By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ભારતીય પાઇલટ સ્મિતને ઇઝરાયલનો સર્વોચ્ચ ‘પ્રેસિડેન્શિયલ એવોર્ડ’ મળશે
    2 days ago
    USમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે નોકરી મોંઘી થશે
    3 days ago
    ભારતીય કૂ વાળા ઓઈલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો
    4 days ago
    ફ્રાન્સમાં શિક્ષકોની અછતને લઈને આંદોલન હિંસક બન્યું
    5 days ago
    મગજમાંથી ખરાબ યાદો ‘ડિલીટ’ અને સારી યાદો ‘સેવ’ કરી શકાશે
    5 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
    20 hours ago
    દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
    20 hours ago
    નોઇડા એરપોર્ટનું નામ બદલીને નરેન્દ્ર મોદી ઇન્ટરનેશનલ એરપોર્ટ કરાયુ
    2 days ago
    દિલ્હીમાં જ્ઞાનેશ કુમાર-SIR વિરુદ્ધ વિપક્ષનું પ્રદર્શન ચોથા દિવસે પણ જારી
    2 days ago
    કાલે દિલ્હીમાં ફરી વંદાઓ ઉભરાશેઃ ભારે ટેન્શન
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    2 days ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    4 days ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    5 days ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    1 week ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    1 week ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    3 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > CRIME > જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા
CRIME

જાગરણની રાત્રે છરી સાથે 10 અને દારૂ ઢીંચી નીકળેલા 25 ઝડપાયા

Khaskhabar Editor
Last updated: 2026/08/01 at 2:25 PM
Khaskhabar Editor 2 months ago
Share
15 Min Read
SHARE

રાજકોટ શહેર અને જિલ્લાના ક્રાઇમના સમાચાર 

રાજકોટ શહેરમાં ગુનેગારો સામે લાલ આંખ : વાહન ચેકીંગ ઝુંબેશ યથાવત

- Advertisement -

રાજકોટમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેર પોલીસ કમિશનર બ્રજેશ ઝાની સૂચના અન્વયે છેલ્લા થોડા દિવસોથી નાઈટ કોમ્બિંગ શરુ કરવામાં આવ્યું છે પ્રથમ દિવસે જ 68 લોકોને છરી સાથે અને 42 લોકોને પીધેલી હાલતમાં પોલીસે ઝડપી લીધા બાદ પણ આ ઝુંબેશ યથાવત રાખવામાં આવી છે ગત રાત્રે જાગરણ હોય તે નિમિતે વિશેષ વાહન ચેકીંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી આ પ્રક્રિયા દરમિયાન પોલીસે છરી એસ્થે 10 શખ્સોને અને દારૂ ઢીંચી નીકળેલા 25 લોકોને પકડી લઇ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી કરી હતી.

છરી સાથે પકડાયેલા શખ્સોની યાદી
પ્રતાપ કાળુભાઇ સોઢા : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
અંશ અતુલભાઈ લૂણીયાતર : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
પ્રવીણ કેશુભાઈ સાદીયા : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
રાહુલ કિશોરભાઈ વાઘેલા : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
રાકેશ નારણભાઇ ઠાકરીયા : માલવીયાનગર પોલીસ સ્ટેશન
સંજય રઘુભાઇ ડોડીયા : માલવીયાનગર પોલીસ સ્ટેશન
દેવાંગ સંજયભાઈ પરમાર : માલવીયાનગર પોલીસ સ્ટેશન
પૂરણ નટવરભાઈ દતાણી : માલવીયાનગર પોલીસ સ્ટેશન
વેલશી પાંચાભાઇ રાજપરા : બી ડિવિઝન પોલીસ સ્ટેશન
દિના માનસિંગ બામનીયા : આજી ડેમ પોલીસ સ્ટેશન

