રાજકોટથી 210, જૂનાગઢથી 125, જામનગરથી 100, અમરેલીથી 100, ભાવનગરથી 55 બસ સહિત સૌરાષ્ટ્ર્રમાંથી 590 સહિત રાયમાંથી 2400 બસની ફાળવણી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના આગામી તા.28ને રવિવારના કાર્યક્રમ માટે રાજકોટ એસટી ડિવિઝનની 210 સહિત સૌરાષ્ટ્ર્રમાંથી 590 અને સમગ્ર રાયમાંથી કુલ 2400 એસટી બસની ફાળવણી કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.
તા.28 ઓગસ્ટને રવિવારના કાર્યક્રમ માટે તા.27ને શનિવારે બસો રવાના થશે અને કાર્યક્રમ પૂર્ણ થયે તા.28ના મોડી રાત્રે અથવા તો તા.29ને સોમવારે સવારે બસો રિટર્ન થશે. આમ શનિ-રવીના બે દિવસ દરમિયાન રાયભરમાં એસટી બસના હજારો ટ રદ થશે.
- Advertisement -
વિશેષમાં ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમની રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ રાજકોટ ડિવિઝનની 210 બસ, જૂનાગઢ ડિવિઝનની 125 બસ, અમરેલી ડિવિઝનની 100 બસ, ભાવનગર ડિવિઝનની 55 બસ, જામનગર ડિવિઝનની 100 બસ સહિત સૌરાષ્ટ્ર્રમાંથી કુલ 590 બસની ફાળવણી કરવામાં આવનાર છે.
વડાપ્રધાન તા.28 ઓગસ્ટનાં રોજ ગુજરાતની મુલાકાતે આવી રહયા છે જેમાં કચ્છમાં ભુકંપનું સ્મૃતિ ભવન બનાવવામાં આવ્યુ છે તેનું લોકાર્પણ તેમજ હિંમતનગર પાસે આવેલી સાબર ડેરીનો શિલાન્યાસ અને પેકેજીગં પ્લાન્ટનું ઉદઘાટન તથા ગાંધીનગર નજીક આવેલ ગિફટ સીટીમાં આંતરરાષ્ટ્ર્રીય બુલિયન માર્કેટનો પ્રારભં કરાવવા આવનાર હોય મેદની એકઠી કરવા માટે રાજયનાં એસટી નિગમ દ્રારા 2400 બસ ફાળવવામાં આવી છે.