કાર્તિક મહેતા : કાર્તિકોલોજી
ભારતમાં સલાહ સૌથી સસ્તી ચીજ છે. તમે ગમે તે ચાલતા પૂરજા પાસે જઈને ગમે તે વિષય ઉપર સલાહ માંગી જુઓ.. તમને એ અચૂક સલાહ આપશે જ !! તમે કહેશો કે એક વર્ષમાં રૂપિયા ડબલ થાય એવી કોઈ સ્કીમ છે તો એ તમને કોઈ ફેરિયો પણ બતાવી દેશે. કોઈ પાનને ગલ્લે પૂછશો કે ઇસરોએ ચંદ્રયાન મોકલવું જોઈએ કે નહિ ?? તો એની ઉપર પણ માવા અને પાનની પિચકારી મારતા મહાનુભવો પોતાની સલાહ પ્રગટ કરી દેશે!! તમે પૂછશો કે મોદીજી એક નેતા તરીકે કેવા છે તો તમને કોઈ જેન ઝી વાળો છોકરો જેને હજુ ડાયપર છોડયે બહુ વરસ નથી થયા એ ય મોદીજી ને સલાહ આપશે કે કેમ વહીવટ ચલાવવો!! તમે જોશો કે જેમ માણસમાં બુદ્ધિ અને આવડતનુ નીચું હોય એમ એનો આત્મવિશ્વાસ ઊંચો હોય.. (આનાથી પ્રતીપ વિધાન એટલે કે અવળું વિધાન સત્ય છે કે નહિ એ સંશોધનનો વિષય છે). સોક્રેટીસ એક મહાન તત્વજ્ઞાની થયો.. એણે કહ્યું કે હું એટલું જ જાણું છું કે હું કાઈ જાણતો નથી.. સોક્રેટીસ મેધાવી હતો, અત્યંત બુદ્ધિમાન.. પણ આવું સોક્રેટીસ કહે.. વ્હોટ્સ એપ યુનિવર્સિટી અથવા ઇન્સ્ટાગ્રામ સ્કૂલના હરેડ બંધાણી વિદ્યાર્થીઓ એવું નહિ કહે..
- Advertisement -
ઓછું જાણતા લોકોને પોતે કાઈક જાણે છે એવો આત્મવિશ્વાસ બહુ ઊંચો હોય એવી જાણકારી વિજ્ઞાનીઓ ને હજુ હમણાં ૧૯૯૯માં મળી જયારે ડાનિંગ અને કગર નામનાં બે વિજ્ઞાનીઓ એ એક પ્રયોગ કર્યો. એમણે શું કર્યું કે કોલેજના વિદ્યાર્થીઓની ત્રણ વિષય ઉપર કસોટી /એક્ઝામ/ટેસ્ટ લીધી. હવે બધા વિદ્યાર્થીઓને વારાફરતી બોલાવીને એમને પૂછ્યું કે એમના પેપર્સ કેવા રહ્યા અને એમને કેટલા માર્કસ આવી શકે એમ છે ?
બધા વિદ્યાર્થીઓએ જે જવાબ આપ્યા તે નોંધવામાં આવ્યા.
જ્યારે ટેસ્ટના પરિણામો જાહેર થયા ત્યારે એક ગજબ નિરીક્ષણ ડનિંગ-ફુગરને મળી આવ્યું .. એમણે જોયું કે જે લોકોને ઓછા માર્કસ આવેલા તે બધાએ પોતાના માર્કસ બહુ સારા આવશે એવી ધારણા કરેલી. એમણે આત્મવિશ્વાસ પૂર્વક પોતાના પેપર્સ સારા ગયા હોવાનું કહેલું. એનાથી ઉલટું જેમને સારા માર્કસ આવ્યા એ વિદ્યાર્થીઓએ પોતાના માર્કસ ભાખવામાં થોડી કચાશ કરેલી. અને આ ઇફેક્ટ ડનિંગ -કગર ઇફેક્ટ તરીકે પ્રસિદ્ધ થઈ ગઈ.. મોટાભાગના માણસો આ ડનિંગ કગર ડિકટના વિકાર હોયણે એએમ એવા ભેમ એટલું જ્ઞાન એમની નથી એવો ભ્રમ હોય છે કે પોતે એ બધું જાણે છે. ડનિંગ-ફુગરે પોતાના પ્રયોગ ઉપર ખૂબ એનાલિસિસ કરેલું છે.
- Advertisement -
એમણે જોયું કે મોટાભાગના પોતાની નિષ્ફળતા ને સમજવા જેટલી બુદ્ધિ જ નથી હોતી. એટલે એ લોકો હમેશા પોતાને બધું આવડે છે એવી ગ્રંથિમાં રાચતા રહે છે.
માણસ અનુભવી ડ્રાઈવર થઈ જાય પછી એને વહેમ આવી જાય કે એનો ગાડી ઉપર ટોટલ કન્ટ્રોલ છે અને એમાં તે અકસ્માત કરી બેસે. કેમકે એને પોતાના લિમિટેશનને સમજવા જેટલી બુદ્ધિશક્તિ નથી હોતી.
કટ્ટર વિચારધારા વાળા લોકો ય કોકને મોઢે સાંભળેલી કે ક્યાંક વાંચેલી વાર્તાઓને સાચી માનીને ઝીણી ઝીણી બાબતે લડવા ઝઘડવા લાગતા જોવા મળે છે. એમને એવી વાર્તાઓ કે વાતો ઉપર એટલો વધુ પડતો વિશ્વાસ હોય છે કે તે વાર્તા કે વાત કેટલી સાચી તે જાણવાની તસ્દી પણ તેઓ લેતા નથી. કેમકે એવું વિચારવા માટે જે બુદ્ધિમતા હોવી જોઈએ તે સરેરાશ માણસમાં હોતી નથી. (એટલે કટ્ટર માણસ ઉપર દયા ખાવી, એને ખબર નથી કે એને ચાવી કોણ ચડાવી રહ્યું હોય છે.
ચેટ જીપિટી અને સોશિયલ મીડિયાના સમયમાં આજે રિલ્સ અને વિડિયો જોઈને કે જિપીટીને પૂછી પૂછીને સહુ પોતાને પંડિત સમજે છે. દરેકને પોતાનો ઓપીનીયન છે અને હોવો પણ ખેથી એમાં પણ અથ પાસે ઓપીનીયન નથી છે !! સજ્જડ ઓપનીયન છે ..કેમ?? કેમકે બુદ્ધિ ઓછી છે. જેન ઝી ને એમ લાગે છે કે એમની પાસે તમામ સમસ્યાનું સમાધાન છે.. અને એ જ દર્શાવે છે કે એની પાસે એકેય સમાધાન નથી. હા, આત્મવિશ્વાસ બહુ છે.
ડનિંગ – કગર કહે છે કે પોતાની આવડત વિશે બહુ ઊંચી ધારણા રાખતા લોકો ખરેખર એટલા આવડત વાળા નથી હોતા. ઉલટું એમનામાં ઘણી ઓછી આવડત હોય છે.
ડનિંગ – ક્રુગર ઇફેક્ટથી પીડાતા નેતાઓ બહુ મળ્યા છે પણ હવે વિદ્યાર્થીઓ પણ એવા આવશે તો એ અમંગળ એંધાણ છે.




