By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    8 hours ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    2 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    2 days ago
    ઇઝરાયલને હથિયાર આપશે ટ્રમ્પ : વિશ્વમાં ખળભળાટ!
    2 days ago
    મક્કામાં ઈમરજન્સી એલર્ટ : સાઉદીએ મક્કા પાસે હુતી ડ્રોન તોડી પાડયું
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000
    7 hours ago
    મુંબઈનાં 108 વર્ષ જૂના ‘ઓલિમ્પિયા કોફી હાઉસ’નું લાઇસન્સ સસ્પેન્ડ!
    8 hours ago
    જિયો-કેન્વા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી યુઝર્સને 1 વર્ષ માટે સબસ્ક્રિપ્શન મફત
    8 hours ago
    ઉત્તરાખંડમાં હિમવર્ષા : કેદારનાથમાં તાપમાન માઈનસ 2 ડિગ્રી
    9 hours ago
    પરિવારોની 57% સંપત્તિ હજુ પણ મકાન-જમીનમાં : શેર અને મ્યુચ્યુઅલ ફંડ તરફ રોકાણકારોનો ઝુકાવ વધ્યો
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    10 hours ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    2 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    4 days ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    2 weeks ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા
CRIME

દિલ્હીથી જામનગર લઇ જવાનો 2.37 કરોડનો બ્રાસ પાર્ટનો ભંગાર બારોબાર ચાઉં કરી ગયા

Khaskhabar Editor
Last updated: 2026/08/07 at 2:21 PM
Khaskhabar Editor 1 month ago
Share
30 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર

ઓફિસ પાસે ટ્રક ખાલી મળ્યો : ભક્તિનગર પોલીસમાં નોંધાતો ગુનો

- Advertisement -

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના હડમતાળા ગામે રહેતા અને છેલ્લા અઢી વર્ષથી ઢેબર રોડ ઉપર આવેલ શ્રી શ્યામ ટ્રાન્સપોર્ટમા મેનેજર તરીકે નોકરી કરતા પૃથ્વીરાજસિંહ રેવતુભા જાડેજા ઉ.35એ રાજસ્થાનના ડ્રાયવર મનોહરસીંગ કરણસીંગ, ક્લીનર પ્રતાપસિંગ અને તપાસમાં જે ખુલે તેની સામે 2,37,33,134 રૂપિયાની છેતરપિંડી અંગે ભક્તિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 31 તારીખે રાત્રે દિલ્લીની ઓફિસથી ટ્રક રજી નંબર RJ-52-GA-4413માં આશરે 27 ટન જેટલો બ્રાસ સ્ક્રેપનો માલ લોડ થઇ અને રાજકોટ તરફ આવવા નિક્ળ્યાની સોફટવેરમા માહિતી અપલોડ થઈ હતી જે ટ્રકમા ડ્રાઇવર તરીકે મનોહરસિંગ તથા તેની સાથે કલીનરમાં પ્રતાપસિંગ હોવાનું જણાવ્યું હતું આ ટ્રકમાં લોડ થયેલ માલ પૈકી 2 ટન માલ રાજકોટની જુદી જુદી પાર્ટીનો હતો તથા બાકીનો અંદાજીત ૨૫ ટન માલ જામનગરની જુદી જુદી પાર્ટીનો હતો જે માલ જામનગર પહોંચાડવાનો હતો બાદ ગત તારીખ 4ના રોજ હું મારી ઓફીસે હતો ત્યારે અમારી ડિલેવરી ઓફિસમા બેસતા નૈમીષભાઇ ખાંભલા દિલ્લીથી બ્રાસ સ્ક્રેપ ભરાયેલી ગાડીની બિલટી લઇ મારી પાસે આવેલ જેથી મે તેઓને રાજકોટની પાર્ટીનો 2 ટન માલ ટ્રાન્સપોર્ટએ ખાલી કરી જામનગર ખાતે મોકલવાનો માલ ગાડીમા રાખી રાત્રીના નો-એન્ટ્રી બાદ ગાડી રવાના કરવાની વાત કરી હતી રાજકોટનો માલ ખાલી કરી બાદમાં રાત્રે ટ્રક લઈને જવા કહ્યું હતું બીજા દિવસે સવારે ગાડીમાં એલાયન્સ મેટલનો માલ હોય જેથી હિતેનભાઇ સોનેટાનો માલ મળેલ ન હોવાની જાણ કરી હતી જેથી ગાડી બાબતે તપાસ કરતા ઉપરોક્ત ગાડી ખાલી હાલતમા જોવા મળી હતી જેથી ડ્રાઇવર તથા કલીનરના મોબાઇલ નંબર ઉપર સંપર્ક કરતા બન્નેના મોબાઇલ બંઘ આવતા હતા જેથી દિલ્લીની ઓફિસએ આ બાબતે જાણ કરી હતી આ ગાડીના ડ્રાઇવર તથા કલીનરને જામનગર ખાતે જુદી જુદી પાર્ટીનો માલ અમારી ટ્રાન્સપોર્ટ ઓફિસે પહોચાડવાનો હતો તે પહોચાડેલ નહિ અને બારો બાર ગાડીમાથી બ્રાસ સ્ક્રેપનો માલ ખાલી કરી અથવા કરાવી નાખેલ હોય તેવી શંકાએ 2.37 કરોડની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

કઈ પાર્ટીનો કેટલો માલ હતો
અમન ટ્રેડર્સ દિલ્હી : 2100 કિલો : કિંમત 19,70,010
અમન ટ્રેડર્સ દિલ્હી : 2800 કિલો : કિંમત 26,26,680
સ્ટાર એન્ટરપ્રાઇઝ દિલ્લી : 2045 કિલો : કિંમત 19,45,815
વિષ્ણુ ટ્રેડર્સ દિલ્લી : 1800 કિલો : કિંમત 16,77,960
પી.પી એન્ટરપ્રાઇઝ દિલ્લી : 1960 કિલો : કિંમત 18,24,892
શ્રી રાઘે એન્ટરપ્રાઇઝ દિલ્લી : 1533.450 કિલો : કિંમત 14,47,577
આરક્યુબ ગ્રીન પ્રા.લી.દિલ્લી : 1486 કિલો : કિંમત 13,99,278
એમ.એસ. ટ્રેડર્સ દિલ્લી : 1955 કિલો : કિંમત 18,23,103
જામનગર RY NUTRITION દિલ્લી : 1616 કિલો : કિંમત 14,99,885
ભારત ટ્રેડ્રીંગ દિલ્લી : 4189 કિલો : કિંમત 39,37,369
ગોયેલ એન્ટરપ્રાઇઝ દિલ્લી : 2082 કિલો : કિંમત 19,61,065
સાલાસાર બાલાજી ટ્રેડીંગ : 1975 કિલો : કિંમત 16,19,500
કુલ મુદામાલ : 25541.75 કિલોગ્રામ : કિંમત 2,37,33,134

