By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
    12 hours ago
    ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધ સમાપ્ત : હોર્મુઝ ફરી ખુલશે
    12 hours ago
    ખાડી ક્ષેત્રમાં અમેરિકી નૌકાદળની કાર્યવાહીમાં ૩ ભારતીય નાવિકોના મોત: વિદેશ મંત્રી એસ. જયશંકરે અમેરિકા સામે નોંધાવ્યો વિરોધ
    2 days ago
    AIના ડેટા સેન્ટરો અમેરિકા-કેનેડામાં સામે દેખાવોઃ પાણી-વીજળીનો બેફામ વપરાશ માનવજાત સામે ખતરો
    2 days ago
    ટ્રમ્પે કહ્યુ – ઇરાન સાથે આજે યુધ્ધ સમાપત થયું
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    આસામના જોરહાટમાં એરફોર્સનું ટ્રાન્સપોર્ટ વિમાન ક્રેશઃ 5 જવાનો શહીદ, કોર્ટ ઓફ ઇન્ક્વાયરીના આદેશ
    2 days ago
    ભારતની સંરક્ષણ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ: ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલને તોડી પાડવા માટે સંપૂર્ણ સક્ષમ બન્યું
    3 days ago
    હવે ખાસ પરિસ્થિતિમાં કારણ જણાવ્યા વિના PF ખાતા ધારક 100% રકમ ઉપાડી શકશે
    3 days ago
    “કિંગ ઓફ સાળંગપુર” દિવ્ય સ્વરૂપોને મળ્યા કૉપીરાઇટ અને ટ્રેડમાર્ક પ્રમાણપત્રો
    3 days ago
    બિહારમાં વીજળી પડવાથી 10નાં મોત, 22 રાજ્યોમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ
    4 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    12 hours ago
    આજથી FIFA વર્લ્ડ કપની શરૂઆત : ઓપનિંગ સેરેમનીમાં પોપસ્ટાર શકીરા અને સિંગર બર્ના બોયે પર્ફોર્મ કર્યું
    4 days ago
    સૌથી મોટો વુમન્સ T-20 વર્લ્ડકપ કાલથી શરૂ
    4 days ago
    બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે રચ્યો ઇતિહાસ, 21 વર્ષ બાદ ઓસ્ટ્રેલિયાને વન-ડેમાં હરાવવામાં સફળ
    6 days ago
    ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો, હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત, અફઘાનિસ્તાન સામેની વન-ડે સીરિઝમાંથી બહાર
    6 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    3 days ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    3 days ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    2 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    2 weeks ago
    ‘હું અહીં જ છું, બેબી!’ : ‘ઇન્ડિયન આઇડલ’માંથી હાંકી કઢાયાની અફવાઓ પર વિશાલ દદલાનીનો જડબાતોડ જવાબ
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 days ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 days ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    2 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    ‘સાંઢિયા પુલ’ના લોકાર્પણ પૂર્વે રાત્રે ‘હેપ્પી સ્ટ્રીટ’ના આયોજનમાં રાજકોટવાસીઓ ઝૂમ્યા
    3 days ago
    મેયર ડૉ. નેહલ શુક્લ અઠવાડિયામાં ૩ દિવસ લોકોની ફરિયાદો સાંભળશે
    4 days ago
    રાજકોટ–જેતપુર હાઇવે પર ચોમાસા પહેલા તાત્કાલિક કામગીરી કરો : કોંગ્રેસની NHAIને રજૂઆત
    5 days ago
    10 દિવસ સુધીના ટોકન આપી લોકોને ચોક્કસ સમયે બોલાવાશેઃ ડૉ. મેયર નેહલ શુક્લ
    6 days ago
    જન્મ-મરણના દાખલાનું સર્વર ડાઉન થતા મનપા કચેરીએ ભારે હોબાળો
    6 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: પહાડોમાં કોતરેલું ગૌતમેશ્ર્વર મહાદેવનું પ્રાચીન મંદિર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > Dr. Sharad Thakar > પહાડોમાં કોતરેલું ગૌતમેશ્ર્વર મહાદેવનું પ્રાચીન મંદિર
Dr. Sharad Thakar

પહાડોમાં કોતરેલું ગૌતમેશ્ર્વર મહાદેવનું પ્રાચીન મંદિર

Khaskhabar Editor
Last updated: 2025/11/08 at 5:14 PM
Khaskhabar Editor 7 months ago
Share
4 Min Read
SHARE

