By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
    15 hours ago
    ઈતિહાસમાં પ્રથમવાર અમેરિકામાં 2 લાખ વિદેશીના વિઝા રદ્દ થશે
    17 hours ago
    ઈટાલીમાં વાવાઝોડાના લીધે તબાહી, એરપોર્ટની છત ઊડી
    2 days ago
    USમાં એરપોર્ટ પર ઇંધણ ખૂટી જતા હોબાળો, વિમાનો અટવાયા : NOTAM ઇમરજન્સી એલર્ટ
    2 days ago
    અમેરિકાએ 50% ટેરિફ લગાવતાં કેનેડા ભડક્યું, વેપાર કરાર સ્થગિત કરી બદલાનું એલાન કર્યું
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
    15 hours ago
    પટનામાં વિદ્યાર્થી આંદોલન : પટના- CM હાઉસને ઘેરવા નીકળ્યા વિદ્યાર્થીઓ, CRPF સાથે ઘર્ષણ
    16 hours ago
    જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં 3 શંકાસ્પદ આતંકવાદી ઝડપાયા
    16 hours ago
    મહારાષ્ટ્રનાં અમરાવતીમાં હોસ્પિટલના ચાઈલ્ડ યુનિટમાં આગ: 3 નવજાત શિશુનાં મોત
    2 days ago
    FSSAIની લાલ આંખ : ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ બ્રાન્ડના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    7 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    2 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    3 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: રાજકોટ તાલુકાની 100 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવા કવાયત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > રાજકોટ તાલુકાની 100 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવા કવાયત
ગુજરાતરાજકોટ

રાજકોટ તાલુકાની 100 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાવવા કવાયત

Khaskhabar Editor
Last updated: 2022/06/02 at 5:28 PM
Khaskhabar Editor 4 years ago
Share
4 Min Read
SHARE

7 દિવસ બાદ ડિમોલિશન: તાલુકા મામલતદારે મોટામવા, નાકરાવાડી અને રામપર સૂર્યા ગામના 4 આસામીને નોટિસ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ તાલુકાની સરકારી જમીન ઉપર ખડકાયેલા દબાણો દૂર કરવા તાલુકા મામલતદારે ઝુંબેશ છેડી છે. 3 ગામની અંદાજે 100 કરોડથી પણ વધુની કિંમતની સરકારી જમીન ઉપરથી દબાણ દૂર કરવા એક સાથે 4 આસમીઓને નોટિસ ફટકારી છે.

- Advertisement -

રાજકોટ તાલુકાના ગામોમાં રહેલું સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવા તાલુકા મામલતદાર તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુ, પ્રાંત સંદીપકુમાર વર્માની સૂચનાથી તાલુકા મામલતદાર કે.એમ.કથીરિયા દ્વારા ધડાધડ નોટિસ ફટકારવાનું શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાકરાવાડી ગામે સર્વે નંબર 123ની 3 એકર જેટલી જમીન, રામપરા સૂર્યા ગામે સર્વે નંબર 84ની રોડ ટચ 2 એકર જેટલી સરકારી જમીન અને નાકરાવાડી ગામની સર્વે નંબર 222ની 3 એકર 27 ગુઠા જેટલી જમીન ઉપર કબ્જો ખાલી કરવા નોટિસ ફટકારવામાં આવી છે.

આ ઉપરાંત તાલુકા મામલતદાર દ્વારા મોટા મવામાં કોર્પોરેશન વિસ્તારમાં 5 એકર 20 ગુઠા જેટલી અંદાજે 50 કરોડની કિમતની સરકારી જમીન ખાલી કરવા પણ આસામીને નોટીસ ફટકરવામાં આવી છે. આમ તાલુકા મામલતદાર દ્વારા કુલ 4 આસમીઓને અંદાજે 100 કરોડ જેટલી કિંમતની જે સરકારી જમીન દબાવી છે. તેને દિવસ 7માં ખાલી કરવાં નોટિસ આપવામાં આવી છે. 7 દિવસ બાદ ડીમોલેશન માટે તંત્રએ તૈયારી શરૂ કરી દીધી છે. ઉલ્લેખનીય છે કે રાજકોટ તાલુકાના ગામોમાં સરકારી જમીન કબ્જે કરનાર સામે તાલુકા મામલતદાર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. અગાઉ પણ અનેક સરકારી જમીનો આ કચેરી દ્વારા ખુલ્લી કરાવવામાં આવી છે. હવે આ અંગે ઝુંબેશ છેડીને ક્રમશ: નોટિસો ફટકારવામાં આવી રહી છે. ચાર આસામીઓને નોટિસ ફટકારાઈ છે જેમાં સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે. મોટામવાની જમીનમાં રહેઠાણ પણ હોય તંત્ર દ્વારા આગામી દિવસોમાં બુલડોઝર ફેરવી દેવામાં આવનાર છે.

