ડૉ. શરદ ઠાકર : મોર્નિંગ મંત્ર
પ્રાણીમાત્રને નૃત્યથી લઇને સુધી સુખની ઝંખના રહે છે. કોઇને દુઃખ ગમતું નથી. સુખ શોધવા માટે મનુષ્ય બાહ્ય જગતમાં ભટકતો રહે છે. સ્વાદિષ્ટ ભોજનમાં, કિંમતી વસ્ત્રોમાં, આભૂષણોમાં અને અન્ય ઇચ્છાઓની પૂર્તિમાં તે સુખને શોધતો રહે છે. આમાં તેને ક્યારેક સફળતા મળે પણ છે, પરંતુ તે સુખ કાયમી હોતું નથી. આજે સૂકો રોટલો ચાવતી વખતે મને છ મહિના પહેલાં ખાધેલાં ગુલાબજાંબુનો સ્વાદ સુખ આપી શકતો નથી. જે મનુષ્ય વર્તમાનની કોઇ પણ સ્થિતિમાં આનંદ માણી શકે તે પરમ સુખી છે. આત્માનું મૂળ સ્વરૂપ આનંદમય છે. ચિત્તને આત્મા સાથે જોડી દો. એ પછી વાસી રોટલો તમને દુઃખ નહીં આપી શકે અને મીઠાઇ તમને બિનજરૂરી સુખ નહીં આપી શકે. મિષ્યન્નને બદલે ‘ઇષ્યન્ન’ માણો. આવું જ અન્ય ભૌતિક ચીજોમાં કરવું. તમને દુઃખી કરવાની ચાવી બીજાના હાથમાં ન સોંપો, તમારાં સુખની ચાવી તમારા હાથમાં જ છે.



