છેલ્લા 20 વર્ષથી ડોર- ટુ – ડોર કચરાનું કલેક્શન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આઠેક હજારની વસ્તી ધરાવતા શાપુર ગામમાં ગ્રામ પંચાયત હેઠળ 20 જેટલા સફાઈ કર્મચારી નિયમિતણે સફાઈનું કામ સંભાળે છે અને છેલ્લા 20 વર્ષથી કચરાનું ડોર-ટુ-ડોર કલેક્શન કરવામાં આવી રહ્યું છે, જે જાણીને લોકો નવાઈ પામે છે.
શાપુર ગામના સરપંચ નીતિનભાઈ ફળદુ કહે છે કે, સ્વચ્છતા લોકોના આરોગ્ય સાથે સીધી જોડાયેલી બાબત છે. એટલે નિયમિતપણે સાફ-સફાઈની સાથે મચ્છર વગેરેનો ઉપદ્રવ વધે ન તે માટે દર મહિને એકવાર એટલે કે વર્ષમાં 12 જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે છે. ઉપરાંત સેનેટાઈઝ કરવા માટે ગ્રામ પંચાયત પાસે અદ્યતન સાધનોની પણ વ્યવસ્થા છે ગ્રામ પંચાયત પાસે સ્વચ્છતા રાખવા માટે હાથલારી, ટ્રેક્ટર સહિતના જરૂરી સાધનો સાથે ગ્રામજનોને કચરાના નિકાલ ડસ્ટબિન પણ આપવામાં આવ્યા છે. ઉપરાંત ગામમાં ગંદા પાણીના નિકાલ માટે ભૂગર્ભ ગટર વ્યવસ્થા છે. સમગ્ર ગામના રસ્તાઓ આરસીસીથી મઢેલા છે છેલ્લી ત્રણ ટર્મથી શાપુર ગ્રામ પંચાયતનું સુકાન સંભાળતા નીતિનભાઈ ફળદુ કહે છે કે, લોકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે, સ્વચ્છતા અને આરોગ્ય અમારી પ્રાથમિકતા છે. આ ઉપરાંત ગામમાં અન્ય સુવિધાઓ માટે પણ પૂરતું ધ્યાન આપવામાં આવ્યું છે. અંતમાં તેઓ કહે છે કે, સ્વચ્છતા અને આરોગ્ય માટે નવી ટેકનોલોજી અપનાવવા માટે અમારું ધ્યેય છે. આમ, શાપુર ગામ અન્ય ગામોને સ્વચ્છતા માટે રાહ ચિંધે છે.
સ્વચ્છતા માટે રાહ ચિંધતું જૂનાગઢ જિલ્લાનું શાપુર ગામ
