સુરતમાં થોડા સમય પહેલા જ મુંબઈના દંપતીએ ઘરમાં ઉપયોગમાં ન લેવાતી દવાઓ ભેગી કરીને જરૂરિયાતમંદો સુધી પહોંચાડવાની પહલની શરૂઆત કરી હતી. ત્યારે અલગ અલગ ઘરોમાંથી બિનજરૂરી દવાઓ કલેક્ટ કરવાની શરૂઆત શહેરના ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. જેને સોનગઢના ગરીબ દર્દીઓને નિઃશુલ્ક અપાશે.
સુરતીઓએ સેવાના કાર્યમાં ક્યારેય પીછેહઠ કરી નથી . લોકો હંમેશા મદદ માટે તત્પર રહ્યા છે. ત્યારે એકલ અભિયાનની આરોગ્ય ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયા અને એકલ યુવા સુરત દ્વારા મેડિસિન કલેક્શન ડ્રાઇવ શરૂ કરવામાં આવી છે. જેમાં ઘરની ઉપયોગમાં ન લેવાતી કે હોસ્પિટલમાં ઈલાજ બાદ બચેલી દવાઓને એકત્રિત કરી તેનું વિતરણ ગરીબોને કરવામાં આવે છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી કાર્યકર્તાઓ દ્વારા દવાઓ ભેગી કરવામાં આવી છે.


