જિલ્લા SOGના દરોડામાં નકલી ઘીનું મોટું કૌભાંડ ખૂલ્યું
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.20
- Advertisement -
સુરેન્દ્રનગર એસઓજી પોલીસે ટાંકી ચોક અને મહેતા માર્કેટમાં દરોડા પાડી અમૂલના નામે વેચાતા ડુપ્લિકેટ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. તપાસમાં આ કૌભાંડના તાર અમદાવાદની ’નારાયણી એન્ટરપ્રાઈઝ’ સાથે જોડાયેલા હોવાનું અને સમગ્ર ગુજરાતમાં તેનું નેટવર્ક હોવાનું બહાર આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા ડુપ્લીકેટ ઘીના મોટા રેકેટનો સુરેન્દ્રનગર એસ.ઓ.જી.પોલીસે પર્દાફાશ કયી છે. શહેરના ટાંકી ચોક અને મહેતા માર્કેટ વિસ્તારમાં આવેલી જેસી એન્ડ કંપની તથા હેતવી સેલ્સ નામની પેઢીઓ પર ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને સાથે રાખી દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહી દરમિયાન અંદાજે 2.35 લાખનો મુદ્દામાલ જપ્ત કરી 22 જેટલા શંકાસ્પદ ઘીના ડબ્બા કબજે લેવાયા છે. પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, છેલ્લા 10 વર્ષથી અમૂલ જેવી પ્રતિતિ બ્રાન્ડના ડુપ્લીકેટ સ્ટીકરો અને પેકિંગનો ઉપયોગ કરી આ અખાદ્ય ઘી પધરાવવામાં આવતું હતું. આ કૌભાંડના તાર અમદાવાદ સુધી લંબાયા છે. તપાસમાં ખુલ્યું છે કે અમદાવાદની ’નારાયણી એન્ટરપ્રાઈઝ’ દ્વારા આ ડુપ્લીકેટ જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો અને ત્યાંથી સમગ્ર રાજ્યમાં તેનું નેટવર્ક ચલાવવામાં આવતું હતું લેબલ અને ઘીનો જથ્થો નકલી હોવાની આશંકા સાથે નમૂના લેબોરેટરી ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.



