By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    9 hours ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    9 hours ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    3 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    5 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
    9 hours ago
    રાજ્યમાં લઠ્ઠાકાંડથી 600થી વધુનાં મોત થયા છે : ઉચ્ચ ન્યાયાલય
    2 days ago
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    3 days ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    3 days ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    3 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    5 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    9 hours ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: હડતાળ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Kinnar Acharya > હડતાળ
Kinnar Acharya

હડતાળ

Khaskhabar Editor
Last updated: 2025/05/10 at 5:01 PM
Khaskhabar Editor 1 year ago
Share
16 Min Read
SHARE

એક દિલધડક લઘુ નવલ

પ્રકરણ-3

- Advertisement -

ભાઈ, શું તને લાગે છે કે આ હડતાલ વાજબી છે? પોલીસ ફોર્સનાં મનોબળ પર કેવી અસર તેમાંથી થશે, સમાજને શો મેસેજ જશે? મને ખ્યાલ છે કે, વિદ્યાર્થીઓમાં તમારાં જેવાં નેતાઓનો પ્રભાવ હોય છે. પરંતુ આ પ્રભાવનો તમે દુરૂપયોગ કરી રહ્યાં હોય એવું મને લાગે છે

ત્રણ દિવસની હડતાલનો આજે પ્રથમ દિવસ હતો. હડતાલ તો સજ્જડ હતી પરંતુ એક નવી સમસ્યા આવી પડી હતી. દિલ્હી યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર શ્રીકુમાર ચતૂર્વેદિને આ હડતાલ સામે સખ્ત વાંધો હતો. પોતાનાં બંગલા પર તેમણે તર્પણ, વિવેક સહિતના પાંચેક વિદ્યાર્થી નેતાઓની એક બેઠક બોલાવી હતી. ચા-નાસ્તાની ફોર્માલિટી હજુ શરૂ જ થઈ હતી ત્યાં ચતૂર્વેદિએ વિવેક સામે જોઈ સવાલ કર્યો :‘ભાઈ, શું તને લાગે છે કે આ હડતાલ વાજબી છે? પોલીસ ફોર્સનાં મનોબળ પર કેવી અસર તેમાંથી થશે, સમાજને શો મેસેજ જશે? મને ખ્યાલ છે કે, વિદ્યાર્થીઓમાં તમારાં જેવાં નેતાઓનો પ્રભાવ હોય છે. પરંતુ આ પ્રભાવનો તમે દુરૂપયોગ કરી રહ્યાં હોય એવું મને લાગે છે.’ શ્રીકુમાર ચતુર્વેદિ ઉકળી ઉઠયા હતાં. વાંધો તેમને હડતાલ સામે નહોતો, હડતાલનાં મુદા સામે હતો. ચતૂર્વેદિનું માન વિદ્યાર્થીઓમાં ગજબ હતું. એક નિષ્ઠાવાન શિક્ષણશાસ્ત્ર હોવા ઉપરાંત તેઓ ઉમદા વિચારક પણ ખરાં. ભારતીય અને વૈશ્ર્ચિક ઈતિહાસનું તેમનું જ્ઞાન અભૂતપૂર્વ કહી શકાય એવું હતું. એમનાં જેવાં વિદ્વાન સત્વશીલ, કર્મઠ વ્યક્તિ કોઈ યુનિવર્સિટીનાં વાઈસ ચાન્સેલરપદે પહોંચે એવું ભાગ્યે જ બનતું હોય છે. ચતૂર્વેદિને અહીં સુધી પહોંચાડવામાં તેમનાં લોકશક્તિ પાર્ટીના સ્ટેટ યુનિટ સાથેના સંબંધો કારણભૂત હતાં. જો કે તેનો અર્થ એવો બિલકુલ નહોતો કે તેઓ માત્ર રાજકીય પક્ષના ટેકાથી જ અહીં બિરાજમાન હોય. એમની પાસે પોતાનું ભાથું હતું. વિદ્યાર્થીઓ એટલે જ એમનો આદર કરતા. આજે એમણે વિવેકને જે સવાલો કર્યા તેમાં તેમનો ગુસ્સો, તેમની ચિંતા, આક્રોશ, ક્ધસર્ન… બધું જ ઠલવાયેલું હતું. જવાબ વિવેકએ આપવાનો હતો. અત્યંત વિનયપૂર્વક એ બોલ્યો :
‘સર ! વિદ્યાર્થીઓ પર આ પ્રકારનું દમન કેવી રીતે અમે સહન કરી લઈએ?’