ગોંડલ રહેતા ખેડૂત મામાને ભાણેજ સહીત બે શખ્સોએ 49.50 લાખનું બુચ મારી દીધું : ચેક બાઉન્સના નામે પૈસા પડાવ્યા બાદ 12 લાખના ઘઉં પણ વેચી નાખ્યા

- Advertisement -

ગોંડલના ચરખડી ગામે રહેતા જીવરાજભાઈ બચુભાઇ ગજેરા ઉ.59એ મેટોડાના ચેતન અશોકભાઈ પાંચાણી અને રાજકોટના ઈર્શાદ હમીરભાઇ દળ સામે 49.50 લાખની છેતરપિંડી અંગે શાપર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લાના લોધીકા તાલુકાના કાંગશીયાળી ગામમાં જમીન ખરીદી હતી 2023માં મારે રૂપિયાની જરૂરીયાત હોય જેથી ઉપરોક્ત પ્લોટનુ વેચાણ કરવાનુ હતુ. તે વખતે મારા ભાણેજ ચેતન અશોકભાઈ પાંચાણીએ મને કહેલ કે, હું જમીન મકાન/પ્લોટ લે-વેચનો ધંધો કરૂ છું અને તમારા પ્લોટનો હું ઉંચા ભાવે સોદો કરાવી આપીશ અને તેના બદલામાં અમુક ટકા કમીશન મને આપજો તેમ વાત કરેલ અને વિસેક દિવસ પછી ચેતને મને ફોન કરી કહેલ કે, તમારા પ્લોટનો ઉંચા ભાવે સોદો કરાવી આપેલ છે તમે કાંગશીયાળી આવી, સામેવાળી પાર્ટી સાથે તમારી મુલાકાત કરાવી દઉં તેમ કહેતા હું કાંગશીયાળી આવેલ, ત્યારે ત્યાં મારો ભાણેજ ચેતન તથા ઇર્ષાદભાઈ બંને હાજર હતા અને બંનેએ મારા પ્લોટનો 80 લાખમાં સોદો કરી લીધેલ હતો. અને આ પૈસા કેવી રીતે આપવા તેનું પણ બંનેએ આયોજન કરી ઇર્ષાદભાઇએ મારા રાજકોટ ડીસ્ટ્રીકટ કો. ઓપરેટીવ બેંકના ખાતામાં 7.60 લાખ નાખ્યા હતા. અને તે પૈસા મારા ભાણેજ ચેતનના કહેવાથી મે સિકંદરભાઇ પલેજાના ખાતા બેંક ખાતામાં નાખ્યા હતા ત્યાર બાદ પરસ્પર સમજુતી કરાર કરેલ જેમાં આ ઇર્ષાદભાઈએ પ્લોટની કીંમત 11.60 લાખ લખેલ હતી બાદ 2024માં મારા ભાણેજ ચેતને મને દસ્તાવેજ માટે મામલતદાર કચેરી લોધીકા ખાતે બોલાવી કહેલ કે, આ તમારો પ્લોટ ઇર્ષાદભાઈ દલએ ખરીદ કરેલ છે. અને આ પ્લોટના 80 લાખ મારા પાસે આવી જશે તમે પ્લોટનો દસ્તાવેજ કરી દો, તેમ કહેતા મે મારા ભાણેજના વિશ્વાસમાં આવી જઈ દસતાવેજ કરી આપ્યો હતો પરંતુ ઇર્ષાદભાઈ દલ સાથે નક્કી થયેલ પ્લોટ ના સોદા મુજબના પૈસા મને આપેલ નહી અને તે વખતે મારા ભાણેજે મને બે ચેક આપેલ જે ચેક બેન્કમાં વટાવતા ચેક બાઉન્સ થયેલ જેથી મે મારા ભાણેજ ચેતનને વાત કરતા તેણે કહેલ કે, તમે મને ચેક પાછા આપો, હું રૂપિયા અપાવી દઇશ તેમ કહી, મારી પાસેથી ચેક પાછો લઇ લીધેલ અને ત્યાર બાદ નેગોશીયબલ દાખલ કરવા માટે તમારે જમીનની કિંમતના અડધા રૂપિયા સરકારમાં જમા કરાવવા પડશે મારા જાણીતા વિમલભાઇ શાહ તથા સાવલીયાભાઇ છે જે ચેક બાઉન્સ થયેલ હોય તેના રૂપિયા પાછા અપાવવાનુ કામ કરે છે. આપણે તેને અમુક ટકા કમીશનપેટે દેવા પડશે તેમ વાત કરેલ હતી, તેમ કહેતા ભાણેજના વિશ્વાસમાં આવી જઇ મે મારા સગા સબંધીઓ પાસેથી 37 લાખ ઉછીના લઈ તથા મારી પત્નીના સોનાના દાગીના મારા ભાણેજ ચેતનને આપ્યા હતા બાદ આજથી આશરે ત્રણેક મહિના પહેલા ઘંઉનુ વેચાણ કરવાનુ હોય જેથી ચેતન મારી પાસે આવેલ અને મને કહેલ કે, રાજકોટમાં તમારા ઘંઉના ઉંચા ભાવ અપાવી સારા ભાવે વેચાણ કરાવી આપશુ તેમ કહી ચેતને મારા 2088 મણ ઘંઉ ચેતને દલાલ હસ્તક અલગ અલગ ભાવે વેચાણ કરી દીધેલ હતા અને આ ઘંઉના પૈસા 12.50 લાખ મારે ચેતન પાસેથી લેવાના હોય તે મને આપેલ નથી આમ મારી સાથે બંનેએ છેતરપિંડી આચરી હોય અંતે ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં પત્નીને હોટલમાં લઇ જઈ, પતિને ગાળો ભાંડી, ધમકી દેનાર પૂર્વ જીઆઈડી સામે ગુનો

