૨૫૦૦ વૃક્ષો વાવીને ગામને બનાવશે હરિયાળું અને “નંદનવન”
ઉપલેટા: ઉમિયા માતાજી મંદિર- સિદસરની પ્રેરણાથી સદ્ભાવના વૃધ્ધાશ્રમ-રાજકોટ દ્વારા નિર્મિત મારૂ ગામ- હરીયાળું ગામ પ્રોજેક્ટ અંતર્ગત ઉપલેટા તાલુકાના કોલકી ગામની તમામ સંસ્થાઓ તથા ગામના યુવાનો અને કોલકી ગામની બહાર વસતા કોલકી ગામના વતન પ્રેમીઓ અને દાતાઓના સહયોગથી કુલ ૨૫૦૦ વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરી અને ગામની તમામ સંસ્થાઓના આગેવાનો, વડીલો અને યુવાજનોના વરદ હસ્તે કરવામાં આવ્યો.

- Advertisement -
જે રીતે કોરોના કહેરની બીજી લહેરમાં લોકોને ઓક્સિજનની કમી ઉત્પન થઇ હતી ત્યારે ભવિષ્યમાં હર કોઈ આવી મહામારીથી બચી શકે અને કુદરતના હરિયાળા ખોળામાં પોતાનું અને પોતાની આવનારી પેઢીનું ભવિષ્ય વિતાવી શકે તે માટે દાનવીર કર્ણ સમાન તમામ દાતાશ્રીઓ તથા તમામ કાર્યકર મિત્રોએ દિવસ-રાતની સખત મહેતનથી આ પ્રોજેક્ટને સફળ બનાવવા કામગીરી કરી રહ્યા છે.