‘વિદ્યાર્થીઓ? માય ફુટ ! જેમની પર દમન થયાનો તમે આક્ષેપ કરો છો એ વિદ્યાર્થી નહોતા, ત્રાસવાદી હતા. એમના રૂમમાંથી ટેકસ્ટ બૂક્સ નહીં, એ.કે. 47 મળી હતી. એમનાં લેપટોપમાં અભ્યાસક્રમનો ડેટા નહોતો, તેમનાં ટાર્ગેટ એવાં દેશનાં મહાનગરોનાં નકશાઓ હતા. તમને એવાં લોકોના મોતનો અફસોસ છે એનો મને અફસોસ છે’ ચતૂર્વેદિની વાત હજુ આગળ ચાલી રહી હતી. એવામાં તર્પણ હળવેકથી વચ્ચે બોલ્યો :

- Advertisement -

‘સર ! વિદ્યાર્થીઓ પર આ પ્રકારનું દમન કેવી રીતે અમે સહન કરી લઈએ?’

‘વિદ્યાર્થીઓ? માય ફુટ ! જેમની પર દમન થયાનો તમે આક્ષેપ કરો છો એ વિદ્યાર્થી નહોતા, ત્રાસવાદી હતા. એમના રૂમમાંથી ટેકસ્ટ બૂક્સ નહીં, AK-47 મળી હતી

