રાહુલ મહેતા, પુનમ ગોંડલીયા અને તેજસ શિશાંગીયાએ બોલાવી રમઝટ : સી.પી. બ્રજેશકુમાર ઝાએ પ્રેસિડન્ટ સુરેન્દ્રસિંહ વાળાને બીરદાવ્યા
સહિયાર રાસોત્સવના બીજા નોરતે માઁ આદ્યશકિતની આરતીની રાસોત્સવ શરૂ થયો હતો. પ્રથમ દોરમાં લોકગાયક પુનમ ગોંડલીયાએ રાસવારી ગરબા સાથે પ્રાચિન લોકગીતો અને ગુરૂદેવની ધુનથી ખેલૈયાઓને ડોલાવ્યા હતા.
બીજા દોરમાં ગરબા કિંગ તરીકે જાણીતા ગાયક રાહુલ મહેતાએ પોતાના ક્રિએશન કચ્છી છલડોથી શરૂ કરી રામાપીરનો હેલો ગાઈ રમઝટ બોલાવી મોજ મસ્તી દોરમાં આ વરસે સોશ્યલ પ્લેટફોર્મ પર સૌથી વધુ છવાયેલા ‘તુજે
દેખ મેરા દિલ ધડકા’ જેમ કે ગયા વરસે ગાયુ હતુ એ તેજસ શિશાંગીયાનું ગીત આ વરસે ટ્રેન્ડીંગમાં આવ્યું ત્યારે ખેલૈયાઓએ રમતા રમતા તેજસ શિશાંગીયા સાથે સુરમા સુર પુરાવતા આખુ ગ્રાઉન્ડ ખેલૈયાઓના સુરોથી ગુંજી
ઉઠ્યું હતું. સંગીતનો અને ગરબાનો આનંદ લેવા મહેમાન તરીકે રાજકોટના પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા ઉપસ્થિત રહ્યા હતા. સહિયરના ચેરમેન સુરેન્દ્રસિંહ વાળાને બ્રજેશકુમાર ઝાએ સરસ આયોજવન બદલ અભિનંદન પાઠવ્યા હતા. મહેમાન તરીકે પી.સી.બી. પી.આઈ. મેહુલ ગોડલીયા, સ્પે.બ્રાંચ પી.આઈ. પ્રશાંત ગોંડલીયા, સી.આઈ.ડીના પી.આઈ. આર.જી. બારોટ ઉપસ્થિત રહ્યા હતા. કોમ્પિટીશન રાઉન્ડ બાદ નિર્ણાયકો વિજેતાઓ જાહેર કર્યા હતા.
- Advertisement -
વિજેતાઓને સહિયરના મહેમાન પી.આઈ. આર.જી. બારોટ, રવિરાજસિંહ જાડેજા, પિયુષભાઈ રૈયાણી, દિવ્યરાજસિંહ જાડેજા, સત્યજીતસિંહ જેઠવા, રાહુલસિંહ ઝાલા, દિપકભાઈ પટેલ, જેન્તીભાઈ ઝાલા, કરન આયનાણી, બેઈ
પ્રોડકશના ઈન્ચાર્જ પુનિત ઓબેરોય, શકિતસિંહ ગોહિલ, ભગીરથભાઈ લોખીલ, દોલતસિંહ ડોડીયા, મેધરાજસિંહ જાડેજા, રાજેશભાઈ કાનાણી, કિશનભાઈ સોલંકી, ભાર્ગવ મહેતાના હસ્તે ઈનામો આપ્યા હતા. માતાજીના સ્વરૂ૫ જેવા પરિધાનમાં આવેલી એક દીકરીને ચંદુભા પરમાર તથા પિયુષભાઈ દ્વારા રોકડ પુરસ્કાર આપવામો આવ્યો હતો. આજરોજ સહિયરમાં ‘વૃંદાવન થીમ રાસ’ યોજાશે તેમ તેજસ શિશાંગીયાની યાદીમાં
જણાવાયું છે.




