શોભાયાત્રાને ફૂલડે વધાવતાં મુસ્લિમો
તાજેતરમાં જન્માષ્ટમી નિમિત્તે વિશ્ર્વ હિન્દુ પરિષદ આયોજિત શહેરના રાજમાર્ગો પર વિશાળ શોભાયાત્રા નીકળી હતી ત્યારે સદર બજાર વિસ્તારમાં મુસ્લિમ અગ્રણીઓ સૈયદ ગફારબાપુ, હબીબભાઈ ગનીબાપુ કટારીયા, શિક્ષણ સમિતિના સદસ્ય ફારૂકભાઈ બાવાણી, ફારૂકભાઈ કટારીયા, યુનુસભાઈ જયહિંદ, સલીમભાઈ દસાડીયા, રમજાનભાઈ ભલુર, ઈમરાનભાઈ શેખ, નરેશભાઈ દેવીપૂજક, સંજયભાઈ પાટડીયા, અખ્તરભાઈ બ્લોચ, અસાબભાઈ ચૌહાણ, યોગેશભાઈ મહેતા દ્વારા શોભાયાત્રાનું સન્માન કરી પુષ્પવર્ષા કરીને કોમી એખલાસ અને ભાઈચારાનું ઉત્તમ ઉદાહરણ પૂરૂં પાડ્યું હતું.
દર વર્ષની જેમ આ વર્ષે પણ કોમી એકતાના હિમાયતી મર્હુમ ગનીબાપુ કટારીયાના સદર નિવાસસ્થાન પાસે પરંપરાગત આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાત રાજ્યના યુવા મંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, રાજકોટ નાગરિક સહકારી બેંકના ડિરેકટર અને જુના જનસંઘના મુરલીકાકા દવેજી, વિશ્ર્વ હિન્દુ પરિષદના પ્રમુખ શાંતુભાઈ રૂપારેલીયા, હસમુખભાઈ ભગદેવ, મહામંત્રી કથીરીયા વગેરે તથા સંતો-મહંતોનું પુષ્પહારથી સન્માન કરી શુભેચ્છાઓ પાઠવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા રફીક કટારીયા, અલ્તાફભાઈ કટારીયા, પોપટભાઈ, રવિભાઈ સોઢા, ભાવેશભાઈ રાચ્છ, ઈબ્રાહીમભાઈ બેનરવાલા, વસીમ રીક્ષાવાલા વગેરેએ જહેમત ઉઠાવી હતી.