By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
    25 minutes ago
    સાઉદી અરેબિયા પર મોટો ડ્રોન હુમલો : ગ્લોબલ ઓઈલ સંકટ ઘેરાયું
    2 days ago
    આજથી ભારતના આંગણે વૈશ્વિકશક્તિઓનો જમાવડો
    2 days ago
    મધ્ય પોલેન્ડમાં ઇન્ટરસિટી ટ્રેન અને કોંક્રિટ મિક્સર ટ્રક વચ્ચે અકસ્માત
    3 days ago
    ઇઝરાયલે લેબનોનમાં હિઝબુલ્લાહની 2 કિ.મી. લાંબી સુરંગ ઉડાવીઃ વિસ્ફોટ પછી 4.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
    29 minutes ago
    ઉત્તરાખંડમાં 170 ફૂટ લાંબો બ્રિજ તણાયો
    2 days ago
    જિનપિંગ 7 વર્ષ પછી ભારતમાં
    2 days ago
    કાલથી બ્રિક્સ સમિટ
    3 days ago
    UPના 26 જિલ્લામાં પૂર
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    18 minutes ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    4 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    1 month ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > મનીષ આચાર્ય > પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં
Authorમનીષ આચાર્યલાઇફ સ્ટાઇલ

પેટનાં સામાન્ય દુ:ખાવાથી માંડીને કેન્સર સુધી આમલી આંબીલા અને કાતરાં

Khaskhabar Editor
Last updated: 2024/02/03 at 5:00 PM
Khaskhabar Editor 3 years ago
Share
8 Min Read
SHARE

આમલીના વૃક્ષનો દરેક ભાગ ન તો કેવળ તેના સમૃદ્ધ પોષક તત્વો થકી ચિકિત્સામાં ઉપયોગી છે બલ્કે, ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે

ગુજરાતીમાં આપણે જેને આંબલી – આમલી અને હિન્દીમાં જેને ઈમલી કહેવામાં આવે છે તે લેગ્યુમીનોસા ફાબાસી પરિવારની એક વનસ્પતિ છે..જો કે આમલીને આવા વિદેશી ભાષાના શબ્દ સાથે સાંકળવી આપણને ગમશે નહી..કારણ કે આમલી આપણા બચપણથી આપણી સાથીદાર છે..નાના હતા ત્યારે ખૂબ કાત્રા ખાતા…થોડા મોટા થયા પછી ખજૂર આમલીની ચટણી .આપણા ઘણા ખરા વ્યંજનો સાથે તેનું એક ખાસ કોમ્બિનેશન .તેમ છતાં યે આપણે એ વાત સ્વીકારવી જ રહી કે આમલી મૂળભૂત રીતે આફ્રિકાના જંગલનું વૃક્ષ છે. અંગ્રેજીમાં તેને ટેમારીન્ડ ઇન્ડિકા તરીકે ઓળખવામાં આવે છે. આમલી એક ફળનું ઝાડ છે. ભારત સિવાયના પણ અનેક દેશોમાં હજારો વર્ષથી તેનો ઉપયોગ દવાઓ બનાવવામાં થતો આવ્યો છે. આમલીનું વૃક્ષ ખાસ કરીને ભારતીય ઉપખંડ, આફ્રિકા, પાકિસ્તાન, બાંગ્લાદેશ, નાઇજીરીયા અને મોટાભાગના ઉષ્ણકટિબંધીય દેશોમાં જોવા મળે છે. પેટમાં દુખાવો, ઝાડા અને મરડો, કેટલાક બેક્ટેરીયલ ચેપ અને પેટના કૃમિ જેવી તકલીફો, ઘા રૂઝાવવા, કબજિયાત અને શરીરના વિવિધ ભાગોમાં થતી બળતરાના ઈલાજ માટે કરવામાં આવે છે. તે જરૂરી એવા મોટાભાગના એમિનો એસિડ્સ અને ફાયટોકેમિકલ્સનો સમૃદ્ધ સ્રોત છે. અને તેથી જ તે એન્ટિબાયોટિક, એન્ટિમાઇક્રોબાયલ, એન્ટિવેનોમિક્સ, એન્ટીજ્ઞડ્ઢકિસડન્ટ, એન્ટિમેલેરિયલ, કાર્ડિયોપ્રોટેક્ટીવ, હેપેટોપ્રોટેક્ટીવ, એન્ટિસ્થેમેટિક, રેચક અને એન્ટિ-હાયપરલિપિડેમિક ક્ષમતા ધરાવે છે. તે અનેક રોગની સારવારમાં સફળ પરિણામ આપે છે. કુપોષણથી પીડાતા દર્દીઓ માટે તે એક ઉમદા પોષણ છે. તે સસ્તી છે અને તેનો ઉપયોગ અતિ સરળ છે. કહેવાતા આધુનિક વિજ્ઞાનના આ યુગમાં હજુ આજે પણ ખાસ કરીને ઉષ્ણકટિબંધીય દેશોમાં હજુ આજે પણ