‘એકસ્ક્યુઝ મી, સાહેબ ! એ યુવાનો ત્રાસવાદી હતા કે નિર્દોષ એ નક્કી કરવાની જવાબદારી તથા સત્તા માત્ર અદાલત પાસે હોવી જોઈએ. ન્યાય તોળવાનો, સજા આપવાનો અધિકાર પોલીસ પાસે નથી. અહીં તો તેમને પોતાની વાત રજુ કરવાનો અવસર જ મળ્યો નથી. રહી વાત ત્યાંથી મળેલા પુરાવાઓની, તો આપણે બધાં જાણીએ છીએ કે આ પ્રકારના એવિડન્સ ઉભા કરવા એ પોલીસ માટે બહુ આસાન ગણાય. બંધારણએ આપણાં દેશમાં દરેક આરોપીને સ્વબચાવની દલીલો રજુ કરવાનો અધિકાર આપ્યો છે. આપણી લોકશાહિની ઈમારતનો એ એક સ્તંભ છે. એનો ધ્વંશ થશે તો લોકશાહિ પણ સલામત નહીં રહે.’
પુરુષોત્તમ ક્યારનો આ બધી દલીલો – પ્રતિદલીલો સાંભળી રહ્યો હતો. હવે એમાંથી વધુ સમય ખામોશ ન રહેવાયું :
‘તું કઈ લોકશાહિની વાત કરે છે, તર્પણ? અને ક્યું ન્યાયતંત્ર? આ એક અન્યાયતંત્ર છે. જ્યાં સામાન્ય કેસનો નિકાલ આવતા બે-પાંચ દસકા વિતી જાય છે. હજારો લોકોની હાજરીમાં હત્યા કરનાર- જો વગદાર હોય તો પુરાવાઓનાં અભાવે નિર્દોષ છૂટી જાય છે. હજારો કરોડના આર્થિક કૌભાંડો કરનારાંઓને લોકો ફરી ફરીને ચૂંટી કાઢે છે પણ સાયકલ ચોરતાં પકડાયેલા ચોરને પબ્લિક જાહેરમાં જ ઢીબી નાંખે છે. ન્યાયતંત્ર અને લોકશાહિ એક મીથ છે આપણે ત્યાં. આવી સ્થિતિમાં પોલીસ અને સુરક્ષા સેનાનાં જવાનો લાંબી પળોજણથી બચવા આવાં એન્કાઉન્ટર કરે તો એમાં ખોટું શું છે? અને માની લો કે, એમને જીવતા પકડાયાં હોત તો શું એમને સજા મળી હોત? નહીં. તમારી પાસે આતંકવાદ વિરોધી સખ્ત કાનૂન કયાં છે? તર્પણ ! દોસ્ત, તે પેલા સંસદ પરના હૂમલાના ગુનેગાર અફઝલ ગુરૂને કદી ટેલીવિઝન પર જોયો છે? એકદમ નફફટાઈથી હસતો હોય છે. જાણે આપણી સિસ્ટમની, આપણાં ન્યાયતંત્રની અને આપણી ડેમોક્રસીની મજાક ઉડાવી રહ્યો હોય. આવું જ ગંદુ હાસ્ય તમે દરેક આતંકવાદીના ચહેરા પર જોવા માંગો છો?’
‘પુરૂષોત્તમ, અંતિમવાદી વિચારોથી ક્યારેય આવી સમસ્યાઓનો નિકાલ ન થઈ શકે. આપણી સિસ્ટમમાં જ્યાં ખામી હોય તે આપણે જ દૂર કરવી પડશે. તેમાંથી નાસતા રહીશું તો નુકસાન છેવટે આપણને છે…’ પુરુષોત્તમની વાતના પ્રત્યુતરમાં તર્પણ પણ લોકશાહિપુરાણ અને ન્યાયસંહિતા પર લાંબીલચ્ચ વાત કરવાનાં મૂડમાં હતો પણ ચતૂર્વેદિ સાહેબએ તેને અટકાવ્યો :
