સરકારના પાંચ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીના ભાગરૃપે કોરોના વોરીયર્સ પ્રોત્સાહિત કાર્યક્રમમાં નવી સિવિલના એક્સ રે ટેકનિશિયનઓને નહી બોલાવાતા નારાજગી દર્શાવીને કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. અને આરોગ્ય અધિકારીને રજુઆત કરી હતી.
મેડીકલ કોલેજ અને નવી સિવિલ હોસ્પિટલ રેડિયોલોજી વિભાગમાં એકસ રે ટેકનિશિયનોએ કોવિડ -19ની મહામારીમાં સિવિલની ત્રણ – ત્રણ હાસ્પિટલમા રાત દિવસ ખડા પગે કામગીરી કરી છે. 80 ટકા ટેકનીશીયનો કોરોના સંક્રમિત થયા હતા. છતા કોરોના વોરીયર્સને પ્રોત્સાહીત કરવાનાં કાર્યક્રમમાં તેમને આમંત્રણ અપાયુ નથી. ટેકનિશ્યનોએ કહ્યુ કે પ્રોત્સાહન તો દૂર પરંતુ અપમાન થતું હોય એવી લાગણી અનુભવીએ છીએ. સિવિલના વહીવટકર્તાઓએ જાણી જોઇને અમારી કેડરને દુર રાખી છે. દર્દીના સંપર્કમાં આવતા ન હોય અને કચેરીમાં બેસી કામ કરતા હોય તેવા અધિકારી કર્મચારીઓનું બહુમાન કરાઇ રહ્યું હોવાથી અમારું મોરલ ડાઉન થઇ રહ્યું છે.
કાર્યક્રમો માટે ટેકનીશીયનોના નામો નહી પહોંચાડનાર અધિકારી સામે કાર્યવાહીની પણ માંગણી થઇ છે. અન્યાયના વિરોધમાં આજે કાળી પટ્ટી પહેરીને ફરજ બજાવવામાં આવી હતી. તેમજ સિવિલ, મેડીકલ કોલેજ, કલેટર કચેરી, આરોગ્ય અધિકારીને રજુઆત કરાઇ છે. વધુમાં લેબોટરીના ટેકનીશિયન સહિતના સ્ટાફને આ કાર્યમકમાં નહી બોલાવાતા નારાજગી ફેલાઇ હોવાની ચર્ચા છે.