દારૂ ઢીંચી નીકળેલા શખ્સોની યાદી
સંજય માત્રાભાઈ મુંધવા : બી ડિવિઝન પોલીસ સ્ટેશન
લાલજી હરજીભાઇ જીંજવાડીયા : બી ડિવિઝન પોલીસ સ્ટેશન
ભલા ગાંડુભાઇ ચૌહાણ : કુવાડવા પોલીસ સ્ટેશન
અજય મનુભાઈ ગોરસવા : કુવાડવા પોલીસ સ્ટેશન
સંજય બાબુભાઇ એંધાણી : કુવાડવા પોલીસ સ્ટેશન
શિવા જયંતીભાઈ જંજવાડીયા : કુવાડવા પોલીસ સ્ટેશન
જાદવ પ્રભાતભાઈ જંજવાડીયા : કુવાડવા પોલીસ સ્ટેશન
ચંદન ખુશિલાલ ચૌહાણ : આજી ડેમ પોલીસ સ્ટેશન
પંકેશ ઉપેન્દ્રભાઈ રાઠોડ : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
જયેશ કાંતિલાલ જોષી : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
જેન્તી હીરાભાઈ વાઘેલા : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
મનોજ કિશનચંદ મોટવાણી : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
રવિન્દ્ર રામવહર રાજભર : ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન
વિજય હમીરભાઇ વાજા : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
સાગર નાગજીભાઈ બારોટ : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
લાલજી પોપટભાઈ રાઠોડ : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
બિક્રમ બીરસિંગ સીંગ : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
દિનેશ માનબહાદુર સાઉદ : ગાંધીગ્રામ-2 પોલીસ સ્ટેશન
જયેશ જગાભાઈ રાઠોડ : માલવીયાનગર પોલીસ સ્ટેશન
રવિ કલુભાઈ કોળી : માલવીયાનગર પોલીસ સ્ટેશન
કમાન નેનસિંગ રાણા : તાલુકા પોલીસ સ્ટેશન
જયદેવસિંહ ઘનશ્યામસિંહ ચુડાસમા : તાલુકા પોલીસ સ્ટેશન
જાવેદ રહીમભાઈ ખોખડ : તાલુકા પોલીસ સ્ટેશન
ધર્માગ પરેશભાઈ સોલંકી : તાલુકા પોલીસ સ્ટેશન
લાખા જીવાભાઈ ભરડા : આજી ડેમ પોલીસ સ્ટેશન

- Advertisement -

રાજકોટમાં આડેથી પેટ્રોલ લઈ જનાર શખ્સને ટપારનાર મહિલા વકીલને મારી નાખવાની ધમકી : તૂ વકીલ હોય તો તારા ઘરની અમને બીક નથી કહી ધમાલ : માતા-પૂત્ર સામે પ્રનગરમાં ફરિયાદ

રાજકોટના રેલનગરમાં છત્રપતિ શિવાજી ટાઉનશીપમાં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા હિરલબેન હસમુખભાઈ જાનીએ અજાણ્યા પુરુષ અને તેની માતા સામે પ્રનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે આજ રોજ સવારના આસરે સવા દસેક વાગ્યાના અરસામા હુ ઘરેથી રાજકોટ કોર્ટમા કામકાજ અર્થે જવા નીકળી હતી અને વિવેક ફ્યુલ નામના પેટ્રોલપંપ રેલનગર ખાતે એક્ટીવામા પેટ્રોલ પુરાવા ગઇ હતી ત્યાં લાઇનમાં ઉભી હતી ત્યારે એક માણસ જે જગ્યાએ પેટ્રોલ પુરતા હતા ત્યા આવેલ અને પેટ્રોલ પુરનાર વ્યક્તી સાથે વાતચીત કરી હતી ત્યાર બાદ પેટ્રોલ પુરનાર વ્યાક્તીએ એક ટિનના ડબ્બામા તેને પેટ્રોલ આપતા મે જણાવેલ કે અમો અહી લાઈનમા ક્યારના ઉભા છીએ અને તમો વચ્ચે કેમ પેટ્રોલ આપો છો તેમ કહેતા પેટ્રોલ લઈ જનાર માણસ મારી ઉપર એક્દમ ઉશ્કેરાઇ ગયેલ અને ભુંડા બોલી ગાળો આપવા લાગેલ અને મને તમારે કઈ કહેવુ નહી, નહીતો હુ તમને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપેલ અને થોડિવાર પછી તુરંત જ તે માણસ એક સ્ત્રી સાથે આવેલ અને તે સ્ત્રીએ મને કહેલ કે હુ આની માં છુ અને તારા જેવી મારો દિકરો ૭૦ને રાખી બેઠેલ છે અને કહેલ કે તુ વકીલ હોઈ તો તારા ઘરની અમોને કાયદાની કોઈ બિક નથી અને આ બન્ને માં દિકરાએ મને મારવા માટે હુમલો કરી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાથી મેં ફરિયાદ નોંધાવી હતી.

