By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    4 hours ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    4 hours ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    1 day ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    1 day ago
    અમેરિકા અને ઇરાન વચ્ચે ફરી યુદ્ધ શરૂ
    1 day ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 hours ago
    સોનાની ઇમ્પોર્ટ ડયુટી 6% કરવાની વિચારણા
    1 day ago
    દિલ્હીમાં ફરી નિર્ભયાકાંડ : ચાલુ બસમાં 11મા ધોરણની વિદ્યાર્થિની પર રેપ
    1 day ago
    બ્લિકિટ-સ્વિગી, ડીમાર્ટથી 5 કિલોથી વધુ ખાંડ નહીં મળે
    5 days ago
    સરકારી અનાજ યોજનામાં મોટું કૌભાંડ આવકવેરો ભરનારા 56 લાખ, GST રજીસ્ટર્ડ 7 લાખ વેપારી ‘લાભાર્થી’
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    6 hours ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    4 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    4 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી
Author

ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 4:57 PM
Khaskhabar Editor 1 year ago
Share
12 Min Read
SHARE

વિશેષ: ડૉ. કૌશિક ચૌધરી

1 ઇસ 1802 માં રામાનંદ સ્વામીના મૃત્યુ પછી સહજાનંદના હાથમાં ઉધ્ધવ સંપ્રદાય આવ્યો, જેમાં આવે તેમને હજી ત્રણ જ વર્ષ થયા હતા, અને તેમની ઉંમર 21 વર્ષ જ હતી. આ જે કારણે પણ બન્યું એનાથી રામાનંદ સ્વામીના કેટલાક સ્ત્રી અને પુરુષ શિષ્યો વિરોધ કરી અલગ થઈ ગયા. ખાલી મુક્તાનંદ નામનો એક શિષ્ય જે સહજાનંદથી 22 વર્ષ મોટો હતો, તેમણે વિરોધ ન કર્યો એટલે સહજાનંદને રામાનંદ સ્વામીના શિષ્યોની એક ટોળકીએ પોતાના મુખ્યા તરીકે સ્વીકારી લીધા.

- Advertisement -

2 હવે લોકોએ કોઈનો વિરોધ કરેલો હોય એટલે એને ઊંચો અને મહાન બતાવવા જેમ વધુ કોશિશો થાય એમ સહજાનંદને ભગવાન નારાયણના બધા નામ આપવામાં આવ્યા. સહજાનંદે પોતાને સ્વામિનારાયણ નામ આપ્યું અને સંપ્રદાયમાં કૃષ્ણ ભક્તિ માટે કિર્તન થતા ’કૃષ્ણ કૃષ્ણ’, ’રાધે કૃષ્ણ’, ’રાધે ગોવિંદ’ વગેરે મંત્ર બંધ કરાવીને પોતાના આ સ્વામિનારાયણ નામને જ એક સર્વોપરી મંત્ર બતાવી તેનું કીર્તન શરૂ કરાવ્યું. ભગવાન કૃષ્ણનું નામ હટાવવાનો આ પહેલો મોટો પડાવ હતો. કૃષ્ણને મૂળ ઇશ્વર બતાવવા સાથે પોતાને કૃષ્ણ બતાવવાનું શરૂ થયું, અને મંત્ર સ્વામિનારાયણ જ રહ્યો. એટલે ઘેટાં સ્વામિનારાયણ મંત્ર સાથે સહજાનંદને નજરમાં રાખતા ત્યાંથી જ થઈ ગયા. આ ટોળકીને પહેલું બળ ત્યારે મળ્યું જ્યારે દાદા ખાચર નામના એક કાઠી જમીનદારને સહજાનંદ નારાયણ છે એવું ઠસાવી ભોળવવામાં આવ્યા, અને તેમની જાગીર હેઠળના 13 – 14 ગામમાં સહજાનંદને માનવાનું ચલણ વધ્યું. પણ આજે એજ સંપ્રદાયના સ્વામીઓ એ કાઠી દરબારો વિશે અપમાનજનક વાતો પોતાની કથાઓમાં કરે છે.

