RTO ના નિયમનો ઉલાળીયો કરનાર વાહનચાલકો દંડાયા
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ આર.ટી.ઓ.ના નિયમનો ભંગ કરનારાઓ સામે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં આર.ટી.ઓ. અધિકારી ખપેડની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવેમ્બર 2023માં ટેક્ષ ન ભરનાર, ઓવરલોડ, ઓવર ડાઈમેન્સન સહિતના નિયમનો ભંગ કરનાર વાહનચાલકો પાસેથી કુલ 40 લાખથી વધુનો દંડ વસુલવામાં આવ્યો હતો.
- Advertisement -

વધુમાં ટેક્ષ ન ભરનાર 15 કેસ, ઓવરલોડના 134, ઓવર ડાઈમેન્શનના 72 કેસ, ક્લેન્ડેનસ્ટાઈન ઓપરેશનના 56 કેસ, છઞઙઉ-જઞઙઉ ચેકિંગ, અન્ય ગુન્હા, સીટબેલ્ટ ન પહેરવો, હેલ્મેટ ન પહેરવા અને મોબાઈલ પર વાત કરતાં હોય તેવા 87 કેસો, રીફ્લેક્ટર અને રેડીયમ પટ્ટી લગાડનારના 60 કેસો, થર્ડ પાર્ટી વીમા વગર હોય તેવા 34 કેસો, બેફામ ઝડપે વાહન ચલાવનારાના 131 કેસો, ભયજનક રીતે વાહન ચલાવવુ તેના 13 કેસો અને પીયુસી ચેકીંગના 64 કેસ તેમજ ફીટનેસ વગર વાહન ચલાવનારાઓના 46 કેસો નોંધાયા હતા.
આમ કુલ 799 ફરિયાદો નોંધાઈ હતી જેની પાસેથી ટોટલ દંડની રકમ રૂા. 40,716.73 વસુલવામાં આવી હતી. આમ નવેમ્બર માસમાં ઓવર સ્પીડે વાહન હંકારનાર સામે કુલ 131 કેસો બનાવવામાં આવ્યા હતા અને ડિસેમ્બરમાં આજદિન સુધી 43 કેસ બનાવવામાં આવ્યા છે.