- Advertisement -

આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે

પરંપરાગત દેશી ઔષધોનો ઉપયોગ થાય છે અને તેમાં આમલી એક મહત્વનું ઔષધ છે. આમલી એક બારમાસી વૃક્ષ છે. પશ્ચિમ આફ્રિકામાં સેનેગલ, પૂર્વમાં સુદાન અને ઇથોપિયા, દક્ષિણમાં મોઝામ્બિક અને મેડાગાસ્કર સુધી તેનો વિસ્તાર છે. એશિયામાં ભારત, થાઇલેન્ડ, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા તથા અમેરિકા, મેક્સિકો, કોસ્ટા રિકા જેવા કેટલાક દેશોમ પણ તે જોવા મળે છે આમલીના વૃક્ષનો દરેક ભાગ (મૂળ,થડ ફળ, પાંદડા) ન તો કેવળ સમૃદ્ધ પોષક તત્વો ધરાવે છે અને તે રીતે ચિકિત્સામાં ઉપયોગમાં લેવાય છે બલ્કે ઉદ્યોગોમાં પણ તેનો અનેક રીતે ઉપયોગ થાય છે. આમલી તેની ખુલતી સીઝનમાં સૌથી વધુ એસિડિક અને મધુર ફળ આપે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના અહેવાલ મુજબ, આમલી ફળ ટ્રિપ્ટોફેન સિવાય તમામ આવશ્યક એમિનો એસિડનો આદર્શ સ્રોત છે. તેના બીમાં પણ એ જ ગુણધર્મો છે. તેથી તે એક મહત્વપૂર્ણ અને સુલભ પ્રોટીન સ્રોત બની રહે છે, ખાસ કરીને એવા દેશોમાં જ્યાની પ્રજામાં પ્રોટીનની ઉણપ એક સર્વ સામાન્ય સમસ્યા છે. ફાયટોકેમિકલ વિશ્લેષણના પરિણામો અનુસાર આમલીમાં ફેટોલિક સંયોજનો જેવા કે કેટેનિન, પ્રોક્આનિડિન બી 2, એપિક્ટીન, ટાર્ટારિક એસિડ, મ્યુસિલેજ, પેક્ટીન, અરબીનોઝ, જાયલોઝ, ગેલેક્ટોઝ, ગ્લુકોઝ, યુરોનિક એસિડ અને ટ્રાઇટરપેન છે. કાચી આમલીના પોષક મૂલ્યોની સૂચિ અહી આપવામાં આવી છે.

