ખાસ-ખબર સંવાદદાતા
જનતાને કોઈપણ પ્રકારની તકલીફ ન ભોગવવી પડે તે માટે સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રી દ્વારા પ્રજાને તેના પ્રશ્ર્નોનું નિવારણ લાવવા ગાંધીનગર સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવા જણાવ્યું છે જેના અનુસંધાને રાજકોટ જિલ્લામાં ઓગસ્ટ 2022નો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ આજરોજ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં કલેકટરના માર્ગદર્શન તળે માર્ગ અને મકાન વિભાગ, પીજીવીસીએલ, શિક્ષણ વિભાગ, સિંચાઈ વિભાગ, જમીન અને સંપાદન, સરકારી સહાય સહિતના વિવિધ વિભાગોના પ્રશ્ર્નોની રજૂઆતો થઈ હતી. જેમાં 10 જેટલા અરજદારોને સાંભળવામાં આવ્યા હતા તેમજ અરજદારોને ઝડપથી ન્યાય મળે તે રીતે સ્થળ તપાસ કરીને કાર્યવાહી કરવા કલેકટરે અધિકારીઓને આદેશ આપ્યા હતા. આ તકે જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોર, અધિક નિવાસી કલેકટર કેતન ઠક્કર, ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલ, ડીસીપી પ્રવીણકુમાર મીણા તથા સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.