રાજકોટ ગોંડલ હાઇવે પર કાંગશીયાળી રહેતા રવિન્દ્રભાઇ જેન્તીભાઈ કારેલીયા ઉ.39એ નિલેશ જળુ સામે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 24 તારીખે મારી પત્નીના વોટ્સએપ તથા સ્નેપચેટ મેસેજ મારફતે મને જાણ થયેલ કે, મારી પત્ની કોઇને મળવા જવાની છે. જેથી હું તેની પાછળ ગયેલ અને મારી પત્ની એક નંબર પ્લેટ વગરની ગાડીમાં બેસીને ઢેબર રોડ પર આવેલ એક હોટલમાં ગયા હતા તેમાથી મારા પત્ની અને એક અજાણ્યો માણસ સાથે નિલેષભાઇ જલુ સાથે ઉતરે છે. અને હોટલમાં મુકી અને નિલેષભાઇ પાછા આવે છે. પછી ગાડીમાં બેસી જાય છે. અને થોડીવારમાં હું અને પોલીસ સ્ટાફ સાથે હોટલની સામે જે ગાડીમાં મારા પત્ની અને અનીસાબેન બેસેલા હતા એ ગાડી જોતા તેમા નિલેષભાઈ જલુ અને અનીસાબેન બંને હાજર હતા. અને મારી પત્ની અને અજાણ્યો શખ્સ હાજર નહોતા. અને અમે પછી આર.આર.પેલેસ હોટલની અંદર રીસેપ્શન ઉપર પુછેલ એટલે અહીયા કોઇ આવેલ નથી એવુ જણાવેલ.પછી અમારે નિલેષભાઇ સાથે બોલાચાલી થઇ હતી અને મને ગાળો આપેલ અને કહેલ કે, હવે તું ફરીયાદ કરી લેજે કેમ થાય છે. તારે થાય તે કરી લેજે. મારી નાખીશ. મારી પત્નીનો ફોન સ્વીચ ઓફ આવતો હતો જેથી મારી પત્નીની મીસીંગ અરજી સ્વીકારેલ અને તે જ રાત્રીના એકથી દોઢ વાગ્યાની વચ્ચે આવી અને સીધા મારા પત્ની જયા છુપાયેલા હતા ત્યાથી શોધી આપેલ અજાણ્યો માણસ જે કોણ છે. એ મને નથી. ખબર તે પોલીસમા પણ હોય શકે કેમ કે તે અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશનમા હોય છે. અને એની સાથે અજાણ્યો શખ્સ જે મારી પત્ની સાથે ગયો હતો. જેથી અમને એવુ લાગે છે. કે રાત્રીના જ નિલેષભાઈ જલુ એ પોતાની ઓળખના હિસાબે બધાને જણાવેલ લાગ વગ કરી અમને હેરાન કરેલ. આ બનાવ ગઇ તા.૨૪/૦૭/૨૦૨૬ ના રાત્રીના આશરે નવેક વાગ્યાની આસપાસ આર.આર .પેલેસ હોટલમા બનેલ છે. અને નિલેષભાઇ જલુ એ મને હોટલમા ગાળો અને ધમકી આપી હોવાનું જણાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં રહેતા વિંગ કમાન્ડરના વૃદ્ધ માતા સાથે રિફંડના નામે 1.91 લાખની છેતરપિંડી : બગડેલા દૂધના 175 પરત મળશે કહી પૈસા ટ્રાન્સફર કરી લીધા 

રાજકોટના જામનગર રોડ ઉપર ગાયત્રીધામ સોસાયટીમાં રહેતા શોભા પ્રમોદકુમાર રાઠી ઉ.63 નામના વૃદ્ધાએ ત્રણ અલગ અલગ મોબાઈલ નંબર ધારક અને ત્રણ ખાતાધારક સામે 1,91,334 રૂપિયાની ઠગાઈ અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે હું છેલ્લા ત્રણ વર્ષથી એકલી રહી નિવૃત્ત જીવન પસાર કરું છું મારો એક પુત્ર પુલકિત જોધપુર એરબેઝ, રાજસ્થાન ખાતે વિંગ કમાન્ડર તરીકે ફરજ બજાવે છે તથા મારી એક પુત્રી આંચલ છે અમદાવાદ ખાતે સાસરે રહે છે ગત 12 જૂનના રોજ મારા મોબાઇલ પરથી ઝેપ્ટો એપ્લિકેશન મારફતે પાંચ થેલી દૂધનો ઓર્ડર કર્યો હતો. દૂધ બગડેલું હોવાથી ઝેપ્ટો કસ્ટમર કેરમાં ફરિયાદ કરવા માટે ગૂગલમાં સર્ચ કરતાં એક વેબ સાઇટ પર દર્શાવેલ નંબર પર સંપર્ક કર્યો હતો થોડા સમય બાદ ઉપરોક્ત નંબર પરથી મને ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિએ પોતાનું નામ ઇસ્માઇલ અન્સારી જણાવી પોતે ઝેપ્ટો કસ્ટમર કેરમાંથી બોલતો હોવાનું કહી 175 રૂપિયાનું રિફંડ અપાવવાની ખાતરી આપી હતી ત્યાર બાદ તેણે Google Pay મારફતે પ્રક્રિયા કરાવી હતી. તે પ્રક્રિયા દરમિયાન મારા બેંકમાંથી 97,072 ટ્રાન્સફર થયા હતા ત્યાર બાદ આરોપીએ 95 હજાર જમા થયાનો બેંક મેસેજ જેવો સંદેશ મોકલી મને વિશ્વાસમાં લીધી હતી. ત્યાર બાદ આરોપીએ 94,262 ટ્રાન્સફર કરાવી લીધા હતા આ રીતે કુલ રૂ.1,91,334 રૂપિયાની રકમ અલગ અલગ ટ્રાન્ઝેક્શન મારફતે ટ્રાન્સફર કરાવી મારી સાથે રિફંડ આપ વાના બહાને ઓનલાઇન છેતરપીંડી કરવામાં આવી હોય મેં ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટમાં કાકા-ભત્રીજાને ગાળો ભાંડી ત્રણ શખ્સોએ પાઇપથી હુમલો કર્યો : રીક્ષા-એક્સેસમાં તોડફોડ : જ્ઞાતિ પ્રત્યે હડધૂત કર્યાની ફરિયાદ