શનિવારે કલેકટર કચેરીમાં લેન્ડગ્રેબિંગની બેઠક: લેન્ડગ્રેબિંગના 30 કેસની સુનાવણી હાથ ધરાશે
રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં આગામી તા. 4 ને શનિવારે લેન્ડગ્રેબિંગની મિટીંગ કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાશે. જેમાં લેન્ડગ્રેબિંગના 30 કેસોની કામગીરી હાથ ધરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં અવારનવાર સરકારી અને ખાનગી જમીનો પર ભૂમાફિયાઓ દબાણ કરતાં હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી રહ્યા છે અને આ ફરિયાદોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં ખાસ લેન્ડગ્રેબિંગ સેલ કાર્યરત છે. દરરોજ ઓનલાઈન ફરિયાદો પણ વધુ નોંધવામાં આવી રહી છે. આમ અરજદારોને આવી ફરિયાદો કરવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે અરજદારો રૂબરૂ અને ઓનલાઈન અરજીઓ કલેકટર કચેરીમાં કરી શકે છે. આગામી શનિવારના રોજ લેન્ડગ્રેબિંગની બેઠકમાં 30 જેટલા કેસો મૂકવામાં આવનાર હોય અરજદારો અને પક્ષકારોના નિવેદનો લઈ સુનાવણી હાથ ધરવામાં આવશે. આ લેન્ડગ્રેબિંગની બેઠકમાં જિલ્લા પોલીસ વડા, પ્રાંત અધિકારીઓ, જિલ્લાના ડેપ્યુટી કલેકટરો તેમજ મામલતદારો સહિતના અધિકારીઓ હાજર રહેશે. શનિવારે સાંજે 4-00 કલાકે લેન્ડગ્રેબિંગની બેઠક મળશે તેવું કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું.

- Advertisement -

એક સામે લેન્ડગ્રેબિંગ થાય તેવા ભણકારા
રાજકોટ તાલુકાના રામપરા સૂર્યા ગામે સર્વે નં. 84ની 2 એકર સરકારી જમીન ઉપર કબ્જો ધરાવતા આસામી સામે લેન્ડગ્રેબિંગની કાર્યવાહી હાથ ધરાઈ તેવા ભણકારા સંભળાઇ રહ્યા છે. સુત્રોમાંથી મળતી વિગત અનુસાર આ આસામી સરકારી જમીન ઉપર ખેતી કરી રહ્યા હોય, તેને રેગ્યુલરાઈઝ કરાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પણ તે નિષ્ફળ રહ્યો હતો.

You Might Also Like

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

ઓમનગરના જય સીયારામ ફરસાણમાંથી 80 કિલો, ખોડિયારપરાના જલારામ ફરસાણમાંથી 19 કિલો પેટીસનો નાશ કરાયો

રૂ.80.65 લાખની ખોટી ક્રેડીટનોટ, બોગસ દસ્તાવેજો ઉભા કરી છેતરપીંડીના કેસમાં વિનીતકુમાર સિંઘને હાઇકોર્ટમાંથી શરતી જામીન

TAGGED: GOVERNMENTLAND, Rajkot, રાજકોટ, સરકારીજમીન
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મનપા દ્વારા ફરી દબાણ હટાવવાનું ડિડંક
Next Article સિરામિક ઉદ્યોગ ગેસના ભાવવધારા સામે લાચાર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
વૈશ્વિક શેરબજાર માટે ખતરાની ઘંટી!
લોકસભાની સાથે જ MP, રાજસ્થાન, છત્તીસગઢમાં વિધાનસભા ચૂંટણી થશે!
પ્રમુખ સ્વામી આર્કેડમાં હાઈ ડ્રિમ વેલનેસ સ્પમાંથી 10 મહિનામાં બીજી વખત કુટણખાનું ઝડપી લેતી પોલીસ
રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ
માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રામનાથ મહાદેવ મંદિરે શ્રાવણના સોમવારે અડધી કલાક અંધારપટ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

રાજકોટની ન્યૂ ફ્લોરા અને અંબિકા વિદ્યાલય સામે કાર્યવાહીમાં ઢીલાશ

Khaskhabar Editor Khaskhabar Editor 15 hours ago
રાજકોટ

માનવતાની મહેક : થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે 460 બોટલ રક્ત એકત્ર

Khaskhabar Editor Khaskhabar Editor 16 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?