હરિદ્વારમાં ઘાટ ડૂબ્યા : ઉત્તરપ્રદેશનાં 30 ગામમાં પૂર, દિલ્હીની ગટરમાં યુવક તણાયો
ઉત્તરાખંડમાં સતત વરસાદને કારણે અલકનંદા, મંદાકિની, ભગીરથી સહિત અનેક નદીઓ ભયજનક સપાટીએ વહી રહી છે. દેહરાદૂન, ચમોલી, બાગેશ્વરમાં શાળાઓ બંધ કરવામાં આવી છે. બદ્રીનાથ, ગંગોત્રી અને યમુનોત્રી નેશનલ હાઈવે બંધ કરવામાં આવ્યા. છે. હરિદ્વારમાં ઘાટ ડૂબી ગયા છે. ઉત્તર પ્રદેશમાં સતત વરસાદને કારણે નદીઓ પણ ગાંડીતૂર બની છે. ફર્સખાબાદમાં ગંગા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. ૩૩ ગામો અને ૪૦ સરકારી શાળાઓમાં પૂરનું પાણી ઘૂસી ગયું છે. બલિયામાં સરયૂ નદીમાં ત્રણ મકાનો સમાઈ ગયા. છેલ્લા એક સપ્તાહમાં અત્યાર સુધીમાં ૨૭ ઘરો નદીમાં સમાઈ ચૂક્યા છે. વારાણસીમાં ગંગા નદી ગાંડીતૂર બની છે.
- Advertisement -
૪૦ થી ૫૦ નાના મંદિરોમાં પૂરનું પાણી ઘૂસી અડધાથી વધુ ડૂબી ગયું છે. દિલ્હી-NCRમાં ગયું છે. જ્યારે રત્નેશ્વર મહાદેવ મંદિર આજે સવારથી વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ગઈકાલે ગુરુવારે ભારે વરસાદ થયો હતો. દ્વારકા સેક્ટર-૨૫માં ભારે વરસાદ દરમિયાન એક યુવક ખુલ્લા નાળામાં પડીને તેજ પ્રવાહમાં તણાઈ ગયો. ૭ કલાક સુધી બચાવ અભિયાન ચલાવવામાં આવ્યું, પરંતુ મોડી સાંજ સુધી યુવકનો કોઈ પત્તો લાગ્યો નહીં.
હવામાન વિભાગે આજે બિહારના ૧૫ જિલ્લામાં વરસાદ, વાવાઝોડું અને વીજળી પડવાની ચેતવણી જાહેર કરી છે. બક્સર સહિત ૫ જિલ્લાઓમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે, ૧૦ જિલ્લાઓમાં વરસાદ માટે ચલો એલર્ટ છે.