ઘર ખર્ચના પૈસા માવતરેથી લાવવા દબાણ કરી, મારકૂટ કરતા પતિ સામે પત્નીની ફરિયાદ

રાજકોટના ગુંદાવાડીમાં ત્રણેક વર્ષથી રહેતા સ્વીટીબેન જયશેભાઇ જળુ ઉ. 29એ કુતિયાણાના ડેંડુકા ગામે રહેતા તેના પતિ જયેશ કાનાભાઇ જળું સામે શારીરિક માનસિક ત્રાસ આપવા અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે મારા લગ્ન 2023માં થયા હતા લગ્ન બાદ મારુ લગ્નજીવન થોડા દિવસ સારું ચાલેલ બાદ નાની નાની બાબતમા મારા પતિએ મને માનસિક ત્રાસ આપવાનુ ચાલુ કરી દિધેલ. અને મારે લગ્ન પછી રાજકોટ જ રહેવાની બોલી હતી છતા મારા પતિ મને મારા સાસુની તબિયત સારી નથી એવુ ખોટું બહાનુ કાઢી એન કેન પ્રકારે ડાડુકા ગામે મારા સાસરીમા લઈ જતા અને ગામડે હું કાઈ કામ કરતી નથી એમ કહી મારા સાસુ મારા પતિને મારા વિરુધ્ધ કાન ભંભેરણી કરતા જેથી મારા પતિ મારી સાથે ઝઘડો કરતા બાદ મારા પપ્પાની અચાનક તબિયત ખરાબ થઇ ગયેલ અને મારા માતા-પિતાને હું એક જ સંતાન હોય. જેથી મારા મમ્મીએ મને ફોન કરી અને જણાવેલ કે તારા પપ્પાની તબિયત બહુ ખરાબ છે. જેથી તું આવી જા એમ કહેતા હું ડરી ગયેલ અને મેં મારા પતિને આ વાત કરતા મારા પતિ મને જેમ ફાવે તેમ બોલવા લાગી મારી સાથે ઝઘડો કરવા લાગેલ અને મને ઘરેથી કાઢી મુકેલ અને ત્યારે મારે બે એક મહીનાની પ્રેગનેશી હતી. અને મારી તબિયત પણ સારી નહોતી છતા મને એકલીને ઘરેથી કાઢી મુકતા હું બસ સ્ટેશન ગયેલ અને મારા મમ્મીને ફોન કરેલ જેથી મારા મમ્મીએ અમારા સગાને ફોન કરેલ અને મારા સંબધી મારા પતિ સમજાવતા મારા પતિ બસ સ્ટેશને આવી મને તેડી જવાના બદલે બધા વચ્ચે મારી સાથે જઘડો કરવા લાગેલ. બાદ હું રાજકોટ આવી ગયેલ અને થોડા દિવસ પછી અમારા વડિલો રાહે સમાધાન કરી મને રાજ્કોટ ખાતે મારા પતિ સાથે રહેવા મોકલી દીધેલ. બાદ મારા પતિ ઘરમા કોઇ ખર્ચ આપતા નહી જેથી ઘરની કોઈ વસ્તુ લેવાનુ કહેતી તો મારા પતિ કહેતા કે તારી માંના ઘરેથી લયાવ એમ કહી મને મહેણા ટોણા મારી માનસિક ત્રાસ આપતા અને મારે પ્રેગ્નેન્શી હોય અને મારી પણ તબિયત સારી રહેતી ન હોય છતા મારા પતિ મને હોસ્પિટલ લઇ જતા નહી આમ મને માનસિક ત્રાસ આપવાનુ ચાલુ રાખેલ. એક દિવસ હું પ્રેગનેંટ હોય અને ઘરે એકલી હોય છતા મારા પતિ મને ઘણી વખત એકલી મુકી અને ગામડે મારા સાસુ પાસે જતા રહેતા. બાદ હું મારા પતિ ને ફોન કરતી તો મારા પતિ મને સરખો જવાબ આપતા નહી અને ગામડેથી આવી મારી સાથે ઝઘડો કરતા અને કહેતા કે તારી માં જ મારું ઘર હાલવા દેતા નથી. એમ કહી મને અને મારી મમ્મીને જેમ ફાવે તેમ બોલતા અને મારી ઝઘડો કરી મને ઘરેથી કાઢી મુકતા એક દિવસ મારી તબિયત બગડતા મને હોસ્પિટલ લઇ ગયેલ નહી અને મારી સાથે ઝઘડો કરી મારી સાથે હાથ ચાલાકી કરવા લાગેલ જેથી મેં ૧૮૧ અભયમ હેલ્પલાઈનની ટીમ બોલાવતા અમારું સમાધાન કરાવ્યું હતું બાદ મારા પતિ મને મારા પિયરમાથી પૈસા લઈ આવવા બાબતે માનસિક ત્રાસ આપતા હું રક્ષાબંધનના તહેવાર પર રાજીખુશીથી પિયર ગઈ હતી બાદ મારા પતિ કે સાસરીવાળા મને તેડવા આવેલ નહી જેથી મેં સમાધાન કરવા માટે મહિલા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલ અને સામાવાળાને બોલાવી બન્ને પક્ષોનુ કાઉન્સિંગ કરેલ.છતા પણ મારા પતિ સમાધાન કરેલ નહી જેથી કોર્ટમાં કેસ કર્યા બાદ અંતે ફરિયાદ નોંધાવી હતી.

