By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    1 day ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    2 days ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    3 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    3 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    1 day ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    1 day ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    2 days ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    2 days ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    2 weeks ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં બાયપાસ સર્જરીના બીજા જ દિવસે વૃદ્ધાનું મોત
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં બાયપાસ સર્જરીના બીજા જ દિવસે વૃદ્ધાનું મોત
રાજકોટ

જૂનાગઢની કે.જે. હોસ્પિટલમાં બાયપાસ સર્જરીના બીજા જ દિવસે વૃદ્ધાનું મોત

Khaskhabar Editor
Last updated: 2026/04/10 at 4:00 PM
Khaskhabar Editor 6 months ago
Share
7 Min Read
SHARE

પરિવારનો ડોક્ટરની બેદરકારીનો આક્ષેપ

વૃદ્ધાના ફેફસાંમાં ઈન્ફેક્શન અને બ્લડ સુગર લેવલ 500થી વધુ છતાં ઓપરેશન

- Advertisement -

ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ

જુનાગઢ શહેરમાં આરોગ્ય સેવાઓને લઈને ગંભીર પ્રશ્ર્નો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે, જેમાં એક ખાનગી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સામે સારવારમાં બેદરકારી દાખવી વૃદ્ધાના મોત માટે જવાબદાર હોવાના આક્ષેપો સાથે પોલીસમાં સવિસ્તાર ફરીયાદ નોંધાવવામાં આવી છે. માણાવદરના રહેવાસી વિજયભાઈ વિનોદભાઈ જોષીએ બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરીયાદમાં હોસ્પિટલના સંચાલકો, ડોક્ટરો અને સ્ટાફ સામે ગંભીર આરોપો મૂક્યા છે. ફરીયાદ મુજબ, વિજયભાઈની માતા ભારતીબેન વિનોદભાઈ જોષી (ઉંમર અંદાજે 70 વર્ષ)ને છેલ્લા કેટલાક દિવસોથી ઉધરસ અને ગેસની તકલીફ રહેતી હોવાથી 1 ફેબ્રુઆરી, 2026ના રોજ રાત્રે તેમને જુનાગઢની કે.જે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કરતી વેળાએ પરિવારજનોને પ્રથમ રૂ. 20,000 જમા કરાવવા કહેવામાં આવ્યું હતું, ત્યારબાદ જ સારવાર શરૂ કરવામાં આવી હોવાનું ફરીયાદમાં ઉલ્લેખ છે.
દાખલ કર્યા બાદ દર્દીના કાર્ડિયોગ્રામ, ઈછઙ, ઈઇઈ અને ટ્રોપોનિન જેવા ટેસ્ટ કરવામાં આવ્યા, જેમાં ઈછઙ સિવાય બાકીના તમામ રિપોર્ટ સામાન્ય હોવાનું જણાવાયું હતું. ત્યારબાદ બીજા દિવસે કાર્ડિયોગ્રામ અને 2ઉ ઇકો ટેસ્ટ પણ સામાન્ય આવ્યા હોવા છતાં ડોક્ટરો દ્વારા એન્જિઓગ્રાફી કરવાની સલાહ આપવામાં આવી. 2 ફેબ્રુઆરીના રોજ કરાયેલી એન્જિઓગ્રાફીમાં દર્દીની ત્રણેય નસોમાં બ્લોકેજ હોવાનું જણાવી બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ, ફરીયાદ મુજબ, ડોક્ટરોએ સાથે જ એવું પણ કહ્યું હતું કે દર્દીનું હૃદય સારી રીતે કાર્યરત છે અને અન્ય રિપોર્ટ્સ પણ સામાન્ય છે. આ વચ્ચે, પરિવારજનો દ્વારા બીજા નિષ્ણાત ડોક્ટરની સલાહ લેવાતા તેમણે સ્ટેન્ટ દ્વારા સારવાર શક્ય હોવાનું જણાવ્યું હતું.