‘મિત્રો, લાંબી ચર્ચા કરવાનો અર્થ નથી. પરંતુ, મેં તમારી સમક્ષ એક વિચાર રજુ કર્યો છે તેનાં પર સ્હેજ ધ્યાન આપશો તો મને ગમશે. બાય ધ વે, હું મારો નિર્ણય તમને જણાવી દઉં. યુનિવર્સિટીમાં અધ્યયન કાર્ય ચાલુ રહેશે. આ બંધને હડતાલને સમર્થન આપીશ તો મારો અંતરાત્મા મને માફ નહીં કરે !’
વિદ્યાર્થી નેતાઓનાં વિરોધ વચ્ચે પણ શૈક્ષણિક કાર્ય ચાલુ રહ્યું. થોડાં વિદ્યાર્થીઓએ કલાસ એટેન્ડ કર્યા- બાકીનાં અળગાં રહ્યાં. પરંતુ હડતાલનાં ત્રીજા દિવસે એક એવો બનાવ બની ગયો જેમાંથી આખી યુનિવર્સિટી ખળભળી ઉઠી. માનવ સંસાધન વિકાસ મંત્રાલયની સૂચનાથી રાજ્યપાલએ વાઈસ ચાન્સેલર શ્રીકુમાર ચતૂર્વેદિનું રાજીનામું માંગી લીધું. એક જ દિવસમાં એમની જગ્યાએ રામનંદન પાન્ડેની નિમણૂંક પણ થઈ ગઈ. પાન્ડેજી નખશિખ રાજકારણી હતાં, શિક્ષણ સાથે એમને નાડી નેફાનો પણ સંબંધ નહીં. ચતુર્વેદિ સાહેબએ પોતાના સ્પષ્ટ વિચારોની, રાષ્ટ્રવાદી વિચારધારાની કિંમત ચૂકવવી પડી હતી. વિદ્યાર્થીઓ માટે પણ આ સમાચાર એક અણધાર્યો આંચકો ગણાય એવાં હતાં.
તર્પણના રૂમ પર આજે વાતાવરણમાં તનાવ જાણે ઘોળાઈ ગયો હતો. ત્રિપૂટીના હાથમાં ચાની પ્યાલી હતી. વિવેક કોઈ ચેઈન સ્મોકરની માફક એક પછી એક માર્લબોરો સિગરેટ ફુંકી રહ્યો હતો. તર્પણએ ચા ખતમ કરી અને મોબાઈલમાંથી નંબર ડાયલ કરી પડખેની કિટલી પર કોફીનો ઓર્ડર આપ્યો. શું બોલવું એ કોઈને સમજાતું નહોતું. હડતાલ હવે જાણે ગૌણ બાબત બની ગઈ હતી, બધાનાં દિમાગમાં ચૂતર્વેદિ સાહેબની હકાલપટ્ટીના વિચારો ઘુમરાતા હતાં. નાનકડાં રૂમમાં ફેલાયેલી આ ખામોશીમાંથી સર્જાતો અદૃશ્ય-અશ્રાવ્ય કોલાહલ જાણે હજારો ડેસિબલના અવાજ કરતાં પણ વધુ ઘોંઘાટ સર્જતો હતો. કોફી લઈ એક છોકરો આવી પહોંચ્યો. વિવેકએ ફરી એક સિગરેટ પેટાવી.
‘…તો ચતૂર્વેદિ સાહેબને થયેલાં અન્યાયનું પ્રાયશ્ર્ચિત આપણે કોફી ગટગટાવીને અને સિગરેટો ફુંકીને કરીશું !’ પુરૂષોત્તમથી રહેવાયું નહીં. એનું વાક્ય દાઢમાં બોલાયું હતું એ પારખતાં તર્પણને જરાય વાર ન લાગી.
તર્પણ હળવેકથી વચ્ચે બોલ્યો: ‘એકસ્ક્યુઝ મી, સાહેબ ! એ યુવાનો ત્રાસવાદી હતા કે નિર્દોષ એ નક્કી કરવાની જવાબદારી તથા સત્તા માત્ર અદાલત પાસે હોવી જોઈએ. ન્યાય તોળવાનો, સજા આપવાનો અધિકાર પોલીસ પાસે નથી’