બોગસ નંબર પ્લેટ લગાડેલી કારમાં અંગ્રેજી દારૂની હેરાફેરી કરતો જસદણનો શખ્સ ઝડપાયો

રાજકોટમાં બોગસ નંબર પ્લેટ લગાડેલી કારમાં અંગ્રેજી દારૂની હેરાફેરીનો એલસીબીના સ્ટાફે પર્દાફાશ કરી જસદણ પંથકના રાજાવડલા ગામના પ્રવિણ બચુભાઈ ઝાલાને 67 હજારના અંગ્રેજી દારૂ સાથે ઝડપી લીધો છે. રાજકોટ એલસીબીના સ્ટાફે ચોક્કસ બાતમીના આધારે ભુપગઢથી સરધાર તરફ જતા રોડ પરથી પસાર થયેલી વર્ના કારને અટકાવી તેની ડેકી ચેક કરતા 67 હજારનો દારૂ મળી આવ્યો હતો. વધુ તપાસમાં કાર ઉપર ખોટી નંબર પ્લેટ લગાડાયાનું પણ બહાર આવ્યું હતું ચાલક પ્રવિણની પુછપરછ કરતા ચોટીલાના ફુલઝરથી કુલદીપ શિવકુભાઈ વિકમાએ આ દારૂનો જથ્થો ભરી આપી કોટડાસાંગાણીના સોળીયા ગામના શિવરાજસિંહ જાડેજાને પહોંચાડવાની સુચના આપ્યાની કબૂલાત આપી હતી. જેથી એલસીબીના સ્ટાફે કુલદીપ અને શિવરાજસિંહને વોન્ટેડ દર્શાવી બંનેને ઝડપી લેવા તજવીજ શરૂ કરી છે.