આમલીના 100 ગ્રામ
દીઠ પોષક મૂલ્ય
ઊક્ષયલિુ 239.00 કેકેલ 12%
કાર્બોહાઇડ્રેટ્સ 62.50 ગ્રામ 40%
પ્રોટીન 2.80 ગ્રામ 5%
કુલ ફિિંં 0.60 ગ્રામ 3%
કોલેસ્ટરોલ 0 મિલિગ્રામ 0%
ડાયેટરી ફાઇબર 5.10 ગ્રામ 13%
વિટામિન્સ
ફોલેટ્સ 14.000 3.5લ 3.5%
નિયાસીન 1.938 મિલિગ્રામ 12.0%
પેન્ટોથેનિક એસિડ 0.143 મિલિગ્રામ 3.0%
પાયરિડોક્સિન 0.066 મિલિગ્રામ 5.0%
થાઇમિન 0.428 મિલિગ્રામ 36.0%
વિટામિન એ 30.000 આઇયુ 1.0%
વિટામિન સી 3.500 મિલિગ્રામ 6.0%
વિટામિન ઇ 0.100 મિલિગ્રામ 1.0%
વિટામિન કે 2.800 2.0લ 2.0%
ઇલેક્ટ્રોલાઇટ્સ
સોડિયમ 28 મિલિગ્રામ 2%
પોટેશિયમ 628 મિલિગ્રામ 13%
ખનીજ
કેલ્શિયમ 74.00 મિલિગ્રામ 7.0%
કોપર 0.86 મિલિગ્રામ 9.5%
આયર્ન 2.80 મિલિગ્રામ 35.0%
મેગ્નેશિયમ 92.00 મિલિગ્રામ 23.0%
ફોસ્ફરસ 113.00 મિલિગ્રામ 16.0%
સેલેનિયમ 1.30 2.0લ 2.0%
જસત 0.10 મિલિગ્રામ 1.0%
ફાયટો પોષક તત્વો
કેરોટિન- ક્ 18 –લ –
ક્રિપ્ટો-ઝેન્થિન-્ર 0 ક્લ –
લ્યુટિન- ઝીઆક્ષાંથીન 0 .લ

- Advertisement -

આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે

લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે, તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે

કેટલાક દેશી ઉપચારક સિવાય આપણે ત્યાં હવે આમલીનો ઉપયોગ સારવાર માટે ખાસ કોઈ કરતું નથી. હા, આમલીની ચટણી આજે પણ આપણે ત્યાં હોટ ફેવરિટ છે. મોટાભાગના આફ્રિકન દેશોમાં તે એક લોકપ્રિય પીણું પણ છે દેશી દવાઓમાં ત્યાં તેનો ઉપયોગ ઘાના ઉપચાર, પેટના દુખાવા, ઝાડા, મરડો, તાવ, મેલેરિયા અને શ્વાસની સમસ્યાઓમાં થાય છે. સામાન્ય રીતે ઉષ્ણકટિબંધીય દેશોમાં તેના ઉપયોગ તેના રેચક અને જાતીય વૃત્તિ ઉત્તેજક દ્રવ્ય તરીકે થાય છે. પેટ અને આંતરડાંના લગભગ તમામ રોગોમાં આમલીનો પ્રયોગ આફ્રિકા અને એશિયાના અનેક દેશમાં દેશી દવા તરીકે સદીઓથી થાય છે.તેના પાનમાં મળી આવતી મેલીક એસિડ અને તાર્ટરિક એસિડની ઉંચી માત્રાના કારણે તેનો ઉપયોગ પેટના દુખાવા, અતિસાર અને કબજિયાત અને ઝાડા એમ બન્નેની સારવારમાં થાય છે.. આમલીના બીજના, એટલે કે આંબિલા ના અર્ક માં કેન્સરની સ્થિતિ સામે લડવાની ક્ષમતા છે. તે એન્ટી માઇક્રોબાયલ છે..તે ક્રૂમી વિરોધી છે.એન્ટી ફંગલ એન્ટી વાયરલ અને એન્ટી ન્યુમેટોડલ છે..તેમાં રહેલા લ્યુપોલ નામના તત્વ થકી તે અનેક પ્રકારના બેક્ટેરિયાનો નાશ કરે છે..તે મેલેરિયા સામે રક્ષણ આપે છે અને રોગ પ્રતિકાર શક્તિ ને મજબૂત બનાવે છે..તેમાં રહેલ ટેનિન કૃમિને મારી હટાવવાની તેને ક્ષમતા આપે છે..આ માટે તેની છાલનો અર્ક ઉપયોગમાં લેવામાં આવે છે.
વજનને કંટ્રોલમાં રાખવા
આમલીમાં ભરપૂર માત્રામા હાડ્રોક્ષાઇડ એસિડ હોય છે જે શરીરમાં રહેલ વધારાની ચરબીને દૂર કરે છે, અને મેટાબોલિઝમ સીસ્ટમને સુધારે છે. આથી આમલીનું દરરોજ સેવન કરવાથી વજનમાં ઘટાડો થાય છે.
અલ્સરમાંથી મુક્તિ
અલ્સરના ઘાવ પેટમાં અને આંતરડામાં જોવા મળે છે. જે ખૂબ જ દર્દનાક હોય છે. એવું કહેવામાં આવે છે કે આમલીના બીજ એટલે કે આમબીલા ના સેવનથી અલ્સરની સમસ્યામાંથી રાહત મળે છે.
કેન્સરમાં રાહત
આમલીનું જ્યુસ પીવાથી દર્દીને કેન્સર સામે લડવાની શક્તિ મળે છે. આમલીની અંદર ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે કેન્સરના દર્દીઓને ફાયદાકારક નીવડે છે. આમલીના બીજ માં કિડનીમાં ફેલાયેલ કેન્સરને દૂર કરવાની તાકાત હોય છે. આ ઉપરાંત એસિડથી ભરપૂર આમલી શરીરની અંદર રહેલા કેન્સરના સેલને વધતા અટકાવે છે. આમલીના સેવનથી આપણે કેન્સર જેવી અસાધ્ય બીમારીથી પણ છુટકારો મેળવી શકીએ છીએ.
ઘાવ ઉપર
દુનિયાના ઘણા બધા દેશોમાં ઘાવના ઉપચાર માટે આમલીની છાલ અને પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આમલીનું જ્યુસ તાવને મટાડવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. આમલીમાં એન્ટીસેપ્ટિક અને એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે જે માત્ર દસ દિવસની અંદર તમારા ઘાવને મટાડી દે છે.
હાર્ટ પ્રોબ્લેમ માટે
સામાન્ય રીતે આમલીને હાર્ટ ફ્રેન્ડલી પણ માનવામાં આવે છે. આંબલી માં રહેલા તત્વો શરીરમાં કોલેસ્ટ્રોલને પિગાળીને કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવામાં મદદ કરે છે. આમલીમાં રહેલ પોટેશિયમ રક્તપિતની સમસ્યાને પણ દૂર કરે છે.
ગળાની સમસ્યા માટે
આમલીના પાંદડાથી ઉધરસની સમસ્યા દૂર થાય છે. આ ઉપરાંત છોલાયેલા ગળા માટે આમલીનાં પાંદડાં રામબાણ ઇલાજ સાબિત થાય છે. છોલાયેલા ગળા અને ઉધરસમા થોડા સમયમાં રાહત મેળવવા પીસેલા આમલીનાં પાંદડાંનું દિવસમાં બે વખત સેવન કરવું જોઈએ.