મૃતક વૃદ્ધના પુત્રએ હૉસ્પિટલના સંચાલકો, ડૉક્ટરો અને સ્ટાફ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

- Advertisement -

દસ્તાવેજોમાં ગોટાળા કરી સત્ય છૂપાવવાનો પ્રયાસ થયો હોવાનો પરિવારનો આરોપ

પરિવારના જણાવ્યા મુજબ, સરકારી યોજના (ઙખઉંઅઢ) હેઠળ મલ્ટીપલ સ્ટેન્ટ આવરી લેવાતા ન હોવાથી બાયપાસ સર્જરી માટે દબાણ કરવામાં આવ્યું હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
આ દરમિયાન હોસ્પિટલમાં ફેફસાંના નિષ્ણાત ડોક્ટર ઉપલબ્ધ ન હોવાને કારણે બહારથી ડોક્ટર હડિયાને બોલાવવામાં આવ્યા હતા. તેમના દ્વારા કરાયેલા સીટીસ્કેન અને એક્સ-રે રિપોર્ટમાં દર્દીને ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું જણાયું હતું. ડોક્ટર હડિયાએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ઈન્ફેક્શન સંપૂર્ણપણે દૂર થાય ત્યાં સુધી ઓપરેશન કરવું જોખમી છે. તેમ છતાં, હોસ્પિટલ દ્વારા તેમની સલાહને અવગણવામાં આવી હોવાનો આરોપ છે. ફરીયાદમાં વધુમાં ઉલ્લેખ છે કે, 3 ફેબ્રુઆરીથી 9 ફેબ્રુઆરી દરમિયાન દર્દીની સારવાર ચાલતી હતી, પરંતુ આ સમયગાળા દરમિયાન ડાયાબિટીસનું સ્તર સતત ઊંચું રહેતું અને ઉધરસમાં વધારો થતો હતો. 10 ફેબ્રુઆરીની વહેલી સવારે દર્દીની બ્લડ સુગર લેવલ 500થી વધુ નોંધાઈ હોવા છતાં સવારે 9 વાગ્યે બાયપાસ સર્જરી માટે લઈ જવાયા હતા.
પરિવારજનોનો આરોપ છે કે, ઓપરેશન પહેલાં હોસ્પિટલ દ્વારા જરૂરી જોખમની સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહોતી અને કોરા ફોર્મ પર દર્દી તથા તેમના પુત્રના હસ્તાક્ષર લેવામાં આવ્યા હતા. બાદમાં આ ફોર્મમાં માહિતી ઉમેરવામાં આવી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે. ઓપરેશન બાદ 11 ફેબ્રુઆરીની મધરાત્રે દર્દીની સ્થિતિ ગંભીર બની હતી. હોસ્પિટલ સ્ટાફ દ્વારા વી.એફ. કન્ડિશન હોવાનું જણાવાયું, જે હૃદય બંધ થવાની સ્થિતિ દર્શાવે છે. તે સમયે કોઈ સિનિયર ડોક્ટર હાજર ન હોવાનો પણ આરોપ છે. ત્યારબાદ બપોર સુધી દર્દીને બ્રેઈન ડેડ જાહેર કરી અંતે મૃત્યુ જાહેર કરવામાં આવ્યું હતું.
આ ઘટનાના બાદ પરિવારજનો દ્વારા સારવાર સંબંધિત તમામ દસ્તાવેજોની માંગણી કરવામાં આવી હતી, પરંતુ હોસ્પિટલ દ્વારા મૂળ દસ્તાવેજો આપવાનો ઇન્કાર કરવામાં આવ્યો હતો. કાનૂની નોટિસ બાદ આપવામાં આવેલા ઝેરોક્સ દસ્તાવેજોમાં હસ્તાક્ષર બાદ વિગતો ઉમેરવામાં આવી હોવાનો આરોપ છે. ફરીયાદમાં એવો પણ ઉલ્લેખ છે કે, સરકારી યોજનાનો લાભ મેળવવા માટે બિનજરૂરી અને જોખમી સર્જરી કરવામાં આવી હોવાની શક્યતા છે. સમગ્ર મામલે પરિવારજનો દ્વારા હોસ્પિટલ સંચાલકો, સંકળાયેલા ડોક્ટરો અને સ્ટાફ સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. આ ઘટના બાદ ખાનગી હોસ્પિટલોમાં સારવારની પારદર્શિતા, દર્દી સલામતી અને મેડિકલ એથિક્સ અંગે ગંભીર ચર્ચા શરૂ થઈ છે. હવે પોલીસ તપાસમાં શું બહાર આવે છે તે પર સૌની નજર ટકેલી છે.