રાજકોટના વૈશાલીનગરમાં રહેતા હિતેશભાઈ વાલજીભાઈ મારુ ઉ.27એ મિહિર ઉર્ફે હોલો પરમાર, ઋત્વિક ઉર્ફે લલુડી દીપકભાઈ સૂબા અને ખંજન ઉર્ફે ખંચન જીગ્નેશ જોષી સામે યુનિવર્સીટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત તારીખ 2ના રાત્રીના હું મારી રીક્ષા લઈ સ્વામી મંદિરથી મારા ભત્રીજા સુમીત મુકેશ મારુ તથા બીપીનભાઈ પરશોતમભાઈ મકવાણા એમ અમો ત્રણેય મોરબી ધકાવાળા મેલડીમા મંદીરે ગયા હતા અને મંદીરે દર્શન કરીને રાત્રીના ત્રણેક વાગ્યે વૈશાલીનગર મારા ઘરે આવ્યા હતા બીપીનભાઇને ઉતારી બાદ સુમીતને મુકવા નાણાવટી ચોક ગયો હતો ત્યા અમોને જોઇ અમારા મિત્ર આર્યન ચૌહાણ આવેલ અને પાનની દુકાને માવો લેવા માટે ગયા હતા ત્યાં સુમીત સાથે ત્રણ અજાણ્યા છોકરા બોલાચાલી કરતાં હતા અને સુમીતને ગાળો બોલતા હતા મેં સમજાવેલ કે તમો સુમીતને શુ કામે ગાળો બોલો છો. તો આ ત્રણેય જણા મને વચ્ચે ન બોલવા અને વચ્ચે આવશો તો તમને પણ માર મારશુ એમ કહેતા મેં સુમીતને પૂછેલ કે તારે આ લોકો સાથે શું મગજમારી છે, તો સુમીતે કહેલ કે આ ત્રણેય લલુડી તથા હોલો તથા ખાંચન ત્રણેય મારા મિત્રો છે અને અમારે ફોટા પાડવા બાબતે મનદુખ થયેલ છે જેથી આ ત્રણેયને મેં સમજાવતા કહેલ કે હું આ સુમીતનો કાકો થાવ છુ. અને તમો ખોટી માથાકુટ ન કરો તો આ હોલો નામનો વ્યકિતએ પાઈપ લઇને મને વાસામાં મારેલ અને મારો ભત્રીજો સુમીત વચ્ચે પડતા સુમીતને વાસામાં એક ઘા મારેલ તથા આ ત્રણેય જણાએ આર્યનને પણ ઢીકાપાટુનું માર મારેલ અને મારી રીક્ષા ઉપર પાઇપના ઘા મારી રીક્ષાની લાઇટ પણ ભાંગી નાખી હતી અને આર્યનનું એકસેસ પણ તોડી નાખ્યું હતું ઉપરોકત ત્રણેય ઓળખતા હોય છતા ગાળો આપી માર મારી જ્ઞાતી પ્રત્યે અપમાનીત શબ્દો કહયા હતા બાદ 108 મારફતે સારવાર લીધી હતી અને ફરિયાદ નોંધાવી હતી.

રેલનગરમાં ધોળા દિવસે બંધ ફ્લેટના તાળા તોડી 50 હજારની ચોરી

રાજકોટના રેલનગરમાં શ્રદ્ધા એપાર્ટમેન્ટમાં રહેતા પ્રીતીબા સુર્યસીંહ જાડેજા ઉ.50એ 50 હજારની ચોરી અંગે પ્રનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા પતિ સુર્યસિંહના અવસાન બાદ છેલ્લા ત્રણ વર્ષથી રેલનગ૨ ખાતે એકલી રહુ છુ ગત 28 તારીખે બપોરે હુ ઘરને તાળુ મારી વાકાનેર રહેતા મારા પુત્ર દિવ્યરાજનો જન્મ દિન હોય જેથી ત્યા ગઈ હતી દરમિયાન સાંજે મારા પાડોશી કૈલાશબા ગોહિલનો મને ફોન આવેલ અને જણાવેલ કે તમારા ઘરનુ તાળુ ખુલ્લુ છે તમે ઘરને તાળુ નથી દિધુ જેથી મે કહેલ કે હુ તાળુ મારીને જ આવી હતી. બાદ મે કહ્યું કે તમો ઘરની અંદર જુઓ જેથી કૈલાશબા તથા અન્ય બહેનોએ ઘરમાં જઈને મને વીડીયો કોલ કર્યો હતો જોયું તો મારા રૂમના અંદર રહેલ સામાન વેરવીખેર હતો અને રૂમમા રહેલ લાકડાના કબાટમા રહેલ લોકર તુટેલ હતુ આ લોકરમાંથી 15 હજારની સોનાની બુટી, 30 હજારનો સોનાનો ચેઇન અને 5 હજાર રોકડા સહીત 50 હજારની મતા ચોરી થઇ ગઈ હોય જેથી ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે કે ચાવડાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

શેરબજારમાં રોકાણના નામે 31.20 લાખ પડાવ્યા બાદ વિડ્રો કરવા વધુ 10 ટકા કમિશન માંગ્યું 

