જો ઉપગ્રહો સાથે કાટમાળ ટકરાય તો ઇન્ટરનેટ સેવા ઠપ્પ થઇ જાય
પૃથ્વીની ઓરબિટમાં 22માંથી 20 ભારતીય ઉપગ્રહો સાથે કાટમાળો ટકરાવાનો ખતરો
- Advertisement -
આજના આધુનિક સમયમાં માણસ પોતાની દરેક નાની-મોટી જરૂરિયાત માટે ઈન્ટરનેટ, ફોન અને હવામાનની જાણકારી પર નિર્ભર છે અને આ બધુ અંતરિક્ષમાં ફરી રહેલા સેટેલાઈટના કારણે શકય બની શકે છે. પરંતુ આસમાનની પાર જે ટેકનીકથી આપણી દુનિયા ચાલી રહી છે. ત્યાં માણસોએ જ કચરાનો ઢગલો લગાવ્યો છે. જેણે રક્તબીજનું રૂપ ધારણ કરી લીધું છે. જેને સિમ્પલ ભાષામાં અંતરિક્ષનો કચરો કહેવામાં આવે છે. હવે આ કચરાના ઢગલાથી ભારત માટે જોખમ ઉભું થઈ ગયું છે. ખરેખર તો ધરતીની નિચલી કથા એટલે કે લો અર્થ ઓરબીટમાં જેટલા ભારતના સેટેલાઈટ છે તેના પર સંકટ છવાયું છે. ૨૨ ભારતીય ઉપગ્રહોમાંથી ૨૦ના અંતરિક્ષના કાટમાળ સાથે ટકરાવાના ઘણા નજીક છે.
ખુદ ભારત સરકાર તરફથી આ જાણકારી આપવામાં આવી છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રી જિતેન્દ્રસિંહ એક સવાલના લેખિત જવાબમાં એમ પણ જણાવ્યું હતું કે ધરતીની નીચલી કક્ષા એટલે કે ૨૦૦૦ કિલોમીટરથી ઓછી ઉંચાઈએ મોજૂદ ઉપગ્રહોના ટકરાવાનો ખતરો વધુ હોય છે. તેમણે જણાવ્યું હતું કે, ૨૦૨૬માં અત્યાર સુધીમાં ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઈસરો)એ આ પ્રકારની ટકકરથી સેટેલાઈટને બચાવવા માટે ૯ વખત ઉપગ્રહની કક્ષામાં ફેરફાર કર્યા છે. ૨૦૨૫માં આ સંખ્યા ૨૦ હતી. અંતરિક્ષ કાટમાળ એ ભંગાર છે જે માણસે અંતરિક્ષમાં ફેલાવ્યો છે. ૧૯૫૦ના દાયકામાં રશિયા અને અમેરિકા વચ્ચે જયારે જયારે સ્પેસ હોડ શરૂ થઈ. ત્યારે ૧૯૫૭માં પ્રથમ ઉપગ્રહ અંતરિક્ષમાં મોકલાયો હતો ત્યારથી લઈને આજ સુધીમાં ત્યાં કામની વસ્તુઓ ઉપરાંત ઘણો બધો ભંગાર છે. જેમાં ખરાબ થઈ ચૂકેલા સેટેલાઈટ, રોકેટના બેકાર ભાગો, અંતરિક્ષ યાત્રીઓના છુટી ગયેલા ઓજાર અને આ બધાના પરસ્પર ટકરાવાથી બનેલા કરોડો નાના-નાના ટુકડા સામેલ છે.




