રોકેટનું કદ શાળાની બસ જેટલું અને બુલેટ ટ્રેન કરતા ૨૭ ગણી ઝડપ
ચંદ્ર પર બનશે ૬૦ ફૂટ પહોળો ખાડો
- Advertisement -
વિશ્વની સૌથી શક્તિશાળી રોકેટ નિર્માતા કંપની સ્પેસએક્સનું એક ચાર ટન વજન ધરાવતું રોકેટ ક્ષેત્રીય અનિયંત્રિતતાને કારણે બુધવારે ચંદ્રની સપાટી પર ધડાકાભેર ત્રાટકવા જઈ રહ્યું છે. એક વર્ષથી વધુ સમયથી અંતરિક્ષમાં કોઈ જ નિયંત્રણ વગર ભ્રમણ કરી રહેલો આ રોકેટનો ટુકડો અત્યંત તીવ્ર ઝડપે ચંદ્ર સાથે અથડાશે. જોકે આ ઘટના અકસ્માતે ઘટી રહી હોવા છતાં વિજ્ઞાનીઓ માટે આ માનવસર્જિત દુર્ઘટના સંશોધનનો એક મોટો અવસર બની રહી છે. આ ટક્કરથી પૃથ્વી પર કોઈ જ જોખમ કે ખતરો સર્જાશે નહીં. એક અહેવાલ મુજબ, ચંદ્ર સાથે અથડાવા જઈ રહેલો આ હિસ્સો વાસ્તવમાં સ્પેસએક્સના ફાલ્કન ૯ રોકેટનો સેકન્ડ સ્ટેજ છે, જેનું કદ એક શાળાની બસ જેટલું મોટું છે. આ રોકેટે જાન્યુઆરી ૨૦૨૫માં ‘ફાયરફ્લાય એરોસ્પેસ’ના લૂનર લેન્ડરને ચંદ્ર તરફ રવાના કર્યું હતું. બુધવારે આ રોકેટનો ટુકડો ૮,૬૯૦ સળ/વની ભયાનક ગતિએ ચંદ્રની સપાટી સાથે ત્રાટકશે. આ ઝડપ સામાન્ય બુલેટ ટ્રેનની સ્પીડ કરતાં લગભગ ૨૭ ગણી વધારે છે. આ પ્રચંડ ટક્કરના કારણે ચંદ્રની સપાટી પરથી વિશાળ ધૂળની ડમરીઓ અને ગુબાર ઊડશે, જે સૂર્યપ્રકાશમાં ચમકી શકે છે. પરંતુ આ ઘટના પૃથ્વી પરથી નરી આંખે અથવા કોઈ ખાસ સાધનો વગર જોવી અત્યંત મુશ્કેલ બની રહેશે. અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાના જણાવ્યા અનુસાર, આ ટક્કરના, પરિણામે ચંદ્રની જમીન પર અંદાજે ૬૦ રચય પહોળો અને ૧૨ રથયા ઊંડો એક નવો ખાડો બનવાની પૂરી શક્યતા છે. આ રોકેટ હિસ્સો ચંદ્રની પશ્ચિમી ધાર પર આવેલા ‘આઈન્સ્ટાઈન ક્રેટર’ વિસ્તારમાં ત્રાટકશે. આ એવો વિસ્તાર છે જેને પૃથ્વી પરથી સ્પષ્ટપણે જોવો મુશ્કેલ માનવામાં આવે છે.
નાસાએ વધુમાં ઉમેર્યું છે કે તેઓ આ ટક્કર પહેલાં અને ટક્કર પછીના સ્થળના તસવીરી ડેટા મેળવવા માટે વિશેષ પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટનાથી એકત્રિત થનારો વૈજ્ઞાનિક ડેટા ભવિષ્યમાં અંતરિક્ષમાં થતી આ પ્રકારની ટક્કરો અને તેના સંશોધનત્મક પ્રભાવોને વધારે ઊંડાણપૂર્વક સમજવામાં મદદરૂપ સાબિત થશે.
રોકેટ પૃથ્વી પર પડવાને બદલે ચંદ્ર પર કેમ કેશ થઈ રહ્યું છે?
સામાન્ય રીતે કોઈ પણ રોકેટ સેટેલાઈટ અથવા પેલોડને અંતરિક્ષની ચોક્કસ કક્ષામાં પહોંચાડયા બાદ તેના અલગ થયેલા ભાગો પૃથ્વીના વાતાવરણમાં પુનઃપ્રવેશ કરતી વખતે ઘર્ષણને કારણે સળગી જાય છે અથવા સમુદ્રમાં સુરક્ષિત રીતે ખાબકે છે. જોકે જાન્યુઆરી ૨૦૨૫ના આ ખાસ લૂનર લેન્ડર મિશન માટે પૃથ્વીની નજીકની કક્ષાઓના મિશન કરતાં વધુ ‘થસ્ટ’ની જરૂરિયાત હતી. આ કારણોસર રોકેટનો બીજો તબક્કો પૃથ્વી તરફ પાછો ફરવાને બદલે અંતરિક્ષના ઊંડાણમાં જ રહી ગયો હતો. તે છેલ્લા એક વર્ષથી અંતરિક્ષમાં ભટકતા હજારો અન્ય કચરાના ટુકડાઓની જેમ કોઈ પણ ચોક્કસ દિશા વગર ભ્રમણ કરી રહ્યો હતો. આ વર્ષની શરૂઆતમાં વિજ્ઞાનીઓના ધ્યાને આવ્યું કે આ રોકેટ સ્ટેજનો તમામ બળતણનો જથ્થો સંપૂર્ણપણે ખતમ થઈ ચૂક્યો છે અને હવે તેને પૃથ્વી પરથી કંટ્રોલ કરવો અશક્ય છે. વધુ ગણતરીઓ કરતા માલૂમ પડયું કે આ ટુકડો એવા ઓર્બિટલ રૂટ પર આગળ વધી રહ્યો હતો જેનો અંત સીધો ચંદ્રની સપાટી પર જ થાય છે. પરિણામે તેની ચંદ્ર સાથેની આ ટક્કર હવે અનિવાર્ય બની ચૂકી છે.




