રાજકોટ જીલ્લાના ગોંડલ, કોટડાસાંગાણી તેમજ લોધિકા તાલુકાના રોડ-રસ્તાઓના કામોને મંજુરી મળતા રાજકોટ જીલ્લા ભાજપા આવકારે છે.
- પ્રજાના લોકકલ્યાણ માટે અભૂતપૂર્વ ઝડપી નિર્ણયો કરી વિકાસકાર્યો કર્યા.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જે.જાડેજા તથા લાખાભાઈ સાગઠીયાનો આભાર વ્યક્ત કરતો રાજકોટ જીલ્લા ભાજપ.
માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલના નેતૃત્વમાં પ્રજાના લોકકલ્યાણ માટે અભૂતપૂર્વ ઝડપી નિર્ણયો કરી વિકાસકાર્યો કર્યા છે. ભાજપાની સરકારે લોકોના વિકાસલક્ષી કામો સતત કરી લોકોને વિકાસના ફળ આપ્યા છે. ભાજપા સામાન્ય અને મધ્યમ વર્ગની ચિંતા હંમેશા કરે છે. તેમ રાજકોટ જીલ્લા ભાજપા અધ્યક્ષ મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલાએ રાજકોટ જીલ્લાના લોધિકા, કોટડાસાંગાણી અને ગોંડલ તાલુકાના પ્રજાજનોને સારા રોડ-રસ્તા મળી રહે તે માટે આ વિસ્તારના સાંસદમોહનભાઈ કુંડારિયા, રમેશભાઈ ધડુક, ધારાસભ્યઓ ગીતાબા જે.જાડેજા તથા લાખાભાઈ સાગઠીયાને રજૂઆત કરતા માન.મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલએ ગોંડલ વિધાનસભા વિસ્તારના વોરાકોટડા જામવાડી ને જોડતા રોડ તેમજ બીલીયાળા નાગડકાને જોડતા રોડ અને ત્રાકુડા પડવલા રોડ માટે માટીકામ, મેટલકામ, ડામરકામ અને નાળાકામ માટે અંદાજીત ૯૭૦ લાખ મંજુર કરતા તેમજ ચરખડી પડવલા રોડ અને ભરૂડી અપ્રોચ રોડને પહોળા કરવાની કામગીરી માટે ૨૦૦(બસો) લાખ મંજુર કરવામાં આવ્યા.
- Advertisement -
રાજકોટ ગ્રામ્ય વિધાનસભા મત વિસ્તારના લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાના બાલાસર થી વાગુદડ જોડતો રસ્તો, થોરડી રોડથી લોધિકા-કોઠાપીપળીયા રોડને જોડતો રસ્તો, વેરાવળ થી ગુંદાસરા રોડ, શાપર થી વીરવા રોડ, મોવિયા થી શિશક નાથગઢ રોડ તેમજ નેશનલ હાઈવેથી હડમતાળા જોડતા રસ્તા માટે ૭૭૦ લાખ મંજુર કરતા રાજકોટ જીલ્લાના અધ્યક્ષશ્રી મનસુખભાઈ ખાચરીયા, મહામંત્રી સર્વ નાગદાનભાઈ ચાવડા, મનસુખભાઈ રામાણી, મનીષભાઈ ચાંગેલા, ગોંડલ તાલુકા ભાજપ પ્રમુખ ભગવાનજીભાઈ રામાણી, મહામંત્રીઓ જીતુભાઈ જીવાણી, બકુલભાઈ જેસ્વાલ, ગોંડલ તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ આંદીપરા, કોટડાસાંગાણી તાલુકા ભાજપ પ્રમુખ જસમતભાઈ સાંગાણી, મહામંત્રીઓ વિક્રમભાઈ મેતા, કિશોરસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ અરવિંદભાઈ સિંધવ, લોધિકા તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ કમાણી, મહામંત્રી મોહનભાઈ ખુંટ, દિલીપભાઈ ફૂંગશીયા, તાલુકા પંચાયત પ્રમુખ ગીતાબેન મુળુભાઈ રાઠોડએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ તેમજ સાંસદ, ધારાસભ્યશ્રીનો ખુબ-ખુબ આભાર વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી છે.


