દુબઇમાં એક પછી એક ૨૦ મિનિટમાં ૭ રહસ્યમય બ્લાસ્ટ
ઈરાન યુદ્ધ શરૂ થયા પછી ક્રૂડ ઓઈલના ભાવ વધ્યા, તો દુનિયાભરમાં મોંઘવારી પણ વધી ગઈ. આ દરમિયાન એપ્રિલથી જૂન વચ્ચે દુનિયાની 5 સૌથી મોટી ઓઈલ કંપનીઓએ રેકોર્ડ ૮૧ અબજ ડોલરનો નફો કર્યો છે. અલ
જઝીરાના રિપોર્ટમાં આ જાણકારી આપવામાં આવી છે. નફાની આ રકમ લગભગ ૭ લાખ કરોડ રૂપિયા થાય છે, જે ભારતના આખા વર્ષના રક્ષા બજેટ ૬.૮૧ લાખ કરોડ રૂપિયાથી પણ વધારે છે. યુદ્ધ શરૂ થયું ત્યારે ક્રૂડ ઓઈલ
૭૦ ડોલર પ્રતિ બેરલ હતું. તે એપ્રિલથી જૂન વચ્ચે ૧૨૦ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગયું. એટલે કે, ઓઈલ કંપનીઓએ આ દરમિયાન લગભગ ૨૩% નફો કર્યો.
- Advertisement -
યમનના હુતી બળવાખોરોએ બુધવારે દાવો કર્યો હતો કે તેમણે સાઉદી અરેબિયાના યાનબુ બંદર નજીક એક સાઉદી તેલ ટેન્કર પર મિસાઈલોથી હુમલો કર્યો છે. હુતી જૂથના લશ્કરી પ્રવક્તા યાહ્યા સરીએ જણાવ્યું હતું કે આ
હુમલો તેમના ઉગ્રવાદીઓએ કર્યો હતો, જોકે તેમણે એ જણાવ્યું ન હતું કે હુમલો ક્યારે થયો હતો. દુબઈના જેબેલ અલી ઇન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં વિસ્ફોટો થયા હોવાના રિપોર્ટ્સ આવ્યા છે.
સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા વીડિયોમાં રાતના અંધારામાં આકાશમાં કાળા ધુમાડા જોઈ શકાય છે. ઈરાનની મિહર (Mehr) ન્યૂઝ એજન્સીએ અમીરાતી અધિકારીઓને ટાંકીને જણાવ્યું છે કે ૨૦ મિનિટના ગાળામાં
ઓછામાં ઓછા સાત વિસ્ફોટો થયા હતા. રિપોર્ટ્સ મુજબ, આ ઘટનાનો વીડિયો શૂટ કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે વિસ્ફોટનું મૂળ કારણ હજી ખબર પડી નથી છે.