જસદણની યુવતીના વીડિયોમાં બદનક્ષીભર્યું લખાણ કરી શખ્સે વાયરલ કર્યા : પોલીસે છેડતી સહિતનો ગુનો નોંધી ખેડા પંથકના પૂર્વ પ્રેમીની કરી ધરપકડ

જસદણ પંથકની યુવતીના ફોટો-વિડીયો બદનક્ષીભર્યા લખાણ સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કરી પૂર્વ પ્રેમીએ પજવણી કરી હોય આ પોસ્ટ યુવતીના પરિવાર સુધી પહોંચતા પૂર્વ પ્રેમીની કરતૂતનો ભાંડો ફૂટતાં જસદણ પોલીસે છેડતી સહીતની કલમો હેઠળ ગુનો નોંધી કઠલાલના શખ્સની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ જસદણ પંથકની એક યુવતીના અલગ અલગ ફોટોનો વિડીયો બનાવી બદનક્ષીભર્યા લખાણ સાથે ઇન્સ્ટાગ્રામ આઇડી પર પોસ્ટ કરી યુવતી અને તેના પરીવારજનોની સમાજમાં બદનામી થાય તેવા લખાણ સાથેના વિડીયો યુવતીના પરિવાર સુધી પહોંચતા ચકચાર મચી ગઈ હતી યુવતીએ જસદણ પોલીસ મથકે દોડી જઈ અલગ અલગ ઇન્સ્ટાગ્રામ આઇડીના ધારક વિરુદ્ધ ફરીયાદ નોંધાવતા જસદણ પોલીસ છેડતી અને પજવણી સહીતની કલમોં હેઠળ ગુનો નોંધી પીઆઈ જે પી ગોસાઈના માર્ગદર્શન હેઠળની ટીમોએ તાત્કાલિક ઇન્સ્ટાગ્રામ આઇડીની ટેક્નિકલ સર્વેલન્સના આધારે તપાસ કરતા આ આઇડી ખેડાના કઠલાલ ગામના પંકજ રાજેશ ડાભી નામના શખ્સે બનાવ્યાનું ખુલ્યું હતું જેથી તાત્કાલિક જસદણ પોલીસે પંકજ ડાભીની ધરપકડ કરી હતી પોલીસની પૂછપરછમાં પંકજ ડાભીએ કબૂલાત આપી હતી કે, આશરે એકાદ વર્ષ પૂર્વે ભોગ બનનાર યુવતીનો ઇન્સ્ટાગ્રામ મારફતે સંપર્ક થયો હતો. બાદ બંને વચ્ચે પ્રેમ થયો હતો એક વર્ષ સુધી પ્રેમ સંબંધ રહ્યા બાદ યુવતીએ મિત્રતા તોડી નાખવાની વાત કરતા ઉશ્કેરાયેલા શખ્સે અલગ અલગ આઠ ઇન્સ્ટાગ્રામ આઇડી બનાવી યુવતી અને તેના પરીવારની બદનામી કરવાના ઇરાદે અલગ અલગ પોસ્ટ મૂકી વાયરલ કરી હતી. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

