મળતી માહિતી મુજબ, અભિનેતા વિક્રમ ગોખલેની હાલત અત્યંત નાજુક છે. તેઓ પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે. વિક્રમ ગોખલેની પુત્રીએ જણાવ્યું કે, તેમની હાલત નાજુક છે. તેમણે લોકોને અપીલ કરી કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે અને તેઓ જલ્દી સ્વસ્થ થઈ જાય એ માટે પ્રાર્થના કરે.

દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની હાલત નાજુક છે. વિક્રમ ગોખલે છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. તેમની દીકરીએ જણાવ્યું કે, વિક્રમ ગોખલેની હાલત અત્યંત નાજુક છે. તેઓ લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેમણે લોકોને તેમના પિતા વિક્રમ ગોખલેની સલામતી માટે પ્રાર્થના કરવા કહ્યું છે.

વિક્રમ ગોખલેની હાલત નાજુક
વિક્રમ ગોખલે પુણેની હોસ્પિટલમાં દાખલ છે. CINTAના સિનિયર પ્રેસિડેન્ટ મનોજ જોશીએ પણ દિગ્ગજ અભિનેતા વિક્રમ ગોખલેની ક્રિટિકલ કંડિશન વિશે જાણકારી આપી છે. તેમણે કહ્યું- તેઓ (વિક્રમ ગોખલે) ક્રિટિકલ છે અને તેઓ પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં દાખલ છે.

દીકરીએ કહ્યું- અફવાઓ ન ફેલાવો
વિક્રમ ગોખલેની કંડિશન અત્યંત નાજુક હોવાનું કહેવાય છે. આ દરમિયાન ગતરોજ અભિનેતાના નિધનના સમાચાર વહેતા થયા હતા. એવામાં વિક્રમ ગોખલેની દીકરીએ લોકોને અભિનેતાના સ્વાસ્થ્યને લઈને કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવવા વિનંતી કરી છે. વિક્રમ ગોખલે 82 વર્ષના છે. રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે, તબિયત બગડવાના કારણે તેમને થોડા દિવસો પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમની તબિયતમાં સુધારો થવા લાગ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત ફરી બગડી હતી અને હવે તેઓ ખૂબ જ નાજુક સ્થિતિમાં છે.

‘હમ દિલ દે ચૂકે સનમ’માં જોવા મળ્યા હતા સંજય ભણસાલી
વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તેઓએ અગ્નિપથ, હમ દિલ દે ચૂકે સનમ અને ભૂલ ભુલૈયા જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા. વિક્રમ ગોખલે ફિલ્મના અભિનેતા ચંદ્રકાંત ગોખલેનાં પુત્ર છે. વિક્રમ ગોખલેના દાદી કમલાબાઈ ગોખલેએ ભારતીય સિનેમાની પહેલી ફિમેલ, ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે કામ કર્યું હતું. ટેલિવિઝનમાં વિક્રમ ગોખલેએ એક અલગ ઓળખ બનાવી હતી. દૂરદર્શન પર 1989થી લઈને 1991ની વચ્ચે આવનાર ફેમસ શો ‘ઉડાન’નો પણ તેઓ મુખ્ય હિસ્સો હતા.