3 બસ, આ આખી ટોળકીનો ઇસ 1802 થી 1817 સુધી સનાતન ધર્મના લગભગ દરેક સંપ્રદાયે વિરોધ કર્યો. રામાનુજ, માધવાચાર્ય અને વિષ્ણુ માર્ગી જેવા વૈષ્ણવ સંપ્રદાયથી લઈને સૂર્ય ઉપાસક, કૂડાપંથી, કબીર પંથી, શક્તિ પૂજકો, જીવોપાસક, જૈન ધર્મી અને નાસ્તિકના માર્ગી એ તમામ હિંદુ મતોએ આ ટોળકીનો વિરોધ કર્યો. સૌથી પ્રચંડ વિરોધ નાગા બાવાઓ અને ગોરખનાથ પંથના શૈવોએ કર્યો. ઘણીવાર આ લોકોને જ્યાં દેખાય ત્યાં મારવાના કિસ્સા પણ સામે આવવા લાગ્યા. અમદાવાદના પેશ્વાએ આ ટોળકીના અમદાવાદમાં આવવા પર પ્રતિબંધ મૂકી દીધો.

‘સ્વામિનારાયણ હિંદુવાદ’ વિશે અંગ્રેજીમાં પ્રથમ કૃતિ મનાય છે

- Advertisement -

વિલિયમ હોજ મિલની એજ ડાયરીમાં સહજાનંદને હિંદુ શાસ્ત્રોના અર્થઘટનોને શુદ્ધ કરી હિંદુ-ખ્રિસ્તી એકતાને જન્મ આપનારા એક સમાજ સુધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે

4 ઇસ 1817 નવેમ્બરમાં પેશ્વાની અંગ્રેજો સામે હાર થઈ, અને ફેબ્રુઆરી 1818 માં અંગ્રેજોએ સહજાનંદને અમદાવાદ બોલાવ્યા. જે અંગ્રેજ અમલદારે સહજાનંદને અમદાવાદ બોલાવ્યા તે ઇડવીન આયર્નસાઇડ હતો, જે સહજાનંદને નવ વર્ષ પહેલા એટલે કે 1809 માં ખેડામાં મળી ચૂક્યો હતો જ્યાં તે પોતે મેજિસ્ટ્રેટ ઓફિસમાં હતો. આયર્નસાઇડે સહજાનંદ સામે અમદાવાદના કાલુપુરમાં મંદિર બનાવવા માટે જમીન અને ધન આપવાનો પ્રસ્તાવ મૂક્યો. સહજાનંદે એ ખુશીથી સ્વીકાર્યો. 1819 માં આયન્ર્સાઇડના ગયા પછી અમદાવાદના કલેક્ટર તરીકે જ્હોન એન્ડ્રુ ડનલોપ આવ્યા, જેમણે કાલુપુરમાં સહજાનંદી મંદિર માટે જમીન ફાળવવાની મંજૂરી બ્રિટનથી મેળવી આપી અને 1820 થી ત્યાં મંદિર નિર્માણ શરૂ થયું, જે 1823 સુધી ચાલ્યું.

5 કલેક્ટર એન્ડ્રુ ડનલોપે કાલુપુર મંદિર નિર્માણ સમયના બે વર્ષોમાં સહજાનંદ સ્વામીના જીવન અને કાર્ય વિશે એક અહેવાલ તૈયાર કર્યો, જેનું નામ હતું ’હિન્દુઓનો એક નવો સંપ્રદાય (અ ક્ષયૂ તયભિં જ્ઞર ઇંશક્ષમીત)’. ડનલોપે આ લેખિત અહેવાલને સૌથી પહેલા કલકત્તાની બિશપ કોલેજના પ્રથમ પ્રિન્સિપાલ બનેલા વિલિયમ હોજ મિલ સાથે શેર કર્યો. કાલુપુર મંદિરના ઉદઘાટનના ચાર મહિના બાદ વિલિયમ હોજ મિલ જૂન 1822માં ગુજરાત પ્રવાસે આવ્યા ત્યારે ડનલોપે તેમને આ નિબંધ બતાવ્યો, જેની મિલે તેમની ડાયરીમાં નકલ કરી હતી, જે હવે ઓક્સફર્ડ યુનિવર્સિટીની બોડલીયન લાઇબ્રેરીમાં સચવાયેલો છે. આ આહેવાલનું 1822 માં વિસ્તૃત સંસ્કરણ બોમ્બે કુરિયરમાં અજ્ઞાતપણે પ્રકાશિત થયું હતું, જે ‘સ્વામિનારાયણ હિંદુવાદ‘ વિશે અંગ્રેજીમાં પ્રથમ કૃતિ મનાય છે. વિલિયમ હોજ મિલની એજ ડાયરીમાં સહજાનંદને હિંદુ શાસ્ત્રોના અર્થઘટનોને શુદ્ધ કરી હિંદુ-ખ્રિસ્તી એકતાને જન્મ આપનારા એક સમાજ સુધારક તરીકે વર્ણવવામાં આવ્યા છે.
આ રીતે હિન્દુ ધર્મના તમામ માન્ય સંપ્રદાયો, પંચદેવ ઉપાસકો તેમજ જૈનો દ્વારા વિરોધ અને પ્રતાડના મેળવી રહેલી સહજાનંદી ટોળકીને અમદાવાદમાં એક મંદિર બનાવડાવી આપી અને તેને હિંદુ ધર્મના એક નવા પંથ તરીકે ઓળખ આપતો પહેલો લેખ પ્રકાશિત કરી આપી સમાજમાં સ્વીકૃતિ આપવાનું કાર્ય અંગ્રેજોએ કર્યું. એ પછી અંગ્રેજોએ એ નવા પંથને એક હિંદુ જિસસનો પંથ કેવી રીતે બનાવ્યો તે આગળ સમજીએ