દેવપરા અને લીલાખાની સીમમાં સરકારી જમીન પર ચાલતા બેલા ચોરીનું કૌભાંડ ઝડપાયું

જસદણના દેવપરા અને લીલાખા ગામ ગામની સીમમાંથી ગેરકાયદે બેલાની ચોરીના કૌભાંડનો પર્દાફાશ રેન્જ આઇજી ટીમે કર્યો છે પોલસીએ દરોડો પાડી ચાર ટ્રેકટર અને સાત ચરખી સહીત 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. સરકારી જમીન પર ત્રણ શખ્સો બેરોકટોક ચરખી ચલાવતા હોવાનું સામે આવ્યું છે. દરોડાની વિગત અનુસાર રાજકોટ રેન્જ આઈજી નિર્લિપ્ત રાય દ્વારા રેન્જ હસ્તકના જિલ્લાઓમાં ગેરકાયદેસર પ્રવૃતિ આચરનારા શખ્સો ઉપર અંકુશ લાવવા તથા સરકારી સંપતીને તેમજ કુદરતી સંપતીને નુકશાન કરતા શખ્સો વિરુધ્ધ કડક કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી રાજકોટ રેન્જ ટીમના પીઆઈ અપૂર્વ પટેલની રાહબરીમાં પીએસઆઈ પી.એન.મોરી, બી.સી.મીયાત્રા અને સી.એમ.કાંટેલીયાની રાહબરી હેઠળની ટીમો વર્કઆઉટમાં હતી. તે દરમિયાન પીએસઆઈ બી.સી.મીયાત્રા તથા તેમની ટીમના કુલદિપસિહ ચુડાસમા, વકારભાઇ અરબ, દિવ્યેશભાઇ સુવા, અનીરુધ્ધસિહ જાડેજા તથા નિકુલભાઇ પંપાણીયાને હકિકત મળી હતી કે, જસદણ પોલીસ મથક વિસ્તારના દેવપરા અને લીલાપર ગામની સીમમાં પુનમ વાછાણી, મગન વાછાણી અને અંકીત વાછાણી નામના શખ્સો સરકારી જમીનમાંથી ગેરકાયદેસર ખોદકામ કરી ખનીજ પથ્થરની ખાણ ચલાવી રહ્યા છે બાતમી આધારે પીએસઆઈ બી.સી.મિયાત્રાની ટીમે દરોડો પાડી દેવપરા અને લીલાપર ગામની સીમમાંથી ગેરકાયદે બેલાની ચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું. પોલીસે અલગ અલગ ચાર ટ્રેકટર અને સાત ચરખીઓ મળી કુલ 27 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ટ્રેકટરના ડ્રાઈવરોને હસ્તગત કરી સ્થાનીક પોલીસને બોલાવી આગળની કાર્યવાહી અર્થે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી.

મોચી બજારમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર દરોડો

રાજકોટની આજી ડેમ ચોકડી પાસે રામ પાર્કમાં રહેતા અને કોટડાસાંગાણીમાં કૃપા ફાઉન્ડેશન નામે સંસ્થા ચલાવતા જયેન્દ્રભાઈ અનિલભાઈ ચંદવાણીયાએ એ ડિવિઝન પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમને માહિતી મળી હતી કે મોચી બજાર ખાટકીવાસમાં આવેલ રફીક મંઝિલ નામના મકાનમાં ગેરકાયદે કતલખાનું ચાલી રહ્યું છે આ બાતમી આધારે એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઈ વી કે ઝાલા સહિતને સાથે રાખીને દરોડો પાડતા મકાનમાંથી માસના ટુકડા મળી આવ્યા હતા જેથી ત્યાં હાજર શખ્સનું નામઠામ પૂછતાં પોતે અલ્તાફ ઇબ્રાહીમભાઇ મુસાણી હોવાનું જણાવતા તેની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઇ જઈ પૂછતાછ કરતા પોતાની પાસે કોઈ લાયસન્સ નહીં હોવાનું જણાવતા અને તેના ઘરમાંથી બે પાડાના મૃત અવષેશો મળી આવતા તેના વિરુદ્ધ પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