રાજકોટના ગંગોત્રી પાર્કમાં રહેતા અને સોની બજારમાં અરીહંત ટુલ્સ નામથી સોની કામના ટુલ્સ વગેરેનો વેપાર કરતા હિરેનભાઇ ચીમનભાઇ વૈધ ઉ.47એ વોટ્સઅપ ગ્રુપ અને ઇન્સ્ટા આઈડી ધારક સામે 31,20,245 રૂપિયાની છેતરપિંડી અંગે સાયબર ક્રાઇમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઇ ફેબ્રુઆરીમા મારા પુત્ર હિતાર્થ જેની હાલ ઉંમર 17 વર્ષ છે, તેણે IPO તથા સ્ટોક માર્કેટમાં રોકાણ કરવા ઇચ્છા મને જણાવેલ જેથી મેં તેને મારી પત્ની સોનલબેન વૈધના બેંક ખાતામાંથી જરૂરી નાણાકીય વ્યવહારો કરવા જણાવેલ હતું. જે બાદ મારા દિકરા દ્વારા કુલ 31,20,246/- સામાવાળાને આપેલ જે બાદ સામાવાળા દ્વારા નાણા પરત નહી કરતા તેમજ ટેક્ષ અને કમીશનના નામે વધુ પૈસા માંગતા મારા પુત્રએ મને જણાવ્યું હતું કે, તે પોતાના ઇન્સ્ટા એકાઉન્ટ ઉપર રીલ્સ જોતો હતો ત્યારે તેને બિઝનેસ આઈડિયા સંબંધિત એક રીલ જોવા મળી હતી. તે રીલને લાઈક કર્યા બાદ તે વ્યક્તિ સાથે વાતચી ત શરૂ કરી હતી. ત્યાર બાદ તેને એક વોટ્સઅપ ગ્રુપમાં એડ કરવામાં આવ્યો હતો. આ ગ્રુપના એડમિન તરીકે મોબાઇલ નં. 9478144923 તથા 44 7902 267141 વાળા હતા આ ગ્રુપમાં માહિતી નિયમિત આવતી હતી.મારા પુત્રએ લગભગ બે-ત્રણ મહિના સુધી આ તમામ માહિતી નિહાળી હતી. ત્યારબાદ તેને રોકા ણ કરવાની ઇચ્છા થતાં તેણે એડમિનનો સંપર્ક વોટસએપ માધ્યમથી જ કર્યો હતો બાદમાં એક વેબ લિંક મોકલવામાં આવી હતી. તે લિંક ખોલતા એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું જણાવવામાં આવ્યું હતું. મારા પુત્રએ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી હતી ત્યાર બાદ વિવિધ શેરોની ખરીદી તથા વેચાણ પણ કરવામાં આવ્યું હતું ત્યાર બાદ એપ્લિકેશનમાં સારો એવો નફો દર્શાવાતા મારા પુત્રએ પોતાના એકાઉન્ટમાંથી નાણાં વિડ્રો કરવા રીક્વેસ્ટ નાખેલ પરંતુ વિડ્રો થયેલ નહી ત્યારબાદ સામેવાળા વ્યક્તિઓએ નાણા વિડ્રો માટે કુલ રક મના 10% કમિશન તથા ટેક્સના નામે વધુ રકમ ભરવાનુ જણાવી મારા પુત્રએ અગાઉ જમા કરાવેલી રકમ પરત આપેલ નહી જેથી છેતરપિંડી થયાનું જાણવા મળતા 31.20 લાખની છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવી હતી.

નલિયાના પોલીસ જવાનને ખાખડાબેલાના શખ્સે આપી મારી નાખવાની ધમકી : આ ભેંસો કોની છે કહી હુમલો કરી ટી-શર્ટ ફાડી નાખ્યું, ધારિયું લઈને પાછળ દોડ્યો

મૂળ પડધરીના ખાખડાબેલાના અને હાલ નલિયા પોલીસ લાઈનમાં રહી નલિયા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા યુવરાજસિંહ રધુવિરસિંહ જાડેજા ઉ.31એ ખાખડાબેલાના રણજીતસિંહ દેવુભા જાડેજા સામે પડધરી પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે બપોરે હું આજી નદીના કાંઠે મારી ભેંસો ચરાવવા માટે ગયો હતો હું મારી ભેસો લઈને મારા ગામ ખાખડાબેલા તરફ જતો હતો ત્યારે રસ્તામા મને રણજીતસિંહ દેવુભા જાડેજાએ પાછળથી બુમ મારીને બોલાવેલ જેથી હું ઉભો ૨હેલ ત્યારે રણજીતસિંહ ત્યા આવેલ અને મને કહેલ કે આ ભેંસો કોની છે જેથી મે કહેલ કે આ મારી ભેંસો છે તો તે કહેવા લાગેલ કે મારી વાડી પાસે કેમ ઉભી છે એમ કહી એકદમ ઉશ્કેરાય મને જેમ ફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને કહેવા લાગેલ આજે તો બધાને મારી જ નાખવા છે જો તમે સમાધાન નહિ કરો તો બધાનો વારો છે એમ બોલતા બોલતા મને ઢીંકાપાટુનો મુંઢ માર મારવા લાગેલ અને મારુ ટી-શર્ટ પણ ફાડી નાખેલ અને બાજુમા તેની વાડીએથી લોખંડના પાઈપવાળુ ધારીયુ લઈને મને મારવા માટે મારી પાછળ દોડવા લાગેલા હતા જેથી હું ત્યાથી દોડી પડધરી પોલીસ સ્ટેશન ખાતે પહોંચી ફરિયાદ નોંધાવી હતી.

હવે ત્રણેક મર્ડર થશે કહી શાપરના શખ્સે ફોનમાં આપી ધમકી

મૂળ શાપરના હાલ રાજકોટ મવડીની અલકા સોસાયટીમાં રહેતા શીતલબેન હીમાંશુભાઈ કોરાટ ઉ.46એ શાપરના સોમાભાઈ ભરવાડ સામે શાપર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત 18 તારીખના રોજ રાત્રીના મારા સસરા કમલેશભાઈ ધનજીભાઈ કોરાટના ફોન કોઇ અજાણ્યા નંબર પરથી ફોન આવેલ અને જણાવેલ કે, હું સોમાભાઈ ભરવાડ, વેરાવળ(શાપર)થી બોલું છું અને સોમાભાઇએ મારા સસરા સાથે ફોનમાં આશરે વીસેક મીનીટ વાત કરેલ જેમાં આ સોમાભાઇએ પ્રથમ પંદરેક મીનીટ અમારા કૌટુંબીક ભાઇઓ વચ્ચે ચાલતા વિવાદ બાબતે વાત કરેલ અને બાદમાં મારા સસરાએ કોઇ સમાધાન બાબતે હા નહી પાડતા તેણે કહેલ કે તો મને એવું લાગે છે કે આમાં હવે ત્રણેક મર્ડર થશે તેમ છેલ્લી પાંચેક મીનીટની વાતચીતમાં આ મર્ડર શબ્દનો પાંચેક વખત ઉચ્ચારી અમને ફોનમાં મારી નાખવાની સ્પષ્ટ ગર્ભીત ધમકી આપી હતી અને તેમણે અમોને તેમ પણ કહેલ કે મને આ કોઇએ બોલવાનું કીધુ નથી. કે કોઇ બોલાવતુ નથી. તેમ કહી ધમકી દીધી હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.

