By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    અમેરિકામાં પણ રેવડી!
    13 hours ago
    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ખામીઃ 1000 ફલાઇટ્સ રદ્દ કરાઈ
    2 days ago
    US-ઈરાન વચ્ચે તણાવ વધ્યો : અમેરિકાનો 5 ઈરાની ટેન્કરો પર હુમલો
    2 days ago
    ઈરાન પર USનો ફરી હુમલો
    1 week ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    1 week ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
    13 hours ago
    ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
    13 hours ago
    એપલે પહેલો ફોલ્ડેબલ ‘આઇફોન ડયુઓ’ અને આઇફોન 18 પ્રો સિરીઝ લોન્ચ કર્યા
    13 hours ago
    ખાદ્ય પદાર્થોમાં ખાંડ, મીઠું અને ફેટ અંગેની ચેતવણી સ્પષ્ટ અને મોટી આપવા ગ્રાહકોનો મત
    13 hours ago
    ભારતીયોમાં ફરવાનો નવો ટ્રેન્ડ ખાસ કારણ વિના માત્ર ‘મૂડ’ થતાં જ મુસાફરી
    13 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    1 week ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: નવનિર્માણથી જંતર-મંતર સુધી : કોંગ્રેસના બેવડા ધોરણોનો ખુલાસો
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > નવનિર્માણથી જંતર-મંતર સુધી : કોંગ્રેસના બેવડા ધોરણોનો ખુલાસો
Author

નવનિર્માણથી જંતર-મંતર સુધી : કોંગ્રેસના બેવડા ધોરણોનો ખુલાસો

Khaskhabar Editor
Last updated: 2026/08/01 at 1:27 PM
Khaskhabar Editor 1 month ago
Share
4 Min Read
SHARE

પ્રશાંત વાળા : પ્રદેશ મીડિયા ઇન્ચાર્જ, ગુજરાત ભાજપા

નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓને ભૂલી ગયેલી કોંગ્રેસ આજે ક્યા મોઢે વિદ્યાર્થીહિતની વાત કરે છે ? પ્રશાંત વાળા

- Advertisement -

લોકશાહીમાં વિરોધ કરવાનો અધિકાર દરેક નાગરિકને છે, પરંતુ વિરોધના નામે ઇતિહાસને ભૂલી જવો કે પસંદગીપૂર્વક યાદ કરવો એ રાજકીય પ્રમાણિકતા નથી. રાજકીય પક્ષો પોતાના રાજકીય લાભ માટે વિદ્યાર્થીહિતની વાતો કરી વિધાર્થીઓને ગુમરાહ કરવાનાં કાવતરા કરે, તો દેશની જનતા તેમને તેમનો ભૂતકાળ યાદ કરાવે એ સ્વાભાવિક છે. દિલ્હીના જંતર-મંતર ખાતે બનેલી ઘટનાને લઈને કોંગ્રેસ અને તેના સાથી પક્ષો વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ સરકાર સામે દુષ્પ્રચાર કરી રહ્યા છે. પરંતુ એ જ કોંગ્રેસે ક્યારેય પોતાના ઇતિહાસના સૌથી કાળા અધ્યાય-ગુજરાતના નવનિર્માણ આંદોલન-વિશે આત્મચિંતન કર્યું છે? વાસ્તવિકતા એ છે કે,નવનિર્માણ આંદોલનમાં શહીદ થયેલાં વિદ્યાર્થીઓના પરિવારની કોંગ્રેસે કે ગાંધી પરિવારે આજદિન સુધી ક્યારેય માફી પણ માંગી નથી. ગુજરાતના નવનિર્માણ આંદોલનને ભારતના ઇતિહાસના સૌથી મોટા વિદ્યાર્થીઆંદોલનોમાં સ્થાન મળ્યું છે. સાલ ૧૯૭૩ના ડીસેમ્બર મહિનામાં સૌ પ્રથમ મોરબી એન્જીનીયરીંગ કોલેજ અને ત્યારબાદ અમદાવાદની એલ.ડી. એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં ભોજનના વધારેલા દર સામે વિદ્યાર્થીઓએ વિરોધ શરૂ કર્યો. શરૂઆતમાં આ માત્ર વિદ્યાર્થી આંદોલન હતું, પરંતુ ટૂંક સમયમાં જ તે સમગ્ર ગુજરાતમાં ભ્રષ્ટચાર, મોંઘવારી અને કુશાસન સામેના જનઆંદોલનમાં પરિવર્તિત થયું. તે સમયે ગુજરાતમાં કોંગ્રેસના મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા અને વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. સરકાર સામે ભ્રષ્ટચારના ગંભીર આક્ષેપો થઈ રહ્યા હતા. જનતાનો વિશ્વાસ ડગમગી રહ્યો હતો.વિદ્યાર્થીઓ સાથે વેપારીઓ, મધ્યમવર્ગ, મહિલાઓ, કર્મચારીઓ અને સામાન્ય નાગરિકો પણ જોડાતા ગયા અને સમગ્ર ગુજરાતમાં વિરોધની જવાળા પ્રસરી ગઈ.શાળા-કોલજો બંધનું એલાન આપવામાં આવ્યું. ઠેર-ઠેર દેખાવો શરુ થયા. જોતજોતામાં હજારો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતરી આવ્યા. શિક્ષણમંત્રી આયેશા બેગમે વિદ્યાર્થીઓના આંદોલનને રાષ્ટ્રવિરોધી આંદોલન જાહેર કર્યું. આંદોલન વધુ ઉગ્ર બની ગુજરાતના ૩૩ જેટલાં શહેરોમાં ફેલાય ગયું હતું. કોંગ્રેસ સરકારે અમદાવાદ, વડોદરા તેમજ પાલનપુર જેવા નાના શહેરોમાં પણ કકર્યું લગાવ્યો હતો. વિદ્યાર્થીનીઓએ કોંગ્રેસ કાર્યાલયો પર જઈને બંગડીઓ ફેંકી ઉગ્ર દેખાવો કર્યા. વિદ્યાર્થીઓની ધરપકડનો દૌર શરુ થયો. આંદોલનનો વ્યાપ વધતો ગયો. વિદ્યાર્થીઓની એક જ માંગ હતી કે, મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ રાજીનામું આપે. પરંતુ ચીમનભાઈ કોઈપણ સંજોગોમાં રાજીનામું આપવા માંગતા નહોતા. લોકશાહીમાં જનતાનો અવાજ સાંભળવાને બદલે કોંગ્રેસ સરકારે કડક પોલીસ કાર્યવાહીનો માર્ગ પસંદ કર્યો. વિદ્યાર્થીઓને કાબૂમાં રાખવા માટે સૈન્ય બોલાવવામાં આવ્યું. પોલીસ દ્વારા લાઠીચાર્જ અને ગોળીબારની ઘટનાઓ બની.