6 ઇસ 1823માં કાલુપુર મંદિરનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને તે માટે અંગ્રેજોએ 50,000 લોકોની ભીડ એકઠી કરી આપી જ્યાં સહજાનંદને હિંદુઓમાં સ્વીકૃતિ અપાવવાની અને માન્ય હિંદુ સંપ્રદાયોથી મોટા બનાવવાની કોશિશ થઈ. સહજાનંદને 200 થી વધુ અંગ્રેજ સૈનિકોની સુરક્ષા આપવામાં આવી જે હંમેશા તેમની સાથે રહેતા. આમ, એક અંગ્રેજ શાસન પ્રાયોજિત ભગવાન ઉભો કરવામાં આવ્યો, તેને હિંદુઓનો એક નવો પંથ કહેવામાં આવ્યો અને ગુલામ હિંદુ પ્રજાને તેનો રાજાઓ જેવો તાક જામ બતાવી આંજવાની કોશિશ થઈ.

ખ્રિસ્તી જિસસ જેવા એ એકમાત્ર સર્વોપરી ઇશ્વરની સંકલ્પના સહજાનંદી ટોળીમાં શરૂ થઈ

મુખ્ય પ્રપંચ : કૃષ્ણથી પુરુષોત્તમ અલગ કરવું, અને વિષ્ણુથી નારાયણ અલગ કરવું

શિક્ષાપત્રીનું પ્રપંચ

7 ઇસ 1824 માં સહજાનંદે શતાનંદ નામના બ્રાહ્મણ પાસે શિક્ષાપત્રી લખાવી જેમાં ભગવાન કૃષ્ણને જ પૂર્ણપુરુષોત્તમ પરમેશ્વર કહી પોતાના આરાધ્ય કહેવામાં આવ્યા, અને ખાલી કૃષ્ણની જ આરાધ્ય રૂપે પૂજા કરવાનું કહ્યું. પણ 1825 માં કલકત્તાથી અન્ય એક પાદરી બિશપ હેબર ગુજરાત આવ્યા, અને સહજાનંદ તેમને મળવા નડિયાદ આવ્યા. સહજાનંદે વડતાલ મંદિર, તેની બાજુમાં સભાગૃહ અને હોસ્પિટલ નિર્માણ માટે પૈસા માંગ્યા. બિશપ હેબરે સહજાનંદને તેમના પંથમાં ઇશ્વરની સંકલ્પના વિશે પ્રશ્નો પૂછ્યા. ત્યાં સહજાનંદે કહ્યું કે કૃષ્ણ ઈશ્વરનો એ પ્રાચીન અવતાર છે જેની તેમનો પંથ પૂજા કરે છે, પણ એજ ઈશ્વરનો કે સૂર્યનો બીજો અર્વાચીન અવતાર તેમનામાં (સહજાનંદમાં) થયો છે. બિશપ હેબરને હજી તે પૂર્ણ રૂપે ખ્રિસ્તી સ્વરૂપ જેવું ન લાગ્યું, કારણકે ત્યાં ઇશ્વર અવતાર રૂપે ફક્ત એક જ વાર અને એક જ જિસસના સ્વરૂપે આવ્યા છે. એટલે હેબરે મંદિર માટે પૈસા આપવાની ના પાડી, પણ સભાગૃહ અને હોસ્પિટલ માટે પૈસા આપવાનું સ્વીકાર્યું. આ મુલાકાત પછી એજ વર્ષે સહજાનંદે વડતાલ મંદિરમાં રાધા કૃષ્ણની મૂર્તિની બાજુમાં આશીર્વાદ આપતી મુદ્રામાં ’હરિકૃષ્ણ મહારાજ’ નામે પોતાની મૂર્તિ સ્થાપી. આજના સંપ્રદાયના સ્વામીઓના કથનો અને લખાણો મુજબ તે સમયે તેમણે કહ્યું કે જ્યારે લોકો તેમના ઇષ્ટદેવના દર્શન માટે આ મંદિરમાં આવશે ત્યારે અહીંનું સંત મંડળ તેમને ધીરે ધીરે સહજાનંદની સર્વોપરી હોવાની વાતમાં નિષ્ઠા અપાવશે.

