ઉદ્દઘાટન પ્રસંગમાં રોકાણકારો અને શહેર શ્રેષ્ઠીઓની ગરીમામય ઉપસ્થિતિ
પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવતા વિજયભાઇ રૂપાણી, નરેશભાઇ પટેલ, હિતેશભાઇ બગડાઇ, મુકેશભાઇ શેઠ, પરેશ ગજેરા સહિતના અગ્રણીઓ
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના મરીન લેન્સ ગણાતા 150 ફૂટ રિંગ રોડ, શીતલ પાર્કના કોર્નર પર ધ કેપીટલ કોમર્શીયલ શો-રૂમ્સ તથા ઓફિસીસના પ્રોજેક્ટના લોન્ચીંગને ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો. આ પ્રોજેક્ટના શુભારંભ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, ખોડલધામના પ્રણેતા નરેશભાઇ પટેલ, રાજકોટના બાંધકામ ઉદ્યોગના અગ્રણી હિતેશભાઇ બગડાઇ, મુકેશભાઇ શેઠ રાજકોટ બિલ્ડર એસોસિએશનના પ્રમુખ પરેશભાઇ ગજેરા સહિતના અગ્રણીઓએ પ્રોજેક્ટને શુભેચ્છા પાઠવી હતી.
પ્રોજેકટના પ્રમોટર જનીશભાઇ અજમેરા, છગનભાઇ બુસા, જીતુભાઇ વસોયા વગેરેને ચોમેરથી શુભેચ્છા વર્ષા થઇ હતી. પૂર્વ ભાજપ અગ્રણી ધનસુખભાઇ ભંડેરી, રાજકોટ ,આર.કે. બિલ્ડરના સર્વાનંદભાઇ સોનવાણી, સ્મીતભાઇ પટેલ, જૈન અગ્રણી હરેશભાઇ વોરા, પૂર્વ મંત્રી ઉમેશભાઇ રાજગુરુ, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ રૂપાપરા, જાણીતા વકિલ અનિલભાઇ દેસાઇ, કમલેશભાઇ શાહ, જૈન અગ્રણી મયુરભાઇ શાહ, રૂષભભાઇ શેઠ, જીતુભાઇ કોઠારી, વિભાસભાઇ શેઠ, સુજીતભાઇ ઉદાણી સહિતના સર્વસમાજના અગ્રણીઓ, મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રોજેટકના બુકીંગમાં મોટી સંખ્યામાં રાજકોટ સૌરાષ્ટ્રવાસીઓએ રસ દાખવ્યો હતો. રાજકોટના મરિનલાઇન્સ સમાન 150 ફૂટ રીંગ રોડ ઉપર શીતલ પાર્ક બસ સ્ટોપ પાસે જ મોકાની જગ્યાએ નિર્મિત થનાર આ પ્રોજેટક શહેરના વેપાર, ધંધાર્થીઓની નવા જમાનાની જરૂરિયાતોને આધુનિકતા અને સવલતોને નવા બેન્ચમાર્ક સાથે સાકાર કરશે.
લોન્ચીંગ પ્રસંગે જ મોટી સંખ્યમાં પ્રોજેકટની ઇન્કવાયરી અને ઇનિશિયલ બુકીંગ થયા છે. પ્રોજેકટના પ્રમોટર જનીશભાઇ અજમેરા, છગનભાઇ બુસા તથા જીતુભાઇ વસોયાના જણાવ્યા મુજબ રાજકોટના હાર્દ સમા 150 રીંગ રોડ ઉપર શિતલ પાર્ક બી.આર.ટી.એસ. પાસે જ વિશાળ જગ્યામાં આ પ્રોજેકટ હોવાથી તેની કોમર્શિયલ વેલ્યુ ખુબ છે. આ કારણે કોર્પોરેટ કંપની,મોલ,એફએમસીજી,મોબાઇલ,વ્હાઇટ ગુડઝ સહિતના ક્ષેત્રોમાથી પ્રોજેકટના પ્રારંભ પૂર્વે જ ઇન્કાવયરી શરુ થઇ હતી. પ્રારંભિક પસંદગીની જગ્યા મેળવવા માટે મોટી માત્રામાં એડવાન્સ બુકીંગ કોર્પોરેટ કલાયન્ટો અને સ્થાનિક કલાયન્ટો દ્વારા કરવામાં આવ્યુ છે. નવલાં નોરતામાં બુકીંગ કરાવવાની આપણે ત્યાં પરંપરા છે. આથી શુભ દિવસોમા બુકીંગ કરાવનાર પણ ઘણા ગ્રાહકો છે.