ગૌતમ ઋષિએ સ્થાપિત કરેલું સ્વયંભૂ શિવલિંગ

ત્રેતાયુગના ગૌતમ ઋષિ દ્વારા પાર્થિવ શિવલિંગ સ્થાપવાના સંકલ્પ બાદ રાફડામાંથી શિવલિંગ પ્રગટ્યું; અહલ્યાના શાપ મુક્તિની કથા સાથે જોડાયેલું પવિત્ર સ્થળ

- Advertisement -

પરમાત્માના ચરણોમાં ડો.શરદ ઠાકરના વંદન. ભાવનગર ખાતેનો કાર્યક્રમ સંપન્ન થયા બાદ બપોરના ત્રણેક વાગે સ્થાનિક પ્રિય મિત્ર હરેશભાઈ, જીતેન્દ્રસિંહજી અને મનીષભાઈ મને શિહોર લઈ ગયા. બપોરે એક વાગ્યે લંચ દરમિયાન મનીષભાઈએ મને વાત-વાતમાં કહ્યું હતું કે શિહોર ખાતે ગૌતમેશ્વર મહાદેવનું પ્રાચીન શિવાલય આવેલું છે, ક્યારેક ત્યાં દર્શનાર્થે જજો. મને ત્યાં જવાની ઈચ્છા તો થઈ આવી હતી, પરંતુ શિહોર હું જિંદગીમાં ક્યારેય ગયો નથી અને હવે ક્યારેક જવાશે એવી કલ્પના પણ ન હતી. પણ અચાનક જ મનમાં ઉદ્ભવેલી ઈચ્છા સાકાર થઈ. હરેશભાઈએ કાર શિહોર તરફ વાળી લીધી.

ગૌતમતેશ્ર્વર મહાદેવનું મંદિર પહાડો કોતરીને બનાવવામાં આવેલું છે. એને અડીને જ ગૌતમી નદી વહે છે. આસપાસ જંગલ જેટલા ગાઢ વૃક્ષો ઊભા છે. પુજારી શ્રીરમેશગીરી જ્ઞાની પુરુષ નીકળ્યા. એમણે આ મંદિર વિશે સારી એવી અધિકૃત માહિતી આપી.

સનાતન વૈદિક ધર્માનુસાર ચાર યુગોમાંથી સત્યયુગ પછીનો યુગ ત્રેતાયુગ મનાય છે. આ યુગમાં ભગવાન શ્રીરામ થઈ ગયા.

- Advertisement -

ગૌતમ ઋષિ અને તેમના ધર્મ પત્ની અહલ્યાની ઘટના પુરાણ પ્રસિદ્ધ છે. શાપને કારણે અહલ્યા શીલા બની ગઈ અને એ નિર્દોષ સ્ત્રીએ જ્યારે આજીજી કરી કે હું તો પવિત્ર જ હતી અને છું પણ મને ભ્રમિત કરવામાં આવી હતી, તો પછી મારી આ સ્થિતિ શા માટે? ત્યારે શાપનું નિવારણ જણાવવામાં આવ્યું કે ત્રેતાયુગમાં ભગવાન શ્રીરામ તને સ્પર્શ કરશે અને તું શાપમાંથી મુક્ત થઈશ. આ ઘટનાથી ઉદ્વિગ્ન થયેલા ગૌતમ ઋષિ પરિભ્રણ માટે નીકળી પડ્યા અને ફરતા ફરતા શિહોરમાં આવ્યા. એમના મનમાં ભગવાન સોમનાથના સ્વયંભૂ શિવલિંગના દર્શન કરવાની ઈચ્છા થઈ ગઈ. ભારતમાં બાર જ્યોતિર્લિંગ અને 64 જેટલા સ્વયંભૂ શિવલિંગો આવેલા છે. ગૌતમ ઋષિએ પહાડોની વચ્ચે પાર્થિવ શિવલિંગ બનાવીને સ્થાપવાનો સંકલ્પ કર્યો. પાર્થિવ શિવલિંગ બનાવવા માટે ઉધઈના રાફડાની માટી ઉપયોગમાં લેવામાં આવે છે. ગૌતમ ઋષિએ જ્યારે રાફડાની માટી હટાવી ત્યારે ત્યાં અંદર શિવલિંગ જોવા મળ્યું. ગૌતમ ઋષિએ પ્રથમ વાર તેની પૂજા કરી માટે તે ગૌતમેશ્વર મહાદેવ તરીકે પ્રખ્યાત થયું.