‘…તો ચતૂર્વેદિ સાહેબને થયેલાં અન્યાયનું પ્રાયશ્ર્ચિત આપણે કોફી ગટગટાવીને અને સિગરેટો ફુંકીને કરીશું!’ પુરૂષોત્તમથી રહેવાયું નહીં. એનું વાક્ય દાઢમાં બોલાયું હતું એ પારખતાં તર્પણને જરાય વાર ન લાગી

‘તું કઈ લોકશાહિની વાત કરે છે, તર્પણ? અને ક્યું ન્યાયતંત્ર? આ એક અન્યાયતંત્ર છે. જ્યાં સામાન્ય કેસનો નિકાલ આવતા બે-પાંચ દસકા વિતી જાય છે. હજારો લોકોની હાજરીમાં હત્યા કરનાર- જો વગદાર હોય તો પુરાવાઓનાં અભાવે નિર્દોષ છૂટી જાય છે. હજારો કરોડના આર્થિક કૌભાંડો કરનારાંઓને લોકો ફરી ફરીને ચૂંટી કાઢે છે પણ સાયકલ ચોરતાં પકડાયેલા ચોરને પબ્લિક જાહેરમાં જ ઢીબી નાંખે છે

‘દોસ્ત, કમ ઓન ! આપણે વિવશ છીએ. ચતૂર્વેદિ સાહેબએ હડતાલના વિરોધમાં રજુ કરેલા મુદા જોડે આજે પણ હું સહમત નથી. પરંતુ તેથી શું તેમની હકાલપટ્ટી થવી જોઈતી હતી? નહીં. બિલકુલ નહીં.’ તર્પણ બોલ્યો.
‘આ રાજકારણીઓ સાલ્લા ! એક પદ પર પણ સારો, કાર્યદક્ષ માણસ તેઓ બર્દાશ્ત કરી શકતા નથી. સામાન્ય માનવીને અપાતી રોડ-ગટર-વીજળી જેવી સુવિધાઓથી લઈ શિક્ષણ, ત્રાસવાદ, સંરક્ષણ જેવી દરેક બાબતોમાં તેઓ રાજકારણ ઘૂસાડે છે. ડાકણ પણ એકાદ ઘર છોડી દે છે ક્યારેક. પરંતુ, ધીસ બ્લડી પોલિટિશ્યન્સ…’ આટલું પુરુ કરી વિવેકએ સિગરેટના ઉપરાઉપરી ત્રણ-ચાર કશ ખેંચી લીધા.
‘તને ખ્યાલ છે, તર્પણ ! ગ્રીક ભાષાનો શબ્દ છે : કેક્રિસ્ટોક્રસી. રાષ્ટ્રનાં નિચતમ અને સૌથી અધમ લોકો સત્તાનાં સિંહાસન પર બિરાજે, પ્રજા પર યેનકેન પ્રકારે દમન થાય, જનતાનું સાંભળનારું કોઈ હોય નહીં. નિચતા અને નફફટાઈ જ્યાં લાયકાત બની જાય… બસ એ જ કેડિસ્ટોક્રસી. ક્યાં દેખાઈ તને ડેમોક્રસી? પ્રજાનાં અવાજને અહીં પ્રાયોરિટી લિસ્ટમાં આખરી સ્થાન પણ મળતું નથી.’ પુરુષોત્તમએ બળાપો કાઢયો.
‘ડેડી સાચું જ કહેતા હતા ! બેટા, સ્ટેટસમાં સેટલ થઈ જા, ગ્રીન કાર્ડ લઈ લે. વર્ષે બે-ચાર વખત અહીં બિઝનેસ માટે આવતો-જતો રહેજે.
પણ, નાગરિકત્વ એ દેશનું મેળવી લે- જ્યાં નાગરિકોનું મૂલ્ય હોય. આ કિડી-મંકોડા-વંદા અને દેડકાના હાલે જીવતા મનુષ્યોમાં સડીયલ દેશમાં શું દાટયું છે?’ વિવેકની વાત પુરુષોત્તમએ પુરી થવા દીધી નહીં.
‘બસ ! ભાગવાની વાત ! બધાં જ શિક્ષિત, વિચારશીલ, કાર્યદક્ષ લોકો દેશમાંથી ભાગતા રહેશે તો છેલ્લે બચી જશે કોણ અહીંયા? સમાજનો જે વર્ગ શાસન કરવાને લાયક છે તેમાંનાં નેવું ટકા તો આમ પણ શાંતિથી રહેવા માટે આ બધી વાતોથી દૂર જ ભાગે છે.

એમને કશુંક પરિવર્તન ખપે છે પરંતુ એ માટે પોતે કશાં જ પ્રયત્નો કરવા નથી.’
‘સ્ટોપ ઈટ, પુરુષોત્તમ ! વિવેક હજુ ભારતમાં જ છે એ વાત તું કેમ ભૂલી જાય છે ! એ જે કંઈ કહી રહ્યો છે- ફ્રસ્ટ્રેશનમાં કરી રહ્યો છે. તારી વાત સાચી છે, પુરુષોત્તમ ! યુ હેવ ટુ બી ઈન ધ સિસ્ટમ ટુ ચેન્જ ધ સિસ્ટમ ! કોઈ ફિલ્મમાં મેં ડાયલોગ સાંભળ્યો હતો : કિનારે પર બૈઠે તૂફાન કો કોસને સે ક્યા ફાયદા? આપણે કિનારે નથી બેસવું’ તર્પણ એકદમ મક્કમ અવાજે બોલી રહ્યો હતો. પુરુષોત્તમ અને વિવેક મૌન હતા પરંતુ એમનું એ મૌન સંમતીસૂચક હતું.