 

You Might Also Like

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

ડૉ. ચિરાગ દોશી; લોકોના હૃદયને લયબધ્ધ રીતે ધબકતું રાખવા મથતો એક મુઠી ઊંચેરો તબીબ

Old is Gold ! : જૂના ગીતોની મધુરતાનું સિક્રેટ!

TAGGED: CANCER, stomachaches, tamarind
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article તું નજીક આવે અને જ્યારે અડે, જીવવા માટે જીવન ઓછું પડે
Next Article મહાન અર્થ, વિદ્યા અથવા ઐશ્વર્ય મેળવીને પણ જે ઉદ્ધતાઈ રહિત વિચરે છે; તે પંડિત કહેવાય છે.

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
CRIME

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 14 minutes ago
પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
ચીને LAC પર સૈનિકોની સંખ્યા ઘટાડીઃ રક્ષા મંત્રાલયનો રિપોર્ટ
હોમ લોન, કાર લોન અને પર્સનલ લોન થઈ શકે છે મોંઘી
આવાસ લઉં બે-ચાર? અરે લ્યો ને દસ-બાર! : RMCના અધિકારીઓ-પદાધિકારીઓની ગજબનાક ભૂખ
લો, બોલો! ગુજરાતમાં પોલીસ પણ ‘ઓન પેમેન્ટ’ ભાડે મળે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Author

લાઈફ ઈન્સ્યોરન્સ ક્લેમ રિજેક્ટ થાય તો ગ્રાહકોને મળે છે કાયદાકીય રક્ષણ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

બ્રિક્સ સમિટમાં ડોલરનું આધિપત્ય ખતમ કરવા વિચારશે ?

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
Author

20મી સદીના તાનાશાહ’ ક્રૂર સરમુખત્યારોની માનસિકતા ઉજાગર કરતું પુસ્તક

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?