આ જગ્યાએ પ્રાચીનકાળના પવિત્ર આંદોલનો આજે પણ અનુભવી શકાય છે. શ્રીરમેશગીરીજી એ મારી સાથે લગભગ બે અઢી કલાક સુધી ધર્મ અને અધ્યાત્મ વિશે ચર્ચા કરી. અમે બંનેએ જ્ઞાન અને માહિતીનું આદાન-પ્રદાન કર્યું. વર્તમાન પેઢીના યુવાનો અને યુવતીઓની રીતભાત માટે તેમણે ચિંતા વ્યક્ત કરી. અમે બંને એક વાત પર સંમત થયા કે આ સ્થળ પિકનિક, પર્યટન કે મોજ-મજા માટે બનેલું નથી. અહીં અંગ પ્રદર્શન કરતા વસ્ત્રો કે અશ્લીલ વાણી-વર્તન ચલાવી શકાય નહીં. આ સ્થળના પરિસરમાં ધૂમ્રપાન કે શરાબપાન નિષિદ્ધ છે. પૂજારી શ્રીરમેશગીરીજીના ગુરુ સ્વર્ગસ્થ શ્રીજગદીશ્ર્વરાનંદજી જ્યાં બેસીને કાષ્ઠમૌન ધારણ કરીને ભક્તિ કરતા હતા તે ઓરડીના પણ મેં દર્શન કર્યા. આમ્રવૃક્ષ અને બીલીવૃક્ષથી છાયેલા આ પવિત્ર તીર્થ સ્થાનમાં ફરી ક્યારેક આવીને એક દિવસ અને એક રાત રહેવાનો અને ધ્યાન સાધના કરવાનો સંકલ્પ કરીને મેં શ્રીરમેશગીરીજીની વિદાય લીધી. હું તમામ મિત્રોને જીવનમાં એક વાર ગૌતમેશ્વર મહાદેવના દર્શન કરવા માટે જવાનો અનુરોધ કરું છું. અત્યંત રમણીય, અત્યંત પ્રવિત્ર અને અત્યંત પ્રાચીન એવું આ મંદિર તમને વધારે ભક્તિભાવ ભર્યું બનાવશે.

You Might Also Like

સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ

કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે

કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે

ગુરુ જ્ઞાન : આ જગત એ બીજું કશું જ નથી, પણ મનુષ્યના વર્તનનો પડઘો છે

ભક્તિ એટલે માત્ર મંત્ર જાપ નહીં પણ પરમ તત્ત્વનો સાક્ષાત્કાર

TAGGED: Ancient temple
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article મંગળા રોડ પરના ફાયરિંગ કેસમાં પરિયા ગેંગના રાજો સહિત ત્રણ સાગરીત ઝડપાયા
Next Article ધોરણ. 10 અને 12 બોર્ડની પરીક્ષા ફીમાં સરેરાશ 4 ટકા સુધી વધારો કરાયો

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
ગુજરાત

આજે રાજ્યની નવી ઔદ્યોગિક નીતિની જાહેરાત કરાશે

Khaskhabar Editor Khaskhabar Editor 11 hours ago
રાજકોટમાં ઋતુગત રોગચાળો: અઠવાડિયાના તાવ, શરદી અને ઝાડા-ઉલ્ટીના 1190 કેસ
LRD કોન્સ્ટેબલ પરીક્ષાઃ કટ-ઓફ 130 આસપાસ રહેશે: નીરજ ભંડેરી (સ્પર્ધાત્મક પરીક્ષા નિષ્ણાત)
ટ્રમ્પના 80માં જન્મદિવસે 575 કરોડ રૂપિયાના ખર્ચે કેજ ફાઇટ
ખાણી પીણીમાં ભેળસેળ કરનારા ભોં ભેગા થશે: રાજકોટ મનપાની ‘ફૂડ સર્જિકલ સ્ટ્રાઈક’
T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Dr. Sharad Thakar

સંપૂર્ણ શરણાગતિ સાથે હૃદયમાંથી ઊઠેલા શબ્દો બ્રહ્માંડમાં ક્યાંક તો પહોંચશે જ

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
Dr. Sharad Thakar

કરેલાં કર્મોનું ફળ ભોગવવું જ પડે

Khaskhabar Editor Khaskhabar Editor 3 weeks ago
Dr. Sharad Thakar

કોઈ ચોક્કસ સ્થાનમાં રહેલું ‘પાવરહાઉસ’ શરીરનાં અંગોને સક્રિય રાખતો ઊર્જાપ્રવાહ આપવાનું બંધ કરી દે છે અને માનવદેહ મૃતદેહ બની જાય છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 month ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?