સારવારથી મોત સુધીનો સમગ્ર ઘટનાક્રમ

1 ફેબ્રુઆરી, 2026ના રોજ ભારતીબેન જોષીને ઉધરસ અને ગેસની તકલીફ સાથે હોસ્પિટલમાં દાખલ કરાયા

પ્રાથમિક ટેસ્ટમાં મોટાભાગના રિપોર્ટ સામાન્ય આવ્યા

2 ફેબ્રુઆરીએ એન્જિઓગ્રાફી બાદ ત્રણ નસોમાં બ્લોકેજ હોવાનું જણાવાયું

બાયપાસ સર્જરી કરવાની સલાહ આપવામાં આવી

ફેફસાંમાં ઈન્ફેક્શન હોવાનું સીટીસ્કેનમાં બહાર આવ્યું

નિષ્ણાત ડોક્ટરે ઈન્ફેક્શન દૂર થયા બાદ જ ઓપરેશન કરવાની સલાહ આપી

સારવાર દરમિયાન ડાયાબિટીસનું સ્તર 500થી વધુ નોંધાયું

10 ફેબ્રુઆરીએ ગંભીર સ્થિતિ છતાં બાયપાસ ઓપરેશન કરાયું

11 ફેબ્રુઆરીએ વી.એફ. કન્ડિશન બાદ દર્દીનું અવસાન

હોસ્પિટલ દ્વારા મૂળ દસ્તાવેજો આપવાનો ઇન્કાર, ઝેરોક્સ નકલો જ આપવામાં આવી

પરિવારના ગંભીર આક્ષેપ

જરૂરી ન હોવા છતાં બાયપાસ સર્જરી માટે દબાણ કરવામાં આવ્યું

સ્ટેન્ટથી સારવાર શક્ય હોવા છતાં તે વિકલ્પ છુપાવવામાં આવ્યો

ફેફસાંના ઈન્ફેક્શન અને ઊંચી ડાયાબિટીસ વચ્ચે જોખમી ઓપરેશન કરાયું

ઓપરેશન પહેલાં જોખમ અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી નહીં

કોરા ફોર્મ પર હસ્તાક્ષર લઇ બાદમાં વિગતો ઉમેરવાનો આક્ષેપ

સારવાર દરમિયાન સિનિયર ડોક્ટરની ગેરહાજરીનો આરોપ

વી.એફ. કન્ડિશન જેવી ગંભીર સ્થિતિ અંગે સ્પષ્ટ માહિતી આપવામાં આવી નહીં

મૂળ મેડિકલ દસ્તાવેજો અને ઈઈઝટ ફૂટેજ આપવા હોસ્પિટલનો ઇન્કાર

સરકારી યોજનાનો લાભ લેવા માટે અનાવશ્ર્યક સર્જરી કરાઈ હોવાનો સંદેહ

સમગ્ર ઘટનામાં બેદરકારી છુપાવવા દસ્તાવેજોમાં ચેડાં કર્યાનો આરોપ

પોલીસ દ્વારા નિવેદન નોંધાયું, નિષ્પક્ષ તપાસની ખાતરી

જુનાગઢમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલા વૃદ્ધાના મોતના વિવાદાસ્પદ મામલે હવે તપાસની પ્રક્રિયા તેજ બની રહી છે. બે દિવસ પૂર્વે, 8 એપ્રિલના રોજ, મૃતક દર્દીના પુત્ર વિજયભાઈ જોષીનું જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સત્તાવાર નિવેદન લેવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. માહિતી અનુસાર, વિજયભાઈ જોષીએ પોતાની માતાના સારવાર દરમિયાન થયેલી ઘટનાઓ, હોસ્પિટલ દ્વારા દાખવાયેલી બેદરકારી અને દસ્તાવેજો સંબંધિત શંકાઓ અંગે પોલીસ સમક્ષ વિગતવાર રજૂઆત કરી હતી. પોલીસ અધિકારીઓએ આ મામલે ગંભીરતા દાખવીને સમગ્ર કેસની નિષ્પક્ષ અને પારદર્શક તપાસ કરવાની ખાતરી આપી છે. આ કેસમાં ઉઠેલા ગંભીર આક્ષેપોને ધ્યાનમાં રાખીને હવે આરોગ્ય વિભાગ પણ તપાસમાં જોડાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આરોગ્ય વિભાગની સંડોવણીથી મેડિકલ પ્રોટોકોલ, સારવારની પ્રક્રિયા અને હોસ્પિટલની કામગીરી અંગે વધુ ઊંડાણપૂર્વક તપાસ થઈ શકે છે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

૫૫ વર્ષથી અખંડ ભક્તિની પરંપરા : સૂર્યમુખી ચોકની પ્રાચીન ગરબીમાં બાળાઓના રાસ-ગરબાની રમઝટ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article યુદ્ધના મેદાનની જેમ ચૂંટણી મેદાનમાં: ઘોડા પર સવાર થઈ ઉમેદવારી ફોર્મ ભર્યું
Next Article ₹10,000થી વધુના ઑનલાઈન-પેમેન્ટ પર 1 કલાકની બ્રેક લાગશે

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?