ગુજરાતમાં 10 ટીમ સ્ટેન્ડ બાય
સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સર્જાયેલા લો પ્રેશર અને સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમને પગલે હવે ફરી એકવાર રાજ્યમાં ચોમાસું સક્રિય થઈ ગયું છે. ત્યારે હવામાન વિભાગ મુજબ, દક્ષિણ ગુજરાત 3 દિવસ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી જાહેર કરવામાં આવી છે. હવામાન વિભાગનાં ડાયરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા મુજબ, દક્ષિણ ગુજરાતમાં ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી તથા સૌરાષ્ટ્રમાં આજે અને કાલે ભારે વરસાદની આગાહી છે. આગામી દિવસોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહીને લઇને એનડીઆરએફની 10 ટીમો તૈયાન કરવામાં આવી છે. જેમાં ગુજરાત રાજ્યના આઠ જિલ્લા અને રાજસ્થાનના બે જિલ્લાનો સમાવેશ કરાયો છે.