મઘરવાડાની જમીનનો દસ્તાવેજ કરાવી લઇ, કબ્જો લઇ કાકા 70 લાખ ચાઉં કરી ગયા : આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી જમીન વેચવા કાઢી હતી

રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર દેશળદેવનગરમાં રહેતા પાયલબેન અર્જુનભાઈ સોહલા ઉ.34એ રેલનગરમાં રહેતા બીજલ નાગજીભાઈ ગોલતર અને કાકાજી સસરા ગેલાભાઇ ઉકાભાઇ સોહલા સામે 70 લાખની છેતરપિંડી અંગે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે 2023માં અમારી આર્થિક પરિસ્થિતિ નબળી હોય જેથી મારા પતિએ તેમની મધરવાડાની જમીન વેચવાનુ નક્કી કર્યું હતુ અને આ જમીનનો અસલ દસ્તાવેજ મારા પતિએ મારા કાકાજી સસરા ગેલાભાઈને આપ્યો હતો જેથી મારા કાકાજી સસરાને અમારી જમીન અસલ દસ્તાવેજ બાબતે પુછતા તેઓએ જણાવેલ કે, તમારો દસ્તાવેજ મારા ભત્રીજા દેવકરણ ધોળકીયા પાસે છે જેથી મારા પતિએ દેવકરણભાઈને ફોન કરતા તેઓ જણાવેલ કે, ગેલાભાઈ સાથે વાત કરી લ્યો એમ કહેલ હતુ. બાદ અમે આ અમારી જમીન વેચવા કાઢેલ હતી. બાદ અમારા કુટુંબમાં માથાકુટ હોય જેથી કોઇ જમીન ખરીદવા તૈયાર ન હતુ. બાદ અમે મારા કાકાજી સસરા ગેલાભાઈએ જણાવેલ કે, હું તમારી જમીન વેચાણ કરાવી દઈશ. બાદ ગેલાભાઈએ અમારી જમીનના 1.51 કરોડ અપાવવાનુ કહ્યું હતુ. બાદ મારા દાદાએ દેવકરણભાઇ સાથે વાત કરતા જણાવેલ કે, અર્જુનભાઇના પરીવારમાં ઝઘડો ચાલતો હોય જેથી તમે લાલાભાઈ ધોળકીયા નામે જમીનનો દસ્તાવેજ ટ્રાન્સફર કરી દયો પછી આ જમીનનુ વેચાણ થઇ જશે. તેમ વિશ્વાસમાં લેતા મારા પતિએ ગેલાભાઇના કહેવાથી લાલાભાઈના નામે દસ્તાવેજ કરી દીધો હતો બાદ દસ્તાવેજમાં જણાવેલ રકમ 14.50 લાખ મારા પતિના ખાતામાં જમા કરાવેલ હતા બાદ આ રકમ પૈકી લાલા વસરામને રોકડા 7.50 લાખ આપ્યા હતા તેમજ ગેલાભાઈના દિકરા સંજયને 7 લાખ પતિએ આપી દીધા હતા લાલાભાઈને જમીન વેચેલ ન હતી ફક્ત વેચાણ કરવા સારૂ દસ્તાવેજ ટ્રાન્ફસર કર્યો હતો બાદ કાકાજી સસરાએ અમારી જમીન વેચવા કાઢી મારા પતિને તેમના ઘરે બોલાવતા મારા પતિ ત્યાં જતા બીજલભાઈ નાગજીભાઈ ગોલતર હાજર હોય જેથી જમીન વેચાણની વાત કરતા બીજલભઇએ જણાવેલ કે, પોતાની પાસે જમીનનો ગ્રાહક છે બાદ બે ત્રણ વાર ભેગા થયા હતા બાદ મારા કાકાજી સસરા ગેલાભાઈ તથા બીજલભાઈએ ભેગા થઈ જમીનનો સોદો નક્કી કરેલ પરંતુ મારા પતિને કોઈ જાણ ન હતી બાદ આ લોકોએ જણાવેલ કે, તમારે આનો કબ્જો આપવાનો છે જેથી મારા પતિએ જણાવેલ કે, મને મારા સોદા મુજબના દોઢ કરોડ રૂપીયા મળી જશે બાદ જ તમને કબ્જો આપીશ તે પહેલા હું કોઈને કબ્જો આપીશ નહી એમ વાત કરેલ. બાદ અમને જાણ થયેલ કે, આ અમારી જમીન આ ગેલાભાઇ તથા બીજલભાઇએ સાથે મળી લાલાભાઈ કિહલાને નામે દસ્તાવેજ કરી દીધેલ છે. પરંતુ કેટલા રૂપીયામાં વેચેલ છે તે બાબતે અમને કાંઇ જણાવેલ નહી અને અમને કોઇ રૂપીયા પણ આપેલ નહી. બાદ મારા કાકાજી સસરાને વાત કરતા મને જણાવેલ કે, આપણી પાસે કબ્જો છે બાદ અમને કટકે કટકે 16 લાખ આપ્યા હતા બાકીના રૂપીયા ક્યારે આપશો તેમ પૂછતાં ગેલાભાઈએ કાંઈ જવાબ આપેલ નહી. બાદ આ લોકોએ દશ લાખ દલાલી તથા 15 લાખ આપેલ તથા અન્ય ખર્ચોઓ ગણાવ્યા હતા બાદ 70 લાખ નીકળતા હોવાનું જણાવેલ હોય જેથી અમે નાછુટકે આ લોકોમાંથી છુટવા માટે હા પાડતા અમે ત્યાંથી નીકળી ગયા હતા. બાદ મારા ભાઈએ અમને ચેકના ફોટા મોકલતા અમે વિશ્વાસ બેસી ગયેલ કે જમીનની બાકીની રકમ આવી ગયેલ છે જેથી અમે અમારી જમીનનો કબ્જો સોંપેલ હતો. બાદ ત્રણેક મહિના પછી રૂપીયાની વાત કરતા અમે બીજલને શોધતા હોવાની વાત કરતા હતા. આમ દોઢ વર્ષ કાઢી નાખેલ હતુ. હું મારા પીતાની ઘરે જતી અને વાત કરતી તો મને આ મારા પિતા તથા મારા ભાઈ મારવા દોડતા હતા. આ લોકોએ સાથે મળી અમારી જમીનના રૂપીયા લઇ લીધેલ અને અમને આપેલ ન હોય જેથી ફરિયાદ નોંધાવી હતી.