દારૂના 48 ચપલા સાથે એક શખ્સની ધરપકડ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે એલસીબી ઝોન 2ના પીએસઆઈ એસ વી ચુડાસમા, એએસઆઈ જયંતીભાઈ ગોહિલ, હરપાલસીંહ જાડેજા, કુલદીપસિંહ રાણા, શક્તિસિંહ ગોહિલ, સત્યજિતસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, સહદેવસિંહ જાડેજા અને મૈસુરભાઈ કુંભારવડિયા સહિતની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે કોઠી કમ્પાઉન્ડ ગેટ પાસે વોચ ગોઠવી હતી દરમિયાન બાતમીવાળો શખ્સ મોં.સા. લઈને નીકળતા તેને અટકાવી જડતી લેતા તેની પાસેથી દારૂના 48 ચપલા ભરેલૂ ઝબલું મળી આવતા તેનું નામઠામ પૂછતાં પોતે આજી ડેમ ચોકડી પાસે ભીમરાજનગરમાં રહેતો રાહુલ રમેશભાઈ બોરીચા હોવાનું જણાવતા પોલીસે તેના વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી દારૂ, વાહન સહીત 51,080 રૂપિયાનો મુદામાલ કબ્જે કર્યો હતો.

આર.કે. પાર્કમાં જુગાર રમતી પાંચ મહિલા ઝડપાઇ

રાજકોટમાં દારૂ જુગારના કેસો કરવાની સૂચના અન્વયે તાલુકા પોલીસ મથકના પીએસઆઈ બી.આર.ભરવાડ, બલભદ્રસિંહ જાડેજા સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે સ્ટાફને મળેલી બાતમી આધારે મહિલા પોલીસને સાથે રાખીને આરકે પાર્કમાં દરોડો પાડી રહેણાંક મકાનમાં જુગાર રમતા જુલીબેન નિલેશભાઈ ગાંધી, સોનલબેન નીખિલભાઈ પટેલ, રીનાબેન મેહુલભાઈ મણવર, ક્રિષ્નાબેન સમીરભાઈ સેવક અને મીતાબેન પ્રજ્ઞેશભાઈ હર્ષની ધરપકડ કરી રોકડા 37,650 કબ્જે કર્યા છે.

You Might Also Like

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

મહિલા તબીબને ડિજિટલ અરેસ્ટ કરી 58.50 લાખ પડાવી લેવાના કેસમાં સાળા-બનેવીની ધરપકડ

કુખ્યાત અલ્પેશ દોંગા આણી ટોળકી સામે કુલ 12 ગુના દાખલ : SIT દ્વારા 7 જેટલા અરજદારોની અરજી અંગે તપાસ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article નવનિર્માણથી જંતર-મંતર સુધી : કોંગ્રેસના બેવડા ધોરણોનો ખુલાસો
Next Article જેન ઝી કો સબ આતા હૈ, રિયલી ??

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
AuthorBhavy Raval

ગરબો: દેહ, દીપ અને દર્શન

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
આજીડેમ વિસ્તાર દારૂબંધીથી અલિપ્ત
દિલ્હીમાં દેખાવોને પગલે અનેક ટ્રેનો રદ થતાં મુસાફરો રઝળી પડયા, રાતભર ભટકતાં રહ્યા
દિલ્હીમાં પ્રદર્શન કરે તે પહેલાં જ CJPના 1000 વંદા કસ્ટડીમાં
ચેક બાઉન્સ કેસમાં કાનૂની કાર્યવાહી અને બચાવ
સરહદનો સાચો સુપરકોપ
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

CRIME

રાજકોટની રૈયારાજ કંપની સાથે 6 કરોડની ઠગાઈના ગુનામાં 4 માસથી વોન્ટેડ દંપતિની ગાંધીનગરમાંથી ધરપકડ

Khaskhabar Editor Khaskhabar Editor 3 days ago
CRIME

સાબરમતીમાં નશામાં ધૂત PSI ભરત પંડયાએ અકસ્માત સજર્યો

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
CRIME

અરવલ્લીમાં પોલીસ અને બિશ્નોઈ ગેંગના ડ્રગ્સ માફિયા વચ્ચે ફાયરિંગ

Khaskhabar Editor Khaskhabar Editor 1 week ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?