શનિવારે સાંજે ભંડારિયાથી આવતી વેળાએ બે કાર અથડાતાં બંને સળગી ઉઠી હતી
આજી ડેમ પોલીસે સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધી અકસ્માત સર્જનારની કા ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટના ભાવનગર રોડ પર સરધાર પાસે શનિવારે હોન્ડા સિટી કારે અલ્ટો કારને ઠોકરે લીધી હતી. અકસ્માત બાદ અલ્ટો કારમાં આગ ભભૂકી ઉઠતા બે બાળકો સહિત ચાર લાકોનાં મોત થયા હતા. બનાવને પગલે આજીડેમ પોલીસે હોન્ડા સિટી કારના ચાલક સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. ગોંડલના વોરા કોટડા રોડ પર વિજયનગરમાં રહેતા અતુલભાઇ મકવાણાના પિતરાઇ ભાઇના દીકરાના લગ્ન હોવાથી ભંડારિયા ગામે ગયા હતાં. બાદમાં લગ્ન પ્રસંગ પતાવી પરિવાર સાથે પરત ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે સરધાર પાસે પૂરપાટ જતી સિટી હોન્ડા કારે ઠોકરે લેતા અલ્ટો કારમાં આગ ભભૂકી ઉઠતા નીરૂબેન અતુલભાઇ મકવાણા (ઉં.વ.30), તેની પુત્રી હેતવી (ઉં.વ.4), ભાણેજ મિતુલ (ઉં.વ.13) અને ભત્રીજી હેમાંશી (ઉં.વ.19)નાં મોત નીપજ્યા હતા. જ્યારે કારચાલક સાહિલ ભૂપતભાઇ સરવૈયા, હિરેન અતુલભાઇ મકવાણા, નીતુબેન અશોકભાઇ સાકરિયા અને એકતા અશોકભાઇ સાકરિયાને સામાન્ય ઇજા થઇ હતી આજીડેમ પોલીસ મથકના પીએસઆઇ રાણા સહિતના સ્ટાફે ગુનો નોંધી સિટી કારના ચાલક જસદણના ભંડારિયા ગામે રહેતો અને ગામમાં ચાની હોટેલ ચલાવતો ગોપાલ વલ્લભભાઇ સભાડની ધરપકડ કરી હતી પોલીસની પ્રાથમિક પૂછતાછમાં તેને થાડા દિવસો પહેલા દોઢ લાખની કાર લીધી હતી અને સરધાર માલ લેવા ગયો હતો પરત ગામ આવતી વેળાએ સ્ટેરિંગ પરથી બેલેન્સ ગુમાવતા અકસ્માત થયાનું રટણ કરતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.
સ્વજનોના હૈયાફાટ રૂદનથી ગોંડલમાં શોકનું મોજું ફરી વળ્યું
રાજકોટ-ભાવનગર રોડ પર સરધાર નજીક સર્જાયેલ હ્રદયદ્રાવક અકસ્માતમાં ગોંડલમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યો મોતને ભેટ્યા હતા. આજે તમામ ચાર મૃતકોની એકસાથે અર્થી ઉઠતા અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.
સરધાર-ભુપગઢ રોડ પર અલ્ટો અને હોન્ડા સિટી સામ-સામે ધડાકાભેર અથડાયા બાદ કાર અગનગોળો બની ગઈ હતી. આ અકસ્માતમાં અલ્ટો કારમાં સવાર ચારેય લોકો જીવતા ભડથું થઈ ગયા હતા.
આજે ગોંડલના વોરાકોટડા રોડ પર આવેલા વિજયનગર ખાતેથી અકસ્માતમાં મોતને ભેટેલા હેમાંશીબેન સરવૈયા, હેત્વીબેન મકવાણા, નિરુપા મકવાણા અને મિતુલ સાકરિયાની અંતિમ યાત્રા નીકળી હતી. આ દુ:ખદ ઘટનાથી સમગ્ર ગોંડલ પથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ. એકસાથે નીકળેલી ચારની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં સગા-સબંધીઓ, મિત્રો અને શહેરીજનો જોડાયા હતા.