બસ ! ભાગવાની વાત ! બધાં જ શિક્ષિત, વિચારશીલ, કાર્યદક્ષ લોકો દેશમાંથી ભાગતા રહેશે તો છેલ્લે બચી જશે કોણ અહીંયા? સમાજનો જે વર્ગ શાસન કરવાને લાયક છે તેમાંનાં નેવું ટકા તો આમ પણ શાંતિથી રહેવા માટે આ બધી વાતોથી દૂર જ ભાગે છે. એમને કશુંક પરિવર્તન ખપે છે પરંતુ એ માટે પોતે કશાં જ પ્રયત્નો કરવા નથી

કોલેજ ખતમ કર્યા પછી ત્રણેય મિત્રોએ રાજકારણમાં ઝૂકાવવાનું નક્કી કરી લીધું હતું. એમનાં આ નિર્ણયથી સૌથી વધુ આંચકો કદાચ વિવેકના પિતા ભગવતિચરણ વર્માને લાગ્યો હતો. આજે રવીવારનો દિવસ હતો, એમણે ત્રણેય મિત્રોને પોતાનાં ફાર્મ હાઉસ ‘ભારત દર્શન’ પર બોલાવ્યાં હતાં. વિવેક પોતાની ડિઝાઈનર મે-બેક કારમાં બેઉ મિત્રોને લઈ ફાર્મ પર પહોંચ્યો.
‘ભારત દર્શન’ ખરા અર્થમાં દેશનાં દર્શન કરાવતું અદભુત સ્થળ હતું. તર્પણ અને પુરુષોત્તમ ફાટી આંખે ફાર્મ નિહાળી રહ્યાં હતાં. અહીં વર્માજીએ લગભગ ચાલીસેક કોટેજ બનાવ્યાં હતાં. દરેક રાજ્ય અને કેદ્રશાસિત પ્રદેશનું પ્રતિબિંબ ઝીલતું એક-એક કોટેજ. આંધ્રથી લઈ ઝારખંડ અને વેસ્ટ બેંગાલ અને આંદામાન-નિકોબારથી ગોવા સુધીના પ્રદેશોની ઝલક તેમાંથી મળી રહેતી હતી. હિમાચલ કોટેજ પૂર્ણત: કાષ્ઠથી બનેલું હતું તો ગુજરાત કોટેજ માટે ભૂંગા બનાવાયા હતા. ઈન્ટીરિયર પણ બહુ રસપુર્વક ડિઝાઈન થયેલું હતું. રાજસ્થાનના કોટેજમાં મુંઢા, બ્રાસનાં શો-પીસ તથા પરંપરાગત વાસણો હતા, કાશ્મીર કોટેજમાં મોંઘીદાટ કાર્પેટ, હેન્ડિક્રાફટથી બનેલી કૃતિઓ શોભાયમાન હતા. દરેક કોટેજની લગભગ પ્રત્યેક દિવાલ પર જે તે વિસ્તારની કલાકૃતિઓ તથા પેઈન્ટિગ્સ ટાંગવામાં આવ્યાં હતા. અહીં કેરળની નાળીયરીના વૃક્ષો પણ હતા અને પાઈન તથા સાગનાં પણ ખરા. કાજુનાં વૃક્ષો પણ હતાં અને હાફુસ કેરીનાં આંબા પણ મોજુદ હતા. ખરા અર્થમાં આ ફાર્મ હાઉસ નહોતું, ભારતીય સંસ્કૃતિઓનું મ્યુઝીયમ હતું. ‘આવું ફાર્મ માત્ર પૈસાથી ન બને, તેનાં માટે ટેસ્ટ પણ જોઈએ. ભારતનાં ઘણાં કુબેરપતિઓ ભાતભાતનાં બંગલાઓ ખડકતા હોય છે, મુંબીમાં હમણાં જ એક કુબેરપતિએ ભારતનું સૌથી ખર્ચાળ ઘર બનાવ્યું. એમાં ભવ્યતા તો ઠાંસી ઠાંસીને ભરી છે પણ ‘ટેસ્ટ’ ક્યાં?’તર્પણના દિમાગમાં આવાં અનેક વિચારો ચાલી રહ્યાં હતાં. વિવેક પોતાનાં બેઉ મિત્રોને ફાર્મની ઉડતી મુલાકાત કરાવી ‘દિલ્હી ભવન’ તરફ દોરી ગયો. રાષ્ટ્રપતિ ભવનની પ્રતિકૃતિ સમાન એ નાની શી ઈમારતના ડ્રોઈંગ રૂમમાં એક આરામ ખૂરસી પર લાંબા થઈ વર્માજી કોઈ પુસ્તક વાંચી રહ્યાં હતા.
‘આવો… આવો, ક્રાન્તિકારીઓ ! વેલકમ !’ વર્માજીએ કટાક્ષમાં ઝબોળાયેલું વાક્ય ફેંકી ત્રણેયનું સ્વાગત કર્યું. ‘હા ! તો મિત્રો, લેટ મી નો યોર ફયુચર પ્લાન.’