રાજકોટ રહેતી ફિઝિયોથેરાપિસ્ટ પરિણીતાની સુરત રહેતા પતિ, સાસુ, સસરા સામે ફરિયાદ : સુરતના ડેન્ટિસ્ટ પતિએ ક્લિનિકની ભાગીદાર યુવતી સાથે આડા સંબંધ રાખ્યા

રાજકોટની ફિઝિયોથેરાપિસ્ટ યુવતીએ સુરતના ડેન્ટિસ્ટ સાથે લગ્ન કર્યા બાદ પતિ અને સાસુ-સસરાએ અસહ્ય ત્રાસ આપ્યાની ફરિયાદ મહિલા પોલીસ મથકમાં નોંધાઇ છે. જેમાં ડેન્ટિસ્ટ પતિએ અન્ય મહિલા મિત્ર સાથે ભાગીદારીમાં ક્લિનિક શરૂ કર્યા બાદ તેની સાથે અમેરિકા ભાગી જવા માટે વિઝા મુક્યાની અને તેની જાણ પત્નીને થતા તેને ત્રાસ આપી માર માર્યો હતો. શહેરના શીતલ પાર્ક વિસ્તારમાં પિયરમાં રહેતી 29 વર્ષીય ફિઝિયોથેરાપિસ્ટ ડો.જાગૃતિબેન હર્મિત કલસરિયાએ પોતાના સુરત જહાંગીરપુરા રહેતા ડેન્ટિસ્ટ પતિ હર્મિત મહેશભાઈ કલસરિયા, સસરા મહેશ ગોવિંદભાઇ કલસરિયા અને સાસુ રેખાબેન સામે રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગંભીર શારીરિક-માનસિક ત્રાસ અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર ફરિયાદી જાગૃતિબેનના લગ્ન 2024માં સુરતના ડેન્ટિસ્ટ ડો.હાર્મિક મહેશભાઈ કલસરિયા સાથે થયા હતા.લગ્નના છ મહિના બાદ પતિએ સુરતમાં ક્લિનિક શરૂ કર્યું હતું જેમાં તેની મહિલા મિત્ર ભાગીદાર હતી. વિરોધ છતાં પતિ તે યુવતી સાથે મોડી રાત સુધી ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ અને વીડિયો કોલ પર વાત કરતો હતો. એક તબક્કે ધુળેટીના તહેવારે પતિ મિત્રો સાથે જવાનું કહીને ગર્લફ્રેન્ડ સાથે રવાના થઈ ગયો હતો, જેની રીલ્સ ઇન્સ્ટાગ્રામ પર જોઈ પીડિતાને સત્યની ખબર પડી હતી.અફેર પકડાઈ જતાં પતિએ પીડિતા સાથે મારામારી કરી હતી અને “હું તો નિરાલી સાથે જ સંબંધ રાખીશ, તારે રહેવું હોય તો રહે’ તેમ કહી ધમકાવી હતી. સાસુ-સસરા પણ દીકરાનો પક્ષ લઈ પીડિતાને “તારામાં કપડાં પહેરવાની સેન્સ નથી, તું જાડી અને દેશી છે’ કહી મેણાં-ટોણાં મારતા હતા. આ ત્રાસથી બચવા પીડિતાએ નોકરી શરૂ કરી પરંતુ સાસરિયાંઓએ તેમના પૈસા પણ હડપ કરી લીધા હતા.દરમિયાન, પતિએ મુંબઈ ઈલાજ માટે જવાનું બહાનું બતાવી અમેરિકાના વિઝા મેળવી લીધા હતા અને પીડિતાને અંધારામાં રાખી ગર્લફ્રેન્ડ સાથે અમેરિકા ભાગી જવા તૈયારી આદરી હતી.એટલું જ નહીં, પીડિતાની ગેરહાજરીમાં સાસરિયાંઓએ ફ્લેટ પણ વેચી મારી ધમકીઓ આપી હતી. અંતે કંટાળીને મહિલા ડોક્ટરે કાયદાકીય મદદ લઈ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવ્યો છે.

ધોરાજી અને જેતપુરમાં ખનીજ ચોરી કરતા માફિયાઓ ઉપર રેન્જ સ્ક્વોડ ત્રાટકી : જેસીબી, ડમ્પર, ટ્રેકટર, રેતી સહીત 1.40 કરોડનો મુદામાલ સીઝ કર્યો

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના વિરપુરના પીઠડીયા ગામની સીમમાં સરકારી ખરાબામાંથી ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા ઇસમોને 1 જેસીબી, 3 ડમ્પર તથા રેતી સહીત 1 કરોડ 5 લાખના મુદ્દામાલ સાથે રાજકોટ રેન્જ ટીમેં પકડી પાડ્યા છે તેમજ ધોરાજીની ઉતાવડી નદીના કાંઠે સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજની ચોરી કરતા ઇસમોને 1 જેસીબી, 2 ટ્રેકટર, રેતીનો સ્ટોક મળી કુલ 35 લાખના મુદ્દામાલ તથા આસરે 30 ગાડીના સટ્ટા સાથે શખ્સોને પકડી પાડ્યા છે. રાજકોટ રેન્જ આઇજી નિર્લિપ્ત રાયની સૂચના અન્વયે રેન્જના પીઆઇ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા તથા સ્‍ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફના પીએસઆઇ બી.સી.મીયાત્રા તથા કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, નિકુલભાઇ પંપાણીયાને બાતમી મળી હતી કે વિરપુરના પીઠડીયા ગામની સીમમાં આવેલ સરકારી ખરાબામાંથી ગેરકાયદે ખનીજની ચોરી ચાલી રહી છે આ બાતમી આધારે દરોડો પાડી જેતપુરના ડમ્પરના ડ્રાયવર રસિકભાઈ રત્નાભાઈ સાબરિયા, ડમ્પરના ડ્રાયવર પ્રતાપભાઈ કેશુભાઈ નાયક, ડમ્પરના ડ્રાયવર ટીનુભાઈ વેરશીભાઈ બજાણીયા તથા જે.સી.બી.ના ડ્રાયવર અર્જુનભાઈ બાબુભાઇ ડામોરને સકંજામાં લઇ 1 કરોડ 5 લાખનો મુદ્દામાલ સીઝ કરી વિરપુર પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી હતી તેમજ આ જ ટીમે બીજો દરોડો ધોરાજી તાલુકાના સુપેડીથી જાંજમેર વચ્ચે ઉતાવડી નદીના કાંઠે પાડી ખનીજ ચોરી કરતા ધોરાજીના સંચાલક ભુરાભાઈ માંડાભાઈ કોડીયાતર તથા સંચાલક સુપેડીના અરજણ લાખાભાઈ કોડીયાતર રબારી પોતાના સાગરીતો સાથે ગેરકાયદેસર ખનીજની ચોરી કરતા વાહનો સાથે પકડેલ જેમાં જે.સી.બી ડ્રાઈવર ધોરાજીના ઘવલ પાંચાભાઈ ડાભી, ટ્રેક્ટર ડ્રાઈવર સુપેડીના સુરેશ ભુપતભાઈ રોજાસરા, મજુર સંજય વીરાભાઈ ભીત તથા ટ્રેક્ટર ડ્રાઈવર જીજ્ઞેશ રામજીભાઈ સોલંકી પાસેથી વાહનો સહીત 35 લાખનો મુદ્દામાલ તથા આસરે ૩૦ ગાડીના સટ્ટા સાથે પકડી પાડી મુદ્દામાલ સીઝ કરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવી ખાણખનીજના અધિકારીઓને જાણ કરી હતી.

