધિકાર દ્વારા શું કરી શકે તે હકીકત ને ઉજાગર કરતી આ વાત માં પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ આ પરીવારો ની મુલાકાત લઈ   ઝુંપડા માં ઢાળેલાં ખાટલાં પર બેસી વ્યક્તિગત દુવિધા જાણી સરકારી સહાય અને મળતાં લાભ અંગે સમજ આપી હતી. બાદ માં ગાડલીયા લુહારીયા તરીકે ઓળખાતાં આ પરીવારો નો સર્વે કરાવી  આ પરિવારો ને જાતી ના પ્રમાણપત્રો,રેશનકાર્ડ, ચુંટણી કાર્ડ,આધાર કાર્ડ, જન્મ પ્રમાણપત્ર થી લઈને દરેક સુવિધા અંગે તંત્ર ને દોડતું કરતાં  વરસો થી વંચિત લોકોને સુવિધાઓ મળતી થતાં ખુશીની લહેર દોડી ઉઠી હતી. વિચરતી અને વિમુકત જાતી નાં લોકોને રહેવાં પોતાનું ઘર હોય તે માટે  જરુરી સરકારી પ્રક્રિયાઓ પુણઁ કરાવી રહેણાંક હેતુ નાં પ્લોટ ફાળવવાં

જહેમત ઉઠાવી હતી.આ કાયઁ માં આ જ્ઞાતિ નાં દેવરાજ રાઠોડ નામનાં યુવાન નો ઉત્સાહ પણ રંગ લાવ્યો હતો.

સરકારી દફતરે વરસોથી જેઓનું નામ સુધ્ધાં નોંધાયુ નાં હતું એ પરીવારો આજે મતદાર પણ બન્યાં છે અને તેમની પાસે આધારકાડઁ,રેશનકાર્ડ સહીત ની આગવી ઓળખ બનવાં પામી છે. આમ પ્રાંત અધિકારી રાજેશકુમાર આલ ની ફરજનિષ્ઠા એ વરસોથી વંચિત લોકોને તેમનાં હકક અપાવ્યાં છે.