‘વિવેકએ તમને વાત કરી જ હશે. કોલેજમાં હતાં ત્યારથી જ અમે નક્કી કરી લીધું હતું કે અમે રાજનીતિમાં આવીશું.’
‘યસ, તર્પણ ! આઈ નો એવરીથિંગ. જનરલ સેક્રેટરી તરીકે તે વિવેકનું નામ સૂચવ્યું ત્યારથી આજ સુધી આઈ હેવ બીન ફોલોઈંગ યુ… મને વિવેક બધી જ વાતો કહેતો રહ્યો છે. જુઓ, મને ખ્યાલ છે કે, તમારામાં ભરપૂર શક્તિઓ છે. તમને લાગ્યું હશે કે, એક પિતા તરીકે વિવેકનો આ નિર્ણય મને નહીં ગમ્યો હોય. પણ, એવું નથી. આઈ એમ મોર ધેન હેપ્પી. જુઓ, દરેક બિઝનેસ ટાયકુનના ઘેર એવાં સંતાનો તો હોય છે જે બાપનો કારોબાર સંભાળી લે છે. પરંતુ દેશની ચિંતા સામે ચાલીને માથે ઓઢનાર સંતાન તો ભાગ્યથી જ મળે.’ વર્માજી હવે આ બધું કટાક્ષમાં નહોતા બોલી રહ્યાં. એમણે પોતાની વાત આગળ વધારી.
‘…પણ, તર્પણ અને પુરુષોત્તમ ! તમે ક્યારેય એ વિચાર્યુ છે કે તમારો પરિવાર તમારા તરફ આશા રાખી બેઠો હશે ! મને ખ્યાલ છે કે, તમારા પરિવાર સુખી-સંપન્ન છે. પણ, તમારાં જીવનનિર્વાહનું શું થશે? જવાબ તમારે નથી આપવાનો, હું આપું છું. તમને દર મહિને સેલરીનો ચેક મળી જશે. મારે ત્યાંથી વીસેક હજાર કર્મચારીઓનાં પગાર થાય છે. હું માનીશ કે મેં વધારે બે-ચાર મેનેજર્સ રાખ્યાં છે. તમે હૃદયપુર્વક રાજનીતિમાં સક્રિય થો. લોકશક્તિ પાર્ટીમાં મારે વાત પણ થઈ ગઈ છે. તમારી આવડતથી તેઓ પણ વાકેફ છે. તમારા મેરિટ પર જ તમને સારા પદ સાથે પક્ષમાં પ્રવેશ મળશે ! ગો અહેડ !’ ભગવતિચરણ વર્માની વાત સાંભળી તર્પણ- પુરુષોત્તમ ગળગળાં થઈ ગયા હતા. આદરપૂર્વક તેમણે વર્માજીને ચરણસ્પર્શ કર્યા અને ત્યાંથી વિદાય લીધી. ત્રિપૂટીના આગમનથી લોકશક્તિ પાર્ટીમાં પણ જાણે નવો પ્રાણ ફુંકાયો. પુરુષોત્તમએ સંગઠ્ઠન મજબૂત બનાવ્યું, દેશભરમાં ફરી કાર્યકરોને સક્રિય કર્યા, નવા કાર્યકર બનાવ્યાં તથા પાર્ટીનો વ્યાપ વધાર્યો. વિવેકએ પ્રવકતા ઉપરાંત સ્ટ્રેટેજિસ્ટની ભૂમિકા સંભાળી લીધી હતી. એ સતત પ્રજાની નજરમાં રહેતો. તર્પણનું નામ ઝડપભેર પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓની યાદીમાં સામેલ થઈ ગયું હતું. પણ, આ વખતની ચૂંટણીઓ યુવાનોનાં નામ પર લડાઈ રહી હતી. દેશભરમાં યુવા નેતાગીરીની હવા ચાલી હતી. પીપલ્સ પાર્ટીએ હબિબ મોહમ્મદને પોતાનો ચહેરો બનાવ્યો હતો અને લોકશક્તિ પાસે તર્પણ અને વિવેક નામનાં બે મોસ્ટ સેલેબલ ચહેરાઓ હતા. ભારતના રાજકારણમાં જ્યાં મંત્રીઓ 85-90ની ઉંમરે પણ વ્હીલચેરમાં બેસીને પણ પ્રધાનપદ પર ચીટકી રહેતા હોય છે ત્યાં યુવા નેતૃત્વનો આ યુગ સ્વયં એક ઈતિહાસથી કમ નહોતો.
ક્રમશ:

 

You Might Also Like

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

ઉન્માદી નહીં, વિચારવંત બનવાનો આ સમય…

ડામરના ભ્રષ્ટાચારને નાથશે સિમેન્ટ-કોન્ક્રીટ

TAGGED: STRIKE
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઘેટાંઓનો સ્વામી સંપ્રદાય આજે શું ક્યારેય હિંદુ કે સનાતની હતો જ નહીં એની પ્રમાણ સહિત ક્રોનોલોજી
Next Article મૂળીના સરા ગામે કમોસમી વરસાદ બાદ પાણીનો ભરાવો થતા નર્કાગાર જેવી સ્થિતિ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
આંતરરાષ્ટ્રીય

ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
ફુલના વેપારીઓને રામનાથપરાથી હટાવતા મહાપાલિકા કચેરી પરિસરમાં ફૂલ ઠાલવી વિરોધ
કેરળમાં ભૂસ્ખલન-પૂરથી 5નાં મોત
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ‘વિજ્ઞાન યાત્રાનો પ્રારંભ : દેશભરના અનેક અગ્રણી વિજ્ઞાનીઓ આપશે ઓનલાઇન માર્ગદર્શન
પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

AuthorKinnar Acharya

અમે લોકોને ખુશ કરવા નથી બેઠાં

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
AuthorKinnar Acharya

જીવલેણ ફૂડ પ્રોડક્ટ્સ અને બુઠ્ઠાં કાયદાઓ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
AuthorKinnar Acharya

‘કૈલાશ પરબત’માં નિરાશા, ‘સર્વસ્યમ્’ અને ‘ઈનર સર્કલ’માં મોજેમોજ

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?