ત્રંબામાં બીમારીથી કંટાળી વૃદ્ધનો પડતર ઓઇલ પી આપઘાત

રાજકોટના ત્રંબા ગામે રહેતાં ૯૬ વર્ષના વૃધ્‍ધ રાતે ઘરે હતાં ત્‍યારે ઓઇલ પી જતાં સારવાર માટે રાજકોટ ખસેડાયા હતાં પરંતુ અહિ મૃત્‍યુ નીપજ્યું છે ત્રંબામાં રહેતાં હીરાભાઇ ખીમાભાઇ ખોરાણી ઉ.96 રાત્રે ઉલ્‍ટીઓ કરવા લાગતા પરિવારજનોએ તપાસ કરતાં તેમણે ઘરમાં પડેલુ પડતર ઓઇલ પી લીધાનું જણાતાં તુરત જ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડયા હતાં. પરંતુ ટુંકી સારવાર બાદ તેમનું મૃત્‍યુ થતાં પરિવારમાં શોક વ્યાપી ગયો હતો આ બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે કરતાં આજીડેમ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી આપઘાત કરનાર હીરાભાઇ નિવૃત જીવન જીવતાં હતાં. સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે અલગ અલગ બિમારીઓ હોય સારવાર છતાં ફરક પડતો ન હોય કંટાળી જતાં આ પગલુ ભરી લીધાનું જાણવા મળ્યું છે.

રેલનગરની ટાઉનશીપમાં જુગાર રમતા 8 ઝડપાયા

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઇ ચુડાસમાની રાહબરીમાં ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફના શક્તિસિંહ ઝાલા સહિતની ટીમે બાતમી આધારે રેલનગરમાં આવેલ મહર્ષિ અરવિંદ ટાઉનશીપમાં દરોડો પાડી જુગાર રમતા ઈરફાન રજાકભાઈ કાદરી, ઇમરાન ઇસ્માઇલભાઈ સોલંકી, જયદીપ ભુપતભાઇ બગથરીયા, પરેશ રાજુભાઈ કહુજા, કિશન મનુભાઈ રાણા, મહેબૂબ ઇસ્માઇલભાઈ સોલંકી, મહેબૂબ અનવરહુસેન કાદરી અને રોનક અરજણભાઈ ભરડાની ધરપકડ કરી 12,800 કબ્જે કર્યા છે.

You Might Also Like

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

રાજકોટ કોર્ટને ડ્રોન – બોમ્બથી ઉડાવી દેવાની ખાલીસ્તાની સંગઠનની મેઈલ મારફત ધમકી

જેતપુરના કારખાનેદારને શ્રમ અધિકારીની ઓળખ આપી 10 હજાર પડાવી લેનાર ગઠિયો ઝડપાયો

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ઝોન 3 – સબ રજીસ્ટ્રાર કચેરીના કમ્પાઉન્ડમાં આવેલા જોખમી વૃક્ષોનું ટ્રિમિંગ કરવા રજૂઆત
Next Article ઉત્તરાખંડમાં ૬ નદીઓ ગાંડીતૂર, 132 રસ્તા બંધ

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

ઇન્ડિગોમાં મુસાફરી કરવી મોંઘી થઈ, બે વર્ષથી નાના બાળકોનું ભાડું હવે 3000

Khaskhabar Editor Khaskhabar Editor 7 hours ago
પૈસાદાર ડે. મેયર દક્ષાબેન પણ આવાસનાં લાભાર્થી!
પંચનાથ હૉસ્પિટલના ડેન્ટલ વિભાગમાં અત્યાધુનિક CBCT મશીનની સુવિધાનો પ્રારંભ
માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત
સર્વેશ્વર ચોક કા રાજા : સદભાવના વૃદ્ધાશ્રમના 150 વડીલોને ભોજન કરાવી ભેટ અર્પણ કરાઈ
ફૂડ શાખાનું મેગા ચેકિંગ : કેવડાવાડીમાં વોલ્ગા ઘી ડેપોમાંથી શંકાસ્પદ ઘીના 6 સેમ્પલ લેવાયા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

CRIME

માલિયાસણ પાસે ડમ્પરની ઠોકરે ચડી જતા ચુનારાવાડના યુવાનનું મોત

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
CRIME

રોઝ સ્પા એન્ડ વેલનેશ સ્પામાં મસાજના નામે કૂટણખાનું ચલાવતા સંચાલક અને રિસેપ્શનિષ્ટ પકડાયા

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
CRIME

રેલનગરમાં બહેનનો હાથ પકડનાર આધેડની હત્યા કરી લાશ ફેંકી દઈ આપઘાતમાં ખપાવવાનો નિષ્ફ્ળ પ્રયાસ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?