8 આમ, અહીંથી ખ્રિસ્તી જિસસ જેવા એ એકમાત્ર સર્વોપરી ઇશ્વરની સંકલ્પના સહજાનંદી ટોળીમાં શરૂ થઈ, અને સનાતન ધર્મના તમામ વૈદિક ઈશ્વરોને તે એકમાત્ર સર્વોપરી ઇશ્વરના નીચે તેના સેવક કે નિષ્ફળ ગયેલા અવતાર તરીકે લાવવાનું શરૂ થયું. ત્યારબાદ સહજાનંદની એ ટોળકીના એ બધા નજીકના લોકોએ નવા નવા પુસ્તકો લખે રાખ્યા જેમાં સનાતન ધર્મના તમામ આરાધ્ય દેવી દેવતાઓને નીચા દેખાડતી, તેમનું વિકૃત અપમાન કરતી અને તે પોતે જ હિંદુઓ સામે આવીને પોતાને સહજાનંદના સેવક કહેતાં હોય અને હિન્દુઓને પોતાની પૂજા છોડી સહજાનંદની ઉપાસના કરવાનું કહેતા હોય તેવી કથાઓ લખાઈ. સૌથી વધુ આક્રમણ અને વિકૃત અપમાન કરાયું એ ભગવાન શિવનું જેમના શૈવ પંથી સન્યાસીઓ અને નાગા બાવાઓએ આ ટોળકીનો સૌથી આક્રમક વિરોધ કર્યો હતો. બસ, ત્યારથી આજસુધી આ સંપ્રદાયમાં જે જે ફસાયું છે કે પ્રવેશ્યું છે તે એજ વિકૃત કથાઓને હિંદુ ધર્મના શાસ્ત્રો માને છે, અને એ હિંદુ જિસસ જેવા સહજાનંદને સનાતન ધર્મનો એકમાત્ર પૂજવા યોગ્ય સર્વોપરી ઇશ્વર માને છે. એ બધા અંગ્રેજોના રમતા મુકાયેલા એ ષડયંત્રના પીડિત છે. મુખ્ય પ્રપંચ – કૃષ્ણથી પુરુષોત્તમ અલગ કરવું, અને વિષ્ણુથી નારાયણ અલગ કરવું

9 લોકો કહે છે કે સહજાનંદ સ્વામીએ જે મંદિરો બનાવ્યા એ કૃષ્ણ મંદિરો જ હતાં. શિક્ષાપત્રીમાં કૃષ્ણને જ આરાધ્ય દેવ કહેવાયા છે વગેરે. પણ એમાં એક બહુ મોટું પ્રપંચ છે. સહજાનંદે સ્થાપેલા તમામ મંદિરોમાં ક્યાંય ભગવાન વિષ્ણુનું નામ નથી, દરેક મંદિરમાં નારાયણ નામે ઇશ્વર છે, કારણકે તેમણે એ બધા મંદિરોના નિર્માણના પંદર વર્ષ પહેલાથી પોતાને જ સ્વામિનારાયણ નામ આપી દીધું હતું. અને વિષ્ણુ પંચદેવમાં હોવાથી નારાયણ નામને વિષ્ણુથી અલગ કરવાની આખી ચાલ શરૂથી તેમની ટોળકીમાં કાર્યરત હતી. બીજી બાજુ એજ કાર્ય તેમણે વૈષ્ણવ દર્શનમાં વિકૃતિ લાવવાની કોશિશ રૂપે ભગવાન કૃષ્ણ સાથે કર્યું. સનાતન ધર્મ અને વૈષ્ણવ માર્ગમાં ભગવાન કૃષ્ણ વિષ્ણુના પૂર્ણ અવતાર હોવાથી તેમને પંચદેવમાંના એક વિષ્ણુ રૂપે સીધા પરમેશ્વર તરીકે દર્શાવી શકાય છે, અને તેમની સાથે વિષ્ણુ માટે પરમેશ્વર રૂપે વપરાતા એ ’ પુરુષોત્તમ ’ શબ્દને જોડી પૂર્ણપુરુષોત્તમ પણ કહેવામાં આવે છે. સહજાનંદી ટોળીમાં ભગવાન કૃષ્ણનો મહિમા બસ તેમનાથી આ પૂર્ણપુરુષોત્તમનું પદ છીનવવા માટે ગાવામાં આવ્યો છે.

