પુત્રની સારવાર માટે આવેલ પરિવારનો હોસ્પિટલ સામે રોષ
મિડીયા કર્મીના મોબાઈલ ઝૂંટવી સ્ટાફની દાદાગીરી: એવું તો શું બન્યું કે હોસ્પિટલના સ્ટાફે પરિવારના મોબાઈલ વિડીયો ડીલીટ કર્યા ?
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
માણાવદર તાલુકા સીતાણા ગામના રમેશભાઈ સોલંકીના પુત્ર બીમાર થતા તેઓ પરિવાર સાથે જૂનાગઢ ઝાંઝરડા ચોકડી પાસે આવેલ કે.જે.મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં આવેલ તેનું કારણ હતું કે રમેશભાઈ સોલંકી પાસે આદિત્ય બિરલાની હેલ્થ પોલીસી હતી અને મોબાઈલમાં સર્ચ કરતા કે.જે.હોસ્પિટલમાં હેલ્થ પોલિસી દ્વારા સારવાર મળે તેની સુવિધા ઉપલબ્ધ હતી તેના અનુસંધાને કેજે હોસ્પિટલમાં સવારે 10 વાગે પુત્રને દાખલ કર્યો હતો અને સાંજ સુધી કોઈ યોગ્ય સારવાર નહિ મળતા પરિવારે હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો.
મીતાણા રમેશભાઈ સોલંકીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે હોસ્પિટલ સત્તા વાળા દ્વારા આ પોલીસ ઉપર અમને વિશ્વાસ નથી ત્યારે પોલિસી એજન્ટ સાથે વાત કરાવી આપું છતાં માન્યા નહિ અને પોલિસી પર ટ્રસ્ટ નથી તેવા જવાબ મળતા પુત્રની સારવાર માટે રોકડા રૂપિયા ભરી આપ્યા છતાં માત્ર એક બાટલો ચડાવીને ટ્રીટમેન્ટ આપીને કોઈ પણ જાતના રિપોર્ટ કર્યા વગર તમારા પુત્રની વધુ સારવાર માટે ન્યુરો સર્જન પાસે જવું પડશે અને તમે હોસ્પિટલ માંથી છુટા કરી દેવામાં આવશે તેવા જવાબ મળતા પરિવાર રોષે ભરાયો હતો અને જાગૃત મીડિયા કર્મીને બોલાવ્યા હતા જયારે મીડિયા કર્મી સત્ય હકીકત જાણવાનો પ્રયાસ કર્યો તો ઉશ્કેરાયા હતા અને હોસ્પિટલમાં પ્રવેશ નહિ મળે તેવા જવાબો સાથે બહાર ઉભા રાખ્યા હતા અને સ્ટાફ દ્વારા મીડિયા કર્મીનો મોબાઈલ ઝૂંટવી લેતા વધુ હોબાળો મચ્યો હતો અને અન્ય મીડિયા કર્મી પણ હોસ્પિટલ પોહચ્યાં હતા અને પોલીસ બોલવાની ફરજ પડી હતી.
- Advertisement -
કેજે હોસ્પિટલમાં પરિવારે હોબાળો બન્યાની વાત હોસ્પિટલના ટ્રસ્ટી ભાવિન છત્રાળાને જાણ થતા દોડી આવ્યા હતા અને મડિયા કર્મીનો ઝૂટાવેલ મોબાઈલ પરત આપ્યો હતો અને માફી માંગી હતી અને અંતે પરિવારે કે.જે. મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલમાં પુત્રની સારવાર યોગ્ય નહિ થતા અન્ય ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા મજબુર બન્યા હતા ત્યારે દર્દી ના પરિવાર સાથે શર્મસાર કરવાની ઘટના બનતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો.
હોસ્પિટલ સામે રોષ વ્યક્ત કરતા પરિવારનો વિડીયો જોવા અહીં ક્લિક કરો…