– નવનિર્માણ આંદોલન ૭૩ દિવસ ચાલ્યું
– પોલીસ ગોળીબારમાં ૧૦૫ વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હોવાનું સરકારી ચોપડે નોંધાયુ છે.
– ૮,૦૫૩ લોકોની ધરપકડ કરવામાં આવી.
– ૧૮૪ લોકોને મીસા (MISA) હેઠળ અટકાયતમાં લેવામાં આવ્યા.
– ૧,૬૫૪ વખત લાઠીચાર્જ થયો .
– ૪,૩૪૨ અશ્રુગેસના ગોળા છોડવામાં આવ્યા.
– ૧,૪૦૫ રાઉન્ડ ગોળીબાર થયો.
– ૩૧૦ લોકો ઘાયલ થયા.

આ આંકડા દર્શાવે છે કે તે સમયની પરિસ્થિતિ અત્યંત ગંભીર હતી અને કોંગ્રેસ સરકાર દ્વારા મોટા પાયે બળપ્રયોગ કરવામાં આવ્યો હતો. કારમી પીડા, યાતનાઓ અને ૧૦૫ વિદ્યાર્થીઓની શહીદી બાદ અંતે ચીમનભાઈ અને તેની સરકારે રાજીનામું આપવું પડ્યું હતું. આજે કોંગ્રેસ દરેક ઘટનામાં માનવાધિકાર, વિદ્યાર્થીહિત, બંધારણ અને લોકશાહીની વાત કરે છે.

- Advertisement -

પરંતુ પ્રશ્ન એ છે-
– નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓ માટે કોંગ્રેસે ક્યારેય આત્મચિંતન કર્યું?
– શું કોંગ્રેસે ક્યારેય જાહેરમાં સ્વીકાર્યું કે તે સમયની પરિસ્થિતિ દુર્ભાગ્યપૂર્ણ હતી?
– શું કોંગ્રેસે ક્યારેય તે પરિવારો પાસે માફી માંગી?
– જો જવાબ “ના” હોય. તો આજે નૈતિકતાના ઉપદેશ આપવાનો અધિકાર કોંગ્રેસને કેવી રીતે મળે ?

નવનિર્માણના શહીદો કોઈ એક પક્ષના નહોતા.તેઓ ગુજરાતના યુવાનો હતા.તેમનું બલિદાન ભ્રષ્ટચાર અને કુશાસન સામેની લડતનું પ્રતિક હતું. નવનિર્માણના શહીદ વિદ્યાર્થીઓની ખાંભીઓ આજે પણ રાહ જોઈ રહી છે કે, કોઈ કોંગ્રેસીના મનમાં રામ વસે અને ખાંભીએ આવીને પ્રાયશ્ચિત્તરૂપે એક દીવો કરે. શહીદ વિદ્યાર્થીઓના બલિદાનને રાજકીય સુવિધા માટે ભૂલવામાં ન આવે અને દેશની નવી પેઢીને કોંગ્રેસના આ કાળા અધ્યાયથી અવગત કરાવવામાં આવે તે જ સાચી શ્રધ્ધાંજલિ.

105 વિદ્યાર્થીઓને ગોળીએ વિંધનાર કોંગ્રેસ માફી ક્યારે માંગશે ? : પ્રશાંત વાળા

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article પરમાત્માથી વધારે કશું જ નથી
Next Article જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

વિજય સખીયાએ ભાજપના કાર્યકર્તા હોવાના પુરાવા સાથે વ્હીપ જાહેર કરી ઢોલરિયા સામે કર્યા ગંભીર આક્ષેપો

Khaskhabar Editor Khaskhabar Editor 12 hours ago
અમરેલીથી લઇ આંતરરાજ્ય સાયબર ફ્રોડ : રાજસ્થાન, મહારાષ્ટ્ર, UP, MPના લોકોએ પણ SD Pay અને apna pay પે એપમા નાણાં રોક્યા હતા
દારૂબંધી વચ્ચે ગુજરાતમાં 100 દિવસમાં સ્ટેટ મોનીટરીંગ સેલના વિદેશી દારૂના 71 દરોડા
પેટ્રોલમાં હજુ વધારે ઇથેનોલ ભેળવવા સરકાર છૂટ આપશે
શેરબજારમાં આવશે મોટો કડાકો!
ઉજજૈનમાં હજારો શ્રદ્ધાળુ ખડે હનુમાનનાં દર્શન કરવા પહોંચ્યા
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?