10 સહજાનંદી ટોળી ભગવાન કૃષ્ણને એક લાઠી કે નિસરણી તરીકે ઉપયોગ કરે છે. તે પહેલા ભગવાન કૃષ્ણને સર્વોપરી ઇશ્વર, પૂર્ણપુરુષોત્તમ અને અક્ષરધામના (અવિનાશી ધામ રૂપે વૈકુંઠના) અધિપતિ કહે છે, અને પછી કહે છે કે સહજાનંદ કૃષ્ણ છે. એની સ્પષ્ટતા આપતાં તે આગળ કહે છે કે એ પુરુષોત્તમ પરમેશ્વરનો પ્રાચીન અવતાર કૃષ્ણ છે અને અર્વાચીન અવતાર સહજાનંદ છે. એટલે જ તેણે પોતે પોતાને સ્વામિનારાયણ નામ આપ્યું હતું. આ રીતે કૃષ્ણને નિસરણી બનાવી તે શીર્ષ પર ચઢે છે, અને પછી એ નિસરણીને ફેંકી દઈ તેને પોતાના નીચે કરી દે છે. એ શિક્ષાપત્રી તેમની મૂળ નિયત નથી, તે બસ એક ષડયંત્રની શરૂઆત છે, જેથી હિન્દુઓ વચ્ચે રહી શકાય અને પછી આગળની વાત કહી તે હિંદુઓને વટલાવી શકાય. આગળ આ ટોળી કહે છે કે એ પુરુષોત્તમ પરમેશ્વર સહજાનંદ છે, અને આજ સુધીના બધા અવતાર સહજાનંદના હતા. આ માટે એ વારંવાર કહેવાય છે કે સહજાનંદ સર્વોપરી છે, અને એ અવતાર નથી, એ સર્વ અવતારના અવતારી છે. એમના પૂર્વ અવતારો હિંદુ પ્રજાને જિસસ જેવા એકમાત્ર ઈશ્વર પાછળ ચાલતા ખ્રિસ્તી અને ઇસ્લામ જેવા એકાંતિક ધર્મમાં ન ઢાળી શક્યા, એટલે સહજાનંદને એ એકમાત્ર સર્વોપરી ઇશ્વર રૂપે નીચે આવવું પડ્યું. બિલકુલ એ રીતે જેમ જીસસને ઈશ્વરનું રાજ્ય સ્થાપવા આવવું પડ્યું હતું. જેમ જીસસને દીક્ષા આપનાર જ્હોન બાપટીસ્ટ માટે કહેવાય છે કે તેણે મુખ્ય ઇશ્વર માટે માર્ગ તૈયાર કર્યો, એવું રામાનંદ સ્વામી માટે આ સહજાનંદી ટોળકીમાં કહેવાય છે. બહુ સમાન છે, બસ હિંદુ પ્રજાને છેતરવામાં આવી છે નારાયણ નામ અને ભગવાં વસ્ત્રો અને ટીકા તિલકના પ્રપંચથી.

11 આ એ બુધ્ધિહિન વિચાર પર એક તમાચો છે કે સનાતન ધર્મ અને હિંદુ સંસ્કૃતિ આ ભગવા વસ્ત્રો અને ટીકા તિલકના એ બાહ્ય દેખાવમાં છે. કારણકે ભગવા વસ્ત્રો અને ટીકા તિલક વિનાના અનેક લોકો, મહાપુરુષો હિંદુ આધ્યાત્મથી ભરેલા છે અને તેમણે હિંદુ આધ્યાત્મની સમયે સમયે રક્ષા કરી છે. હિંદુ સનાતન ધર્મનું નિરાકાર ૐ થી સાકાર પંચદેવ સુધીનું શાસ્ત્રોનું અને ઉપાસ્ય દેવનું સ્વરૂપ હિન્દુત્વ છે. અને તે સ્વરૂપ પાછળ જીવાતું જીવન હિંદુ સભ્યતા છે.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

TAGGED: hindu, Sanatani, swami samprday
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાત દરેક પરિસ્થિતિ માટે સજ્જ
Next Article હડતાળ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMCની આવાસ યોજનામાં મહાકૌભાંડ

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
વેદોના ચિંતન વૈભવને જાણો
ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
150 ફૂટ રિંગ રોડ પર સદગુરુ બંગ્લોઝ પાસેની જૈન સ્વીટ નમકીન & સ્નેક્સમાંથી મકાઇના લોટની 32 કિલો પેટીસનો નાશ કરાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 4 hours ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?